Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસફળ-નિષ્ફળ વેપારનું વિશ્લેષણ

સફળ-નિષ્ફળ વેપારનું વિશ્લેષણ

ચાર મિત્રોએ નક્કી કર્યું કે તેઓ સારી આર્થિક સ્થિતિ માટે વેપાર કરશે. અને તેઓએ ભેગા મળીને ગેરેજ (Garage) ખોલ્યું. મહિનો વીતી ગયો એક પણ ગ્રાહક ન આવ્યો. ખરેખર તે લોકોએ ચોથા માળે ગેરેજ ખોલ્યું હતા. તેમનામાંથી એક મિત્રએ સલાહ આપી કે ચાલો હવે ટેક્સી ચલાવવાનું (Cab Services) શરૃ કરીએ છીએ. તેમાં પણ સપ્તાહો વીતી ગયા, કોઈ સવારી ન મળી. કારણ કે ચારેય મિત્રો હંમેશાં ટેક્સીમાં બેસી રહેતા. કંટાળીને તેઓએ નક્કી કર્યું કે આ ટેક્સીને ફેંકી દેશે. આપણાથી વેપાર થવાનો નથી – નજીકના પર્વત ઉપર ટેકસી ફેંકવા ગયા. ઘણાં પ્રયત્નો કર્યા કે ટેકસીને પર્વતથી નીચે ફેંકી દે, પરંતુ ટેકસીને એક ઈંચ પણ ન ખસેડી શકયા. કેમકે બે મિત્ર સામેથી ખસેડી રહ્યા હતા અને બાકી બે પાછળથી…! હાય રે નિષ્ફળતા!!!

આમ તો વેપારની સફળતા અને નિષ્ફળતાની હજારો વાર્તાઓ વાંચવા મળશે. એવું જ એક નમૂના રૃપ નરેશ ગોયલનું પણ છે. નરેશ ગોયલના પિતાનું અવસાન બાળપણમાં જ થઈ ગયું હતું. તે ૬ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એક બીજી પરીક્ષામાંથી થવુ પડયું. તેનો પરિવાર કઠિન આર્થિક કટોકટીમાં સપડાઈ ગયો. એક પ્રસંગે નરેશ ગોયલનો વીર સંઘવીએ ઇન્ટરવ્યુ લીધો. તેમનાથી પૂછવામાં આવ્યું, જીવનનો સૌથી મુશ્કેલ સમય ક્યારે હતો? કહેવા લાગ્યા કે જ્યારે મારી પાસે એક પણ પૈસો ન હતો, ન ખાવા માટે, ન શિક્ષણ હાંસલ કરવાની કોઈ વ્યવસ્થા હતી, અને ન જ માથું છુપાવવા માટે કોઈ જગ્યા! આ તે સમય હતો કે જ્યારે મારો પરિવાર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો અને હું ૧૨ વર્ષનો હતો. માથું છુપાવવા ઘણી મુશ્કેલીથી એક સંબંધીના ઘરે જગ્યા મળી. પરિસ્થિતિ ઘણી નાજુક હતી. શાળા ઘણી દૂર હતી અને સાયકલ ખરીદવા માટે પૈસા પણ ન હતા. હું ચાટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માંગતો હતો, દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ. શિક્ષણ છોડવાનો કોઈ ઇરાદો ન હતો તેથી ચાટર્ડ એકાઉન્ટન્ટના બદલે Bachelors in Commerceમાં પ્રવેશ લેવો પડ્યો. શિક્ષણ પૂર્ણ થતાં જ Lebanese International Airlinesથી નોકરીની શરૃઆત કરી. શરૃઆતમાં ૩૦૦ રૃપિયા માસિક પગાર મળતો. મારૃં સ્વપ્ન એક મોટો વેપારી બનવાનું હતું. અહીં મેં સાત વર્ષ સુધી  સતત નોકરી કરી. સંપૂર્ણ વેપારને સારી રીતે સમજીને જિજ્ઞાસા સાથે સતત મહેનત કરતો, વારંવાર કામ કરતી વખતે ઑફિસમાં જ ઊંઘ આવી જતી. ૨૫ વર્ષની વયમાં તેઓએ પોતાનું કામ શરૃ કર્યું. પોતાની મા પાસેથી ૫૦૦ યુરો લઈને Jet Air Ltdનો પાયો નાંખ્યો. ૧૯૯૧માં ભારત સરકારે એરક્રાફ્ટ ઉદ્યોગની સ્કીમો કાઢી જેથી વેપારમાં ભારતના વિકાસમાં વધારો થાય, આ અવસરનો લાભ લઈ નરેશ ગોયલે Jet Airwaysની શરૃઆત કરી. આજે નરેશ ગોયલ ૩.૨ બીલિયન ડોલર્સનો માલિક છે અને ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં તેને ઘણો કાબેલ વેપારી માનવામાં આવે છે. નરેશ ગોયલની યાત્રા ઉદ્યોગ સાહસિકોને ઘણો પાઠ આપે છે. કપરી પરિસ્થિતિમાં મજબૂતી, સ્થિતિ મુજબ નિર્ણયોની સમીક્ષા કરવી, જેની સાથે જોડાયેલા છો તેની ઊંડાણપૂર્વક જાણકારી, તકો શોધીને બરોબર સમયસર લાભ લેવો અને સરકારી સ્કીમોનો યોગ્ય ઉપયોગ કરવો વિ.

  • વેપારમાં સફળતા અને નિષ્ફળતાની સમીક્ષાવેપારની દરેક વર્ષે સમીક્ષા કરવી મેનેજમેન્ટ વિશ્વની ખાસ વાત છે. પાછલા ૧૦ વર્ષોમાં થયેલા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓના મોટા અને નાના વેપાર ઉપર ટીકાત્મક રીવ્યુ લીધા પછી અસામાન્ય હકીકતો સામે આવી. ૫૮ ટકા વેપાર પ્રથમ વર્ષમાં નિષ્ફળ થઈ જાય છે. બાકી રહેલા ૪૨ ટકામાં ફકત ૩૬ ટકા જ બીજા વર્ષ સુધી બાકી રહે છે. અને તેમાં પણ ૫ વર્ષ પછી ૧૫ ટકા સફળતા મેળવે છે.પહેલેથી જ બે વર્ષમાં ૮૫ ટકા વેપાર નિષ્ફળ જાય છે. અને સાત વર્ષ સુધી પહોંચતાં ૯૭.૭૪ ટકા નિષ્ફળ થઈ જાય છે. માત્ર ૨.૨૬ ટકા જ સફળતા મેળવે છે, જે સાત વર્ષ બાદ સફળ થયા. એટલે જે વેપાર નફો આપી પણ રહ્યો હોય તેમાંથી ૪૨ ટકા એવા છે જે સાત વર્ષ વેપાર કરવા કરતાં કોઈ બીજા પાસે કામ કરતા તો તેમની કુશળતાના હિસાબે વધારે પૈસા કમાતા, આ વેપારને આપવામાં આવેલા Manhours ના હિસાબે છે. આ સમીક્ષા તો ઇરાદાઓને કમજોર કરવાવાળી છે, આવી વસ્તુને રજૂ કરવાનો ઉદ્દેશ્ય તે કારણોને જાણવાનો છે જેનાથી વેપારીને નિષ્ફળતા મળે છે, જેથી ભવિષ્યમાં વેપારનો ઇરાદા રાખવાવાળા (entrepreneurs) અને ટ્રેડર્સ ભલે તે એક નાનો હોય કે મોટો ભવિષ્યની સમસ્યાઓથી બચી શકે અને સફળ વેપાર તરફ અગ્રેસર થઈ શકે.
    •  નિષ્ફળ વેપારના કારણો અને ઉપાયો(૧) બિન આયોજન અને નબળુ સંચાલન, લીડર (સાહસિકો – entrepreneurs)નબળું સંચાલન કંપનીની સાઇઝ અને કામદારોની સંખ્યા ઉપર  વિવિધ અસરો નાંખે છે. જો તમે નાના વેપાર (small business) કરી રહ્યા છો તો તમે પોતે લીડરની હેસિયતમાં, સંચાલક છો. Turn around Management Society પોતાના એક રિપોર્ટમાં નિષ્ફળ વેપારનું સૌથી મોટું કારણ નબળા સંચાલનને માને છે, જેમાં ૫૫ ટકા મેનેજમેન્ટ (entrepreneurs)ની વેપાર માટે તે સ્ટ્રેટેજી અપનાવવી જે બિન ફાયદાકારક છે. અને બાકી જો સ્ટ્રેટેજી બરોબર હોય તો તેની ટીમ અથવા કામદારોને યોગ્ય સંવાદ ન કરવાના લીધે નિષ્ફળતા મેળવે છે. આ રોગને Failure to communicate કહેવામાં આવે છે. પ્રયત્ન કરવામાં આવે કે વાતચીત Dialogue (સંવાદ) થાય, નહીં કે એકતરફી (Monologue). જે વેપારી હોય તેને વેપારની સંપૂર્ણ જાણકારી, સરકાર તરફથી મળેલી સુવિધાઓ, યુક્તિઓ અને ગોઠવણ
      દરેક બાબતની કાળજી લેવી પડશે. જે સફળ વેપારીઓ છે તેમની સાથે સમય ફાળવવો પડશે – વેપારનો ગ્રોથ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને કરવો પડશે.

      (Wake up to realize, it’s your baby you are the founder #enterpreneur)

      બિન આયોજન બીજું પાસું  છે. તમે જે પણ વેપાર કરવા ઇચ્છો છો તેની રૃપરેખા લખો, જેમાં સમય, કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, ક્યાં કરશે, કેવી રીતે કરશે, કયા કામ પછી કરશે વિ. લખો. આયોજન જરૂરી છે. નહિંતર તમે નીકળશો ક્યાંક બીજે જવા માટે અને પહોંચશો બોરિયો-બિસ્તર લપેટીને ઘરે. આ રોગોનું નિરાકરણ સરળ છે, સારૃં આયોજન કરો અને પોતાની જાતને દરેક બાબતથી જાગૃત રાખી વાસ્તવિક મહેનત કરો.

      “હાથ આતા નહીં ઉનકો ભટકને કે સિવા

      જો લોગ સફરકા કોઈ નકશા નહીં રખતે”

      વેપારીનું વ્યક્તિત્વઃ ગ્રાહકને જે વસ્તુ વેચવામાં આવી રહી છે, તે સારૃ જ્યાં એક તરફ વસ્તુની મજબૂતી, વય (Durability) અર્થપૂર્ણ છે ત્યાં જ તેની સુંદરતા, સંરચના પણ આવશ્યક તત્ત્વ છે. આવી જ રીતે જે વસ્તુને વેચી રહ્યા છે તે સ્ટાફના તેના વ્યક્તિત્વની વેપારમાં ચાવીરૃપ ભૂમિકા હોય છે. એક સફળ વેપારી પોતાના કામદારોને ક્રેડિટ્સ આપે છે નહીં કે પોતાના બણગાં ફુંકે અને નિષ્ફળતાના સમયે જવાબદારી પોતે સ્વીકારે છે. દરરોજ માર્કેટ અને વેપારના સંબંધે સતત વાંચતો-સમજતો રહે છે. નવી ભલામણો મેળવે છે હાંસલ અને ચિંતન કરે છે. બીજાની સફળતાને ઈર્ષ્યાના બદલે સકારાત્મક વિચારની સાથે તંદુરસ્ત સ્પર્ધા સમજે છે. બીજાને જાણકારી આપવામાં ક્યારેય ગભરાતો નથી. દિવસની શરૃઆત આનંદથી કરે છે, સમસ્યાઓથી પ્રભાવિત થયા વિના કામોની સૂચિ બનાવીને હંમેશાં પ્રયત્નશીલ રહે છે. આ સામે નિષ્ફળ વેપારમાં વેપારીનું નકારાત્મક વ્યક્તિત્વ ખૂબ પ્રભાવ પાડે છે. કામદારો ઉપર દોષ મૂકવો, ક્રેડિટ હંમેશાં પોતે લેવી, હકારાત્મક વલણ સિવાય બીજા સફળ વેપારીઓથી ઈર્ષ્યા કરવી, જાણકારી અને દરરોજની ખબરોથી દૂર રહેવું અને માહિતી મળી પણ જાય તો share કરવામાં પોતાનો પરાજય સમજવો વિ.

      (૨) ખોટી જગ્યાનું  ચયન

      પ્રખ્યાત શબ્દો છે કે ‘તરસ્યો કૂવાની પાસે જાય છે.’ પરંતુ વેપારના પ્રારંભિક તબક્કે કૂવાને તરસ્યા પાસે જવું પડશે. જો તમે વેપાર કરો તો જુવો કે ત્યાં એ જ વસ્તુ કોણ-કોણ વેચી રહ્યું છે. લોકોની અવર-જવર ક્યાં અને કેવી છે. લોકોની આર્થિક સ્થિતિ કેવી છે. તમારો વેપાર બીજી વસ્તુઓથી જોડાયેલ હોય તો તેનું બજાર ક્યાં છે. દા.ત. તમે ફકત મોબાઈલથી જોડાયેલા છો તો જ્યાં મોબાઈલ વેચાય છે તમારી દુકાન પણ ત્યાં જ હોવી જોઈએ, આ વેપારમાં ગ્રાહકને એકથી વધારે વિકલ્પ જોવાની ટેવ હોય છે. વેપારના હિસાબે ભીડભાડથી અંતર રાખો વિ. શરૃઆતમાં  લખવામાં આવેલા ટુચકાની જેમ તમારી ગેરેજ ચોથા માળ ઉપર ન બનાવો ભલે ઉદાહરણ અતિશ્યોક્તિભર્યું હોય.

      (૩) ગ્રાહક અને બજારની અધકચરી યોજના

      વેપારમાં સફળતાની ચાવી ગ્રાહક પાસે છે. હવે તમે ગ્રાહક પાસે જાવ કે ગ્રાહકને તમારી પાસે બોલાવો એ તમારા ઉપર નિર્ભર છે. તમને ગ્રાહકના વિચાર, જીવનશૈલી, નોકરીઓ, દુઃખ તકલીફ, મૂલ્યો અને સ્વપ્નોનો ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. તેમાં તમે નિષ્ફળ ગયા તો નિષ્ફળ વેપારનો પાયો નંખાશે. ગ્રાહકની ભાષા સમજવા માટે Dialogue કરવો પડશે. Twitterના ૧૪૦ શબ્દો અહીં કામ નથી આવવાના. તમારે ગ્રાહકને મનાવવો જ પડશે. ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખો – Be Clear, Be Consice and Be Compelling. બજારની યોગ્ય પસંદગી પોતાનામાં એક વ્યક્તિગત હેસિયત ધરાવે છે. દરેક દિવસે ઇન્ટરપ્રિન્યોરશિપની જેમ લોકો વધારે પ્રમાણમાં વધી રહ્યા છે. કાલે સ્પર્ધા ૫૦૦૦માં હતી આજે ૧૦ ગણી વધી રહી છે. એવામાં પાછલા કચરાની સૂચિમાં પડી રહેવાના બદલે આગવા વ્યક્તિત્વ સાથે લડવું પડશે. જે બજારની તમે પસંદગી કરો, તે અને તેમાં લાગવાવાળી બધી વસ્તુઓ, સંપર્ક કરવાના માધ્યમો, ઉદ્યોગ અને વેપારના માધ્યમો ઉપલબ્ધ હોવા જોઈએ.

      (૪) નાણાંનો પ્રવાહ (રોકડ પ્રવાહ – cash flow) અને મૂડીની અછત

      વેપારના આયોજન પછી પણ અમુક નકારાત્મક પાસાઓ બાકી રહે છે જેની સમજણ ફિલ્ડમાં આવ્યા પછી પડે છે. અને નક્કી થયેલી મૂડીથી વધારે જરૃર પડે છે. નિષ્ફળ વેપારના આંતરિક કારણોને લખતાં ડૉ. કરસ્ટાફ લિંબર્સકી નાણાંકીય પ્રવાહને મોટું કારણ બતાવે છે. ૧૯૮૪માં ૭૫ ટકા વેપાર નાણાંકીય અછતના કારણે નિષ્ફળ થયેલા. અને ૨૦૧૪ અનુસાર ૩૬ ટકા વેપાર, મૂડીની અછતના કારણે નિષ્ફળ થયા. નાણાંકીય પ્રવાહ અનપેક્ષિત કારણો પર નિર્ભર હોય છે. જેમાં આકસ્મિક નુકસાન, ગ્રાહકની ઉધારી. મૂડી રોકાણ ઉધાર આપી દેવું અથવા લેવું વિ., એક નફો આપવાવાળો વેપાર પણ યોગ્ય નાણાંકીય પ્રવાહ ન જાળવવાથી નિષ્ફળ જાય છે. તેના પર નિયંત્રણ વધારાની મૂડી સુરક્ષિત રાખીને ઉકેલી શકાય છે.

      (૫ ) સ્પર્ધાનું અવલોકન

      બે સમાન ધંધા એક જ જગ્યાએ આવી જાય તો સામાન્ય રીતે ખોટું સમજવામાં આવે છે. ખરેખર એવું નથી, ક્યારેક આપણે એવી જગ્યાએ જઈને વેપાર કરવો પડશે જ્યાં ફકત એ જ વસ્તુ વેચાય છે. દા.ત. માછલી માર્કેટ, કોઈ વ્યક્તિ આ વિચારે કે હું દૂર ક્યાંક વેપાર શરૃ કરીશ જે માર્કેટથી દૂર હોય, શક્ય નથી. પરંતુ અમુક વેપાર બિલ્કુલ વિવિધ હોય છે. સ્પર્ધાનું અવલોકન વેપાર શરૃ કરતાં પહેલાં અને વેપાર દરમ્યાન બન્ને પરિસ્થિતિમાં જરૂરી છે. સમાન વેપાર (Common Business) એક બીજાના વેપારના ભાવના તફાવતથી પ્રભાવિત થાય છે.

      (૬) રિસ્ક મેનેજમેન્ટનો ઘટાડો (જોખમો સામે જાગૃતિ)

      કટોકટીની પરિસ્થિતિ અને સમસ્યાઓ વેપારમાં આવતી રહે છે. તેના ઉપર સંપૂર્ણ રીતે અંકુશ મેળવી લેવો કે ઉગતી જ ડામી દેવી શક્ય નથી. પરંતુ નિયંત્રણ મેળવી શકાય છે. તમે વસ્તુઓના વેપારના કયા તબક્કાઓથી જોડાયેલા છો તેના ઉપર રિસ્ક મેનેજમેન્ટ નિર્ભર છે. પછી તે Design, Selling, Marketting, Production, Development, Sustainnabiity જેવા વિવિધ તબક્કાઓ સંબંધી હોઈ શકે. સરળ રસ્તો આ છે કે સમસ્યાઓ અને જોખમોના લક્ષણોની ઊંડાણપૂર્વક સમજણ પેદા કરવામાં આવે. દા.ત. તમારો વેપાર હવામાન ઉપર નિર્ભર કરતો હોય તો છત્રી, રેઈનકોટ, તાડપત્રી વિ. હવામાનના બદલાવના લક્ષણોની જાણકારી પ્રાપ્ત કરીને તમે પહેલાંથી જ તૈયાર રહી શકો છો.

      (૭) માર્કેટીંગ (જાહેરાત)

      વ્યાપારની કરોડરજ્જુ જાહેરાત છે. અને આજે જાહેરાત પોતે એક વ્યાપાર છે.  આના ઉપર વધારે લખવાની જરૃર નથી લાગતી. ફકત આ વિચાર રાખો કે જાહેરાત વધુમાં વધુ હોય અને ઉપલબ્ધ બધા જ સ્ત્રોતો (સોશ્યલ્ મીડિયા, હેન્ડબિલ, ફ્લેક્સ વિ.) બધાનો ઉપયોગ કરવામાં આવે.

      (૮) ઓછો નફો

      ઘણાં ઉદ્યોગો નફો કમાવવામાં નિષ્ફળ જાય છે અને અમુક સફળ પણ થઈ જાય છે તો ટકી નથી શકતા. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો Cost Cutting ઉપર ધ્યાન આપો અને નફો ક્યાંથી વધારી શકાય તેની ક્ષમતા કાઢો.

      ઘણાં દિવસો પહેલાંની વાત છે એક ગરીબ માણસે વેપાર કરવાનું નક્કી કર્યું. તે જોયું કે ખાંડ વેચવામાં ફાયદો છે અને તે એટલા પૈસા એકત્રિત કરી શકશે કે વેપાર કરી શકાય. તેણે વેપાર શરૃ કર્યો અને દરરોજ તે ખાંડની એક બોરી ખરીદતો અને માર્કેટમાં જઈને વેચી નાખતો.  તેની કિંમત તો પરત આવી જતી અને રોજના માટે ખાવાની પણ વ્યવસ્થા કરી લેતો. પરંતુ તેણે વિચાર્યું કે આવું ક્યાં સુધી ચાલશે. આવામાં હું ક્યારેય આગળ નથી વધી શકતો. તેણે નફા માટે વિચાર્યું તો વિચાર આવ્યો કે દરરોજ આ ખાંડની બોરી વેચાઈ જાય છે. હું તે વેચીને નફો એકત્રિત કરીશ. અમુક દિવસોમાં જ તે બે બોરી ખાંડ લેવાને કાબેલ થઈ ગયો અને અચાનક જ તે ખાંડનો વેપારી બની ગયો. એક નાની બચત અથવા જેને આપણે વેસ્ટ સમજીએ છીએ તેનો સાચા અર્થમાં ઉપયોગ કરવાથી ભાગ્ય બદલાઈ ગયું. વેપારમાં ઓછા નફાના કારણો જાણવાનો પ્રયત્ન કરો અને સમસ્યાનું નિરાકરણ લાવો.

      (૯) વધતી જતી વેપારની ગતિ

      દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો વેપાર ખૂબ ઝડપથી સફળતાના શીખરે પહોંચી જાય, પરંતુ અચાનક વેપારમાં વધારો વારંવાર ખોટા નિર્ણયોના માર્ગે નાખી દે છે. દરેક વેપારીને સંપૂર્ણ સભાનતાથી નિર્ણય કરવા જોઈએ. નિર્ણય એકવાર હોય, મક્કમ હોય. વારંવાર નિર્ણય બદલવાથી બચો. નિર્ણયો ઉપર વારંવાર પુનઃવિચાર કરવું તેની મોત છે. વેચાણમાં વધારો થાય કે ઘટાડો બંનેમાં સમજદારીથી કામ લેવું જોઈએ.

      (૧૦) અસ્પષ્ટ ધ્યાન

      વેપારમાં એક જ સમયે ઘણા મુદ્દાઓ ઉપર ઊંડી નજર જોઈએ, એવામાં વેપારથી જોડાયેલી સમસ્યાઓ પર અછડતી નજર રાખીને બીજા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું નુકસાનકારક સાબિત થાય છે. અસ્પષ્ટ ધ્યાનના ઘણાં કારણોમાં સૌથી મહત્ત્વપૂર્ણ કારણ માણસની પ્રકૃતિ ‘વધુમાં વધુ મેળવવાની ઘેલછા’ તેને સાચી દિશાથી ચલિત કરી દે છે. માણસ ઓછા સમયમાં વધારે કમાવવાની લાલચમાં ઘણી ઉપાધિઓ વહોરી લે  છે. એક જ સમયે ઘણાં વેપારો ઉપર ધ્યાન આપવું શક્ય તો છે પરંતુ આયોજન વગર ઘણું મુશ્કેલ છે અને વારંવાર અણઘડ જ અસ્પષ્ટ ધ્યાનનું કારણ બને છે. વેપારમાં દરેક દિવસે Challenges આવતી રહે છે. આ સમસ્યાઓને મુશ્કેલી સમજી આરામદાયક ટેવ દ્વારા અસ્પષ્ટ ધ્યાનને આમંત્રણ આપવું નિષ્ફળ વેપારનું સામાન્ય કારણ છે. આના સિવાય ઘરેલુ જીવનની સમસ્યાઓને વેપાર ઉપર પ્રભાવિત કરવી સીધી વેપારને તો પ્રભાવિત તો નથી કરતી બલ્કે અસ્ષષ્ટ ધ્યાન માટે સૌથી મોટું નકારાત્મક પાસું છે.

      (૧૧) ખોટો ભાગીદાર

      સામાન્ય સમજ એ છે કે સફળ વેપાર માટે એકાધિકાર (Monopoly) સારી વસ્તુ છે પરંતુ વેપારના વિશ્વમાં હજારો લાખો વેપાર જે ભાગીદારીમાં ચાલે છે એ જ આ સમયનો ઉત્તમ, સફળ અને નમૂનારૃપ વેપાર છે. ઘણાં વધારે સફળ વ્યવસાય માટે એકાધિકાર હોવો બિનજરૂરી છે. વેપાર માટે એકાધિકાર સારો અને સાચો હોવો જ ઘણાં નિષ્ફળ વેપારોની દેણ છે. ભાગીદારીની સમસ્યાઓ અને મુશ્કેલીઓથી બચવા માટે દરેક Monopolyને સારી સમજે છે જેનું સીધું કારણ ખોટા ભાગીદારની પસંદગી છે. જો ભાગીદાર સારો હોય તો સીધા સફળ વેપાર માટે મદદગાર સાબિત થશે. ત્યાં જ જો ખોટો ભાગીદાર મળી જાય તો શૂન્ય ઉપર લાવી મૂકે છે. ઉચિત ભાગીદારની પસંદગીમાં ઘણાં બધા ઘટકો સામેલ હોય છે. ભાગીદાર બે પ્રકારના હોય છે  Acitve and Sleeping Partner બન્નેની પસંદગી માટે જુદી જુદી શરતો છે. Sleeping Partnerથી ફકત પૈસાનો સંબંધ હોય છે અને Acitve Partnerને પસંદ કરવાથી પૈસા, તેની ક્ષમતા, શૈક્ષણિક લાયકાત, સ્વભાવ, સમયની નિયમિતતા, હાર્ડ વર્ક વિ. બાબતો જોઈ શકાય છે.

      (૧૨) સ્ટોક મોનિટરીંગનો અભાવ

      આ Inventory Managementનો ભાગ છે. ગ્રાહક પોતાની જરૂરતથી આવે છે જ્યારે તેને આ અનુભવ થઈ જાય કે અહીં જરૂરતના સમયે સ્ટોક નથી હોતો અને બીજી જગ્યાએ મળી જાય તો આ નાનો અનુભવ હંમેશ માટે ગ્રાહકને તમારાથી દૂર કરી દે છે. કમનસીબે ગ્રાહકના તમારાથી અંતરનું કારણ સ્ટોકની અછત પણ હોય છે. જયારે તમે જુવો છો કે ગ્રાહકની જરૂરતથી ઓછો સ્ટોક રહે છે તો તમે ભાવુક થઈને વધારે સ્ટોક કરી લો છો આ વધારો વેપારને બીજી દિશાથી અસર પહોંચાડે છે. બધુ મળીને જરૃરિયાત મુજબ, એકાઉન્ટને નજર સમક્ષ રાખીને હંમેશા સ્ટોક ઉપર મોનિટરીંગ શક્ય છે. કોમ્પ્યુટરની મદદથી ઇન્વેન્ટરી કંટ્રોલ પણ લાભદાયી પૂરવાર થઈ શકે છે.

      (૧૩) આધુનિક ટેકનોલોજીથી અનભિજ્ઞતા

      વેપાર માટે આધુનિક ટેકનોલોજીનું જેટલું જ્ઞાન જોઈએ, કેમકે નવી પેઢીનું બાળક પણ તેનાથી વાકેફ છે. આધુનિક ટેકનોલોજીથી અનભિજ્ઞતાની સમસ્યા પૂરાણી, જૂની અને વાસી વિચારવાળા લોકોને ખાસ પજવે છે. ખાસ કરીને એ લોકો જેઓ વેપાર પહેલાંથી કરતા આવ્યા છે અને આધુનિક ટેકનોલોજીથી પોતાની જાતને સુસજ્જ કરતા નથી. આધુનિક ટેકનોલોજીથી વેપારી ન ફકત સારો વેપાર કરી શકે છે બલ્કે તે વેપારને નવી ઊંચાઈ આપી વૈશ્વિક વ્યવસાય પણ બનાવી શકે છે. ટેકનોલોજી વેપારને સારા સંદર્ભોથી જોડી રાખવામાં મદદ કરે છે, વેપારીની અને તેના વેપારના પ્રદર્શનમાં ઘણો વધારો કરે છે. ત્યાં જ  અજાણતા જ અનભિજ્ઞતા સ્પર્ધા વધારી દે છે. મહેનત ખોટી દિશામાં લાગી જાય છે અને  બિનઉપયોગી વસ્તુઓમાં વ્યસ્તતા ઊભી કરે છે.

      નિષ્ફળ વેપારના ઘણાં પરિબળો હોઈ શકે છે. અમુક વસ્તુ મેદાનમાં ઊતરવાથી પણ સમજમાં આવે છે. ઉપર ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ખાસ પરંતુ પૂરક વાતો જેમાં સમાન વેપાર (Common Business)માં જાહેરાત ન કરવી, સરકારી સ્કીમોથી અંતર રાખવું, વેપાર અને વ્યક્તિગત ખર્ચાઓને ભેળવી દેવું પણ વેપારને નિષ્ફળ બનાવે છે. /

    • મુહમ્મદ તોસીફ અમીન

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments