Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપરાજકીય તમાશો... જેની રાહ જોવાઈ રહી છે

રાજકીય તમાશો… જેની રાહ જોવાઈ રહી છે

૨૦૧૯ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, એક વાર ફરી દેશ તિરસ્કારની આગમાં નજર આવે છે. આમ તો ભારતમાં આવી પરિસ્થિતિ કોઈ નવી નથી. કદાચ આ માટે દેશનો એક મોટો વર્ગ મૌન ધારણ કરવા ટેવાઈ ગયો છે. હિન્દુ-મુસ્લિમ વિભાજન, ગેરસમજોનો બજાર ગરમ થવો, ખોટા પ્રચાર કરવા અને કરાવવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના માટે કરવો, ઇલેકટ્રોનિક મીડિયાના મહેમાન એંકર્સનો ખાસ પાત્ર ભજવવો, હિન્દુઓ અને મુસ્લિમોમાં તિરસ્કારને પ્રોત્સાહન આપવો, તેમની વચ્ચે અંતર પેદા કરવો અને અંતરના કારણે ફરી એકવાર રાજકીય વિસાત ઉપર ફાયદો પ્રાપ્ત કરવાની દોડમાં સૌથી આગળ નીકળવાની ઇચ્છામાં સક્રિય રહેવું. આ બધા તે કાર્યો છે જે થોડા દાયકાઓથી ચૂંટણી પહેલાં થાય છે અને સામાન્ય રીતે દરેક વખતે થાય છે.  આમ છતાં આ બધા કાર્યો એક વિશેષ વર્ગની રૃચિ બની ચૂકી છે. પરંતુ અમુક લોકોની રૃચિ અને ઘણા લોકોની ચુપ્પીએ દેશના વાતાવરણને ખરાબ કરવામાં ખાસ પાત્ર ભજવ્યો છે. અને એવું લાગે છે કે આવનારા દિવસોમાં તેની શક્યતાઓ વધશે. ફરી એકવાર તિરસ્કારને સામાન્ય બનાવવામાં આવશે, લોકોને લડાવવામાં આવે, અમુક લોકોને આગ અને રક્તરંજિત રમતમાં આયોજનબદ્ધ રીતે સામેલ કરવામાં આવે, પછી સ્ટેજ શણગારવામાં આવે, વાયદો અને દાવાઓ કરવામાં આવે, પરિવર્તનના નારાઓ બુલંદ કરવામાં આવે, ચૂંટણી નજીક આવી જાય, અમુક લોકો હીરો બને અને બાકી એક વિશેષ સમય સુધી ચુપ થઈ જાય. આની વચ્ચે અમુક લોકો એવા પણ નજર આવે જે કાયમી શત્રુઓને આઇડેન્ટિફાઇ કરાવશે, બીજાઓને મસીહા સાબિત કરવામાં વ્યસ્ત થઈ જશે. રાજકીય બાજીગર તેમની આસપાસ ચક્કર લગાવશે અને જો કોઈ તેમની આસપાસ નહીં આવે તો પોતે બીજાઓની વચ્ચે ચક્કર લગાવવાની ઇચ્છા લઈ આમ તેમ ફરતા દેખાશે. બસ, અહીંથી જનતા અને વિશેષમાં અંતર સ્પષ્ટ થઈ જશે. જનતાને સલાહ આપવામાં આવશે, નેતાગીરીની ફરજો અદા કરવામાં આવશે, તાકાતની વહેંચણીની સ્ટ્રેટેજી બનાવવામાં આવશે અને જનતાને શબ્દ ‘સ્ટ્રેટેજી’ના અર્થ પણ સમજમાં નહીં આવે.

આવા કેટલાક વચનો જે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા હતા જે યાદ કરી લઈએ. પ્રથમ વચન ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો હતો. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ૯૫.૪ લાખ મકાન બાંધવાનોે લક્ષ્ય હતો પરંતુ હજી સુધી ૨૦ ટકા ઘર જ બની શક્યા છે. શહેરી વિસ્તારોમાં આ લક્ષ્ય ૪૦.૬ લાખનો  હતો પરંતુ અહીં તો ૮ ટકા લક્ષ્ય જ પ્રાપ્ત થઈ શક્યો છે. ‘નમામી ગંગે યોજના’ઃ જેમાં ગંગાની સફાઈ ધામધૂમપૂર્વક આરંભ કરવામાં આવી પરંતુ જ્યાં સુધી સફળતાનો પ્રશ્ન છે ચાર વર્ષ પછી મોદી સરકાર પાસે બતાવવા માટે કંઈ જ નથી. આ યોજના માટે જે નાણાં ફાળવવામાં આવ્યા હતા તેમાં ૨૬૧૫ કરોડ રૃ.નો હજી સુધી કોઈ ઉપયોગ જ નથી થયો અને એકંદરે ૧૫૪ વ્યાપક યોજના રિપોર્ટમાંથી ફકત ૭૧ને જ મંજૂરી આપવામાં આવી જ્યારે જન શક્તિમાં પણ ૪૪ ટકાથી ૬૫ ટકા જેટલી અછત છે. ‘સ્માર્ટ સીટી મિશન’ ઃ  મોદી સરકારના બધા પગલાંઓની જેમ આ યોજનાનો પણ ખૂબ ઢંઢેરો પીટવામાં   આવ્યો પરંતુ તેનો કોઈ દૃઢ સ્વરૃપ આજ સુધી દેખાયો નથી. ત્યાં જ મોદી સરકાર દર વર્ષે બે કરોડ રોજગાર ઊભા કરવાના વચન પૂરા કરવામાં પણ નિષ્ફળ રહી છે. તમે અનુમાન લગાવી શકો છો કે જે રીતે ૮૫ ટકા પ્રશિક્ષિત લોકો રોજગાર પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા તેનાથી સ્પષ્ટ દેખાય છે કે મોદી સરકારની અવ્યવસ્થાથી સ્કીલ્સ ડેવલોપમેન્ટના પ્રોગ્રામોનું શું અંજામ થઈ રહ્યું છે. જરૃર છે કે મોદીએ જે વચનો કર્યા છે તે વચનો ઉપર પ્રશ્નો પૂછવામાં આવે.

સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત’, ‘મેક ઇન ઇન્ડિયા’, ‘બેટી બચાવ, બેટી પઢાવ’, ‘જનધન’, અને આવી ઘણી યોજનાઓ અને પ્રોગ્રામો શરૃ કર્યા. તેમાં અમુક યોજનાઓ અને પ્રોગ્રામો કેટલાંક અંશે સફળ રહ્યા અને મોટા ભાગે ફકત સૂત્ર બનીને રહી ગયા. મોદીએ સત્તા પહેલાં ‘મોટા સ્વપ્નો’ જોવાની વાતો કરી પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં મોદી સરકારે કોઈ મોટી યોજના કે પ્રોગ્રામ શરૃ નથી કર્યા, જે દેશમાં ઝડપી વિકાસનો પ્રાયોજક હોય. દેશમાં આર્થિક વિકાસનો દર ઘટીને આજના સમયે ૭ ટકા ઉપર આવી ગયો છે. જો વિકાસનો દર માપવા માટે ૨૦૧૪ની ફોર્મ્યુલા ઉપર અનુસરણ કરવામાં આવે તો વિકાસ દર ૭ ટકાથી પણ ઓછો છે. પાંચ વર્ષ પહેલાં દેશમાં દર વર્ષે ૭ થી ૮ લાખ નવી નોકરીઓ બનતી હતી. ગયા વર્ષે આ ઘટીને ૧.૫ લાખ ઉપર આવી ગઈ છે. આ વર્ષે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં હજારો નોકરીઓ સમાપ્ત થવાના આરે છે.આઈ.ટી., ઈ-કોમર્સ અને બેંકિંગમાં આવનારા ત્રણ વર્ષો દરમ્યાન લાખો નોકરીઓ સમાપ્ત થઈ જશે. દેશમાં સરકારના બધા દાવા છતાં  રોજગારની કોઈ તકો નથી ઊભી થઈ રહી. અર્થતંત્રમાં ભરોસો એટલો ઓછો છે કે બેંકોથી લોન લેવાનો દર પડી ગયો છે. છેલ્લા સાઇઠ વર્ષમાં નથી થયું. સરકારે હાલમાં સડક, બંદરગાહ અને નવા એરપોર્ટ્સના બાંધકામ અને વિસ્તરણના અમુક પ્રોગ્રામોની ઘોષણા કરી છે. મોદી સરકાર આ અર્થમાં નસીબદાર છે કે જે સમયે તે સત્તામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૧૦૭ ડોલર બેરલ હતો અને અહીં ૭૧ રૃ. લીટર વેચવામાં આવતો હતો. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૪૮ ડોલર છે અને ભારતમાં ૭૫.૭૯ રૃ. વેચાય છે. દર વર્ષે સરકારને કંઈક કર્યા વગર લગભગ એક લાખ કરોડ રૃ.ની બચત થઈ છે. બેંકોની સ્થિતિ આ છે કે બે વર્ષ પહેલાં મોટી કંપનીઓ અને રોકાણકારોને ત્યાં અટવાયેલી લોનનું જે મૂલ્ય ત્રણ લાખ કરોડ રૃ. હતું તે હવે સાત લાખ કરોડ રૃ. સુધી પહોંચી ગયું છે. સરકારે આજ સુધી  એ નથી બતાવ્યું કે પાંચ સો અને હજારની નોટો ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી જૂની નોટો ઉપર કેટલા નાણાં એકત્રિત થયા. દેશના શિક્ષણ સંસ્થાનો આ સમયે કટોકટીમાંથી પસાર રહ્યા છે. આરોગ્યના ક્ષેત્રમાં મૂળભૂત રીતે કોઈ પરિવર્તન નથી થયા. આવનારા વર્ષોમાં નોકરીની તકો પેદા કરવી સૌથી મોટો પડકાર હશે. કાશ્મીર અને માઓવાદીઓની સમસ્યા પણ જટિલ બની ગઈ છે. હિન્દુત્વની એક નવી લહેર ચાલી રહી છે જેમાં ધાર્મિક લઘુમતીઓ ભયના વાતાવરણમાં જીવી રહી છે. ગાયની સુરક્ષાના નામ પર માંસના વ્યવસાય ઉપર રોક લગાવવામાં આવી રહી છે. લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. દલિતો ઉપર જુલ્મ વધી ગયા છે. વડાપ્રધાન મોદીને પોતાની ઉપર ટીકા પસંદ નથી અને ન જ તે ટીકા કરનારા લોકોને ક્ષમા કરે છે. ભારતનો મીડિયા આ સમયે ઓછા-વત્તા ન ફકત સમગ્ર રીતે મોદીના સમર્થક છે બલ્કે તેઓ વિરોધપક્ષના સૌથી મોટો વિરોધી છે. આ વીતેલા વર્ષોમાં વડાપ્રધાન મોદીએ પોતાના પ્રદર્શન વિશે એક પ્રેસ કોન્ફરન્સ પણ નથી યોજી. તે પ્રશ્ન કરવાને પસંદ નથી કરતા. તેનાથી વિપરીત અખબારો અને ટીવી ચેનલો મોદી સરકારની કારકિર્દીને એ રીતે રજૂ કરી રહ્યા છે જાણે કે આ વર્ષોમાં મોદી સરકારે દેશમાં પરિવર્તન ઊભા કરી દીધા હોય. પરંતુ પરિવર્તન જમીન ઉપર ક્યાંય દેખાતો નથી.

પરંતુ એક પરિવર્તનની જરૃર દેખાય છે. મોદી અને તેની નીતિ અને કાર્યપદ્ધતિ, અને તે બધા લોકોની ખરાબ ક્રિયાઓની જે દેશમાં દંગા અને કોમી વૈમનસ્ય ફેલાવવામાં વ્યસ્ત છે. આ પરિવર્તન દાદરીના અખલાક અને હાપુર પિલખવાના કાસિમ અને આ દરમ્યાન એ સમગ્ર પીડિતોની આહોના પરિણામ થશે, જેના ઉપર ક્રૂરતાની હદ સુધી જુલ્મ ગુજારવામાં આવ્યું. આ પરિવર્તન સુપ્રિમ કોર્ટના એ માનનીય જજોની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ આપણી સમક્ષ દેખાશે. આ એ જ પરિવર્તન છે જેમાં આપણે ફૂલપૂર, ગોરખપૂર અને કેરાના ઇલેકશનના પરિણામોના સ્વરૃપે જોઈ ચૂક્યા છીએ. અને આ એ જ પરિવર્તન છે જેને હાલમાં કર્ણાટક રાજ્યની વિધાનસભા ચૂંટણી પછીના સમયમાં આપણે જોયું છે. આ પરિવર્તનને હેદ્રાબાદના રોહિત વેમુલા, જેએનયુના નજીબ, બેંગ્લોરના ગૌરી લંકેશ અને શ્રીનગરના શુજાઅત બુખારીના કત્લ પછીના વાતાવરણમાં તમે મહેસૂસ કર્યું હશે. તેથી દરેક વ્યક્તિ જે ન્યાયની વાહક છે અને જે સમજે છે કે વોટ ફકત એટલા માટે જ આપવામાં આવે છે કે રાજકીય નેતાઓ જો કાયદો અને વ્યવસ્થા જાળવી ન શકે અને જનતા પ્રત્યે પોતાની જવાબદારી પૂરી ન કરે તો પછી તેમનાથી આ પ્રશ્ન પૂછવામાં આવે અને તેઓની પકડ પણ કરવામાં આવે. એવા લોકોને જોઈએ કે તેઓ ‘હિન્દુ-મુસ્લિમ’ અને ‘કાયમી અને હંગામી રાજકીય શત્રુ’ જેવા શબ્દોથી આગળ વધીને હકારાત્મક પાત્ર ભજવેે. જો તમે એવું નહીં કરો તો ફરજિયાત પણે અમુક લોકો તમારી આસપાસ એવા અવશ્ય હાજર હશે જે તમને ક્યાંક બીજી બાજુ વ્યસ્ત કરી દેશે. પછી તમે જ્યાં વ્યસ્ત હશો તે જ ચક્રવ્યૂ હશે જેમાં તમે પહેલાંથી જ ફસાયેલા છો.!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments