Saturday, April 20, 2024
Homeસમાચારપોતાના અધિકારોની લડત માટે પોતે મેદાનમાં આવવું પડશે

પોતાના અધિકારોની લડત માટે પોતે મેદાનમાં આવવું પડશે

એસ.આઈ.ઓ. દ્વારા આયોજીત ત્રણ દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશનું બીજું સત્ર તા. ૨૩-૨-૨૦૧૮ની સાંજે યોજાઈ ગયું. આ સત્રનો મુખ્ય વિષય પ્રતિકાર, ગૌરવ અને યુવા વિરોધ ઃ મુખ્ય પ્રવાહના અંશો ઉપર આધારિત હતો. આ સત્ર હેઠળ મુખ્યપ્રવાહ દ્વારા ઊભા થયેલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. આમાં વિશેષ રૃપે વિભિન્ન શૈક્ષણિક સંગઠનોના છાત્ર નેતાઓ, સામાજિક સંગઠનોથી જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્રના આરંભમાં કોન્ફરન્સના સહ-સંયોજક અને એસ.આઈ.ઓ.ના પૂર્વ રાષ્ટ્રીય સચિવ મસીહુઝ્ઝમાં અન્સારીએ રાષ્ટ્રવાદની ચર્ચા છેડીને વર્તમાન સમયમાં તેને પ્રસ્તુત રાષ્ટ્રવાદ નામ આપ્યું અને તેની આડમાં ભીડ દ્વારા હત્યા કરવાની સખ્ખત ટીકા કરી, અને તે બધી હત્યાઓથી જોડાયેલા પ્રશ્નો ઉભા કર્યા જેનો ઉત્તર આજે પણ દેશની જનતા શોધી રહી છે. વધુમાં હાજર વિદ્યાર્થીઓ અને યુવાઓનો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું  કે હકીકતમાં દેશના નાગરિકથી દેશની પરિભાષા થાય છે, ન કે ધર્મમાં માનનારા કે ન માનનારા આસ્તિક-નાસ્તિક લોકોથી દેશને પરિભાષિત કરી શકાય છે.

કોન્ફરન્સમાં હાજર એમ.એસ.એફ.ના અધ્યક્ષ ટી.પી. અશરફ અલીએ દેશની ગંભીર પરિસ્થિતિ ઉપર ચર્ચા કરતાં જમણેરી પાંખના સંગઠનના વધતા રાજનૈતિક સમર્થન ઉપર ચિંતા વ્યકત કરી અને SIOને દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપ્યું. હૈદ્રાબાદ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના નેતા શ્રીરાગ પોઇક્કડનએ પ્રથમ વાર સરકાર દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર થતા હુમલાઓને લઈને વિરોધ કર્યો. શ્રીરાગએ એસ.આઈ.ઓ.ની ધાર્મિક માન્યતાને એક સારી વાત ગણી પરંતુ બીજાબાજુ દલિતોના ધાર્મિક સમર્થનને લઈને ચિંતા વ્યક્ત કરી.

ફ્રેટરનિટી મુવમેન્ટના અધ્યક્ષ અંસાર અબુબક્રે દેશમાં વધી રહેલી નવા પ્રકારની ચળવળને સમર્થન આપ્યું અને યુવાઓને સંબોધીને કહ્યું કે વારંવાર પ્રશ્નો કરો, એ પ્રશ્નો પણ જેનો ઉત્તર સરકાર નથી આપી રહી  જેવા કે રોહિત વેમુલા, નજીબ, અફઝલ ગુરૃ, યાકુબ મેમન વગેરે, અને આ પ્રશ્નોનો ઉત્તર મેળવીને જ રહો.

છેલ્લા ઘણાં વર્ષોમાં દેશની મુખ્ય યુનિવર્સિટીઓની સ્થિતિ વિશે વાત કરતા વાય.એફ.ડી.એ.ના અધ્યક્ષ હિબા અહમદે ચિંતા વ્યક્ત કરી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે જે શક્તિઓ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને  જવાથી રોકે છે એ શક્તિઓને તેનો ઉત્તર આપતાં વધુને વધુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાં દાખલા કરવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. તેમજ તેઓએ મુસ્લિમ યુવાનોને આહ્વાન કર્યું કે તેઓ કોઈ પીડિત કોમ નથી બલ્કે પુરુષાર્થી છે જે દરેક જુલમ અને અત્યાચારની વિરુદ્ધ ઊભા થવા માટે તૈયાર હોય છે.

આસામથી આઈ.એ.એ.એમ.એસ.યુ.ના અધ્યક્ષે યુવાનોને સંબોધીને પોતાના પ્રદેશની સ્થિતિ તરફ આકર્ષિત કરીને ત્યાંના લઘુમતિઓ વિરુદ્ધની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી. તેમના કહેવા મુજબ અમને બીજા દેશના નાગરિક માનવામાં આવે છે, અને માનસિક દબાણ ઉભું કરવામાં આવે છે. આ સંદર્ભમાં તેઓએ એ.એ.એમ.એસ.યુ.ની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં એસ.આઈ.ઓ.ની સક્રિયતાની પણ પ્રશંસા કરી.

યૂનાઇટેડ અગેન્સ્ટ હેટના નેતા નદીમ ખાને ગ્રાઉન્ટ રિયાલિટીને પ્રસ્તુત કરતા સમગ્ર દેશમાં એક સમુદાયની વિરુદ્ધ લક્ષિત હુમલાઓ તરફ ધ્યાન આકર્ષિત કર્યું. તાજેતરમાં બંગાળમાં મિન્હાજ ઉપર હુમલો અને છિંદવાડામાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં તેને નફરતની રાજનીતિથી જોડ્યું જેના કારણે દેશમાં એકતા અને ભાઇચારાનું વાતાવરણ બગડી રહ્યું છે. સાથે જ તેઓએ બધાને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે સમાજના નવનિર્માણ માટે તૈયાર પોતાને તૈયાર કરો. ઉપસ્થિત બધા જ વિદ્યાર્થીઓ અને નવયુવાનોને પોતાના અધિકારની લડાઈ માટે પોતે મેદાનમાં ઉતરવાનું આહ્વાન કર્યું.

એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રિય સચિવ જસીમ પી.પી.એ દેશમાં વધી રહેલા જુલ્મ ઉપર ચર્ચા કરતાં યુવાઓને આશ્વાસન આપતાં કહ્યું કે જ્યાં જુલ્મ છે ત્યાં ભારતના મુસ્લિમો પાસે તેનાથી લડવા માટે શક્તિ અને હિંમત પણ મોજૂદ છે. દેવબંદના છાત્ર નેતા મેહદી હસને મુસ્લિમ ઉમ્મતમાં એકતા, બધા ધર્મો માટે સદ્ભાવ અને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કાર્ય કરવા ઉપર ભાર મુક્યો. દેશના સૌથી જૂના વિદ્યાર્થી સંઘ મુસ્લિમ યુનિવર્સિટીના વર્તમાન અધ્યક્ષ મતીન અશરફે કહ્યું કે મુદ્દાઓ પર ચર્ચાથી હટીને મુદ્દાઓ ઉપર કાર્ય કરવા ઉપર વધારે જોર આપવું જોઈએ.

અમુક વર્ષોથી ચર્ચામાં રહેલા બાસોના નેતા ઉમર ખાલિદે એસ.આઈ.ઓ.થી વૈચારિક મતભેદ છતાં પણ સાથ મળીને સંઘર્ષ કરવાની પ્રશંસા કરી. એક વર્ષ પહેલાં પોતાની ધરપકડના દિવસોને યાદ કરતાં એસ.આઈ.ઓ. દ્વારા મળેલા સમર્થન ઉપર આભાર વ્યક્ત કર્યું. ઉમરે યુનિવર્સિટીઓ ઉપર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ઉપર ખૂબ જ વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થી રાજનીતિને સમાપ્ત કરવાની વાતો કરવામાં આવી રહી જે જ્યારે સરકારના ઘણાં મંત્રી આ જ વિદ્યાર્થી સંગઠનથી જ રાજકારણમાં કદમ જમાવી શક્યા છે. વધુમાં કહ્યું કે વર્તમાન સરકારને વિદ્યાર્થી રાજનીતિથી નહીં બલ્કે વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવતાં પ્રશ્નોથી વાંધો છે, જેના ઉત્તર તેમની પાસે ક્યારેય હોતો નથી.

સત્રના અંતે એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ ડૉ. ભીમરાવ આંબેડકરના નિવેદનને દોહરાવ્યું જેમાં આંબેડકરે કહ્યું હતું કે જ્યાં સુધી રાજકારણમાં સ્વતંત્રતા કરતાં સામાજિક સ્વતંત્રતા ઉપર નહીં આવીએ ત્યાં સુધી આપણે વિરોધાભાસની જીંદગી જીવતા જીવતા સમાપ્ત થઇ જઇશું. તેઓએ વિરોધીઓનું અપમાન અથવા ટ્રોલ કરવાને બદલે ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એસ.આઈ.ઓ.ના કાર્યકર્તાઓ અને યુવાઓને પ્રોત્સાહિત કર્યા.

આ સત્રમાં ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન કેરળની અધ્યક્ષ ફસના મિયાં અને સોલિડેરિટી યુથ મૂવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ એસ.આઈ.ઓ. મહાસચિવ પી.એમ. સાલેહ પણ સામેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments