Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસસીરિયાના સંદર્ભમાં ભારતીય ઉદારવાદીઓના 'ફૂલ માર્ચ' કે FOOL MARCH

સીરિયાના સંદર્ભમાં ભારતીય ઉદારવાદીઓના ‘ફૂલ માર્ચ’ કે FOOL MARCH

ડૉકટર ઉમૈર અનસ (મેમ્બર ICWA નવી દિલ્હી)ના સીરિયા મામલે ભારતીય ઉદારવાદીઓના વલણની સમિક્ષા


અમુક બાબતો ક્યારેક કોઈ વ્યક્તિ, સંગઠન અથવા આંદોલન માટે એક નૈતિક પડકાર બની જાય છે. સીરિયા બાબત પણ વિશ્વના ઘણાં સોશ્યાલીસ્ટ અને કોમ્યુનિસ્ટ લોકો અને સંગઠનો માટે એક નૈતિક પડકાર છે. એક બાજુ રશિયા અને ચીન છે જેનાથી તેમની અકીદત પરસ્તીનો સંબંધ છે, બીજી બાજુ આરબ દેશોની જનતા છે જે પોતાના સેક્યુલર સોશ્યાલીસ્ટ ડિકટેટરના વિરુદ્ધ ઊભી થઈ હતી. આરબ દેશોના સોશ્યાલીસ્ટ સંગઠનોએ સીરિયામાં જનતાના વિરોધને અલકાયદા અને ઇસ્લામી કટ્ટરપંથ સાથે જોડવામાં જરાય વાર ન કરી. ત્યાં જ અમેરિકાની મદદમાં ઉત્તરી સીરિયામાં એક નવો દેશ બનાવવાના પ્રોજેક્ટનું સમર્થન કરવામાં પણ જરાય વાર નહીં કરી.

ભારતમાં પણ કોમ્યુનિસ્ટ મિત્રોએ બશાર અલ-અસદની વફાદારી નિભાવવામાં કોઈ પ્રયાસ બાકી નથી રાખ્યા, પરંતુ તેઓએ કાયરતાનો રસ્તો અપનાવ્યો. તેઓ બશાર અલ અસદને કોઈ પણ રીતે જુલ્મી અને ખૂની માનવા માટે તૈયાર નથી. જે છે તે સંતુલિત કાર્યના આધારે કહે છે કે ફકત અશાર અલઅસદ જ નહીં સઉદી અરબ પણ જવાબદાર છે. તમે જોઈ લો કે સીરિયા બાબતે કોમ્યુનિસ્ટ મિત્રોએ કેટલા સેમીનાર કર્યા છે? એક હાથચાલાકી તેમના માટે સરળ છે, કહે છે કે બશાર અલઅસદ ઇઝરાયલ વિરુદ્ધ પ્રતિકાર કરી રહ્યા છે. પરંતુ જ્યારે આપણે પુછીએ છીએ કે બશાર અલઅસદની જગ્યા જનતાની સરકાર આવી જશે તો શું તે ઇઝરાયલના વિરુદ્ધ નહીં હોય. રસપ્રદ ખેલ  તો આ છે કે બહાદુર રુસની મિસાઇલો એક પણ નાગરિક અથવા બશારનો વિરોધી સુરક્ષિત નથી પરંતુ ઇઝરાયેલએ જેટલા હુમલાઓ દમિશ્ક (જોર્ડન)માં કર્યા છે, ત્યાં રુસની ટેકનોલોજી નિષ્ફળ થઈ જાય છે.

કોમ્પ્યુનિસ્ટ અને આયતુલ્લાહ ગ્રુપમાં ગઠબંધન પણ ખૂબ જ રસપ્રદ છે. આયતુલ્લાહ કહે છે કે ઇઝરાયલને નાબૂદ કરી દેશે જ્યારે રુસના પ્રમુખ અને ઇઝરાયલના વડાપ્રધાન વચ્ચે સૌથી વધારે ફોન ઉપર વાતચીતનો રેકોર્ડ છે. આ આયતુલ્લાહ, Kremlin, Zionismનો ત્રિકોણ સમજથી બહાર છે, અને કદાચ કોમ્યુનિસ્ટ ભાઈઓની સમજથી પણ…

હવે જ્યારે ઘણાં બધા મુસ્લિમો પ્રશ્નો પુછી રહ્યા છે કે સીરિયામાં કોણ કોને મારી રહ્યા છે? તો ભારતના કોમ્યુનિસ્ટ પોતાના નૈતિક બચાવમાં કંઈપણ કહેવાના બદલે ભાગી રહ્યા છે. તેમના નજીક બધી જ સમસ્યાઓમાં સૈદ્ધાંતિક ચર્ચા કરવી અને તેમના વૈચારિક પાસાઓ શોધવા આવશ્યક છે. પરંતુ સીરિયામાં થઈ રહ્યા કત્લેઆમ ઉપર તમે નથી પુછી શકતા કે તેમનો બશાર અલઅસદના બાબતે શું વિચાર છે?, તેઓ આયતુલ્લાહ ખૌમેની વિશે શું વિચારે છે?, તે રુસના સુન્ની મુસ્લિમ ઉપર બોંબવર્ષાના સંદર્ભે શું વિચારે છે? અમે એક સ્ટાર કોમ્યુનિસ્ટથી પ્રશ્ન પુછયો કે તે બશાર અલઅસદ અને તેના વિરુદ્ધ શાંતિપૂર્વક થઈ રહેલા સંઘર્ષને કેવી રીતે જુવે છે?… ઉત્તર માટે હજી સુધી રાહ જોઈ રહ્યો છું.

સીરિયામાં બાળકોના હત્યાકાંડ ઉપર તેઓને ઘણો ખેદ છે અને તેઓ બાળકોની યાદમાં ‘ફૂલ માર્ચ’ કાઢવા ઇચ્છે છે. પરંતુ આ ‘ફૂલ માર્ચ’ બાળકોની યાદમાં છે કે બશાર અલઅસદના વિરુદ્ધ અવામી અભિપ્રાયને બદલવા માટેના પ્રયત્નો છે? આ માર્ચ કાઢવાવાળા મારા ઘણા પ્રિય મિત્ર છે અને હું તેમનો ઘણો આદર કરૃં છું. પરંતુ સીરિયાના મજલૂમોથી ઓછો. હું તે સાથીઓથી આ સમજવાના પ્રયત્નો કરી રહ્યો છું કે ‘ફૂલ માર્ચ’ એક દિલગીરી વ્યક્ત કરવાનો વિચાર છે. આપ જો બશાર અલઅસદને સાચા માનો છો તો આ તમારો અધિકાર છે તમે પોતાનો અભિપ્રાય પ્રકટ કરી શકો. આપ વિશ્વને આ બતાવવામાં કોઈ દ્વિધા મહેસૂસ ન કરો કે રુસ, ઈરાન અને અસદની બોંબવર્ષા બિલ્કુલ ઉચિત છે. ચેચન્યામાં પણ જાયઝ હતી અને સીરિયા માં પણ. રુસ એક બિનઅસરકારક કોમ્પ્યુનિસ્ટ દેશ છે પરંતુ તેની સાથે તમારી સહાનુભૂતિ એ જ રીતે ઉચિત છે જેમ મુસ્લિમોની સલમાનની સાથે. પરંતુ ખુદારા કાયરતાનું પ્રદર્શન ન કરો.

(Disclaimer : લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments