Friday, April 26, 2024
HomeસમાચારSIOએ NET પરીક્ષામાં યુ.જી.સી.ના નિર્ણયનો સ્વાગત કર્યો

SIOએ NET પરીક્ષામાં યુ.જી.સી.ના નિર્ણયનો સ્વાગત કર્યો

યુ.જી.સી.એ વર્ષમાં બે વાર થતી નેટ પરીક્ષાને પુનઃસ્થાપિત કરતાં વયમર્યાદામાં પણ બે વર્ષનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છે કે ભૂતકાળમાં એસ.આઈ.ઓ.એ યુ.જી.સી.ના હસ્તક્ષેપથી સી.બી.એસ.ઈ.ને વર્ષમાં એકવાર પરીક્ષાનું આયોજન કરવાના અભ્યાસને રદ કરવાની માંગ કરી હતી. એસ.આઈ.ઓ.એ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં સી.બી.એસ.ઈ. દ્વારા પરીક્ષાને નિલંબન કરવાના નિર્ણયને પાછો લેવાની અરજી દાખલ કરી હતી. માનનીય ઉચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને પણ નોટીસ જારી કરી હતી પરંતુ યુ.જી.સી. અને સી.બી.એસ.ઈ. આ અરજીનો વિરોધ કરવામાં નિષ્ફળ રહી છે.

એસ.આઈ.ઓ.એ સરકારને વય મર્યાદા વટાવી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૭માં વધુ એક સત્રનું આયોજન કરવા માટે અપીલ કરી હતી. હવે બાર્ડે જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF)ના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં પણ બે વર્ષ સુધીનો વધારો કર્યો છે.

વર્ષમાં બે વાર નેટ પરીક્ષા માટે એસ.આઈ.ઓ.નો સંઘર્ષં

જૂન ૨૦૧૭ : એસ.આઈ.ઓ.એ M.H.R.D. ને નેટ જુલાઈ-૨૦૧૭ના સત્રમાં યોજવા વિનંતી કરી જ્યારે યુ.જી.સી.એ તેને રદ કરી અને નવેમ્બર ૨૦૧૭ના સત્ર માટે તેને સૂચિત કર્યું.

જુલાઈ ૨૦૧૭ : એસ.આઈ.ઓ.એ યુ.જી.સી. નેટ પરીક્ષા નિલંબિત થવા પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

આૅગષ્ટ ૨૦૧૭ : સુપ્રીમ કોર્ટે આ મામલાને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ટ્રાન્સફર કર્યો.

આૅકટોબર ૨૦૧૭ : દિલ્હી ઉચ્ચ ન્યાયલયે ઉચ્ચ યુ.જી.સી. નેટ પરીક્ષા રદ કરવા પર કેન્દ્રને નોટિસ આપી.

નવેમ્બર ૨૦૧૭ : એસ.આઈ.ઓ.ને યુ.જી.સી.ના હસ્તક્ષેપથી સી.બી.એસ.ઈ.ને વર્ષમાં એક વાર પરીક્ષાનું આયોજન કરવાની પદ્ધતિનું વિસર્જન કરવાની દરખાસ્ત કરી હતી અને યુ.જી.સી.ના વડામથક સામે પણ વિરોધ કર્યો હતો.

જાન્યુઆરી ૨૦૧૮ : યુ.જી.સી.એ સુનાવણીની તારીખ (૨૫ જાન્યુઆરી ૨૦૧૮)ની પહેલાં વયમર્યાદામાં વધારો કરી દીધો. ઓકટોબર ૨૦૧૭માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયની નોટિસ પછી પણ કેન્દ્રે કાઉન્ટર એફિડેવિટ કરી ન હતી.  /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments