Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપગાંધી અને ગોડસે : વિરોધાભાસી રાષ્ટ્રવાદ

ગાંધી અને ગોડસે : વિરોધાભાસી રાષ્ટ્રવાદ

આ વર્ષે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર 2020)ના દિવસે ટ્વીટર પર “નાથુરામ ગોડસે ઝીંદાબાદ”ના સંદેશનું પૂર આવી ગયું અને તેમણે આ પ્લેટફોર્મ પર ગાંધીજીને અર્પેલી શ્રદ્ધાંજલિઓને પાછળ મૂકી દીધી. આ વર્ષે ગોડસે પર એક લાખથી વધુ ટ્વીટ કરવામાં આવ્યા જ્યારે કે પાછલા વર્ષે આની સંખ્યા આશરે વીસ હજાર હતી. આ વર્ષે મહત્તમ ટ્વીટ, બાટ એકાઉન્ટ્સમાંથી મોકલવામાં આવ્યા હતા. આ જ બાટ એકાઉન્ટ્સમાંથી છેલ્લા કેટલાક સપ્તાહથી “જસ્ટિસ ફોર સુશાંત”ના સંદેશા મોકલી રહ્યાં હતાં. તેમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોથી ગોડસે ન કંઇક વધુ જ યાદ કરવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે તત્કાલીન આરએસએસ પ્રમુખ રાજેન્દ્ર સિંહે કહ્યું હતું, “ગોડસે અખંડ ભારતનું સ્વપ્ન જુએ છે. તેનો ઈરાદો નેક હતો, પરંતુ જે રસ્તો તેણે અપનાવ્યો તે યોગ્ય નહોતો.” (એપ્રિલ 27, 1998 આઉટલુક). અહીં આ યાદ કરવું પ્રાસંગિક હશે કે પ્રજ્ઞા સિંહ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે, “નાથુરામ ગોડસે દેશભક્ત હતો, છે અને રહેશે.” એ જ રીતે, ભાજપા સાંસદ સાક્ષી મહારાજે ગોડસેને રાષ્ટ્રવાદી ગણાવ્યો હતો. ગોડસેને સમર્પિત એક મંદિરનો પાયો 2014માં મેરઠમાં નંખાયો હતો. કેટલાક વર્ષો પહેલા “મી નથુરામ બોલતોય” નાટક મહારાષ્ટ્રમાં રજૂ થયું હતું, જેને જોવા ભારે સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. ગત 30 જાન્યુઆરીએ હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીની હત્યાના દ્રશ્યો પર અભિનય કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન મહાસભાની પૂજા શકુન પાંડેએ ગાંધીજીના પૂતળા પર ત્રણ વખત ગોળી મારી હતી. ગોળી લાગતા જ ખૂન વહેવા લાગ્યું અને તેના તરત જ પછી દર્શકોને મીઠાઈ વહેંચવામાં આવી.

ગત દિવસોમાં અનેક એવી ઘટનાઓ થઈ જેનાથી એવું પ્રતીત થાય છે કે ગાંધીજીને રાષ્ટ્રપિતા માનવાવાળા દેશમાં જ તેમના હત્યારાના હિન્દુ રાષ્ટ્રવાદનો પ્રભાવ વધી રહ્યો છે. આ ત્યારે જ્યારે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ એ ગાંધીજીના સિદ્ધાંતોનું સન્માન કરતા 2 ઓક્ટોબરને “વિશ્વ અહિંસા દિવસ” ઘોષિત કર્યું હતું. ગોડસેના વિચારોનો પ્રચાર એ સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે આખી દુનિયામાં શાંતિ અને અહિંસાને સમર્પિત સંસ્થાઓ સ્થાપિત થઈ રહી છે. ઘણા વિશ્વ વિખ્યાત નેતાઓ જેમ કે માર્ટિન લ્યુથર, કિંગ જુનિયર અને નેલ્સન મંડેલાએ સાર્વજનિક રૂપે સ્વીકાર્યું હતું કે તેમના આંદોલન ગાંધીજીથી પ્રેરિત હતા. અહીંયા એ યાદગાર છે કે નેલ્સન મંડેલા એ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ પર આધારિત શાસન વ્યવસ્થાને મૂળમાંથી ઉખાડી ફેંકી હતી.

આપણા દેશને ભારતીય ઓળખના આધાર પર એક તાંતણે બાંધવું એ ગાંધીજીનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું. ગાંધીજીએ તેમના સામ્રાજ્યવાદ તેમજ બ્રિટન વિરોધી આંદોલનમાં અહિંસા અને સત્યાગ્રહને પોતાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો.

તેમના આંદોલનમાં સિદ્ધાંતોના વિકાસની પ્રક્રિયામાં જાતિ અને સમુદાયને પોતાની સમજણના આધાર પર તેમણે બધાની સમાનતાના સિદ્ધાંતને પ્રસ્તાવિત કર્યા. તેમની આ ચિંતાએ એ સમયે ઠોસ સ્વરૂપ ધારણ કર્યું જ્યારે તેમણે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન અને દલિતો માટે આરક્ષણનું સમર્થન કર્યું તથા બંધારણનું પ્રાથમિક રૂપ બનાવવાવાળી સમિતિની અધ્યક્ષતા માટે ડો. આંબેડકરનું નામ પ્રસ્તાવિત કર્યું.

બરાબર તેનાથી ઊલટું, મુસ્લિમ અને હિન્દુ રાષ્ટ્રવાદી પોતપોતાના સમુદાયોના સંપન્ન વર્ગના હિતોના નેતા બની રહ્યા અને તેમણે વર્ગ, જાતિ, અને લિંગના પ્રાચીન પદક્રમને ફરી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. નાથુરામ ગોડસે જે આરએસએસનો પ્રચારક હતો, હિન્દુ રાષ્ટ્રવાદના મૂલ્યોમાં આસ્થા રાખતો હતો. સ્પષ્ટ છે કે પ્રાચીન મૂલ્યોથી પ્રેરિત હિન્દુ રાષ્ટ્રવાદીઓના ભારતનો મુખ્ય આધાર અસમાનતા હતો. “મૈને ગાંધીકી હત્યા ક્યોં કી” નામક પુસ્તક, જે ગોડસેના અદાલતમાં આપેલા નિવેદનોનું સંગ્રહ છે, પુસ્તકોને દુકાનો પર મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પુસ્તક દેશના ભૂતકાળ અને આઝાદીના આંદોલનોને સાંપ્રદાયિક નજરથી જુએ છે. પુસ્તકમાં ગોડસે કહે છે, “ગાંધીનું વ્યક્તિત્વ વિરોધાભાસી હતું. તે આક્રમક શાંતિવાદી હતું, જેમણે સત્ય અને અહિંસાના નામ પર દેશને ઘણાં સંકટોમાં નાંખી દીધો. ત્યાં જ બીજી તરફ રાણા પ્રતાપ, શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહ, આઝાદી માટે તેમના યોગદાનના લીધે દેશવાસીઓના મનમાં હંમેશા વસેલા રહેશે. છેલ્લા 32 વર્ષોના ઘટનાક્રમ, જેની પરાકાષ્ઠા ગાંધીજીના મુસ્લિમ સમર્થક ભૂખ હડતાળથી થઈ, એ મને આ પરિણામ પર પહોંચવા મજબૂર કર્યો કે ગાંધીનો તુરંત જ અંત લાવવો જોઈએ.” “તેમના અનુયાયી આ સમજી જ ન શક્યા કે શિવાજી, રાણા પ્રતાપ અને ગુરુ ગોવિંદ સિંહના સામે ગાંધી વામન વ્યક્તિ છે અને આ કારણે તેમની હત્યા કરી. મારી આ માન્યતા છે કે દેશની આઝાદીના આંદોલનમાં ગાંધીજીનું યોગદાન લગભગ શૂન્ય છે.”

ગોડસેની આ વિચારધારાથી બરાબર ઊલટું, ગાંધીજી, ભારતીય ઈતિહાસને વિભિન્ન ધર્મોને માનવાવાળાનો ઇતિહાસ માનતા હતા. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “મુસ્લિમ રાજાઓના શાસનમાં હિન્દુ અને હિન્દુઓના શાસનકાળમાં મુસલમાન, વિકસ્યા હતાં. બંનેએ મહેસૂસ કર્યું કે પરસ્પર શત્રુતા આત્મહત્યા છે અને બંનેને આ ખબર હતી કે તલવારની ટોચ પર અન્યને તેનો ધર્મ ત્યાગવા માટે પ્રતિબદ્ધ કરવું સંભવ નથી. બંને એ શાંતિપૂર્વક સાથે રહેવાનો નિર્ણય કર્યો. અંગ્રેજોના આવ્યા બાદ ઝઘડા શરૂ થઈ ગયા…” (હિંદ સ્વરાજ). આ અફસોસની વાત છે કે હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયવાદી, દેશને લૂંટવામાં સામ્રાજ્યવાદીઓની ભૂમિકા, સમાનતા માટે સામાજિક પરિવર્તન અને દેશને આઝાદ કરવા માટે સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનના મહત્વને નથી સમજતા.

આજે આપણા દેશમાં વિરોધાભાસી પ્રક્રિયાઓનો પ્રભાવ નજર આવી રહ્યો છે. જ્યાં સમગ્ર દુનિયામાં સામાજિક આંદોલન, અહિંસા અને સત્યાગ્રહના સંબંધમાં ગાંધીના વિચારોના મહત્વને મહેસૂસ કરી રહ્યા છે, ત્યાં ભારતમાં રાષ્ટ્રવાદ વિશે ગાંધીના વલણની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આજના શાસક જ્યાં એક તરફ ગાંધીને રાજઘાટ પર ફૂલ ચઢાવીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ તે લોકો આવી વિચારધારાઓને પ્રોત્સાહન આપે છે જે ગાંધીજીની હત્યાના મૂળમાં હતી. એક વધુ ટ્વીટર દ્વારા યોજનાબદ્ધ રીતે ગોડસેના વિચારોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં બીજી તરફ આરએસએસ, જે ગોડસેની વિચારધારાનો મૂળ સ્રોત હતો અને જેના તે પ્રચારક હતા, થી અંતર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા પરદાના પાછળ હતી. પરંતુ હવે જાહેરમાં ગોડેસની સ્તુતિ કરવામાં આવી રહી છે. આજના સમયમાં સત્તાધારીઓ દ્વારા અપ્રત્યક્ષ રૂપથી ગોડસેની વિચારધારાને સ્થાપિત કરવામાં આવી રહી છે. બીજી તરફ હિન્દુત્વના નામ પર ગાંધીના મહત્વને ઓછું કરવામાં આવી રહ્યું છે. આ હિન્દુત્વ ન તો સંતોની પરંપરા છે અને ન ગાંધીની. એવું લાગી રહ્યું છે કે ગોડસેના ભારતના સામે ગાંધીનું ભારત નબળું પડી રહ્યું છે. ગાંધીનું ભારત એકતા, સમાવેશિતા, સ્નેહ અને કરુણા પર આધારિત છે. આજના સત્તાધારીઓ દ્વારા આ મૂલ્યોનું અનાદર કરવામાં આવી રહ્યું છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments