Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસ"શબે બરાત"ની પૂર્વસંધ્યાએ એક મહત્વપૂર્ણ અપીલ

“શબે બરાત”ની પૂર્વસંધ્યાએ એક મહત્વપૂર્ણ અપીલ

કોરોના વાયરસ એક ખતરનાક રોગચાળો બની ગયો છે અને આખી દુનિયાને ઘેરી લીધી છે. હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે અને એક મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આપણા દેશમાં તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 4,000 થઈ ગઈ છે. લોકોની સુરક્ષા માટે દેશમાં લોકડાઉન લાગુ છે. મસ્જિદોમાં પણ નમાઝને સામૂહિક રીતે અને જુમ્આની નમાઝ અદા કરવાની મનાઈ ફરમાવવામાં આવી અને ઘરોમાં નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દર વર્ષે, ઘણા મુસ્લિમો “શબે બરાત” નિમિતે મસ્જિદોમાં વિશેષ ઇબાદતોનું આયોજન કરે છે, મુસ્લિમો અલ્લાહના સ્મરણ અને કુરઆનની તિલાવતમા વ્યસ્ત રહે છે, અને સામુહિક રીતે કબ્રસ્તાનની ઝીયારત માટે પણ જાય છે. આ વાયરસથી સુરક્ષિત રહેવાનો અસરકારક માધ્યમ આ છે કે સામાજિક અંતર (Social Distancing) જાળવવામાં આવે અને ક્યાંય પણ લોકો એકઠા ન થાય. શબે બરાત પ્રસંગે પણ આનું પાલન કરવું એ સમજદારીભર્યુ કામ છે.

તેથી, આ પ્રસંગે તમામ મુસ્લિમોથી અપીલ કરવામાં આવે છે કે શબે બરાતમાં ઇબાદત, નમાઝ, સ્મરણ અને દુઆ પોત પોતાના ઘરોમાં રહીને કરે. કબ્રસ્તાનની ઝિયારત માટે પણ ન જાય, બલ્કે ઘરોમાં રહીને મર્હુમીનો માટે દુઆઓ કરે. યુવાઓથી ખાસ અપીલ કરવામાં આવે છે કે રાત્રે ઘરોથી બહાર ન નીકળે, ઘરમાં રહીને ઇબાદતો કરે અને વિશેષ પ્રાર્થનાઓ કરો કે અલ્લાહ તમામ દેશવાસીઓને આ રોગચાળાથી સુરક્ષિત રાખે, આમીન.

અપીલ કરનાર:

મૌલાના તૌકિર રઝા ખાન, સદર મુસ્લિમ ઇત્તેહાદ પરિસદ, બરેલી
મૌલાના સૈયદ મહેમુદ મદની, સેક્રેટરી જનરલ જમિઅત ઉલમા હિન્દ
જનાબ સૈયદ સઆદતુલ્લા હુસૈની, અમીર જમાઅતે ઇસ્લામી હિન્દ
મૌલાના સૈયદ અરશદ મદની, સદર જમિઅત ઉલમા હિન્દ
મૌલાના મુફ્તી મુહમ્મદ મુકરર્મ, શાહી ઇમામ, મસ્જિદ ફતહપુરી, દિલ્હી
મૌલાના અસગર અલી ઇમામ સલ્ફી, અમીર મરકઝી જમીઅત અહલે હદીસ, દિલ્હી
મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રેહમાની, જનરલ સેક્રેટરી ઇસ્લામી ફિકહ અકાદમી (ઇન્ડિયા), હૈદરાબાદ
હઝરત મુહમ્મદ તનવીર હાશમ, સજ્જાદાનશીં, ખાનકાહ હાશમિયા, બીજાપુર, કર્ણાટક
મૌલાના સગીર અહમદ ખાં, અમીર શરીયત, કર્ણાટક
ડો. ઝફરુલ ઇસ્લામ ખાં (અઝહરી) ચેયરમૈન, અલ્પસંખ્યક આયોગ, દિલ્હી
હઝરત મુહમ્મદ મોઈન મિયાં, પીર તરીકત, મુંબઈ
મૌલાના હાફિઝ સૈયદ અતહર અલી, પ્રબંધક જામિયા મુહમ્મદીયા, મુંબઈ
મૌલાના શબ્બીર નદવી, પ્રબંધક મદરસા ઇસ્લાહ અલ-બનાત, બૈંગ્લોર
મૌલાના અમીન ઉસ્માની, સચિવ, ઇસ્લામિક ફિકહ અકાદમી (ઇંડિયા), દિલ્હી
જનાબ કમાલ ફારુકી, પૂર્વ ચેયરમૈન અલ્પસંખ્યક આયોગ, દિલ્હી
મૌલાના મહમૂદ દરિયાબાદી, ઉપાધ્યક્ષ ઉલમા કાઉન્સિલ, મુંબઈ

સોર્સ : Click Here

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments