Thursday, April 25, 2024
Homeસમાચારઘરમાં રહીને જ અદા કરે નમાઝ, શરિયા કાઉન્સિલ જમાઅતે ઇસ્લામી હિંદની અપીલ

ઘરમાં રહીને જ અદા કરે નમાઝ, શરિયા કાઉન્સિલ જમાઅતે ઇસ્લામી હિંદની અપીલ

કોવિડ-૧૯એ દેશમાં મહામારીનો રૂપ ધારણ કરી લીધો છે. આનાથી સંક્રમણનો ભય ઝડપથી વધતો જઈ રહ્યો છે. જેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આને જોતા દેશના બધા રાજ્યોએ લોકડાઉનનો સર્કયુલાર જાહેર કરી દીધો છે. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ જણાવ્યું છે કે આ બીમારી એક બીજાના નજીક રહેવાથી, હાથ મેળવવાથી અને કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાથી અને તે વસ્તુઓને બીજા દ્વારા સ્પર્શ કરવાથી ફેલાય છે. જ્યાં લોકો એક સાથે જમા થાય છે તેનાથી પણ આનો સંક્રમણનો ભય વધી જાય છે. આ દરમ્યાન વારંવાર સામાન્ય લોકો દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યાં છે કે મસ્જિદોમાં નમાઝીઓ દ્વારા એક સાથે મળીને નમાઝ પઢવામાં કઈ રીતે સાવધાની વર્તવી જોઈએ?

શરિયા કાઉન્સિલ જમાઅતે ઇસ્લામી હિંદે આ સવાલો પર અધ્યયન કર્યું ઇસ્લામમાં પ્રાર્થનાનું મહત્વ અને લોકોની જિંદગીની સલામતીની બાબતમાં ઇસ્લામી શિક્ષણના પ્રકાશમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર દેશના જે વિસ્તારોમાં સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યાંના મુસલમાનોથી અપીલ કરે છે કે આ નિર્ણયોને પોતાના કાર્યક્રમોમાં શામેલ કરે.

૧. મસ્જિદોમાં સેનીટાઇઝરનો ઉપયોગ કરે. ચિકિત્સા અધિકારીઓ દ્વારા નિર્ધારિત કરેલ સૂચનોનું પાલન કરવું જોઈએ.

૨. મસ્જિદોમાં પાંચેય ટાઈમ અઝાન આપવામાં આવે કેમ આ ઇસ્લામી ઓળખ છે.

૩. મસ્જિદોમાં ઇમામ, મોઅઝઝીન (અઝાન આપનાર), મસ્જિદ પ્રબંધક કમિટીના લોકો સાથે મળીને નમાઝ અદા કરે. સોસાયટીના તમામ લોકો પોતપોતાના ઘરમાં નમાઝ અદા કરવાનો પ્રયત્ન કરે.

૪. આવી જ રીતે જુમ્માની નમાઝ પણ સંક્ષિપ્ત પ્રવચનની સાથે પઢવામાં આવે. સોસાયટીના સામાન્ય લોકો પોતાના ઘરમાં ઝોહરની નમાઝ અદા કરી લે.

૫. વ્યક્તિગત રીતે અલ્લાહ પાસે આ મહામારીને દૂર કરવાની દુઆ કરીએ, ઝિક્ર તૌબા તેમજ અસ્તગફાર જરૂર કરે.

૬. જે ગરીબ લોકો આ દરમ્યાન બેકાર છે આર્થિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે તેમની મદદ માટે સદકા તથા ખેરાત (દાન)ની વ્યવસ્થા કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments