Thursday, March 28, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણથી શૈક્ષણિક કુશળતા ભણી...

શિક્ષણથી શૈક્ષણિક કુશળતા ભણી…

આજે શિક્ષણને વિકાસ અને સફળતા પ્રાપ્ત કરવાના માધ્યમ સમજવામાં આવે છે. ખરેખર શિક્ષણ કોઈ પણ વ્યક્તિ માટે સફળતા અને વિકાસ હાંસલ કરવાનો માધ્યમ જ છે.

એક શિક્ષિત વ્યક્તિની પોતાના જીવનમાં વિકાસ અને સફળતાની શક્યતાઓ એક નિરક્ષર અને અશિક્ષિત વ્યક્તિની સરખામણીમાં વધુ હોય છે. દેશના વિકાસમાં પણ શિક્ષિત વ્યક્તિઓ મુખ્ય ભાગ ભજવે છે.

સમાજમાં જ્ઞાાનનું પોતાનું મહત્ત્વ છે. જ્ઞાાનને માણસની ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. વિવિધ ધર્મોમાં જ્ઞાાનનું મહત્ત્વ અને ઉપયોગીતાઓ વિભિન્ન શરતોથી સમજાવવામાં આવી છે. ઇસ્લામમાં પણ જ્ઞાાન-પ્રાપ્તિ ઉપર ખૂબ જ ભાર મુકવામાં આવ્યું છે. વિવિધ સર્જનોમાં મનુષ્યની શ્રેષ્ઠતા અને ઉત્કૃષ્ટતાનું કારણ પણ જ્ઞાાન જ છે, એટલે મનુષ્યને મનુષ્ય બનાવવાવાળી વસ્તુ જ્ઞાાન જ છે. એવી રીતે જોવામાં આવે તો જ્ઞાાનનું મહત્ત્વ પોતાના સ્થાને અદ્વિતીય છે.

આધુનિક દુનિયાએ શિક્ષણને રોજગારથી જોડી દીધું, તેથી શિક્ષણની દિશા પણ તે અનુસાર નક્કી થવા લાગી, આજે સારામાં સારા રોજગાર શિક્ષણ પ્રાપ્ત કરવાના મુળભુત ધ્યેય બનીને રહી ગયો છે.

વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૃઆત જ રોજગારની મંઝિલ સુધી પહોંચવા માટે કરે છે. એ જ રીતે, શિક્ષણનો વિચાર ‘શિક્ષણ સેવા માટે’ની જગ્યાએ ‘શિક્ષણ રોજગાર માટે’માં બદલાઈ ગયો છે. આ પ્રકારનો વિચાર વિદ્યાર્થીઓને શિક્ષણનો વાસ્તવિક સ્વરૃપ તરફ પ્રયાણ કરવાનો મોકો પ્રાપ્ત નથી કરતો. વિદ્યાર્થીઓની ચિંતા અને વિચાર ફકત રોજગાર પ્રાપ્તિ સુધી જ સીમિત થઈ ગઇ છે. આની બહાર વિદ્યાર્થીઓની નજીક શિક્ષણનો કોઈ ઉદ્દેશ્ય દેખાતો નથી આવતો. શૈક્ષણિક કારકિર્દીમાં વિશિષ્ટ નંબરોથી પરિક્ષામાં સફળ થવું અને શિક્ષણ મેળવ્યા પછી સારી નોકરી હાંસલ કરવી છે, આ તેમનો ‘શોર્ટ ટર્મ ધ્યેય’ છે. આ એક વિદ્યાર્થીનો ‘લાંબા ગાળાનો ધ્યેય’ થવો જોઈએ.

આજે શિક્ષણના વાસ્તવિક ખ્યાલને વિદ્યાર્થી સમુદાય સમક્ષ પ્રસ્તુત કરવાની જરૃર છે કે શિક્ષણનો વાસ્તવિક હેતુ માનવ ઘડતરનું કામ છે, જેમાં માણસનું ચરિત્ર, વર્તન અને તેમના અંતરિક અને બાહ્યને સાફસુથરૃં બનાવવામાં આવે છે. માણસને સ્વ અંગેનું જ્ઞાાન અને ઇશ્વરની ઓળખના કૌશલ્યથી સુસજ્જ કરવામાં આવે. જ્ઞાાનના આધાર પર જ માણસ સત્ય અને અસત્યમાં તફાવત, સાચા અને ખોટામાં ભેદ અને ન્યાયની આવશ્યકતાઓની પૂર્તિ કરી શકે છે. જ્ઞાાનના જ પ્રકાશથી અજ્ઞાાનતાના અંધકારમાંથી બહાર આવી પોતાના સર્જનહાર સુધી પહોંચી શકે છે અને સમગ્ર માનવતાને બ્રહ્માંડમાં મોજૂદ કુદરતના કરિશ્માઓથી વાકેફ કરાવી શકે છે, અને નવા નવા આવિષ્કારો અને નવા નવા અસ્વીકરણોથી દુનિયાને સમૃદ્ધ કરી શકે છે.

જ્ઞાાન કોઈ હલકી વસ્તુ નથી, આ મારફતે ઇલાહીનું માધ્યમ છે, જેને આજના મનુષ્યે વેપારનું માધ્યમ બનાવીને છોડી દીધું છે. આજે જ્ઞાાનનો બજારમાં એ જ દરજ્જો છે જે બીજી વેપારને પાત્ર વસ્તુઓની છે, તેનો ભાવ-તાલ કરવામાં આવી રહ્યું છે જેમ બીજી વસ્તુઓ માટે કરવામાં આવે છે. આ પરિસ્થિતિ શૈક્ષણિક વિશ્વ માટે ખુબ જ ગંભીર છે. જ્ઞાાનની હાલની ફિલોસોફીને સાચી દિશા આપવાની જરૃર છે, નહીંતર વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવી શકે નહીં.

કોઈ પણ શિક્ષણ વ્યવસ્થાના અનેક ઘટકો અને તત્તવો હોય છે, જેના પાયા ઉપર કોઈ શિક્ષણ વ્યવસ્થા બનાવવામાં આવે છે, આ વ્યવસ્થાના આગળ વધવા અને વૃદ્ધિ તથા સમૃદ્ધ થવા માટે આ જ ઘટકો અને તત્તવો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શિક્ષક અને વિદ્યાર્થી આ શિક્ષણ વ્યવસ્થાના બે વિવિધ પણ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે, જો આ બન્ને ઘટકોની સારી રીતે બ્રેનવૉશિંગ કરવામાં આવે અને બન્ને ઘટકો પોતપોતાની જગ્યાએ સારી અને વાસ્તવિક જવાબદારી ભજવતા રહે તો શિક્ષણ વ્યવસ્થાની દિશા મોટાભાગે વાસ્તવિક અને મુળભુત લક્ષ્યસ્થાન તરફ નિકળી પડશે.

શિક્ષકો, વિદ્યાર્થીઓને શિક્ષણના નામે પર ફકત જાણકારી પૂરી પાડવાનું કાર્ય ન કરે બલ્કે તેઓ વિદ્યાર્થીઓને જ્ઞાાન અને કૌશલ્યની દોલતથી ભવ્ય કરી દે, અને વિદ્યાર્થીઓને ગુણધર્મોથી પ્રફુલ્લિત કરવા, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને વિકાસના રસ્તાઓ ઉપર લગાવવા અને તેઓને સાચી દિશા ઉપર આગળ ધપાવવાનું કામ કરે. રસૂલે પાક સ.અ.વ.એ ફરમાવ્યું કે, “મને એક શિક્ષક બનાવીને મોકલવામાં આવ્યું છે.” આપ સ.અ.વ.એ એક શિક્ષક તરીકે લોકોમાં ગુણધર્મો પેદા કરવાનું અને આત્માઓની શુદ્ધિકરણનું કામ કર્યું. એક શિક્ષક માટે આપ સ.અ.વ.નું વ્યક્તિત્વ ખુબજ મહત્વપૂર્ણ છે, એક શિક્ષકની જવાબદારી બલ્કે ફરજ છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓમાં ગુણધર્મો પેદા કરે અને તેઓની આત્માઓની શુદ્ધિકરણનો પ્રયાસ કરે, એક શિક્ષક આ કાર્ય ત્યારે જ કરી શકે છે જ્યારે તેનું ચરિત્ર પોતે તેની સાક્ષી આપી રહ્યા હોય.

વિદ્યાર્થીઓ માટે આવશ્યક છે કે તેઓનો હેતુ ઊંચો હોય, તેઓ ફકત ઉપરછલ્લું જ્ઞાાન હાંસલ ન કરે બલ્કે જ્ઞાાનના સમુદ્રની ઊંડાણમાં ડુબકીઓ લગાવવાનો પ્રયત્ન કરે. અલ્લામા ઇકબાલ રહ.ના જણાવ્યા અનુસાર, “ઓછામાં ઓછી આ ઇચ્છા અને આકાંક્ષા રાખો કે સમયના ઇમામ બનીશું.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments