“શાહીનબાગ” મોરારજીચોક ખાતે યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા

 “શાહીન બાગ” મોરારજીચોક, અહમદાબાદની મહિલાઓ દ્વારા ૧૫ માર્ચ દરેક વયના લોકો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ અદભૂત વકતૃત્વ સ્પર્ધામાં લગભગ ૯૦ સહભાગીઓ હતા અને મોટી સંખ્યામાં મહિલાઓની સાથે પુરુષોએ આ કાર્યક્રમમાં સામેલ થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા. આ સંદર્ભે સી.એ.એ., એન.પી.આર અને એન.આર.સીનો ખૂબ જ ઊંડો અસર દરેક વયના લોકોમાં પડ્‌યો છે જેનો પ્રતિબિંબ આ વકતૃત્વ સ્પર્ધામાં જોવા મળ્યું.

આ વકતૃત્વ સ્પર્ધામાં સહભાગીઓને “દેશમાં સી.એ.એ., એન.પી.આર અને એન.આર.સીની અસરો” અને “અને કહો કે હું મુસ્લિમ છું” આમ બે વિષયો આપવામાં આવ્યા હતા. પ્રદર્શનકારી એક મહિલાએ જણાવ્યું હતું કે, “અસત્ય પોતાની યુક્તિ કરે છે અને શાહીનબાગ જે આ સમય સમગ્ર ભારતમાં ક્રૂરતા અને અન્યાયના વિરુદ્ધ સંઘર્ષનો પ્રતિક બની ચૂક્યો છે, અને જેની શરૂઆત ધરણા પ્રદર્શનથી થઈ હતી, તે હવે એક સામાજિક સ્કૂલ બની ગઈ છે જ્યાં લોકો પોતાની પ્રતિભા અજમાવવા અને તેના વિકસાવવા માટે આવે છે. ખુશીની વાત છે કે હવે આ ફકત ધરણા સ્થળ નથી બલ્કે સર્જનાત્મકતાનો શ્રોત બની ચૂક્યો છે, અને તેનાથી આગળ વધીને વ્યવસ્થા પરિવર્તન અને સામાજિક ક્રાંતિની અવાજ ઉઠાવનારાઓનું ઘર બની ગયું છે… આ બાબતે અલ્લાહનો ખૂબ ખૂબ આભાર છે.”

સ્પર્ધાના અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ત્રણ વિવિધ ગ્રુપમાં આયોજીત આ સ્પર્ધામાં ૧૦ સહભાગીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.  પ્રથમ ગ્રુપમાં પ્રથમ ક્રમે આતિફા બાનુ, બીજા ક્રમે અન્સારી ઝુવેરીયા અને ત્રીજા ક્રમે રાજપૂત ઇકરા ખાલિદનો સમાવેશ થાય છે. બીજા ગ્રુપમાં પ્રથમ ક્રમે અન્સારી ફરહાના ઝહીર, બીજા ક્રમે શેખ ફરહીન અને ત્રીજા ક્રમે અન્સારી અયમનનો સમાવેશ થાય છે. ત્રીજા ગ્રુપમાં  પ્રથમ ક્રમે અન્સારી મોહમ્મદ આમિર, બીજા ક્રમે અન્સારી ફૌઝીયા અને ત્રીજા ક્રમે ટાઈ થયા હતો જેમાં અન્સારી નાઝિયા અને શેખ સના પરવીનનો સમાવેશ થાય છે. બધા જ ૯૦ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે “શાહીનબાગ” મોરારજીચોક અહમદાબાદ ખાતે મહિલાઓ છેલ્લા સુડતાલીસ દિવસથી પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે અન્યાય કરતા કાયદાની વિરુદ્ધમાં લડત લડવા ધરણા ઉપર બેઠેલી છે. તેઓને લાખ સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here