Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસશું આ દેશમાં મુસલમાન હોવું અપરાધ છે?

શું આ દેશમાં મુસલમાન હોવું અપરાધ છે?

યોગેન્દ્ર યાદવથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું વાસ્તવમાં ડો. કફીલ સાહેબે ભડકાઉ ભાષણ આપ્યું હતું, તો યોગેન્દ્ર યાદવે કહ્યું કે તેમણે ભડકાઉ ભાષણ તો ઘણું દૂર એક શબ્દ અને એક અક્ષર ખોટો નથી બોલ્યા.

આજની વર્તમાન હાલત અને પરિસ્થિતિઓને જોઈને તો આ જ અહેસાસ થાય છે કે કોની વાત કરું, દરેક વાર્તા એક અત્યાચારની એક નવી દાસ્તાન લખી રહી છે અને આ અત્યાચાર ફક્ત એક મુસલમાન હોવાના કારણે થઈ રહ્યા છે.

આજે તમે બધા વાંચકોને ડો. કફીલની સ્ટોરી પર ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જેમણે આટલો અત્યાચાર સહન કર્યો અને આજ સુધી સહન કરી રહ્યા છે. પરંતુ સરકાર અને કેટલાક નફરતના પાલનહાર દેશની ઓળખની એક નવી શૈલી બનાવવા પર અડી ગયા છે. જેનો જેટલો અફસોસ કરવામાં આવે ઓછો છે.

તમને યાદ હશે યોગી સરકારના ગોરખપુરનું એ હોસ્પિટલ જ્યાં અગણિત નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા હતા. અગણિત માતાઓએ પોતાના અનમોલ રત્નો ખોયા, ન જાણે કેટલા માબાપના સ્વપ્નો તે હોસ્પિટલમાં ફેલાયેલી અવ્યવસ્થા અને સરકારની નિષ્ફળતાઓના લીધે બરબાદ થયા અને તેમાં એક ડોક્ટર જેણે ડોક્ટરમાં ઈશ્વરના રૂપની કહેવતને સાબિત કરી બતાવી. તે જ ડોક્ટરને તેના નેક કાર્યની સજા ભોગવવી પડી તેના માટે ભારત આ અત્યાચારીઓને ક્યારેય માફ નહિ કરે.

2017માં ગોરખપુરના બી.આર.ડી હોસ્પિટલમાં લગભગ 60 બાળકો ઓક્સિજન ન મળવાને લીધે મૃત્યુ પામ્યા હતા અને તે હોસ્પિટલના એક સામાન્ય ડોક્ટર અલગ અલગ હોસ્પિટલમાંથી તેને મળનારા તમામ મિત્રો સાથે આખી રાત નિર્દોષ બાળકોના જીવોને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે આ સમાચાર હિન્દુસ્તાનમાં ઝડપથી ફેલાયા અને સમગ્ર ભારતમાં યોગી સરકારની આલોચના થવા લાગી ત્યારે તે સરકારના પ્રમુખ જે હિન્દુસ્તાનમાં નફરત અને ભડકાઉ ભાષણ આપવા માટે જાણવામાં આવે છે તેની સરકારે સૌથી પહેલા તે મસીહા જેને આપણે ડો. કફીલના નામથી જાણીએ છીએ સસ્પેન્ડ કર્યા અને ધરપકડ કરવામાં આવી જ્યારે કે તે દરમ્યાન સમગ્ર ભારતમાં ડોક્ટર કફિલના આ કાર્યની ખુબ જ સરાહના થઈ. પરંતુ તેમનો સસ્પેન્ડ ઓર્ડર અને ધરપકડનો ઓર્ડર ફક્ત એટલા માટે હતો કેમ કે તે ડોક્ટર નું નામ મુસ્લિમ હતું અને આ જ તેનો સૌથી મોટો અપરાધ સાબિત થયો અને ત્યાર બાદ યોગી સરકારે એક તપાસ એજન્સીની નિમણુંક કરી.

પૂરા આઠ મહિના ડોક્ટર સાહેબ જેલમાં રહ્યા. વિચારો, તમારી પત્ની, બાળકોએ તે આઠ મહિનામાં કેટલા અત્યાચાર સહન કર્યા હશે અને હજુ સુધી સહન કરી રહ્યા છે અને તેમનો પરિવાર ડોક્ટર સાહેબની જમાનત માટે અદાલતના દ્વાર ખખડાવતા રહ્યા. હિન્દુસ્તાનની કોર્ટની પરિસ્થિતિથી તમે બધા પરિચિત છો અને અંતમાં એપ્રિલ 2018માં ડોક્ટર સાહેબને જમાનત મળી ગઈ. ત્યાં તપાસ એજન્સી કાચબાની ચાલ કરતાં પણ ધીમે ધીમે તપાસ કરી રહી હતી. પરંતુ ડોક્ટર સાહેબની વિનંતી પર હાઈકોર્ટે 10 જૂન 2018ના દિવસે આ તપાસને જલ્દીથી પૂરી કરવાનો અને અહેવાલ રજૂ કરવાનો ફરમાન સંભળાવ્યો અને એપ્રિલ 2019માં તપાસ પૂરી થઈ, અહેવાલ રજૂ થયો અને તેના છ મહિના પછી અહેવાલ ડોક્ટર સાહેબને મળ્યો અને તે અહેવાલમાં ડોક્ટર સાહેબના કાર્ય અને બાળકોની જિંદગી બચાવવા માટે તેમના તરફથી કરવામાં આવેલા પ્રયાસો માટે અહેવાલમાં ડોક્ટર સાહેબની પ્રશંસા કરવામાં આવી હતી અર્થાત્ ડોક્ટર સાહેબ ઓગસ્ટ 2017 થી ઓક્ટોબર 2019 સુધી સરકારના અત્યાચારને સહન કરતા રહ્યા.

ફરી એક વાર ડોક્ટર સાહેબ ચર્ચામાં આવ્યા જ્યારે બિહારમાં પૂર આવ્યું અને લાખો લોકોના જીવનને બરબાદ કરી નાખ્યાં અને બિહારમાં ડોક્ટર સાહેબે ફરી એકવાર પોતાના મસીહા હોવાનો રૂપ દેખાડ્યો અને મેડિકલ કેમ્પના માધ્યમથી પોતે બિહારની જનતાની સેવા કરતા રહ્યા.

પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર દેશની એકતા નાબૂદ કરવા માટે કાળો કાયદો લાવીને દેશના “વસુદેવ કુટુંબકુમ” ની ભાવના સાથે રમે છે, જેની સામે સમગ્ર ભારતભરમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આ આંદોલનમાં ડોક્ટર સાહેબ પણ પ્રવેશ કરે છે.

ડોક્ટર સાહેબ 12 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવતા તથા વિદ્યાર્થીઓને સમર્થન આપવા ધરણા સ્થળે પહોંચ્યા હતાં જ્યાં તેમની સાથે સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવ પણ તેમની સાથે હતા. ડોક્ટર સાહેબ આ કાળા કાયદા વિરુદ્ધ વિદ્યાર્થીઓને સંબોધન કરે છે. સાથે યોગેન્દ્ર યાદવ પણ સંબોધન કરે છે. 13 ડિસેમ્બર, 2019ના દિવસે ડોક્ટર સાહેબ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ અલીગઢ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને આ કેસ હેઠળ ડોક્ટર સાહેબને 29 જાન્યુઆરીએ , ઉત્તર પ્રદેશ પોલીસ યુપીએસટીએફ દ્વારા તેમની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી.

ડોક્ટર સાહેબને તેમની ટીમ દ્વારા કોર્ટની મદદ મળે છે અને તેમને 10 ફેબ્રુઆરી 2020ના રોજ 60, 60 હજાર રૂપિયાના બે જામીન બોન્ડ શરત સાથે ભરાવીને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે. પરંતુ જેલ વહીવટીતંત્ર દ્વારા તેઓને મુક્ત કરવામાં આવતાં નથી. 72 કલાક પછી જ્યારે તેમની ટીમને આ અંગેની ખબર પડે છે, ત્યારે મથુરા ઉત્તરપ્રદેશ પોલીસે એનએસએ હેઠળ તેની વિરુધ્ધ કેસ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે, જેના કારણે તેમના જામીન અટકી ગયા છે.

આ કાયદો ડોક્ટર સાહેબ પર એટલા માટે લાદવામાં આવ્યો હતો જેથી પોલીસે તેમની ધરપકડ કેમ કરવામાં આવી તે કહેવું ન પડે અને જામીન મેળવી શકાય નહીં.

આપણા દેશમાં કોઈ બંધારણ છે કે નહીં? જ્યારે યોગેન્દ્ર યાદવને પૂછવામાં આવ્યું કે શું ખરેખર ડો. કફીલ સાહેબે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, યોગેન્દ્ર યાદવ કહે છે કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ તો ઘણું દૂર એક શબ્દ અને એક અક્ષર પણ ખોટો બોલ્યો નથી.

દિલ્હી પોલીસ ભારતીય પોલીસની ભૂમિકા ન નિભાવીને ઇઝરાઇલી પોલીસની ભૂમિકા નિભાવી રહી છે.

આ માત્ર અત્યાચાર જ નથી, અત્યાચારની મર્યાદા છે. કેન્દ્ર સરકારમાં એક મંત્રી ગોળી મારો જેવા ભાષણ એક સામાન્ય સભામાં કરે છે, તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પ્રવેશ વર્મા જેવા નેતાઓ શાહીન બાગ, જામિયા અને એએમયુ, દેવબંદ, નદવા જેવા જાણીતા દેશના પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટના હોનહાર અને દેશનું ભવિષ્ય બનાવનારા વિદ્યાર્થીઓને આતંકવાદી અને પાકિસ્તાની ગદ્દાર, દેશદ્રોહી હોવાનું સર્ટિફિકેટ વહેંચતા નજરે આવે છે, માનવામાં આવે છે, પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સંસદમાં ખુલ્લેઆમ દેશના વડા પ્રધાનની વિરુદ્ધ બોલાય છે. કાર્ટૂન બનાવવામાં આવે છે, ગીતો લખવામાં આવે છે, તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ બિદરની તે નિર્દોષ છોકરીઓ અને તેમની માતા અને શાળાની મુખ્ય શિક્ષિકા પર કાર્યવાહી જોવા મળે છે. અમારી પુડ્ડુચેરીની સુવર્ણચંદ્રક વિજેતા બહેન, જેમને હિજાબ અને મુસ્લિમ હોવાના કારણે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન લેવા દેવામાં નથી આવતો, જેથી તે ક્યાંક સીએએ, એનઆરસી, એનપીઆરનો ભારતના રાષ્ટ્રપતિની સામે વિરોધ ન કરે. કાર્યવાહી થાય છે. શરજીલ ઇમામ, દેશના એક હોનહાર વિદ્યાર્થી, જેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયુ અને જેલમાં મોકલી દેવામાં આવ્યો. જ્યારે કે એક રામ ભક્ત અતિ ભીડમાં પ્રદર્શનકારીઓ પર પોલીસની ઉપસ્થિતિમાં પોલીસની શહ પર લોકો પર ગોળીઓ ચલાવે છે અને તેના પર રાસુકા નથી લાગતી.

પોલીસના કેટલાક ગુંડાઓ યુનિવર્સિટીના કેમ્પસમાં બળપૂર્વક પ્રવેશ કરીને લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીઓ ચલાવે છે, તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી. ઉત્તર પ્રદેશમાં પોલીસની બર્બરતાને કારણે ઘણા યુવાનો મોતના શિકાર થયા છે અને ઘણા યુવાનો ઘાયલ થયા છે. જો તેમના પર કોઈ કાર્યવાહી ન થાય તો તેને શું કહેવું? જો તે ન્યાય નથી તો તે શું છે? આ અત્યાચાર નથી તો શું છે? ત્યારે મારા જેવા લોકોને લખવા પર મજબૂર થવું પડ્યું છે કે, કદાચ મોદી, અમિત શાહ અને યોગીના ભારતમાં મુસ્લિમ હોવું જ પોતાનામાં એક મોટો અપરાધ છે અને સૌથી મોટો અપરાધ છે.


સૌજન્યઃ vimarsh.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments