ચૂંટણી પરિણામની જાહેરાત થઈ ગઈ છે અને ખૂબજ ટૂંકા ગાળામાં નવી સરકાર શાસનની ધૂરા સંભાળી લેશે. દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિ માત્ર એ લોકોના પ્રતિનિધિ નથી હોતા જેમણે તેમના પક્ષમાં વોટ આપ્યો હોય બલ્કે તે બધા જ નાગરિકોના પ્રતિનિધિ હોય છે.

અમે નવા ચૂંટાયેલા સંસદ સભ્યો અને શાસકોથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ જાત પાત ધર્મ વર્ગના ભેદભાવથી પર થઈને બધા જ ભારતીયોના કલ્યાણને માટે કાર્ય કરશે અને તેમની બંધારણીય જવાબદારીઓને ગંભીરતા અને પ્રામાણિકતા પૂર્વક અદા કરશે.

કમનસીબે ચૂંટણી અભિયાનમાં જે પ્રકારની વાણીનો ઉપયોગ થયો અને જે પ્રકારના વિભાજન ઉત્પન્ન કરવાના એજન્ડા ઉપર ભાર આપવામાં આવતો રહ્યો અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી પૂર્ણ થયા પછી હવે એ વાતોને ભુલાવી દેવામાં આવશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીની ભાવના સાથે શાસન અને સંસદ સભ્યની જવાબદારી અદા કરશે.

આ સરકારની જવાબદારી છે કે દેશના અશક્ત વર્ગો અને લઘુમતીઓમાં સુરક્ષા અને સલામતીની ભાવનાને મજબૂત કરે અને આ વિશ્વાસ સંપાદિત કરે કે તેમના અધિકારો સુરક્ષિત છે.

ભારત જેવા વિશાળ અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા દેશની એકતા સલામતી અને પ્રગતિને માટે આવશ્યક છે કે શાસક દેશના બધા જ વર્ગને સાથે લઈને ચાલે તેમની આસ્થા તેમજ માન્યતાનું સન્માન કરે અને તેમના લાભોનું ધ્યાન રાખવાની ભાવના ઉત્પન્ન કરે. તેઓ કોઈ એક વિશેષ વર્ગના પ્રતિનિધિ ન બની રહે બલ્કે સમગ્ર દેશના પ્રતિનિધિ બને.

હવે જ્યારે કે સતત બીજીવાર શાસક પક્ષે શાશન સંભાળી લીધું છે આ તેમની જવાબદારી છે કે તેઓ એક જવાબદાર શાશક પક્ષની રુએ પોતાની એવી છાપ ઉભી કરે કે જેની ઉપર દેશના બધા જ વર્ગ અને મુખ્યત્વે અશક્ત અને વંચિત વર્ગ અને લઘુમતી પણ વિશ્વાસ કરી શકે.

દેશમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ઉત્પન્ન કરવા અને ન્યાયની પ્રસ્થાપના માટે અમે જમાઅતે ઇસ્લામી હિન્દ તરફથી યથાશક્તિ સહયોગ કરવાનો વિશ્વાસ અપાવીએ છીએ.
અમે વિપક્ષ અને તેમના નેતાઓથી પણ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ગંભીરતાપૂર્વક પોતાનું વિશ્લેષણ કરશે. દેશની પરિસ્થિતિ વિરોધપક્ષથી પણ વધારે જવાબદારી પૂર્વકના વર્તનની અપેક્ષા રાખે છે.

રાજકીય નેતાઓ અને પક્ષો દ્વારા વ્યક્તિગત અહમ, સ્વાર્થ વૃત્તિ અને સિદ્ધાંત સાથે સમાધાનના વલણથી દેશને ઘણું નુકશાન થયું છે.

અમે આશા કરીએ છીએ કે વિરોધપક્ષના નેતાઓ આ ચૂંટણીથી બોધ લેશે અને એક જવાબદાર વિપક્ષનો ભાગ ભજવશે.

અમે દેશના જન સામાન્યથી અપીલ કરીએ છીએ કે તેઓ શાસનને શ્રેષ્ઠ બનાવવામાં નિશ્ચિત પણે પોતાનો ભાગ ભજવે.

એક સારા અને પ્રગતિયુક્ત લોકતાંત્રિક સમાજમાં વોટ અપનારાઓનો રોલ માત્ર વોટ આપી દેવાથી સમાપ્ત નથી થઈ જતો બલ્કે શરૂ થાય છે. આ જન સમાન્યની અને સિવિલ સોસાયટીની જવાબદારી છે કે તેઓ શાસકોને તેમની ભૂલો પ્રત્યે યોગ્ય સમયે ધ્યાન દોરે અને આ બાબતને નિશ્ચિત બનાવે કે દેશમાં સંવિધાન અને કાયદાનું શાસન હોય, લોકતાંત્રિક સંસ્થાઓ અને મૂલ્યો સુરક્ષિત રહે અને બધાજ નાગરિકો અને તેમના બધાજ વર્ગને ન્યાય મળે.

અમે દેશના મુસ્લિમોને યાદ કરાવવા માંગીએ છીએ કે તેમનો ખરો દરજ્જા એક સંદેશના ધ્વજવાહક દાઈ સમૂહનો છે. ચૂંટણીના પરિણામથી વધારે અમારા માટે મહત્વ અને ધ્યાન આપવા લાયક બાબત સમાજની બદલતી પરિસ્થિતિ છે.

જે રીતે સમાજમાં ઇસ્લામ અને મુસલમાનોના સંદર્ભમાં ગેરસમજ ફેલાઈ રહી છે અને સમાજ વહેંચાઈ રહ્યો છે. તેની અસર ચૂંટણી ઉપર પણ પડે છે અને નવી બનનારી સરકાર ઉપર પણ. આ પરિસ્થિતિની માંગ છે કે આપણે ઇસ્લામનો સાચો પરિચય અને દેશબાંધવોની નજીક આવે અને તેમના હૃદયોને જીતવા તરફ ધ્યાન આપે અને મોટા પાયે પોતાની દાવતી જવાબદારીઓને અદા કરે અને પોતાના ચારિત્ર્ય અને સામુહિક પ્રયત્નો ઇસ્લામની સાક્ષી આપે અને ઇસ્લામના શિક્ષણ મુજબ દેશના નિર્માણ તેમજ પ્રગતિનું મોડેલ પણ પ્રસ્તુત કરે અને તેમાં મહત્વનો ભાગ ભજવે.

અલ્લાહથી આ આશા કરવી જોઈએ કે તે આ પરિસ્થિતિને પણ કોઈ મોટી ભલાઈનું માધ્યમ બનાવશે. બની શકે છે કે આ પરિસ્થિતિ આપણને આપણી જવાબદારીઓની તરફ ધ્યાન આપવા અને ઇસ્લામના અનુયાયીઓમાં નવી જાગૃતિ લાવવાનો ઈશ્વરીય આયોજન હોય. જા આપણે મુસ્લિમ સમુદાયની રુએ પોતાની જવાબદારીઓની તરફ ધ્યાન આપીશું તો ઇનશાઅલ્લાહ ચોક્કસ આ પરિસ્થિતિ સારા ભવિષ્યનું પ્રયાણ બની શકે છે. –•–

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here