Thursday, April 25, 2024
Homeકેમ્પસ વોઇસNEET : સરાહનીય... પરંતુ અણસમજુ

NEET : સરાહનીય… પરંતુ અણસમજુ

નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)એ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી પ્રવેશ પરીક્ષા છે જે પહેલા ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ (AIPMT) તરીકે ઓળખવામાં આવતી હતી. જે લગભગ તારીખ ૭, મે ૨૦૧૭ના રોજ લેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ વર્ષે ૬.૫ લાખની આસપાસ પ્રવેશ પરીક્ષામાં ભાગ લે તેવી સંભાવના બતાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ એક સમાન પ્રવેશ પરીક્ષા જે એક સારૃ પગલું છે કારણ કે આનાથી વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે અને પાછલી પ્રવેશ પરીક્ષાઓની જેમ અલગ-અલગ પ્રવેશ પરીક્ષા આપવાની જરૃર નહીં રહે.

આ વર્ષે લેવામાં આવતી નીટ પ્રવેશ પરીક્ષા અંગ્રેજીની સાથે સાત જુદી-જુદી પ્રાદેશીક ભાષાઓમાં લેવામાં આવશે જેમાં અંગ્રેજી, તમીલ, હિન્દી, આસામી, બંગાલી, ગુજરાતી, મરાઠી અને તેલગુના સમાવેશ થાય છે. હવે જો આપણે ભારત દેશની વાત કરીએ તો તેમાં દરેક રાજ્યોમાં જુદી-જુદી ભાષાઓ તેમના રંગને સંસ્કૃતી પ્રમાણે બોલવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી ઊર્દુ અને હિન્દી ભાષાની વાત કરીએ આ ભાષાઓ એવી ભાષા છે જે ભારતના લગભગ દરેક રાજ્યોમાં મુખ્ય ભાષા અથવા વૈકલ્પિક (બીજી) ભાષા તરીકે તેને ગણવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું આયોજન તેમના પ્રાદેશીક ભાષાઓની સાથે-સાથે ઉર્દુ અથવા હિન્દી ભાષા પ્રમાણે કરતા હોય છે. પરંતુ જ્યા સુધી ઉર્દુ ભાષાની વાત કરીએ તો ભારતના લગભગ બધા રાજ્યો જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ ઇત્યાદી રાજ્યોમાં લઘુમતી સમાજ માટે મુખ્ય ભાષા તરીકે ઉર્દુ છે. એટલું જ નહીં શાળાઓ,, કોલેજો જ્યાં ભારત દેશનું ભવિષ્ય બનતું હોય છે ત્યાં પણ ઊર્દુ ભાષાનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરતા હોય છે.

પરંતુ … નીટના સર્ક્યુલરમાં ઉર્દુ ભાષાનો સમાવેશ કરવામાં નથી આવ્યો તે એક ગંભીર બાબત છે. આ ફકત ઉર્દુ ભાષા નહીં પરંતુ ભારતના બીજી રાજ્યોની પ્રાદેશીક ભાષાઓ જેમકે કન્નડ, મલયાલમનો પણ સમાવેશ કરવું જોઈએ, કારણ કે દરેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રાદેશીક ભાષાઓમાં તેમનું ભણતર કરતા હોય છે. જો આ ભાષાઓનો સમાવેશ નીટની પ્રવેશ પરીક્ષામાં તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો તો જે વિદ્યાર્થીઓ ફકત પોતાની પ્રાદેશીક ભાષા અથવા ઉર્દુ ભાષા (માધ્યમ)માં ભણતર કર્યું હશે તેમના માટે મેરીટમાં સારી રીતે રેન્ક લાવવું મુશ્કેલ બની જશે અને ઘણુ નુકસાન થશે.

આ ગંભીર સમસ્યાને લઈને SIOએ કેન્દ્રીય સરકાર અને મહારાષ્ટ્ર સરકારથી માગણી કરી છે અને કહ્યું કે આઠ ભાષાઓ સિવાય બીજી પ્રાદેશીક ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવે. જેમાં ઉર્દુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. કારણ કે ફકત મહારાષ્ટ્રમાં જ ઉર્દુ ભાષામાં નીટની પ્રવેશ પરીક્ષા માટે ૧૧૦૦૦ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ કરે છે અને આવા અણધારીયા અમલથી તેઓને ભારે નુકસાન થશે.

હવે જો મેડીકલની બેઠકની વાત કરીએ તો આખા ભારતમાં એમ.બી.બી.એસ.ની બેઠક ૫૦ હજાર છે અને ૨૫ હજાર  એમ.ડી.ની બેઠક છે. જે ૬ થી ૭ લાખ વિદ્યાર્થીઓ સામે ઘણી ઓછી બેઠક છે. આ જ સંદર્ભમાં એસ.આઈ.ઓ.એ શૈક્ષણિક નીતિની ભલામણમાં ઉલ્લેખ કર્યો હતો કે મેડીકલની બેઠકો વધારવામાં આવે. તેમજ દરેક રાજ્યના સરકારી દવાખાના સાથે એક મોડીકલ કોલેજ બનાવવામાં આવે અને દરેક રાજ્યમાં ૯૦-૧૦ ટકાના પ્રમાણમાં બેઠકોની વહેંચણી કરવામાં આવે. ૯૦ ટકાએ રાજ્ય કક્ષાના વિદ્યાર્થીઓની બેઠક હોય અને ૧૦ ટકાએ બહારના વિદ્યાર્થીઓની બેઠકો હોય. જો આ ભલામણનો અમલ કરવામાં આવ્યો હોત તો વિદ્યાર્થીઓને ઘણી રાહત મળતી અને મેડીકલ પ્રવેશ પરીક્ષામાં જે ભ્રષ્ટાચાર આચરવામાં હોય છે. તેનું પ્રમાણ પણ ઓછું થતું.

૨૦૧૭નું નીટનું પરીપત્રએ એક અનુકુળ પગલુ છે. ભ્રષ્ટાચારને ખતમ  કરવામાં એક સરાહનીય પગલુ છે. પરંતુ આની સાથે એક ગંભીર અને ગેરવ્યાજબી અમલ પણ દેખાઈ આવે છે. કારણ કે સરકાર પાસે વિદ્યાર્થીઓના પ્રમાણમાં જે બેઠકો છે, તે પૂરતા પ્રમાણમાં નથી અને આના લીધે ખાનગી કોલેજોને ફાયદો થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.

આના લીધે SIO મહારાષ્ટ્રએ એક સહી ઝુબેશનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેના પરીણામમાં મહારાષ્ટ્રની રાજ્ય સરકારે તેને માન્ય રાખી કેન્દ્ર સરકારને આ ભલામણ પહોંચાડશે તેવું એક મુલાકાતમાં કહેવામાં આવ્યું હતું. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments