Saturday, April 20, 2024

મિરાજ

કોઈ પણ દેશની પ્રગતિનો અંદાજ ફક્ત તેની ધન-સંપતિથી કરી શકતા નથી. આર્થિક પ્રગતિ, દેશની પ્રગતિનું એક ધોરણ અવશ્ય છે. પરંતુ, સંપૂર્ણ પ્રગતિનું ધોરણ તો ફક્ત દેશના નાગરિકોના વચ્ચે પ્રેમ, સદભાવના, સૌહાર્દનું વાતાવરણ વિકસિત કરવું છે

આમ પણ કહી શકાય છે કે દેશની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે દેશમાં અમન, શાંતિ, ભાઈચારો, પ્રેમ તથા સૌહાર્દનું વાતાવરણ હોય.

છેલ્લા પાંચ વર્ષોમાં દેશના જુદા જુદા સમુદાયો, પંથો તથા ધર્મોનો સહારો લઈ દેશમાં ઘૃણા તથા નફરતનું વાતાવરણ પેદા કરવામા આવ્યું છે. આમ તો આ સામાન્ય રીતે થતું રહ્યું છે કે પ્રવર્તમાન સરકારો પોતાની નિષ્ફળતાને છુપાવવા તથા પોતાની સત્તા બનાવી રાખવા હેતુ ધાર્મિક ઉન્માદનો સહારો લેતી રહી છે. ભારતીય રાજનીતિમાં અનેક ઉદાહરણ છે, જ્યાં વર્તમાન સરકારો પોતાની સત્તા બચાવવા માટે ધર્મ તથા અનાવશ્યક મુદ્દાઓનો સહારો લેતી રહી છે.

વર્તમાન સરકારે પણ ગત વર્ષોમાં અનેક વખત ધાર્મિક ઉન્માદના સહારે દેશની જનતામાં નફરત તથા ઘૃણાનું વાતાવરણ સર્જ્યુ તથા તેનો રાજનૈતિક લાભ ઉઠાવ્યો.

ગૌરક્ષા, લવ જેહાદ, દલિત પજવણી તથા મોબ લિંચિંગની અનેક ઘટનાઓ આનું ઉદાહરણ છે.

મુસ્લિમ તથા દલિતોના વિરુદ્ધ એક ઉન્માદનું વાતાવરણ બનાવવામાં આવ્યું. ગૌરક્ષાના નામ પર ક્યારેક પહલૂ ખાન તો ક્યારેક અખલાક અહમદની નિર્દયી હત્યા કરવામાં આવી. ઊનામાં દલિત ભાઈઓને જાહેરમાં નગ્ન કરીને તેમની સાથે મારપીટ કરી. આ મારપીટમાં તેમનું દલિત હોવું જ ખરું કારણ હતું.

સરકારોથી પ્રશ્ન પૂછવા વાળાને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યા. આવી ઘટનાઓ આકસ્મિક નહી પરંતુ સુનિયોજિત રીતે કરવામાં આવી. પાછલા પાંચ વર્ષોમાં સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ રહી. પોતાની નિષ્ફળતાઓને છુપાવવા હેતુ ધાર્મિક તોફાનો તથા તથાકથિત બનાવટી રાષ્ટ્રવાદનો પટારો ખોલવામાં આવ્યો છે.

જેવા તમે સરકારથી કોઈ પ્રશ્ન કરશો, તમને કહેવામાં આવે છે કે સિયાચીનમાં અમારા જવાન લડી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રશ્ન પૂછતાં ભારત માતાનું અપમાન સમજાવવા લાગશે. તે પછી પણ જો તમે હિંમત કરીને પ્રશ્ન પૂછતા રહેશો તો તમને દેશદ્રોહીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે અને તમને પાકિસ્તાન જવાની વણમાંગી સલાહ આપવામાં આવશે.

આ દેશદ્રોહીના સર્ટિફિકેટને સોશ્યલ મીડિયા તથા વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી ખૂબ જ વાયરલ કરવામાં આવે છે અને અંતે તમને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.

રાષ્ટ્રવાદની આ બનાવટો અફીણની ગોળીની જેમ કામ કરે છે. દેશના યુવા વર્ગને ટાર્ગેટ કરીને આ પ્રતીત કરાવવામાં આવે છે કે આપણું લક્ષ્ય દેશની સુરક્ષા હોવું જોઇએ. જેમ કે દેશ અસુરક્ષિત થઈ ગયો હોય, આપણા બધા સૈનિક બોર્ડર પર કબડ્ડી રમવા માટે તૈનાત કર્યા હોય, અને આજનો યુવા બેકારીનો પ્રશ્ન કરવાને બદલે ભારત માતાની જય બોલી ચૂપ થઈ જાય છે.

હાલમાં જ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી બનાવટી રાષ્ટ્રવાદીઓની આ ઉન્માદી ભીડે સમગ્ર દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બનાવવા પૂરજોશ પ્રયાસ કર્યો.

આપણી વાયુસેનાએ મિરાજ વિમાનનો ઉપયોગ કરી વળતો પ્રહાર કર્યો. જેનો પૂરો શ્રેય સૈનિકોને જ જાય છે, પરંતુ ભક્તોએ આને પણ મોદી સાહેબનો પરાક્રમ કરાર આપી દીધો.

શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને થોડા દિવસો સુધી યાદ કરવામાં આવ્યા પછી ભૂલી ગયા. સૈનિકોના જીવન પર યુદ્ધની શું અસર પડે છે આ ગંભીર પ્રશ્ન પર કોઈ ચર્ચા નથી કરતું.

યુદ્ધનું વાતાવરણ ન હોય ત્યારે પણ એક સૈનિકનું જીવન જે મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તેના વિશે કોઈ ટીવી ચેનલ પર કોઈ ચર્ચા નથી થતી. ભારત સરકારના આંકડા મુજબ છેલ્લા ૬ વર્ષમાં જેટલા સૈનિક ફરજ બજાવતા સમયે મૃત્યુ નથી પામ્યા, તેનાથી વધુ આત્મ હત્યા કરીને મૃત્યુ પામ્યા છે. અમુક આંકડા નીચે મુજબ છે.

૧. વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધી બીએસએફના ૫૨૯ જવાનોએ આત્મહત્યા કરી, જ્યારે કે ૪૯૧ ફરજ બજાવતા સમયે મૃત્યુ પામ્યા હતા.

૨. ગૃહ મંત્રાલય અનુસાર સીઆરપીએફના ૧૮૯ જવાનોએ ૨૦૧૨થી અત્યાર સુધી આત્મહત્યા કરી ચૂક્યા છે અને ૧૭૫ જવાનોએ ફરજ નિભાવતા સમયે પોતાનું જીવન ગુમાવ્યું છે.

૩. વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધી રાષ્ટ્રીય સીમા બળના ૩૨ જવાનોએ આત્મહત્યા કરી જ્યારે કે ૪ જવાન ફરજ બજાવતા સમયે મૃત્યુ પામ્યા.

૪. ગૃહ મંત્રાલય મુજબ એક મોટી સંખ્યામાં જવાન સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે.
(રિપોર્ટ ૨૨ માર્ચ, ૨૦૧૮ ઇન્ડિયન એક્સપ્રેસ)

શું આ આંકડા ભયાનક નથી? શું આ આંકડા રાષ્ટ્રીય ચિંતાનો વિષય નથી? શું આ આંકડાને મુદ્દો બનાવીને પ્રાઈમ ટાઈમ ડીબેટ ન થવી જોઈએ?

આખરે બનાવટી રાષ્ટ્રવાદીઓની ઉન્માદી ભીડ સૈનિકોના અા ગંભીર મુદ્દાઓ પર કોઈ ધરણાં પ્રદર્શન કેમ નથી કરતાં? શું તેમનો રાષ્ટ્રવાદ તેમને સૈનિકોના આ ખરા મુદ્દા પર પ્રશ્ન કરવાથી રોકે છે?

ભારતીય સેનાના વધારે પડતાં જવાન ગરીબ પરિવારોમાંથી આવે છે. દેશની સેવા કરતા કરતા તે પોતાના અમૂલ્ય પ્રાણોના બલિદાન પણ આપી દે છે. બદલામાં તેમને શું મળે છે, કાગળના કટકા?

એક સૈનિકના પરિવારને પૂછો કે જ્યારે એમના પરિવારમાંથી કોઈના શહીદ થવા કે આત્મહત્યા કરવાના સમાચાર પહોંચે છે ત્યારે તેમના દિલ પર શું વીતે છે?

બનાવટી રાષ્ટ્રવાદના ભુંડા સૂત્ર લગાવવાથી સારું છે કે સૈનિકોની ખરી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે.

પરંતુ આ તથાકથિત રાષ્ટ્રવાદીઓએ તો સૈનિકોની શહાદત ઉપર પણ રાજનીતિ કરવાની શરૂ કરી દીધી અને ચૂંટણી રેલીઓમાં મત ભેગા કરવા લાગ્યા. જે પણ અા બનાવટી રાષ્ટ્રવાદીઓથી પ્રશ્ન કરે છે કે “ભાઈ, જવાનોની શહાદત પર તો રાજનીતિ ન કરો” ત્યારે તે પ્રશ્ન કરનારાને જ પાકિસ્તાન મોકલવા માંડે છે. કદાચ આ બનાવટી રાષ્ટ્રવાદી પાકિસ્તાનની ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments