Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવિમુદ્રીકરણ અને તેની અસમંજસ

વિમુદ્રીકરણ અને તેની અસમંજસ

૯ નવેમ્બસની મધરાત્રીથી રૃા. ૫૦૦ અને રૃા.૧૦૦૦ની ચલણી નોટ્સને  ગેરકાયદેર ગણાવનારા પ્રધાનમંત્રીના એલાન તો ભારતીયોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. એક તરફ મોદી ચાહકો છે જે આ નિર્ણયને એવો ઐતિહાસિક ગણાવી રહ્યા છે જે કાળા નાણાં રૃપી રાશ્રસને એક વારમાં ઠેકાણે પાડી દેશે અને બીજી તરફ ભાજપના રાજનૈતિક વિરોધીઓ છે તે સરકારની અપૂરતી તૈયારીઓના કારણે થતી સામાન્ય માણસોની હાલાકી માટે સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. વિમુદ્રીકરણના આ નિર્ણયના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસરો થશે તેવું હાલના તબક્કે ચોક્કસ રીતે કંઇ પણ કહેવું ઘણું મુશ્કેલ છે. આ નિર્ણયની તરફેણ કરતી દલીલો છે અને તેનો વિરોધ કરતી પણ દલીલો છે. જે બન્ને તટસ્થ રીતે જોતા સાચી નજર આવે છે જેના કારણે વિડંબના થાય કે સાચુ કોને માનવું.

મારી પાસે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે મે તેને સોશ્યલ મીડિયા પર ફેલાવી એક અફવા જ હશે તેવી ગણતરી કરી પરંતુ ગુગલ વડે શોધતા આ ખબર સાચી હોવાની પુષ્ટી થઈ ગઈ. અચાનક જ મારા મષ્તિષ્કમાં ભાતિ ભાતિના ભયજનક વિચારો ઉદ્ભવા લાગ્યા. એમ તો મારા જેવાં પગારદાર વ્યક્તિને આવા નિર્ણયથી ઝાઝી અસર થાય નહીં પરંતુ મને કાલ્પનિક ચિંતાઓએ જાણે ઘેરી લીધી હોય તેવી અનુભુતિ થવા લાગી.

પોતાની ચિંતાનો અને ગુસ્સાને ઠાલવામાં માટે સોશ્યલ મીડિયાથી બાજુ સારુ માધ્યમ શું હોઈ શકે છે? એટલે તરત જ ફેસબુક પર મોદી સરકારના આ નિર્ણયને કોઈ બનાના રીપબ્લીક (સરમુખ્તયારશાહી વાળી સરકાર)માં થતી ચેષ્ટા સાથે સરખાવી ધીધી. અપેક્ષિત હતું તેમ મોદી સમર્થકો મને ઘેરી વળ્યા અને મને નિરાશાવાદી ન બનવાની સલાહો આપવાનો સિલસિલો શરૃ કરી દીધી. બન્ને તરફ લાગણીઓનું ઘોડાપુર હતુ અને નિર્ણયને તટસ્થ રીતે જોવા માટે બન્ને પણ અસમર્થ હતા.

બે દિવસ પસાર થયા અને મારી મનોવ્યથા અસામાન્ય થઈ ગઈ. હવે મે આ વિમુદ્રીકરણના નિર્ણયને તટસ્થપૂર્વક જોવાનો સંકલ્પ કર્યો. પહેલો જ પ્રશ્ન જે સ્વાભાવિક રીતે મનમાં આવે તે એ છે કે આખરે મોદીને આટલા આકરા નિર્ણય લેવાની શું જરૃર પડી? તેના સમર્થકો તો એક પળનીય વિલંબ કર્યા વગર કહી દેશે કે દાયકાઓથી ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને આતંકવાદથી પીડાતા ભારત દેશને બચાવવા ખાતર મોદીએ આવો નિર્ણય કર્યો. પરંતુ મારા જેવી વ્યક્તિ માટે આવો જવાબ કંઇ આસાની ગળે  ઉતરે તેમ નથી. મોદી જો ખરેખર આટલા નિષ્ઠાવાન હોત તો સૌ પ્રથમ તેમણે પોતાના પક્ષ અને સરકારમાં મોટી સંખ્યામાં દાગી નેતાઓ જે તેમનાથી શરૃઆત કરી. એક સાચો વ્યક્તિ બીજાને ઉપદેશ આપતા પહેલા પોતાનું ઘર સાફ કરે, પણ સામે પક્ષે એવી દલીલ થાય કે મોદીનો નિર્ણય કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમુહની તરફેણ નથી કરતો અને તેની ચપેટમાં બધા જ બેઇમાનો આવી જશે. આ વાત સાચી છે કે આ નિર્ણયથી સામાન્ય વ્યક્તિઓને તો ચોક્કસ સમય માટે હાલાકી છે પરંતુ બિલ્ડર્સ, જ્વેલર્સ, ડોકટર્સ અને વકીલો જેવા વ્યવસાયીઓ તથા વેપારી વર્ગને ખૂબ મોટી અસર થઈ શકે તેમ છે. આ વર્ગ ભાજપનો મોટો સમર્થક છે અને મોદીએ આ નિર્ણય દ્વારા પોતાના જ સમર્થકોની નારાજગી વહોરવાની એક રાજનૈતિક સાહસ કર્યું છે. તો પછી મોદીના નિર્ણય માટેનું પ્રરેકબળ શું હોઈ શકે છે? તેનો જવાબ ભાજપ અને સંઘ પરિવાર જે વિચારધારાને વરેલો છે તેને સમજવાથી મળે છે. સંઘની વિચારધારા એ બોજ હેઠળ જીવે છે કે ભારતવર્ષને સદીઓ સુધી ફકત રગદોળવામાં આવ્યું છે. દરેક યુગમાં ભારતને માત્ર લૂંટની સામગ્રી તરીકે જ જોવામાં આવી છે. આ સ્થિતિમાં ભારતને બાહર કાઢવું હોય તો માત્ર કટ્ટર પગલાઓ વડે જ કાઢી શકાય. આમ સંઘી વિચારધારા માત્ર શોટકર્ટ્સને આધાર બનાવીને ઉપાયો શોધે છે. વિચારવાની આ ઢબના કારણે જ સંઘને જરૃર પડે હિંસામાં, હત્યાઓમાં અને સખત દંડ આપવા જેવા પગલાઓમાં કશું અયોગ્ય નથી લાગતું. આ જ વિચારધારા વિમુદ્રીકરણના નિર્ણય પાછળ કામ કરી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આ જ કારણ છે કે તેમને પોતાના સમર્થકોને પણ મુશ્કેલીઓ થતી હોવાના એંધાણ હોય તો પણ તેઓ આકરા પગલા લેવામાં પીછેહઠ નથી કરતા. તેમના સમર્થકો માટે અખતરાની ઘંટી છે. તમે જ્યારે કોઈને બેહિસાબ સત્તા સોંપી છે ત્યારે એ સત્તાનો દુરુપયોગ તમારી સામે નહીં થાય તેની કોઈ ગેરંટી નથી. ફાસીવાદ આ રીતે જ કામ કરે છે.

મોદી અને ભાજપ દ્વારા લોખંડી છબિ બનાવવામાં આવી હતી તે જતે  દહાડે પોલી બની રહી હતી. આમ વિમુદ્રીકરણ જેવો નિર્ણય લઈને પોતાની કડક છબિને છાવરવાનું કામ થઈ રહ્યું હોય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે.

આ નિર્ણયની તરફેણમાં બોલતાં મોદીએ પહેલા જાપાનમાં, પછી ગોવામાં અને તેના પછી ગાઝીપુરમાં પચાસ દિવસોની મહોલત માંગી. માંગી શું જાતે જ મહોલત લઈ લીધી. ક્યારેક તાળીઓ પાડીને તો ક્યારેક ડૂસકા ભરીને કહેવા લાગ્યા કે આવા કપરા નિર્ણયો લેવા માટે જ તેમને જનતાએ ચૂંટયા હતા અન ેઆ કોઈ અચાનક લીધેલ પગલું નથી. પણ આની તૈયારીઓ તો અઢી વર્ષ પહેલા સરકાર બની ત્યારથી જ ચાલી રહી હતી. જો અઢી વર્ષની તૈયારી પછી ડઝનબંધ લોકોએ કતારોમાં ઊભા રહી પોતાની જાન ગુમાવવી પડે, બિમાર પરિજનોને કલાકો સુધી રઝળતા મૂકી દેવામાં આવે, ખેડૂતો પાસે વાવણી માટેની સામગ્રી ખરીદવાની ત્રેવડ જતી રહે, રોજિંદી મજૂરી કરતા લોકોને ભુખ્યા સૂવાના વારા આવે, એ.ટી.એમ. મશીન ખાલીખમ દેખાય, ચલણ બદલવાની મર્યાદા વારંવાર ઉભી નીચી કરવામાં આવે તો તેનાથી તૈયારી અને ક્ષમતા વિશે ચોક્કસથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય તેમ છે.

હવે આવીએ વિમુદ્રીકરણના અસલ મુદ્દા ઉપર. આ વિમુદ્રીકરણ સરકારો પાસે ન છૂટકે ઉપયોગ કરવાનું હથિયાર હોય છે. તો ઊંડો વિચાર કર્યા વગર આનો ઉપયોગ થાય તો લાભને બદલે ગેરલાભ વધી જાય. આ વિમુદ્રીકરણના સમગ્ર પ્રકરણમાં જ્યાં ઘણા વિવાદો થયા છે ત્યાં તેના કારણે થોડી સારી અસરો પણ થઈ છે.

લોકોનું રૃપિયા અને ધનસંપત્તિને લઈને થોડાક સમય પૂરતું જ પણ નવેસરથી વિચારવાની તક મળી છે. ધનદોલત પળવારમાં કાગળ થઈ શકે છે તેવા વિચારોના કારણે જે લોકોને ભાગ્યે જ બીજાને મદદ કરી હોય તેવા લોકો પણ પોતાના રૃપિયા બીજાને ધરવા તૈયાર થઈ ગયા. વર્ષો જૂની ઉધારીઓ લોકોએ ચૂકતે કરી દીધી. માત્ર ભૌતિક સાધનો પાછળ દોડતા લોકોના માટે જીવન અને તેના ધ્યેય વિશે વિચારવાનો નવતર મોકો મળ્યો છે. ચોક્કસપણે સરકાર દ્વારા લોકોમાં આવી ભાવના જગાવવાની કોઈ ઇચ્છા ન હતી પરંતુ કહી શકાય કે આ નિર્ણયનો એક સાઈડ ઇફેક્ટ હતો.

આવનારા દિવસોમાં સરકારી મશીનરીને લોકો વધૂ ગંભીરતાથી લેશે અને પોતાનો કર ભરવામાં પહેલા જેવી ઢિલાશ નહીં વર્તાય તે લાભ પણ સરકારને મળશે. આમ સરકાર આવનારા દિવસોમાં વધુ મજબૂત થશે. હવે સવાલ એ ઉઠે છે શક્તિશાળી સરકારને લઈને પ્રજાનો શું મત હોવો જોઈએ. જો સરકાર નિષ્ઠાવાન હોય તો ચોક્કસપણે મજબૂત સરકારના કારણે પ્રજામાં સુખાકારી વધે. પરંતુ આ સરકાર જે વિચારધારાને વરેલી છે ત્યારે તેમની શક્તિ ભય ઉપજાવે તેવી છે. પરંતુ ભારતની લોકશાહી તેટલી પણ નબળી નથી કે તેમાં અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોઈ રસ્તા ન હોય. હવે જોવાનું રહે છે કે આવનારા દિવસોમાં વિમુદ્રીકરણનું જે ભૂત હણાયું છે તે ભારતીય અર્થવ્યવસ્થાને કઈ દિશામાં લઈ જશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments