ઓપન સ્પેસ

Published on December 25th, 2018 | by Saeed Shaikh

0

તરાનાએ હિંદી

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલેં હૈં ઇસકી યહ ગુલસિતાં હમારા
ગુરબતમેં હોં અગર હમ રહતા હૈ દિલ વતનમેં
સમઝો વહીં હમેંભી દિલ હો જહાં હમારા
પરબત વહ સબસે ઊંચા, હમસાયા આસમાં કા
વહ સંતરી હમારા, વહ પાસબાં હમારા
ગોદીમેં ખેલતી હૈં ઇસકી હજારોં નદિયાં
ગુલશન હૈ જિન કે દમ સે રશ્કે જિનાં હમારા
અય આબરૂદે ગંગા! વહ દિન હૈ યાદ તુઝકો
ઉતરા તેરે કિનારે જબ કારવાં હમારા
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ, હિન્દોસ્તાં હમારા
યૂનાન વ મિસ્ર વ રૂમા સબ મિટ ગએ જહાં સે
અબતક મગર હૈ બાકી નામો નિશાં હમારા
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદિયોં રહા હૈ દુશ્મન દૌરે ઝમાં હમારા
ઇકબાલ! કોઈ મહેરમ અપના નહીં જહાં મેં
મા’લૂમ કયા કિસી કો દર્દે નિહાં હમારા

આ ગીત ડા. ઇકબાલે ત્યારે કહ્યું હતું જ્યારે તેઓ એક દેશભક્ત તરીકે અખંડ ભારતને જ પોતાનું સર્વસ્વ સમજતા હતા. એક દેશપ્રેમી શાયરની હેસિયતથી એમનું મગજ આ પંક્તિઓમાં દરેક જાતના મતભેદો અને ઘૃણાથી પવિત્ર દૃષ્ટિગોચર થાય છે. એમના મનમાં એ વખતે મુખ્ય પ્રશ્ન માત્ર ને માત્ર અંગ્રેજી ગુલામીનો હતો. તેથી આ
પંક્તિઓમાં ક્યાંક ક્યાંક એના વિશે ઇશારો પણ મળી જાય છે.

શબ્દાર્થઃ
ગુરબતઃ પરદેશ – પરબતઃ પર્વત, પહાડ – હમસાયાઃપાડોશી – પાસબાંઃ રક્ષક, પહેરેદાર – રશ્કે જિનાંઃ જન્નત/સ્વર્ગથી વધારે ખૂબસૂરત – આબરૂદે ગંગાઃ ગંગા નદીનું પાણી – દૌરે ઝમાંઃ પલટાતો યુગ – દર્દે નિહાંઃ છુપાયેલો દર્દ

ભાવાર્થઃ

હિન્દુસ્તાન આપણો એવો દેશ છે જે સમગ્ર વિશ્વમાં ઉચ્ચ અને સુંદર દેખાય છે. જા આને ઉપવન તરીકે કલ્પી લેવામાં આવે તો આપણી હેસિયત આમાં વસનારી બુલબુલોની જેમ છે. જે ખુશીઓના ગીતો ગાતી રહે છે. ઇકબાલ બીજા શે’રમાં કહે છે કે જા અમે યાત્રામાં કે કોઈ બીજા દેશમાં હોઈએ તો પણ હૃદયમાં તો દેશ પ્રેમ જ ભરેલો હોય છે. તેથી પરદેશમાં રહેવા છતાં અમે પોતાની જાતને પોતાના દેશમાં જ હોવાનો અનુભવ કરીએ છીએ.

ગૌરવપ્રદ બાબત આ છે કે વિશ્વનો સૌથી ઊંચો પહાડ કે જેના ઉન્નત શિખરો જાણે એક અડીખમ રક્ષક-પહેરેદાર જેવો ઊભો છે. હજારો નદીઓ પ્રિય દેશમાં ઊભી, આડી, અવળી દિશાઓમાં ખળખળ કરતી વહેતી રહે છે, જેના કારણે અહીંની ધરતી એવી હરિયાળી અને ભરી ભરી રહે છે જાણે સ્વર્ગની એક ઝલક જાઈ લો! ગંગાના પવિત્ર મનાતા પાણીને સંબોધન કરતાં ડો. ઇકબાલ કહે છે કે શું તને યાદ છે કે જ્યારે અમારો કાફલો તારા કિનારે વસ્યો હતો? સ્પષ્ટ થાય કે ડો. ઇકબાલના પૂર્વજા બ્રાહમણ હતા. અહીં ઇકબાલ કદાચ આર્યો તરફ પણ ઇશારો કરતા હોય. એવું લાગે છે કે જેઓ ઉત્તરીય એશિયામાંથી હજારો વર્ષ પૂર્વે ભારતમાં આવીને વસ્યા હતા, અને અહીં જ મોટી મોટી નદીઓના તટ ઉપર આવીને વસ્યા, અને ભારતીય સાંસ્કૃતિના પારણા બંધાયા.

છઠ્ઠા શે’રમાં ઇકબાલ પોતાના સમયમાં ધાર્મિક ભેદભાવ/ કોમવાદ તરફ ઇશારો કરતાં કહે છે કે કોઈપણ ધર્મ પરસ્પરની શત્રુતા નથી શીખવાડતો પરંતુ સંબંધો અને એકતા ઉપર ભાર આપે છે. આપણે એ વાત ન ભૂલવી જાઈએ કે આપણો દેશ ભારત જ છે અને આપણે બધા ભારતવાસીઓ છીએ.

આગળની પંક્તિઓમાં ઇકબાલ દુનિયાની મોટી અને મહાન ગણાતી સંસ્કૃતિઓ જેમ કે ગ્રીક સંસ્કૃતિ, મિસ્ર એટલે કે ઇજિપ્તની સંસ્કૃતિ તથા રોમની સંસ્કૃતિ તરફ ઇશારો કરતાં કહે છે કે એ મહાન ગણાતી સંસ્કૃતિઓ હવે નષ્ટ થઈ ગઈ છે. જ્યારે ઘણા બધા આંદોલનો અને પરિવર્તનો છતાંય આપણી ભારતીય સંસ્કૃતિ જીવિત છે. આખરે આપણામાં એવી તો કોઈક વિશેષતા છે જેના થકી આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે, નહીં તો પલટાતા યુગમાં ઘણા લોકો આપણા શત્રુઓ રહ્યાં છે. કવિતાની છેલ્લી પંક્તિમાં ઇકબાલ પોતાની વ્યક્તિગત અનુભૂતિને ઇશારામાં વર્ણવતાં કહે છે કે આ દુનિયામાં અમારો કોઈ મહેરમે રાજ – અથવા રહસ્યનો ભાગીદાર નથી, ન જ એ દર્દ વિશે જાણે છે જે અમારા હૃદયમાં છુપાયેલો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review