Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાનનો ઇઝરાએલ પ્રવાસ

સરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાનનો ઇઝરાએલ પ્રવાસ

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી જે પોતાની ટીકાત્મક માનસિકતાને કારણે કેટલીક વખતે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી દે છે. તેઓ વડાપ્રધાન મોદીના ઇઝરાએલ પ્રવાસથી ખુબજ પ્રસન્ન છે, તેમની આ પ્રસન્નતા એટલી હદે છે કે તેમને પોતે વિશ્વાસ નથી થઈ રહ્યો કે ભારત અને ઇઝરાએલ આટલા નજીક આવી ચુકયા છે. તેઓ કહે છે કે “મે પોતે ૧૯૭૦ના દશકમાં આવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે ભારત અને ઇઝરાએલ આટલી સમીપતામાં આવી જશે.”

યાદ રાખો કે એક સમયે આ જ મીસ્ટર સ્વામી પોતે તે લોકોમાંથી હતા, જે ૧૯૭૦ના દશકમાં ઇઝરાએલનો સખત વિરોધ કરતા હતા. આ જ કારણ છે કે ભારત-ઇઝરાએલની સમીપતાથી આશ્ચર્યજનક પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા ઇઝરાએલ વડાપ્રધાને પોતાના ભાષણમાં જેટલી વાર મી. મોદી માય ફ્રેન્ડનો શબ્દ દોહરાવ્યો છે, કદાચ જ કોઈ બીજા માટે આ પહેલા આમ કર્યું હોય. આ દરમ્યાન કેટલાક લોકો તો એટલા ભાવુક દેખાયા કે હિંદુત્વ અને યહુદીયતમાં સમાનતા શોધવા લાગી ગયા. જયદિપ પ્રભુ એક ઓન લાઈન મેગેઝીન ‘સ્વરાજ’ના કન્સલીંગ એડીટર છે, તેઓ કહે છે કે હિંદુ અને યહુદી ધર્મમાં ત્રણ વાતો સમાન છે. બન્ને ઘરવિહોણા રહ્યા છે, બન્નેનો શત્રુ ઇસ્લામ છે, અને બન્નેએ રાજકીય સફળતા માટે સાંસ્કૃતિકવાદનો સહારો લીધો. પરંતુ આ દરમ્યાન એવા વિવેચકો પણ સામે આવ્યા, જેમણે આ વિચારસરણીને રદ કરતા કહ્યું કે હા! હિન્દુત્વ અને યહુદીયતમાં સમાનતા તો જોવા મળે છે પરંતુ આ સમાનતા નકારાત્મક આધારો પર છે.

હિન્દુત્વ પર સંશોધન કરનારા જયતિર્મય શર્મા કહે છે કે હિન્દુત્વ અને યહુદીયત બન્નેમાં બહુમતિનો દબદબો બનાવી રાખવા અને અસુરક્ષાનો એહસાસ જોવા મળે છે. ભારતની જેમ ઇઝરાએલ પણ બહુમતિના જોરે દરેક વસ્તુને પોતાની રીતે ચલાવવા ઇચ્છે છે. બન્ને આ વાત પર વિશ્વાસ ધરાવે છે કે જન સામાન્યમાં ભય ઉત્પન્ન કરી દેવામાં આવે, પછી જન સામાન્યથી કાંઇ પણ કરાવી શકાય છે. વડાપ્રધાનનો આ પ્રવાસ બન્ને દેશોના વચ્ચે એલસીકીય સંબંધો સ્થાપિત થવાના ૨૫ વર્ષની પુર્ણતાના અવસરે થયું છે. જેની આધારશીલા કોંગ્રેસે પોતાના શાસનમાં પુર્વ પડા પ્રધાન નરસિંહરાવના હસ્તે મુકાઈ હતી. જાણે કે કોંગ્રેસે ભારત-ઇઝરાએલ સંબંધોની જે વાવણી કરી હતી, ભાજપ તેને લણી રહ્યું છે.

આ પણ એક યાદ રાખવા જેવું છે કે મોદીનો આ ઇઝરાએલનો પ્રવાસ પ્રથમવાર નથી. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારથી ઇઝરાએલ સાથે નજીકના સંબંધો સ્થાપિત કરવાના પોતાના પ્રયાસોમાં આગળ પડતા રહ્યા છે. તેમણે ઓકટોબર ૨૦૦૬માં ઇઝરાએલનો પ્રવાસ પણ કર્યો હતો. પાછલા બે વર્ષો દરમ્યાન બન્ને વડાપ્રધાનો સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં બે વાર મળી ચુક્યા છે.

આ ફકત જોગાનુજોગ છે કે વડાપ્રધાન મોદીનો ઇઝરાએલ જવાનું એવા સમયે થયું છે, જ્યારે આપણા એક અગત્યના પાડોશી ચીનથી આપણો સરહદી વિવાદ ચાલી રહ્યો છે. એટલા માટે કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ દરમ્યાન થનાર ભારત-ઇઝરાએલ મિત્રતા ઇઝરાએલ માટે વધારે લાભદાયી રહેશે. આ પ્રવાસમાં ભારત-ઇઝરાએલ વચ્ચે ખેતી, વિજ્ઞાન-ટેકનોલોજી, અવકાશ અભિયાન, આતંકવાદ, વોટર મેનેજમેન્ટ સહીત સાત કરારો થયા છે. ધ્યાનાકર્ષક વાત આ છે કે આ કરારો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઇઝરાએલી વડાપ્રધાનનો ઉત્સાહ જોવા લાયક હતું. તેમણે કહ્યું કે “આજે આપણે ઇતિહાસ લખી રહ્યા છીએ.” આ વસ્તુ મારી વ્યક્તિગત રીતે પણ અને રાષ્ટ્રીય તથા વૈશ્વિક રીતે પણ ખુબ અગત્યની છે. વધુમાં કહ્યું કે તમો અને અમો મળીને વિશ્વને બદલી શકીએ છીએ. આપણા માટે એક સારો દિવસ છે.

પરંતુ હજુ આ જોવાનું રૃચિકર હશે કે આ મિલનની કુખેથી ભારત માટે શું સકારાત્મક પરિણામ આવશે! અથવા આ ફકત દુતાવાસીય બણગાજ પુરવાર થશે.

વડાપ્રધાન મોદીએ આ અવસરે કહ્યું કે આધુનિક સમયમાં આપણા માર્ગો ભિન્ન હોઈ શકે છે. પરંતુ આપણે લોકશાહી મુલ્યો અને આર્થિક પ્રગતિના આધારીત છીએ. આ પ્રવાસે આપણી મિત્રતાને વધારે મજબૂતી અર્પણ કરી છે. પરંતુ આ વિચિત્ર વાત છે કે બન્ને નેતાઓએ આ પ્રસન્નતાના અવસરે કોંગ્રેસના ઉપકાર અને ભારતમાં ઇઝરાએલી દુતાવાસની આધારશીલા મુકનારા પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવનો ભૂલથી પણ વર્ણન સુદ્ધાં નથી કર્યો. ખરેખર આ પ્રસંગ કોંગ્રેસને દિલી પ્રસન્નતા પહોંચાડનાર હશે પરંતુ સાથે જ કોંગ્રેસ પક્ષને તે દુઃખને એહસાસ સતાવી રહ્યો હશે કે અમોએ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં ભારત-ઇઝરાએલ સંબંધોનો જે વૃક્ષ વાવ્યો હતો આજે તેના રખેવાળી ૨૫ વર્ષની જન્મજયંતિમા અમારૃ નામ સુદ્ધા લેવાનું પસંદ નથી કરતા. પ્રશ્ન આ પણ છે કે પોતાના વકતવ્યમા હંમેશા ગાંધીના આદર્શોનું વર્ણન કરનારા નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ફકત ઇઝરાએલ સુધી જ સીમિત કેમ રહ્યું? તેઓએ પોતાના પ્રવાસમા ફલસ્તીન શામેલ કેમ ન કર્યું? શું આ ઇઝરાએલની ઇચ્છા હતી અથવા ફલસ્તીન સંબંધે આપણી વિદેશનીતિના પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે? ***

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments