Tuesday, March 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવિજય રૂપાણી પણ યોગીના પગલે

વિજય રૂપાણી પણ યોગીના પગલે

પાસા એક્ટમાં સુધારો કરવાની યોજના

ગુજરાતમાં ભાજપ સરકાર ગુનાઓ કાબૂમાં કરવા અને ઘટાડવા માટે કટિબદ્ધ હોવાનો ડોળ કરતી જણાય છે, પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. પાસા એક્ટમાં સુધારો લોકશાહી માટે માઠા સમાચાર છે. આ સ્પષ્ટ રીતે સૂચવે છે કે બધા જ એક્ટીવિસ્ટો પર દમનના યુગની શરૂઆત કરવામાં લાંબો સમય નહીં લાગે. ખરેખર, ઉત્તર પ્રદેશના કંટ્રોલ ઓફ ગેંગસ્ટર એક્ટની તર્જ પર, ગુજરાત સરકાર, પોલીસને મનમાની તાકત અને સત્તા આપી રહી છે. તેના માટે હાલના કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવશે અને તેને ગુજરાતના આવનારા ચોમાસુ વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સુધારા કાયદો લાવવાનો હેતુ માનવ તસ્કરી, ગૌહત્યા, જાતીય સતામણી, આર્થિક છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ગુનો, સમાજને સરકાર સામે ભડકાવવાનો કે આ પ્રકારના ગુના કરનારા લોકો અથવા આવા ગુનાઓને અટકાવવાનું કારણ જણાવવામાં આવ્યું છે.

આપણે સુપેરે જાણીએ છે કે યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં શું કર્યું છે. જે લોકો નાગરિક સુધારો અધિનિયમ (સીએએ)નો વિરોધ કરી રહ્યા હતા તે બધાને ખોટા અને બનાવટી મામલાઓમાં હેરાન કરવામાં આવ્યા, આંદોલન સમયે વિરોધના સામાન્ય ઘર્ષણમાં લાખો રૂપિયાનો દંડ વસૂલવા ગેરકાયદેસર રીતે નોટિસ મોકલવામાં આવી.અત્રે આ સમજવાની વાત છે કે વિજય રૂપાણીની સરકાર આ એક્ટ દ્વારા અસમાજિક તત્ત્વો ઉપર નિયંત્રણ મેળવવાની વાત કરીને એક રીતે પોતાની નિષ્ફળતાઓને સ્વીકારી રહી છે. આ સંદર્ભમાં અમે પૂછવા માંગીએ છીએ કે શું આ એક્ટ તે પોલીસ અધિકારીઓને પણ લાગુ પડશે કે જેના વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થાય છે? શું તે ધારાસભ્યો ઉપર લાગુ પડશે જેઓએ જનતા સાથે છેતરપિંડી કરી છે? રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, શું તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે? શું સરકાર જણાવશે કે ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યોમાંથી જેટલા ભૂમાફિયા અને સખત જોગવાઈઓ હેઠળ ગુનાહિત કેસનો સામનો કરી રહયા છે તે સૌ સામે કાર્યવાહી કરવામાં આવશે? અમારુ માનવું છે કે હવે સમય આવી ગયો છે કે તમામ મિત્ર તાકતો, તમામ સંગઠનો તથા ફાસીવાદી વિરોધી પક્ષ મળીને કેટલાક નક્કર કાર્યક્રમ શરૂ કરવા એક સાથે પહેલ કરવી જોઈએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments