ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

જે 20 શહેરોમાં કરફ્યુ હતો તે ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે.

તદ્ઉપરાંત તા. 28 એપ્રિલ, 2021 થી 5 મે, 2021 સુધી વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ નિયંત્રણો દરમિયાન…

• અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

• તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંઘકામ પ્રવૃત્તિઓ SOPના ચુસ્તપણે પાલન સાથે યથાવત ચાલુ રહેશે.

• તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

• તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

• મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વીમિંગ પુલ, વૉટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

• શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન સિવાયના તમામ APMC બંધ રહેશે.

• સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે

• માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

• સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

• સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 50 વ્યક્તિઓ અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here