કોવિડ-19ની મહામારી સામેની લાચારી દ્વારા આખી માનવતાને ખ્યાલ આવી ગયો છે કે માણસ પ્રગતિના અનેક શિખરો સર કરી લે તેમ છતાં, અલ્લાહની જાતથી અજ્ઞાત હોઈ શકે નહીં. તેને આજે પણ અલ્લાહની એટલી જ જરૂર છે જેટલી પહેલા હતી. તેથી આજે માનવતાને ખૂબ ઝડપથી અલ્લાહ તરફ પલટવાની અને રજુ થવાની તાતી જરૂર છે. સાથે જ આજે લોકોમાં કોરોના વાયરસ, લોકડાઉન અને આર્થિક કટોકટીના કારણે સમાજમાં મોટા પ્રમાણમાં ચિંતા અને બેચેની સામાન્ય બની ગઈ છે. એવામાં જરૂર છે કે દુનિયાને ઇસ્લામના આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વાકેફ કરાવવાની સાથે મનની શાંતિનો માર્ગ મોકળો કરી શકાય. આ હેતુ સાથે વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓગ્રેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ Know Islam (ઇસ્લામને જાણો) વિષય હેઠળ દેશ વ્યાપી અભિયાનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન 15થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાં મનાવવામાં આવશે. આ અભિયાન દરમ્યાન વિવિધ કાર્યક્રમોના માધ્યમથી દેશબંધુઓને રબ અને આધ્યાત્મિકતાના માર્ગ તરફ દોરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ અભિયાનનો આ પણ હેતુ છે કે ઇસ્લામી શિક્ષણ જેમ કે જનસેવા અને સામાજિક ન્યાયથી લોકોને મોટા પાયે જાગૃત કરવામાં આવે અને સાથે જ દેશમાં વધતા ઇસ્લામોફોબિયા અથવા ઇસ્લામ અને મુસ્લિમ વિરુદ્ધ ફેલાયેલ નફરતની રોકથામ માટે દેશ અને લોકોને તેનાથી થતું નુકસાનથી જાગૃત કરવામાં આવે અને તેને દૂર કરવા માટે લોકોમાં જાગૃકતા લાવવામાં આવે. સાથે જ આ સંદેશ પણ આપવામાં આવશે કે ઇસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે જે માનવીય જીવનથી જોડાયેલી સમસ્યાનું નિરાકરણ રજૂ કરે છે.

એસ.આઈ.ઓ. ગુજરાતના પ્રમુખ ડો. સાકિબ મલેક જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન લાખો લોકોએ પોતાના નિકટતમ લોકોને ગુમાવ્યા છે અને આજ દિન સુધી માનવીની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રગતિ પણ તેના પર કાબૂ મેળવવામાં સફળ થઇ નથી, ત્યારે ઇશ્વરે જાણે પોતાની મહાનતા અને પાલનહાર હોવાની પ્રતીતિ કરાવી છે અને મનુષ્યને પોતે એક માત્ર સર્જન હોઇ પોતાના સર્જનહાર તરફ ફરવાની જરૂરત મહેસૂસ કરાવી છે. આધ્યાત્મિકતાની આ શોધમાં ઇસ્લામ કઇ રીતે માનવીની આ જરૂરત પૂરી કરે છે તે સંદેશને બને તેટલી શ્રેષ્ઠ રીતે દેશબાંધવો સમક્ષ મૂકવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું. ઉપરાંત આજે ઇસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ ઊભા કરવામાં આવેલા આભાસી ડર અને પૂર્વગ્રહો (ઇસ્લામોફોબીયા)ને ઇસ્લામના સકારાત્મક શિક્ષણ ક્ષણોને સંદેશને ફેલાવીને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

આ લક્ષ્યો હાંસલ કરવા માટે એસઆઇઓ-ગુજરાત દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામા આવશે. જેમાં આધ્યાત્મિકતા અને ઇસ્લામોફોબીયા પર બૌદ્ધિક ચર્ચાગોષ્ઠી, ઇસ્લામી શિક્ષણનો સોશ્યલ મીડિયા મારફતે ફેલાવો, દેશબાંધવો સાથે મુલાકાતો, જરૂરતમંદોની મદદ, યુવાસાથી મેગેજીન સ્પેશિયલ અંક વગેરેનો સમાવેશ થાય છે.

તેઓ અંતે આ અભિયાનને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને યુવાનોને જોડાવા અપીલ કરે છે અને અલ્લાહથી આ અભિયાનની સફળતાની આશા સેવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here