દોસ્તો આજે હું તમને સાઇકોલોજીના પાંચ એવા ફેક્ટસ કહીશ કે જેના કરવાથી લોકોમાં તમે અલોકપ્રિય થઇ શકો છો અથવા તમારા સબંધો ખરાબ થઇ શકે છે અથવા તો કાયમી માટે તૂટી પણ શકે છે.

તો ચાલો આપણે જાણીએ સાઇકોલોજી ના ૫ એવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટસ કે જે ભૂલ થી પણ આપણે ના કરવા જોઈએ.

૧. કારણ વગર આર્ગ્યુમેન્ટ (દલીલ ) કરવાનું ટાળો

સબંધો ગમે તે હોય, પતિ પત્ની અથવા મિત્રો અથવા ભાઈ બહેન અથવા તો પિતા પુત્ર, કોઈ પણ રિલેશન માં હંમેશા કારણ વગર આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. આર્ગ્યુમેન્ટ કરવાથી તમે તમારા સબંધોમાં કડવાહટનો ઝેર ઘોળી દો છો,

દાખલા તરીકે માહિરા એક હોનહાર સ્ટુડન્ટ છે, એ દરેક પરીક્ષામાં સારામાં સારા માર્ક્‌સ લાવે છે, એ હંમેશા વાંચન કરે છે, નવું નવું જાણવા માટે ઉત્સુક હોય છે પરંતુ આ બધા જ ગુણો હોવા છતાં માહિરા ને કોઈ પણ પસંદ નથી કરતુ કેમકે માહિરા ને એક ખરાબ આદત છે, એ હંમેશા લોકો સાથે બહેશ કરતી રહે છે, વારંવાર આર્ગ્યુમેન્ટ કરી ને હંમેશા બીજા ને ખોટા અને પોતાને સાચા સાબિત કરવામાં લાગેલી રહે છે. જ્યારે પણ એ પોતાની ફેમિલી સાથે હોય અથવા તો મિત્રો સાથે હોય અને કોઈ પણ વાત ચાલે તો એ હંમેશા પોતાને સૌથી શ્રેષ્ઠ અને બીજાને ખોટા સાબિત કરવામાં લાગેલી રહે છે, એને હંમેશા એવું લાગે છે કે હુંજ સૌથી વધારે સ્માર્ટ છું અને બીજાઓ ને કશુજ નથી આવડતું. બીજા લોકો એની બૂમો થી દૂર રહેવા માટે સામે દલીલ ના આપતા અને એને હંમેશા લાગતું કે હું જીતી ગયી અને હુંજ સાચી છું અને મને જ બધું આવડે છે. માહિરાની આ આદત ને કારણે એ લોકોમાં નાપસંદ હતી, કદાચ એની સામે લોકો એને કંઈક ના કહેતા પણ એની ગેરહાજરીમાં એના વિષે લોકો વાતો કરતા, એની હાજરી લોકો ને ખટકતી હતી.

જ્યારે પણ તમે કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરો છો ત્યારે તમારા મગજ માં એક ખાસ પ્રકાર ની હલચલ થાય છે અને તમારા મગજ માં સ્ટ્રેસ પેદા થાય છે જેના કારણે તમે એ વખતે એટલા અગ્રેસિવ થઇ જાઓ છો કે કોઈની સાથે પણ ઝગડો કરવાની તૈયારીમાં હોવ છો.તમારા આ વ્યહવાર ના કારણે તમારા મધુર સબંધો કડવાહટવાળા સબંધો માં ફેરવાઈ જાય છે.આ માટે જ હું તમને ખાસ સલાહ આપું છું કે આર્ગ્યુમેન્ટ ને હંમેશા ટાળો.

ઘણી વાર એવું પણ બને કે તમે પોતે આર્ગ્યુમેન્ટ કરવાનું અવોઇડ કરતા હોવ પણ સામેવાળો તમારી સાથે સતત આર્ગ્યુમેન્ટ કરતો હોય, તો આવી સીચ્યુએશનમાં શું કરવું? ચાલો આપણે જાણીયે.

દોસ્તો એક ઇમરાન નામ નો વ્યક્તિ હતો એ બસ થી મુસાફરી કરી રહ્યો હતો અને એજ બસ માં બાકી લોકો પણ મુસાફરીનો આનંદ લઇ રહ્યા હતા. પણ આગળ ના સ્ટોપ પર થી એક અન્ય વ્યક્તિ બસ માં ચડે છે અને એની સાથે એના ૩ છોકરાઓ પણ હોય છે, બસ માં બેસવા ની સાથે જ એ ત્રણે છોકરાઓ ખુબજ મસ્તી કરવા લાગે છે અને મસ્તી કરતા બૂમો પાડે છે, આ શોરબકોર થી બસ ના પેસેન્જરો ડિસ્ટર્બ થાય છે અને ઇમરાન ને પણ ગુસ્સો આવે છે અને એ ઉઠી ને મસ્તીખોર છોકરાઓ ના બાપ ને મળવા જાય છે અને કહે છે કે, સર પ્લીઝ તમે તમારા તોફાની છોકરાઓ ને ચૂપ કરાવશો, એમના કારણે બસ ના બીજા મુસાફરો ને પણ તકલીફ થાય છે.

જો તમે તમારા બાળકો ને ચૂપ નહિ કરાવો તો અમારે તમને આગળ ના સ્ટોપ પર ઉતરવાનું કહેવું પડશે.આ સાંભળી ને બાળકો ના પિતા ને બહુજ ગુસ્સો આવ્યો પરંતુ એમને એમની અકલ નો ઉપયોગ કર્યો અને શાંત સ્વભાવ સાથે ઇમરાન ને જવાબ આપ્યો. એમને કહ્યું, તમે સાચું કહો છો કે મારે આ છોકરાઓ ને મસ્તી કરતા રોકવા જોઈએ પણ હકીકત એમ છે કે એમની મા ૩ દિવસ પહેલા મૃત્યુ પામી છે અને છેલ્લા ૩ દિવસ થી આ બાળકો થોડું પણ હાસ્ય નથી, ૩ દિવસ બાદ આજે હું એમને ઘરથી બહાર લાવ્યો અને એ હસવા લાગ્યા, આ જોઈ ને મને આનંદ થયો અને એટલેજ મેં એમને રોક્યા નહિ.

આ સાંભળીને બધા જ લોકોનો ગુસ્સો એક સેકન્ડમાં જ જતો રહ્યો અને ઇમરાન કે જે ગુસ્સા માં હતો અને ઝગડો કરવા ના ઈરાદા સાથે આવ્યો હતો એ બાળકો સાથે રમવા લાગ્યો અને બીજા લોકો બાળકો સાથે રમવા લાગ્યા.
જોયું મિત્રો સ્માર્ટ લોકો ખરાબ માં ખરાબ સંજોગો માં પણ પરિસ્થિતિઓ ને સંભાળી લેતા હોય છે અને દુશ્મન ને પણ પોતાનો દોસ્ત બનાવી લેતા હોય છે.

૨. ક્યારેક પણ બીજા ને ખોટો ના પાડો

આ વાત કદાચ તમને થોડી ઓડ લાગશે કે દરેક વખતે “હાં” જ કેમ કહેવું અને ખોટા ને તો ખોટું કહેવું જ પડે. તમે સાચા છો પણ સામેવાળાને ડાયરેક્ટ ખોટા પાડવા કરતા વધારે સારું છે કે તમે તમારા શબ્દો ને એ રીતે ગોઠવી ને કહો કે મેસેજ પણ પહોંચી જાય અને સામેવાળાને ખોટું પણ ના લાગે. જો તમે કોઈ ને ડાયરેક્ટ ખોટો પાડશો તો એને ખોટું લાગશે અનેે એટેકીંગ મોડમાં આવી જશે.

ઉદાહરણ તરીકે, અમીર ખાન ચંદન ના લાકડા નો બિઝનેસ કરે છે અને તેઓ એમના ધંધા માં નંબર વન છે.જયારે બીજી બાજુ રહીમ ખાન એક સારા સુથાર છે પણ એ હંમેશા સસ્તા લાકડા નો જ ઉપયોગ કરતા હોય છે. એક વાર કસ્ટમરે રહીમ ખાન ને કહ્યું કે એના કામ માટે ફક્ત ચંદન ના લાકડા નો જ ઉપયોગ કરવાનો. રહીમ ખાને માર્કેટ માં તાપસ કરી અને સમજયુ કે અમીર ખાન જ આ વિસ્તાર માં ચંદન નું લાકડું વેચે છે અને સારી ક્વૉલિટી રાખે છે. રહીમ ખાને અમીર ખાન ને લાકડા નો ઓર્ડર આપ્યો.

જ્યારે લાકડાની ડિલિવરી થઇ તો રહીમ ખાન ને લાકડા ની ક્વૉલિટી ના ગમી અને એ ગુસ્સા માં અમીર ખાન ને ગાળો આપવા લાગ્યા.આ સાંભળી ને અમીર ખાન ને પણ ગુસ્સો આવ્યો પણ એમને એમના ગુસ્સા ને કંટ્રોલ કર્યો.અને એમને બહુજ વિનમ્રરતા સાથે રહીમ ખાન ને પૂછ્યું કે, શું તમે ક્યારેય પણ એના પહેલા ચંદન ની લાકડી પર કામ કર્યો છે? સામે થી જવાબ આવ્યો કે, ના હું પહેલી વાર કામ કરી રહ્યો છું. અમીર ખાને આગળ કહ્યું કે તમે કામ કરવાનું શરૂ કરો અને કામ પૂરું કર્યા પછી પણ તમને લાગે કે લાકડાની ક્વૉલિટી સારી નથી તો હું તમને પુરા પૈસા પાછા આપી દઈશ.

રહીમ ખાનને અમીર ખાનની આ વાત સારી લાગી અને એમણે કામ કરવાનું શરૂ કર્યું. કામ પૂરું થતા લગભગ એક અઠવાડિયું લાગ્યું. કામ બહુજ સરસ રીતે થઇ ગયું અને રહીમ ખાન ને એમની ભૂલનો અહેસાસ થયો અને અમીર ખાન ને ફોન કરીને માફી માંગી અને આગળ બીજું એનાથી પણ મોટું ઓર્ડર આપ્યું.
અહીં અમીર ખાન ને ખબર હતી કે રહીમ ખાન ખોટા છે અને એમના લાકડાની ક્વૉલિટી પર શક કરે છે પરંતુ એમણે એમની સાથે આર્ગ્યુમેન્ટ ના કર્યા પણ બહુજ વિવેકપૂર્વક પોતાની વાત મનાવી.એમણે ડાયરેક્ટ કહેવા ને બદલે સામેવાળા ને એહસાસ કરાવ્યો કે એ ખોટા છે.અને આ રીતે એમણે એમની સાથે લાંબાગાળાના વ્યવસાયિક સબંધો બનાવી લીધા.

૩. સામેવાળા ને ઓર્ડર કરવા ને બદલે એને વિકલ્પ આપો

આ એક બહુજ ઉપયોગી સાઇકોલોજી છે જેને આપણે લગભગ રોજ ઉપયોગ કરીયે છીએ.

ઘણા લોકો ના સ્વભાવમાં જ ઓર્ડર કરવાની આદત હોય છે. ઘરમાં, ઓફિસમાં, મિત્રોમાં, બધે જ આવા લોકો ઓર્ડર કરતા હોય છે.તમે પોતેજ યાદ કરો કે જ્યારે કોઈ તમને ઓર્ડર કરે તો તમને કેવું ફીલ થાય છે, આપણે પોતે પણ જાણે-અજાણે ઘણી વાર બીજા ને ઓર્ડર કરતા હોઈએ છીએ, જો તમારા સ્વભાવ માં પણ આ છે તો સમજી લો કે તમે તમારા બીજા સાથે ના સબંધો માં ઝેર ઘોળી રહ્યા છો.

આવી જ કંઈક આદત સાહિલની પત્નીમાં હતી. એ વાત વાત માં સાહિલ ને ઓર્ડર કરતી હતી અને એના કારણેજ સાહિલ હંમેશા ફ્રસ્ટેટ રહેતો હતો, એને લાગતું હતું જાણે એની આઝાદી પર કોઈ એ બ્રેક લગાવી દીધી છે અને એ જેલમાં પુરાયેલો હોય એવું અનુભવતો હતો.એને એવું લાગતું હતું જાણે એ એક કટપુતલી નો જીવન જીવી રહ્યો છે અને આજ કારણે એ હવે એની પત્ની થી દૂર રહેવા લાગ્યો.એની પત્ની એ આ વાત નોટિસ કરી અને એને સમજાયું કે જો એ જલ્દી કાંઈ નહિ કરે તો એના સબંધો એના પતિ સાથે ટુટી પણ શકે છે.

એણે સાઇકોલોજીનો અભ્યાસ કર્યો અને વિકલ્પ આપવાની થીયરી અપનાવી. જેમ કે જયારે સાહિલ ને ટી-સર્ટ પહેરવો હોય તો એ એની પસંદ ના પાંચ ટી-સર્ટ તેને આપતી અને સાહિલ ને કહેતી કે એ એની પોતાની પસંદ પ્રમાણે અનુસરે.હવે સાહિલ ને ધીરે ધીરે લાગવા લાગ્યું કે એ પાછો ખુલી ને જીવન જીવે છે અને પોતાની પસંદ પ્રમાણે વર્તે છે. કેમ કે હવે સાહિલ અંદર થી ખુશ રહેવા લાગ્યો એટલે એનું પોતાની પત્ની પ્રત્યે નું વર્તન પણ સુધર્યું. અને એની પત્ની પણ ખુશ રહેવા લાગી.

તો મિત્રો હંમેશા યાદ રાખશો કે તંદુરસ્ત સબંધો માટે જરૂરી છે કે તમે ઓર્ડર આપવાના બદલે વિકલ્પ આપવાનું અપનાવો અને જીવન સુખીથી જીવો.

૪. ભૂતકાળ ની ગેરસમજોને વારંવાર યાદ ના કરો

મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણે ભૂલ થી પણ જૂની ગેરસમજો અને ભૂલો ને વર્તમાન માં યાદ ના કરવી જોઈએ.
દોસ્તો મને ઘણી વાર સમજાતું નથી કે આપણે જેમના માટે ફિકરમંદ હોઈએ છીએ એમના ઉપર જ ગુસ્સો કેમ કરીયે છીએ?

સબંધો માં ભૂલો તો દરેક થી થાય છે પણ એ ભૂલો ને વારંવાર યાદ કરવાથી અથવા એ યાદ અપાવી ને લડાઈ ઝગડા કરવા થી સબંધો ક્યારેક પણ ના સુધરી શકે.

ઘણી વાર એવું બને કે તમારો પાર્ટનર એની જૂની ભૂલો માટે પશ્ચાતાપ કરી ચુક્યો હોય અને એને તમારા માટે બહુજ માન હોય પણ તમે એને વારંવાર જૂની ભૂલો માટે કોસો અથવા એને વારંવાર અપમાનિત કરો એટલે એના દિલ માં તમારા માટે જે માન ઉત્પન્ન થયું હોય એ પણ જતું રહે અને સબંધો માં કડવાશ આવી જાય.

એટલા માટે જ સૌને સલાહ આપીશ કે હંમેશા વર્તમાનમાં જીવો અને સુખી રહેવું હોય તો ભૂતકાળની વાતો ને વારંવાર યાદ ના કરો.

૫. બીજાની ભુલોને ગુસ્સાથી અથવા બૂમો પાડીને ના સમજાઓ

ઘણી વાર એમ થાય છે કે જ્યારે તમે ઓફિસમાંથી ઘરે આવતા થોડી વાર થાય એટલે વાઈફના ફોન પર ફોન આવે અને જો તમે ગમે તે કારણે ફોન ના ઉઠાઓ તો ઘર માં એન્ટ્રી કરતા જ બૂમો અને રાડો શરૂ થઇ જાય. તમને એવું સાંભળવા મળે કે જો મોડા આવવાનું હોય તો એક ફોને ના કરી શકાય? અમને તમારી ફિકર થતી હોય છે.
વાસ્તવમાં આ બૂમો તમારી ફિકર માં જ હોય છે પણ કેમ કે એ કહેવાનો અંદાજ યોગ્ય નથી એટલા માટે આ ફિકર ઇરિટેશનમાં ફેરવાઈ જાય છે.

હવે આજ વસ્તુ માં માની લો કે તમારી “માં” તમને ફોન કરે છે, તો ફિકર એની એજ છે પણ કહેવા નો ભાવ અલગ હશે, એ તમને બહુજ સોફ્ટ લેન્ગવેજ માં કહેશે કે, બેટા ક્યાં રહી ગયો હતો ? એક ફોન કરી લેતો, અમને તારી ચિંતા થતી હતી. હવે થી જયારે પણ તને લેટ થાય તો પ્લીઝ એક ફોને કરી દેજે એટલે અમે ફિકર ના કરીયે.

આજ વસ્તુ તમારે સમજવી પડશે કે જ્યારે તમે બીજા ની કોઈ પણ ગલતી ને ગુસ્સા થી કહેશો તો એ તેનેે યોગ્ય રીતે નહિ સમજી શકે. પછી ભલે તમે એના સારા માટેજ કહો પણ એ તેનેે નેગેટિવ જ લેશે.એ તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરીને તમારા સબંધોને ખરાબ કરી નાખશે પરંતુ સારો વિકલ્પ એ છે કે એને યોગ્ય રીતે સમજાઓ તો એ તમારી વાત ને યોગ્ય રીતે સમજશે અને પરિણામ ધાર્યું આવશે.

દોસ્તો, હું ઉમ્મીદ રાખું છું કે તમે સૌ આ પાંચ વાતો થી દૂર રહેશો અને જીવન ના દરેક સબંધ ને સમજશો અને જિંદગી ની દરેક પળ ને ખુશી સાથે માણસો.

ઉમ્મીદ કરું છું કે મારો આ લેખ આપ સૌ ના સબંધો માં મીઠાસ લાવવા માં ઉપયોગી થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here