Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપકોરોના મહામારીમાં જનસમુદાયની સામુહિક ફરજ

કોરોના મહામારીમાં જનસમુદાયની સામુહિક ફરજ

વકરતો કોરોના લોકોને કદાચ માનવતા શીખવાડવા આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ફરીને કોરોનાએ ભારતમાં ધામા નાખ્યા હોય તેવું જણાય છે. રોજના ૨૫૦૦૦૦ કરતાં વધારે કેસો ભયંકરથી અતિભયંકર પરિસ્થિતિનું નિર્માણ ક૨શે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક અને તિવ્ર પુરવાર થઈ રહી છે. આપણા સૌના પાલનહાર અલ્લાહ તરફથી આ એક મહામારી છે. જે આજમાયશ સ્વરૂપે અવતરિત થઈ છે. એમ તો મનુષ્યનું સમગ્ર જીવન આજમાયશ સિવાય બીજું કંઈ જ નથી છતાં કેટલીક મહામારીઓ મનુષ્યજાતને તેની તરફ વળવા હાકલ કરે છે.

દેશમાં છેલ્લા ૬ વર્ષોથી અત્યાચારની તમામ હદો વટાવી સત્તારૂઢ પક્ષ વારંવાર અલ્લાહને ચેલેન્જ કરી રહ્યો હતો. લોકોને શું ખાવું શું ન ખાવવું? આ બાબત સરકાર કે બહુમતી સમાજની આસ્થા શ્રદ્ધાને મેળ ખાય તે રીતે ક્યારેય નક્કી ન કરી શકાય. ગૌરક્ષાના નામે મોબલિચિંગનો એક દૌર શરૂ થયો જેણે ઘણાં માસુમ અને નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો. બાબરી મસ્જિદના નામે, સીએએ, એનઆરસી નામે, કાશ્મીરના નામે અને લવજેહાદના નામે સતત એક ખાસ કોમને ટાર્ગેટ કરી તેમના હક્કોઅધિકારોનું હનન બહુમતી સમાજના ધર્માંધ લોકો દ્વારા, કાયદાઓ ઘડી સરકાર દ્વારા અન્યાયી ચુકાદાઓ આથી ન્યાયતંત્ર દ્વારા, બનાવટી સમાચારોને વાચા આપી મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અલ્લાહ આ તમામ અત્યાચારો અને અન્યાયો જોઈ રહ્યો છે. હકીકતમાં દેશમાં થઈ રહેલી આવી તમામ ઘટનાઓ પાછળનું કારણ આ છે કે અલ્લાહને માનનારી કોમ અલ્લાહથી વિમુખ છે. અલ્લાહને માનનારી પરંતુ આચરણમાં આજ્ઞાકારી પુરવાર ન થનારી કોમને અલ્લાહને નહીં માનનારા લોકો દ્વારા જ સજા આપવાનો દસ્તુર છે. મુસ્લિમ કોમ અલ્લાહની તરફ વળી રહી છે પરંતુ કોમના મોટા ભાગના લોકો હજી અલ્લાહથી દુર છે. બીજી તરફ સત્તા પક્ષ અત્યાચાર અને અન્યાયની તમામ સપાટી વટાવી ચુકી હોઈ તેને પણ પાઠ ભણાવવાની જરૂર હતી. આમ કોરોનાનું આશ્મન કદાચ મનુષ્યમાં માનવતા અને ઇશ્વર તરફી ઝુકાવ તેમજ પોતાના આચરણની સુધારણા માટે થઇ રહ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે.

ઉત્તૌરત્તર વધતા જતા સંક્રમણ અટકાવવા સરકાર તમામ ઉપચાર ‘કહી’ ચુકી છે. પરંતુ અમલ કરવા અને કરાવવામાં તે નિષ્ફળ સાબિત થઈ છે. વડાપ્રધાનના નિવેદનો ‘પ્રજા મુર્ખ, ધર્માંધ અને ભક્ત છે’ તેવા માની લીધેલા સત્ય પર આધારિત છે. મીડિયા અને પ્રશાસનનું મર્કઝ અને કુંભમાં એકઠા થયેલા લોકો સાથેનું પૂર્વગ્રહયુક્ત વર્તન ઘણું કહી જાય છે. ફાર્મા કંપનીઓનું દવાઓ અને ઇંજેકસનોમાં આવા કપરા સમયે કાળા બજારી કરવું શેતાનને શરમાવે તેવા મૃત્યુ છે. મૂડીવાદીઓની જીવન ઉપયોગી વસ્તુઓ પરની ઇજારાદારી તેમને ભાવ વધારો કરવા પ્રેરે છે. કોરોના કાળને કારણે રોકડ પ્રવાહ અટકી જવાનું કહી નાના વેપારીઓ અને મજૂરોના પૈસા દબાવી લેવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. સ્વાસ્થ્ય કર્મીઓ, સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અને સાધનો અપુરતા અને અક્ષમ પુરવાર થયા છે. આમ સમગ્ર ભારતીય માનવ સમાજ બેબસ અને લાચાર છે તેની પાછળ ઇશ્વરનો ગેબી-કોરડો છે જે અત્યાચાર અને અન્યાયના પર્યુત્તર સ્વરૂપે પડી રહ્યું છે. સરકાર અને પ્રજાએ પોતાનું આત્મ-નિરિક્ષણ કરવાની જરૂર છે. ઇશ્વરથી માફી માંગી પોતાના આચરણની સુધારણા કરવી આપણી સામુહિક ફરજ છે. ▪️


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments