Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસ'રોંગ નંબર' વિરૃદ્ધ 'રાઇટ નંબર'

‘રોંગ નંબર’ વિરૃદ્ધ ‘રાઇટ નંબર’

મિત્રો, ઇશ્વર – ખુદા – ધર્મ વિગેરે શબ્દો સાંભળીને તમારા મનમાં કંઇક થતું હશે! આ શબ્દો કેટલાક લોકો માટે આશાનો એકમાત્ર માર્ગ છે, તો કેટલાક લોકોની નજરમાં સ્વાર્થવૃત્તિના મૂળ, જેના કારણે સમાજમાં દંગા-ફસાદના થાય છે. દરેક યુગમાં તે ડિજિટલ યુગ હોય કે પથ્થર યુગ હોય, મનુષ્ય હંમેશથી પોતાના નિર્માતાને શોધતો રહ્યો છે. કોઈએ આપણા જેવા માણસોને ઇશ્વર બનાવી દીધો તો કોઈએ દરેક તે વસ્તુને ઇશ્વર બનાવી લીધું જેનાથી તેણે ફાયદો પહોંચતો હોય છે.

અમુક સમય પહેલા આવેલી બે ફિલ્મો ‘પીકે’ અને ‘ઓએમજી’એ આપણા ભગવાન, ખુદા ધર્મ વિગેરે ઉપર અમુક પ્રશ્નો ઉભા કર્યા છે. આ જ પ્રશ્નોના જવાબો આપણે અહીંયા ચર્ચા કરીશું.

સૌથી પહેલાં એ કે ઇશ્વર એક જ છે. તે જ સર્જક. મનુષ્યો અને આખી દુનિયાને બનાવનાર છે. પરંતુ ઇશ્વરને કોઈ એ નથી બનાવ્યું. ઇશ્વરે આપણા બધાનું સર્જન કર્યું છે અને આપણો આ ગોળો જેને પૃથ્વી કહીએ છીએ તથા આના જેવા લાખો ગોળાઓને બનાવ્યું અને ચલાવી પણ રહ્યું છે. એક પાંદડું પણ ઇશ્વરના આદેશ વગર હલી નથી શકતો. ઇશ્વર સંપૂર્ણપણે સ્વતંત્ર છે જ્યારે આપણે નાના-મોટી વસ્તુઓમાં ઇશ્વર પર નિર્ભર છીએ. આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ, જોકે ઇશ્વર હંમેશથી છે અને હંમેશા રહેશે. આપણે સમય અને સ્પેસની સીમાઓમાં જકડાયેલા છીએ, જ્યારે ઇશ્વર આ વસ્તુઓથી આઝાદ છે. ઇશ્વર દરેક વસ્તુ જુએ અને સાંભળે છે. તે આપણી ધોરી નસથી પણ નજીક છે. આવા ઇશ્વર સુધી પહોંચવા માટે આપણને કોઈ ગોડમેન કે કોઈ સહારાની જરૃર નથી હોતી. કુઆર્નમાં છે;

“કહો, તે અલ્લાહ છે, ફક્ત એક જ અને અદ્વિતીય. અલ્લાહ સૌથી બેનિયાઝ (નિરપેક્ષ, નિસ્પૃહ) છે અને સૌ તેના મોહતાજ છે. ન તેની કોઈ સંતાન છે અને ન તે કોઈનું સંતાન અને કોઈ તેના સમાન અને બરોબરિયો નથી.” (સૂરઃ અલ-ઇખ્લાસ)

“પછી તે જ મારું માર્ગદર્શન કરે છે. જે મને ખવડાવે અને પીવડાવે છે અને જ્યારે બીમાર પડું છું તો તે જ મને સાજો કરે છે. જે મને મૃત્યુ આપશે અને ફરી બીજીવાર મને જિંદગી આપશે”
(સૂરઃ શુઅરા;૭૮-૮૧)

હવે બીજી બાજુ જોઈએ એવા પણ કહેવાતા ઇશ્વર છે જેનું સર્જન મનુષ્યે પોતે કર્યું છે. તેઓ બિલ્કુલ આપણા જેવા છે. ખાએ-પીએે છેે અને આપણી જેમ જીવન ગુજારે છે અને મૃત્યુ પામે છે. તેઓની દુકાનો પણ આપણા પૈસાથી ચાલે છે. તેઓ આપણા ઉપર નિર્ભર છે. અમુક તો બિલ્કુલ નિર્જીવ હોય છે. હલન-ચલન પણ નથી કરી શકતા, ન સાંભળી શકે છે ન જોઈ શકે છે અને ન જ બોલી શકે છે. કોઈને ફાયદો-નુકસાન પણ નથી પહોંચાડી શકતો. જો તેમના પર કોઈ મધમાખી બેસી જાય તો પણ હટાવી નથી શકતા. કુઆર્નમાં છે;

“લોકો ! એક દૃષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનથી સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડીને પોકારો છો, તેઓે સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલ્કે જો માખી તેમના પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવીને લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ નથી શકતા. મદદ માગનારા પણ નિર્બળ અને જેમનાથી મદદ માગવામાં આવે છે, તેઓ પણ નિર્બળ.” (સૂરઃ હજ્જ-૭૩)

ઇશ્વરનો વિશુદ્ધ સ્વરૃપ બધા જ ધર્મોમાં બતાડવામાં આવ્યું છે પરંતુ એમના અનુયાયીઓએ પોતાના વ્યક્તિગત રસ અને સ્વાર્થના લીધે સાચા સ્વરૃપને અશુદ્ધ કરી નાખ્યું.

હિંદુ મત : તેની કોઇ પ્રતિમા નથી તેમનો યશ મહાન છે. (યજુર્વેદ)

શિખ મત : અસ્તિત્વ છે માત્ર ઇશ્વરનો, તે જ સત્ય છે સર્જનહાર છે, ભય અને ઘૃણાથી પવિત્ર, ચિરંજીવી (અમર) અને જન્મરહિત આપ મેળે અસ્તિત્વ ધરાવનાર,
મહાન અને દયાળુ. (શ્રીગુરૃ ગ્રંથ સાહેબ ભાગ – ૧, જાપુજી પહેલો શ્લોક)

યહુદી ધર્મ : સાંભળો, હે ઇસ્રાઇલ, તે સ્વામી આપણો ઇશ્વર એક માત્ર સ્વામી છે. (ધી બાઇબલ – ૬: ૪)

ખ્રિસ્તી ધર્મ : મારા પિતા મારા કરતાં મહાન છે. (જ્હોન ૧૪: ૨૮)

હવે આ ‘વાસ્તવિક ઇશ્વર’ અને ‘નકલી ઇશ્વર’ની હાજરીમાં સાચા ઇશ્વરને કેવી રીતે શોધીશું? ઉપર જે ચર્ચા કરવામાં આવી છે ‘વાસ્તવિક ઇશ્વર’ અને ‘નકલી ઇશ્વર’માં જે તફાવતો બતાડવામાં આવી છે તે આપણે સૌ જાણીએ છે. પરંતુ ઘણા લોકો “Wrong Number” ડાયલ કરે છે કેમકે તેઓ પોતાના Instinct (મનની અવાજ)ને નથી સાંભળતા. આ એ જ અવાજ છે જો સંકટના સમય ઓન થાય છે. દા.ત. તુફાનમાં જ્યારે આપણા વહાણ અટકી જાય છે અને આશાની કોઈ જ કિરણ નથી દેખાતી ત્યારે આ જ Instinct (મનની અવાજ) “Right Number” ડાયલ કરે છે અને ‘વાસ્તવિક ઇશ્વર’ને પોકારે છે. આ “Right Number”ની ખાસ વાત એ હોય છે કે એને કોઈ મધ્યસ્થીની જરૃર નથી પડતી. આ એક ડાયરેક્ટ લાઇન છે જે ઇશ્વર સાથે સીધો સંપર્ક કરાવે છે.

અહીં આ પ્રશ્ન પણ ઉભો થાય છે કે શું ઇશ્વર મુશ્કેલીઓમાં ફકત એક આશાની કિરણ છે? નહીં મિત્રો, બલ્કે ઇશ્વરમાં શ્રદ્ધા રાખવાથી આપણને જીવનનું ધ્યેય પણ મળે છે.

ખાવું-પીવું, પૈસા કમાવવું, મોજ-મસ્તી કરવી અને આપણા પરિવારના જીવન-ધોરણને સુધારવું, શું આ જ ધ્યેય રહી ગયો છે!!! ઇશ્વરમાં શ્રદ્ધા રાખવાના પરિણામે આપણા જીવનને ઉદ્દેશ્ય મળી જાય છે. કુઆર્નમાં છે;

“જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (સૂરઃ મુલ્ક-૨)

આવા પ્રભુત્વશાળી ઇશ્વરની ઉપાસના કરવાથી આપણને લાગણીયુક્ત ટેકો મળે છે. મોટાથી મોટો ચેલેન્જ આપણને સરળ લાગે છે. જીવનના ઉતાર-ચડાવ આપણને કમજોર નથી કરતા બલ્કે તેનો સામનો કરવાની પ્રેરણા આપે છે. કુઆર્નમાં છે;

“(હે પયગંબર !) કહી દો કે હે મારા બંદાઓ ! જેમણે પોતાના પર અતિરેક કર્યો છે, અલ્લાહની કૃપાથી નિરાશ ન થઈ જાઓ, નિશ્ચિતપણે અલ્લાહ બધા જ ગુના માફ કરી દે છે, તે તો અત્યંત ક્ષમાશીલ, દયાળુ છે,” (સૂરઃ ઝુમર-૫૩)

હવે અંતિમ વાત, ઇશ્વર સુધી પહોંચવા માટે કયો માર્ગ સત્ય પર આધારીત છે? અને શું આ દુનિયામાં જન્મેલા બધા બાળક કોઈ ધર્મના ‘થપ્પા’ લગાવીને જન્મે છે? સત્ય આ છે કે દરેક મનુષ્ય પોતાનો પ્રાકૃતિક-વૃત્તિ પર જન્મે છે. એટલા માટે આપણે દરેક નવજાત શિશુને પવિત્ર અને નિર્દોષ માનીએ છીએ. કદાચ આના માટે જ આપણે ઘણીવાર કહીએ છીએ કે ‘બચ્ચે મન કે સચ્ચે.’ પરંતુ સમય ગુજરવાની સાથે એ જ બાળક પોતાના આસપાસના માહોલથી પ્રભાવિત થઈ સત્ય-અસત્યનું ભેદ ખોવા લાગે છે. છતાં તેની અંદર એ ક્ષમતા બાકી રહે છે કે તે તેની “Natural Instinct” (પ્રાકૃતિક-વૃત્તિ) પર કાયમ રહે અને સત્ય-અસત્યનું ભેદ સમજે. કુઆર્નમાં છે;

“પછી તેની બૂરાઈ અને તેની પરહેજગારી (સંયમ) તેના હૃદયમાં નાખી દીધી,” (સૂરઃ શમ્સ-૮)

આપણે આપણી આ ક્ષમતાને જીવનના દરેક વળાંક પર ઉપયોગમાં લાવવી જોઈએ. આ જ ક્ષમતાના સહારે આપણે ઇશ્વરને જાણી અને સમજી શકીએ છીએ. સામાજિક અને પારિવારિક દબાણમાં આવીને આપણે આ અવાજને દબાવી નાખીએ છીએ. જો આપણે આપણા સર્જકને જાણયા વગર મૃત્યુ પામીશું તો આ આપણો સૌથી મોટું નુકસાન હશે.

તો પછી શું વિચારો છો!!! “Right Number” ડાયલ કરો અને સાચા ઇશ્વરને જાણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments