Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસબ્રિટન વિના યુરોપીય યુનિયન?

બ્રિટન વિના યુરોપીય યુનિયન?

લે. ડૉ. લાલ ખાન

તારીક ૨૩ જૂન ૨૦૧૬ના રોજ બ્રિટન(United Kingdom)માં થયેલ રેફરેન્ડમમાં ત્યાંની બહુમતીએ અનપેક્ષિત રીતે યુરોપીય યુનિયનની અલાયદગી માટે મત આપ્યો. ૫૨ ટકા લોકોએ યુરોપીય યુનિયનથી અલાયદગી માટે, જ્યારે ૪૮ ટકાએ યુરોપીય યુનિયનમાં રહેવાના પક્ષમાં મત આપ્યો. આમાં ૮.૭૧ ટકા ટર્ન આઉટ ઈ.સ. ૧૯૯૨ની ચુંટણીઓ બાદ સૌથી વધુ અને અપેક્ષઓ કરતાં વધીને હતો.આ પરિણામો જો અમલી રૃપ ધારણ કરે છે તો બ્રિટન યુરોપીય યુનિયનથી અલગ થનાર પ્રથમ દેશ બની જશે. બીબીસીના જણાવ્યા મુજબ યુરોપીય યુનિયનથી બ્રિટનની અલાયદગી એક ગૂંચવાડાભરી અને લાંબી પ્રક્રિયા છે, જેને  પુરી થવામાં કેટલાય વર્ષો લાગી શકે છે.

આ રેફરેન્ડમની હૈસિયત એડવાઈઝરી છે. અને જો પાર્લામેન્ટ અલાયદગીની મંજૂરી નથી આપતી તો નવી રાજકીય કટોકટી ઊભી થઈ શકે છે. રેફરેન્ડમના અંતિમ પરિણામ આવ્યા બાદ બ્રિટિશ વડાપ્રધાને (જે યુરોપીય યુનિયનની સાથે રહેવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા) આ વર્ષના અંત સુધી રાજીનામું આપ્યાની ઘોષણા કરી હતી. શાસક કન્ઝેર્વેટીવ પાર્ટીમાં આંતરિક વિખવાદો તીવ્ર છે અને યુરોપીય યુનિયનથી અલાયદગીની ઝુંબેશમાં આગળ પડતા રહેલા લંદનના ભૂતપૂર્વ મેયર બોરિસ જોન્સન ફોરેન એન્ડ કોમનવેલ્થ બાબતોમના સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા છે. જ્યારે ડેવિડ કેમરૃનની જગ્યાએ આવેલ થેરેસામે પછી બીજી મહિલા વડાપ્રધાન બન્યા છે. ડેવિડ કેમરૃને આ રેફરેન્ડમનું એલાન કટ્ટર જમણેરી કોમપરસ્તી અને યુરોપીય યુનિયન વિરોધી યુ.કે. ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી (UKIP)ની વધતી જતી લોકપ્રિયતાનો મુકાબલો કરવા અને પોતાની છબિમાં સુધારો કરવા માટે કરાવડાવ્યો હતો, પરંતુ તે આ જુગારમાં હારી ચૂક્યા છે. જેરેમી કાર્બનના નેતૃત્વમાં લેબર પાર્ટીએ પણ યુરોપીય યુનિયનમાં રહેવાની ઝુંબેશ ચલાવી હતી, પરંતુ અલાયદગીના મતની સફળતાને લેબરપાર્ટીના જમણેરી જૂથે જેરેમી કાર્બનની કમજોરી અને નિષ્ફળતા ઠેરવીને તેમના રાજીનામાની માગણી કરી હતી, પરંતુ કાર્બને સ્પષ્ટ કર્યું હતું કે તેઓે રાજીનામું નહી ંઆપે. જેરેમી કાર્બને પાર્ટીમાં જમણેરી નેતા અને ટોની બ્લેયરના વફાદાર હેન્રી બીનને શેડો કેબિનેટથી નિલંબિત કરી દીધો છે, કેમકે તે પાર્ટી નેતૃત્ય પર એક કૂ (coup) કરવાની યોજના ઘડી રહ્યો હતો.

બ્રિટનમાં વિવિધ પ્રદેશોના પરિણામો જુદા જુદા રહ્યા. ઇંગ્લેન્ડમાં ૪.૫૩ ટકાએ યુરોપીય યુનિયનથી અલાયદગી માટે જ્યારે ૪૬ ટકાએ યુરોપીય યુનિયનમાં રહેવાની તરફેણમાં મત આપ્યો. વેલ્સ (wales)માં આ પ્રમાણ અનુક્રમે ૨.૫૨ તથા ૫.૪૭ ટકા રહ્યો. ઇંગ્લેન્ડ તથા વેલ્સથી ઊલ્ટું સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડમાં અનુક્રમે ૬૨ ટકા અને ૮.૫૫ ટકા બહુમતીએ યુરોપીય યુનિયન સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી સ્કોટલેન્ડની બ્રિટનથી અલાયદગીની શક્યતાો ફરીથી વધી ગઈ છે, અને આ અંગે એક નવા રેફરેન્ડમ-જનમતની સ્થિતિ ઉત્તર આયર્લેન્ડમાં પણ સર્જાઈ શકે છે.

બ્રિટનમાં જમણેરી તરફી વંશવાદી, કોમવાદી અને શરણાર્થી વિરોધી (Anti immigiration) રાજકીય વલણો ધરાવતી યુ.કે. ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના વડા નાઇજલ ફરાજે આને પોતાના વિજય અને ૨૩મી જૂનને “બ્રિટનના સ્વતંત્રતા દિવસ”થી સરખાવ્યા છે. અને કહ્યું છે કે યુરોપીય યુનિયન નિષ્ફળ થઈ રહ્યું છે, આ મૃત્યુ પામી રહ્યું છે.

સમગ્ર યુરોપમાં કટ્ટર જમણેરી તરફી શરણાર્થી વિરોધી પક્ષો (દા.ત. ફ્રાંસમાં નેશનલ ફ્રંટ)ને બળ મળ્યું છે, અને અન્ય દેશોમાં પણ આવા રેફરેન્ડમની માગણીઓ ઊઠી  શકે છે. જર્મની અને ફ્રાંસિસી બોર્જવાઝીના આર્થિક બળજબરીના ભોગ બનેલા યૂનાન (ગ્રીસ) જેવા દેશોમાં યુરોપીય યુનિયનની વિરુદ્ધ પહેલાંથી જ નફરત જોવા મળે છે. હવે શાસક વર્ગો ખૂબ જ સાવચેત થઈ જશે. આને ટાળવા માટે દરેક શક્ય હથકંડાનો ઉપયોગ કરશે.

રેફરેન્ડમના પરિણામોએ માત્ર બિટન જ નહીં બલ્કે સમગ્ર યુરોપીય યુનિયન અને તેનાથી બહાર પણ રાજકીય તથા આર્થિક રીતે ભૂકંપ સર્જી દીધો છે. રોઇટર્સના જણાવ્યા મુજબ વિશ્વ સ્ટોક માર્કેટનું કેપિટલ રેફરેન્ડમના પરિણામો બાદ ૨ હજાર અબજ ડોલર સંકોચાઈ ગયું છે. ઇકોનોમિસ્ટના જણાવ્યા મુજબ “યુરોપીય યુનિયન માટે બ્રિટનની અલાયદગી એક તબાહી છે.” ઇકોનોમિસ્ટે સ્થિતિની નજાકતને જોતાં બ્રિટનમાં એક નવી આર્થિક કટોકટી (Recession)ની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આનાથી યુરોપના અન્ય દેશો (ખાસ કરીને જર્મની, ફ્રાંસ, ઇટાલી વિ.)ની બ્રિટનની નિકાસ પણ સંકોચાશે અને આ રીતે નામ માત્રની આર્થિક કટોકટી એક નવી તથા વધુ ઊંડી કટોકટીમાં સપડાઇ શકે છે. બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય ડોલરની સરખામણીમાં ૧૧ ટકા ઓછું થઈ ગયું છે, અને આ પાછલા ૩૧ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે.

બ્રિટનની કુલ નિકાસનો અડધો ભાગ યુરોપીય યુનિયનના દેશોમાં વેચાય છે. યુરોપીય યુનિયનથી અલાયદગી બાદ તે એ બનાવટો (Products)ને યુરોપના ૫૦ કરોડ વપરાશકારોની સંયુક્ત બજારમાં રોક-ટોક વિના વેચી નહીં શકે, અને તેમના પર ડયુટી પણ લગાવી શકાય છે. આ જ રીતે યુરોપીય યુનિયનના ૫૩ દેશોથી સ્વતંત્ર વ્યાપારના કરારો (કેનેડા, સિંગાપુર, દક્ષિણ કોરિયા વિ. સહિત)થી પણ બ્રિટન બહાર થઈ જશે. ફ્રાંસ અને જર્મની જેવા મોટા ઔદ્યોગિક દેશોને પણ બ્રિટનના બજાર સુધી પહોંચવામાં રુકાવટોનો સામનો કરવો પડશે, અને આ રીતે સમગ્ર યુરોપ એક નવી આર્થિક કટોકટીનો ભોગ બની શકે છે.

હાલમાં બ્રિટનમાં બીજા યુરોપીય દેશોના ૨૨ લાખ રહેવાસીઓ વસે છે, અને લગભગ આટલી જ સંખ્યામાં બ્રિટનના નાગરિકો બીજા યુરોપીય દેશોમાં કામ કરી રહ્યા છે. તેમનું ભાવિ પણ અવિશ્વસનીય-અનિશ્ચિત થઈ ગયું છે. અને તેમને કામ કરવા માટે હવે વીઝાની જરૂરત પડી શકે છે, તેમ છતાં યુરોપ ઉપરાંત અન્ય દેશો, ખાસ કરીને ત્રીજા વિશ્વ અને મધ્ય-પૂર્વના દેશોના મુહાજિરો અને શરણાર્થીઓ સંબંધે બ્રિટન તાત્કાલિક ધોરણે સખત વલણ અપનાવી શકે છે.

ઈ.સ. ૧૯૯૨માં સ્થપાયેલ ૨૮ દેશો પર આધારિત યુરોપીય યુનિયન યુરોપીય દેશો, ખાસ કરીને જર્મની અને ફ્રાંસિસી બોર્જવાઝીના વિશાળ બજારો સુધી પહોંચવાનો પ્રયાસ હતો. આજે એ યુનિયનના ફાઈનલ ભાગીદાર અને નિર્ણય લેનાર જર્મની અને કેટલીક હદે ફ્રાંસના મૂડીવાદીઓ છે. જ્યારે ગ્રીસ, પોર્ટુગલ એટલે સુધી કે ઇટાલી તથા સ્પેન જેવા નાના કે ટેકનિકલ તથા આર્થિક રીતે પછાત દેશો આર્થિક રીતે દેવાળિયા (અથવા તો એ તરફ જઈ રહેલા) બનીને તેમના તાબા હેઠળના દેશોમાં તબ્દીલ થઈ ચૂક્યા છે. જુદી જુદી દિશામાં મુસાફરી કરી રહેલ અને જુદી જુદી કૈફિયતો ધરાવતી મૂડીવાદી અર્થ-વ્યવસ્થાઓ અને રાજકીય એકમોને એક માર્કેટમાં અને તેનાથી પણ વધીને એક કરન્સીમાં જોડવા અમલી રીતે અશક્ય જેવું છે. જે આધારો ઉપર યુરોપને એક આર્થિક એકમ બનાવવાનું સપનું યુરોપીય બોર્જવાઝીએ જોયું હતું આજે તે પોકળ થઈ ચૂકી છે. પરિણામરૃપે સમગ્ર માળખું ડગમગી રહ્યું છે. યુરોપીય યુનિયનની છિન્ન-ભિન્નતા આવનારા દિવસોમાં વધુ તીવ્ર બનશે.

બ્રિટનમાં યુરોપીય યુનિયનથી અલાયદગી (Brexit)ની ચળવળ કટ્ટર જમણેરી કોમ-પરસ્તી અને પ્રતિક્રિયાવાદી પાર્ટીઓ તરફથી ચલાવવામાં આવી હતી. ૧૮ થી ૪૪ વર્ષના લોકોની બહુમતીએ યુરોપીય યુનિયનમાં રહેવા માટે, જ્યારે કે ૪૫ થી ૬૫ વર્ષ અને તેનાથી ઉપરની વયના લોકોની બહુમતીએ અલાયદગી માટે મત આપ્યો. જેમાં યુરોપીય યુનિયનથી પહેલાંના જૂના અને સારા દિવસોમાં પાછા ફરવાની ઇચ્છા સ્પષ્ટ દેખાય છે. પરંતુ મૂડીવાદની આ કટોકટીમાં સારા દિવસો પાછા નથી આવી શકતા. નવયુવાનોએ સ્પષ્ટપણે કોમ-પરસ્તી અને Anti Immigration­ના ઝેરી આધારો પર ચલાવવામાં આવેલ અલાયદગીની ચળવળને રદ કરી દીધી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments