Friday, March 29, 2024
Homeકેમ્પસ વોઇસએસ.આઈ.ઓ. દ્વારા ઓનલાઈન કરીયર ગાઈડેન્સ અને કાઉન્સિલીંગ સેન્ટરનું આયોજન

એસ.આઈ.ઓ. દ્વારા ઓનલાઈન કરીયર ગાઈડેન્સ અને કાઉન્સિલીંગ સેન્ટરનું આયોજન

કોરોના મહામારીના કારણે શાળાઓ અને કોલેજો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓ વિવિધ સમસ્યાઓથી પીડિત છે. કોઈ પોતાની શૈક્ષણિક કારકિર્દી માટે હેરાન છે તો કોઈ ઓનલાઈન શિક્ષણના લીધે વિવિધ માનસિક સમસ્યાઓમાં ગ્રસ્ત છે, આના સિવાય આર્થિક તંગીના લીધે ઘણા વિદ્યાર્થીઓ ને શિક્ષણ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત શાખા દ્વારા એક વિશિષ્ટ રજૂઆત “ઓનલાઈન કરીયર ગાઈડેન્સ એન્ડ કાઉન્સિલીંગ સેન્ટર”નું આયોજન કરેલ છે. જેમાં તા. 8 જૂન થી 23 જૂન 2021 સુધી ચાલુ રહેશે.

આ અંગે માહિતી આપતા અભિયાનના કન્વિનર ઇબ્રાહીમ શેઠે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ અમને જણાવીને તેનું નિરાકારણ શોધી શકે છે. અમારા ઓફિશિયલ નંબર 9974251687 ઉપર સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે. અને અમો તેમની સમસ્યાઓ અમારા કાઉન્સિલરો સુધી પહોંચાડી જો જરૂર લાગશે તો ઓનલાઈન કાઉન્સિલીંગ કરાવીશું.”

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે એસ.આઈ.ઓ. ગુજરાતના “સ્ટેટ એજ્યુકેશનલ મુવમેન્ટ”ની કડીમાં આ સરાહનીય પગલું છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાની માનસિક સમસ્યાઓ, અભ્યાસ સંબંધિત મુદ્દાઓ, કારકિર્દી માર્ગદર્શને લાગતા પ્રશ્નો નો હલ અને શિષ્યવૃત્તિ વિષે નું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments