સમાચાર

Published on April 20th, 2019 | by yuvaadmin

0

એસ.આઈ.ઓ ઑફ ઇન્ડિયાએ મણિપુર સરકારને સાઈકલોનગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મદદ કરવા વિનંતી કરી

એસ.આઈ.ઓ ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાબીદ શાફી એ તાજેતરમાં થયેલ કુદરાતી આપત્તિ ઉપર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે “તે ખૂબ જ દુઃખદાયક છે કે હજુ પણ વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને કોઈ સરકારી સહાય આપવામાં આવી નથી.”

સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે ૧૮ વિદ્યાર્થીઓ,૧૦ શિક્ષકો, ૧ ગેટકીપર સહિત ૨૯ લોકો ઘાયલ થયા છે જેમાંથી ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને ઇન્ફાલ ના એક મોટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિવસના અંત સુધીમાં, પ્રારંભિક એક્સ-રે અને અન્ય તપાસ અહેવાલો પછી 3 લોકોને રજા આપવામાં આવી હતી. એક વિદ્યાર્થી હજુ પણ આઈસીયુમાં છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ” રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા સારી રીતે જાણીતી છે. આ કુદરતી આપત્તિ પછી , વિદ્યાલયની ઇમારત સંપૂર્ણપણે તુટી ગઈ છે. જેના કારણે વ્યવસ્થાતંત્ર પાસે ૪૫ દિવસ સુધી રજા જાહેર કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેલ નથી. આ સમયગાળા દરમિયાન, વિદ્યાલય ભવનનું પુનર્નિર્માણ ખૂબ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય. “

લબિદ શફીએ વિદ્યાર્થીભવનના નિર્માણ માટે અને તબીબી ખાતરી આપવા માટે સરકારને વિનંતી કરી.

Tags: , ,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review