સ્ટેથોસ્કોપ

Published on July 9th, 2019 | by yuvaadmin

0

સુદર્શન ન્યૂઝે એડિટેડ વિડિયો પ્રસારિત કરી કહ્યું આરએસએસ કાર્યકર્તાની હત્યાના સૂત્રો પોકારવામાં આવ્યા

“સમગ્ર ભારતમાં ધાર્મિક ઉન્માદીઓનો ખૌફનાક ચહેરો. સડકો પર, ખુલ્લી તલવારોની સાથે સૂત્રો પોકારી રહ્યા છે – ચડ્ડા ચડ્ડી વાળાઓને, ગોળી મારો સાલાઓને.” મૌતનો ઈશારો @RSSorg તેમજ અન્ય હિન્દુ સંગઠનો ના કાર્યકર્તાઓની તરફ.
@HMOindia @AmitShahOffice @Amitshah @Narendramodi @PMOIndia @naqvimukhtar

સુદર્શન ન્યૂઝ દ્વારા એક વીડિયોને ઉપરોક્ત દાવાની સાથે પ્રસારિત કરવામાં આવ્યો છે, જેમાં લોકોને કથિત રીતે, “અલ્લાહુ અકબર, તબરેઝના હત્યારાઓને મારી નાખો, આરએસએસ મુર્દાબાદ, અર્ધી ચડ્ડી વાળાઓને ગોળી મારો, તબરેઝનું ખૂન ક્રાંતિ લાવશે”ના સૂત્રો પોકારતા સાંભળી શકાય છે.

ઉપરોક્ત દાવાના સાથે સુદર્શન ન્યૂઝ દ્વારા શેર કરેલ વીડિયોને 2.7K વાર રીટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે.

સુદર્શન સમાચાર દ્વારા કાઢી નાખેલી વિડિઓ નીચે જોઈ શકાય છે.

આ વીડિયોને ટ્વિટર પર ડો. જીતેન્દ્ર નાગર (@NagarJitendra)એ સંદેશ, “ભોપાલમાં સડકો પર ભયભીત શાંતિદૂત @RSSorgના વિરુદ્ધ હાથોમાં લાઠીઓ અને તલવારો લઈને નીકળ્યા છે. આમાં એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર નજર આવી રહ્યું છે કે કોઈ પણ રીતે દેશમાં ભયનો માહોલ પેદા થાય અને વિશ્વમંચ પર મોદીજી અને ભારતને બદનામ કરી શકાય. એમપીમાં કોંગ્રેસની સરકાર છે તો ષડ્યંત્ર થઈ શકે છે”ની સાથે વિડિયો પ્રસારિત કર્યો છે.

૩૦ જૂનમાં આ વીડિયોને કેટલાક ફેસબૂક પેજ દ્વારા પર પણ શેર કરવામાં આવ્યો છે.

સત્ય શું છે?

ઓલ્ટ ન્યૂઝએ આ વીડિયોને ઇનવિદ દ્વારા કેટલીક કી-ફ્રેમ માં તોડ્યો. આ કી-ફ્રેમને ગુગલ પર રિવર્સ સર્ચ કરવાથી, આ વીડિયો જેવો એક બીજો વીડિયો મળ્યો. જેને ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોની સાથે કરેલા દાવામાં આને ડેહરીના મોહર્રમ જુલૂસનો બતાડવામાં આવી રહ્યો છે. સુદર્શન ન્યૂઝ દ્વારા શેર કરેલ વીડિયોથી વિપરીત આ વીડિયો મોબ લીંચિંગના શિકાર તબરેઝ અન્સારી માટે આપવામાં આવેલા ભડકાઉ ભાષણને નથી દેખાડતો. ઓડિયોમાં, લાઉડ સ્પીકરમાં સંભળાય છે કે, “ધીમે ધીમે આગળ વધતા રહો… આપથી વિનંતી છે કે ધીમે ધીમે વધતા રહો.” પાછળ પારંપરિક મોહર્રમના નારા “હસન હુસૈન”ને સાંભળી શકાતું હતું.

આ બતાડવા માટે સુદર્શન ન્યૂઝ દ્વારા એક જૂનો વિડિયો શેર કરવામાં આવ્યો છે, અમે સુદર્શન ન્યૂઝ દ્વારા પ્રસારિત વીડિયોને ૨૦૧૭ના યુટ્યુબના વીડિયો ફ્રેમની તુલના કરી છે, જેને તમે લેખમાં નીચે જોઈ શકો છો. નીચે આપવામાં આવેલા બંને ચિત્રોમાં હાથોમાં પકડેલા લીલા રંગનો મોબાઇલને જોઈ શકાય છે. જો કે અસલી વીડિયોમાં સુદર્શન ન્યૂઝ દ્વારા દેખાડવામાં આવેલ એક પણ સૂત્રોને સાંભળી નથી શકાતું. તે ઉપરાંત, આ ૨૦૧૭નો વીડિયો છે, જૂન ૨૦૧૯માં ઝારખંડમાં થયેલ તબરેઝની મોબ લિન્ચિંગ સંબંધિત કોઈ પણ વિરોધ પ્રદર્શનને નથી દર્શાવતો.

ઓલ્ટ ન્યૂઝને મળ્યું કે સુદર્શન ન્યૂઝ દ્વારા પ્રસારિત વીડિયોની ઓડિયો હાલમાં તબરેઝ અન્સારીની સાથે થયેલ મોબ લિંચીંગ ઘટનાની સામે SDPIના વિરોધ પ્રદર્શનના વીડિયોની છે.

અમને આ રેલીના બીજા અન્ય વીડિયો પણ મળ્યા, જેમાં આ પ્રકારના સૂત્રોને સાંભળી શકાય છે. વીડિયોની સાથે લખવામાં આવ્યું હતું કે ભારતીય લોકતાંત્રિક પાર્ટીની રેલીમાં આરએસએસની વિરુદ્ધ આ પ્રકારના સૂત્રો પોકારવામાં આવ્યા હતા.

મોહર્રમના જુલૂસના જૂના વીડિયોમાં આરએસએસ કાર્યકર્તાઓની હત્યાના સૂત્રોની સાથે એડિટ કરીને સમુદાયોના ધ્રુવીકરણની સાથે શેર કરવામાં આવ્યો. સુદર્શન ન્યૂઝ અને તેના સંપાદક સુરેશ ચૌહાણ સાંપ્રદાયિક ખોટી સૂચનાઓને શેર કરવામાં સૌથી મોખરે છે. ( (1,2,3 અને 4)

સાભારઃ https://www.altnews.in/hindi/sudarshan-news-shares-old-video-with-morphed-slogans-with-call-to-kill-rss-workers/


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review