Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપદેશના ભાવિ અને સંભવિત બે નેતાઓનું વલણ

દેશના ભાવિ અને સંભવિત બે નેતાઓનું વલણ

કોઇપણ સમાજને સમજવા માટે જરૂરી છે કે એની સંસ્કૃતિ સંસ્કાર ઉપર નજર નાખવામાં આવે. કેમ કે દરેક સમાજ પોતાની સભ્યતા સંસ્કૃતિનો પ્રતિબિંબ હોય છે. આજ પરિસ્થિતિ ભારત અને ભારતીય સમાજની પણ છે. ભારતીય સમાજ વિવિધ સંસ્કૃતિઓ પર આધારિત છે. તેમ છતાં તે બહુમતી અને લઘુમતિમાં વિભાજીત છે. બહુમતી એ લોકોની છે જે લોકો એક ખાસ પ્રકારની વિચારધારાને હિન્દુસ્તાનમાં પાળનારા છે અને ભારતમાં રહેવાના કારણે પોતાને ‘હિન્દુ’ કહે છે. લઘુમતિ એ લોકોની છે જેઓ પોતાની ઓળખ કાયમ રાખવા ઇચ્છે છે અને પોતાને મુસલમાન કહે છે. પરંતુ આ બે વિરૂદ્ધ સમાજને એક બીજાથી જાળવવા અને એક સુત્રતા પેદા કરવાના પ્રયત્નો થતા રહે છે. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા ક્યારેક ‘ગંગા જમની તેહજીબ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ક્યારેક પ્રયત્નો થાય છે કે ‘કોમન પર્સનલ લો’ને પ્રસિદ્ધ કરવા અને ઓળખવામાં આવે. આમ છતાંય ઘણા સમયથી  સંઘર્ષ કરતા લોકોને  સફળતા મળી શકી નહીં. કદાચ આના માટે કે લઘુમતિ સમુદાય પોતાની ઓળખ કાયમ રાખવા માગે છે. અથવા જાણે અજાણે વિચારધારાના શીતયુદ્ધથી અડચણરૃપ રહી છે. હિંદમાં રહેવાવાળા અત્યાર સુધી ‘હિન્દુ’ નહીં બની શક્યા પરંતુ સામાજીક આધારો, કલ્પનાઓ રીતી-રીવાજ અને સામાજીક વ્યવસ્થાએ દર બે સમાજ વચ્ચે પોતાની અસરો પાડી છે. આના કારણે અમલીકરણ સુધી મુસ્લિમ સમાજ હકીકતમાં ઇસ્લામી સમાજનો એ પ્રતિબિંબ હોવો જોઇએ એ નથી અને એનું ભયંકર ચિત્ર આ છે કે વૈચારિક દૃષ્ટિની રીતે મુસ્લિમો ઇસ્લામી  સમાજ સ્થાપિત કરવા માટે સક્રીય નથી.  હવે સમય પાકી ગયો છે જો એના પર વિચાર કરવામાં નહી આવે તો કંઇપણ બાકી રહેશે નહીં અને ખતમ થવાની પણ આશંકા રહેશે. આજે જરૂરત છે આ પરિપેક્ષ્યમાં દેશના રાજકારણને સમજવું જોઇએ.

સરદાર પટેલની આત્મકથા લખનાર કહે છે:

સરદાર પટેલને લઇને બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી રસાકસીના પરિપેક્ષ્યમાં પટેલની પ્રસિદ્ધ આત્મકથા લખનાર રાજ મોહન ગાંધીએ કહ્યું, પટેલ ક્યારેય મોદીને પોતાના વૈચારિક પ્રતિનિધી નહી માનતા અને તેમને મોદીના મુસલમાન પ્રતિ વલણથી બહુ દુઃખ પહોંચતું. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જીવનકથા લખનાર અને મહાત્મા ગાંધીના પોત્ર રાજ મોહન ગાંધીએ કહ્યું પટેલ એવું ક્યારેય નહિ માનતા કે ૨૦૦૨માં ગુજરાતના દંગા સમયે મોદી એ રાજધર્મનું પાલન કર્યું હતું. આ વાક્યને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીની ટીકા કરવા કહ્યું. રાજ મોહન ગાંધીએ કહ્યું આ વાત સ્પષ્ટ છે પટેલ ફકત એક રાજકારણીની રીતે નહીં પરંતુ ગુજરાતના નાગરિક હોવાના કારણે પણ આ વાતથી ઘણા નિરાશ દુઃખી અને પરેશાન થતા. આવી ઘટનાઓ ગુજરાતમાં નહી થવી જોઇએ અને ગુજરાત સરકાર એને ડામવામાં તદ્દન નિષ્ફળ રહી હતી. એક કાર્યક્રમમાં વાત કરતા રાજ મોહન ગાંધીએ કહ્યું, બીજેપી તરફી લોકો અને ન જ પોતાની જાતને સરદાર પટેલનો પ્રતિનિધી સમજવા વાળો મોદી પટેલને સારી રીતે સમજતા નથી અને તેઓની પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કરી શકે છે. જો મોદી પટેલનું પ્રતિનિધિત્વ સારી રીતે કરતા તો સારૃં હોત. પરંતુ બે કારણોના લીધે તેઓ હારી જાય છે. પટેલ જાય ગાંધી અને કોંગ્રેસ હેઠળની અભિભાવકતામાં  એક શિષ્યની જેમ આગળ વધ્યા છે. મોદીએ આની શરૃઆત આર.એસ.એસ.ના નેજા હેઠળ કહ્યું છે. આ એક બહુ મોટો તફાવત છે. તેઓએ કહ્યું કે એના સિવાય એક માણસની દૃષ્ટિએ પટેલ એક સમુહને બનાવવાવાળા હતા બીજા લોકો એમના દિનચર્યાના  જીવનમાં મહત્વ ધરાવતા હતા. પરંતુ મોદીનું ચરિત્ર સામે છે હું ઇચ્છીશ એજ થશે. તેઓ એવાજ રહે કે રાજ મોહન ગાંધી એ કહ્યું પટેલને કોંગ્રેસના કાર્યકર હોવાનું ગોરવ હતું અને તેઓએ આને કબુલ પણ કર્યું હતું કે  નેહરૃને વડાપ્રધાન બનાવવાનો મહાત્મા ગાંધીનો ફેંસલો યોગ્ય હતો. તેઓએ કહ્યું આના સિવાય નેહરૃની આંતરરાષ્ટ્રીય સ્તરે સારી એવી ઓળખ હતી. લોખંડી પુરૃષના નામથી પ્રચલિત પટેલે ૧૯૪૭ના રમખાણો સમયે આર.એસ.એસ.ના કાર્યોની પ્રશંસા કરી હતી પરંતુ ગાંધીની હત્યા પછી પટેલનું વલણ બદલાઇ ગયું હતું. એના પછી તેઓ આ વૈચારિક સંસ્થાના દુશ્મન નહી પણ સખત વિરોધી જરૃર હતા.

અને જાલંધરમાં પટેલની મૂર્તિ:

જાલંધર રાજ્ય પંજાબમાં ચાલી રહેલ રાજકારણ વચ્ચે  રાજ્યના કોંગ્રેસના સીનીયર નેતા વિરેન્દ્ર શર્મા માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશનના સ્ટોરમાં મુકેલી પટેલની કાંસાની મુર્તિને શહેરના પટેલ ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવે. પરંતુ જ્યાં એક બાજુ બીજેપીના નેતૃત્વવાળી જાલંધર નગર નિગમ હાલ ૬ વર્ષ જુની પટેલની કાંસાની મુર્તિને શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યાંજ બીજી બાજુ બન્ને પાર્ટીઓના નેતાઓ એક બીજા ઉપર આરોપ પ્રતિઆરોપ મુકી રહ્યા છે. કોંગ્રેસીઓ કહે છે બીજેપીના નેતાઓ મુર્તિને ગુમ કરી નાશ કરી દીધો છે અને શહેરના મેયરેે બતાવવુ જોઇએ કે મુર્તિ ક્યાં છે ? બીજેપી સરકાર કહે છે ગુજરાતમાં પટેલની મુર્તિના શિલાયાન્સ સાથે જ કોંગ્રેસીઓને પટેલ યાદ આવી ગયા. ઘટના આ છે કે પટેલના મૃત્યુ પછી ૧૯૫૦માં પટેલની મુર્તિને રેલવે સ્ટેશન ઉપર લગાડવામાં આવી હતી. રેલ્વેના વિરોધ પછી ૩ વર્ષ પછી એને જુની ડી.સી.ઓફિસમાં કોર્પોરેશનની ઓફિસમાં લગાડી દેવામાં આવી. પછી ઘણા સમય વિતી જવાના કારણે ૧૯૭૩માં મૂર્તિને ત્યાંથી ખસેડવામાં આવી અને ત્યારથી આ મુર્તિ કોર્પોરેશનના સ્ટોરમાં મુકેલી હતી અને હવે જ્યારે એને પટેલ ચોકમાં લગાડવાની વાત આવી ત્યારે મૂર્તિ ત્યાં નહોતી મળી. આ સમગ્ર ઘટનાના પરિપેક્ષ્યમાં સારી રીતે સમજી શકાય છે કે આ દેશમાં પટેલ અને એમની મુર્તિની હૈસિયત શું છે. આના કારણે આજકાલ મૂર્તિઓના દેશમાં પટેલની મુર્તિ ઉપર રાજકારણ ચાલુ છે.

હૈદરાબાદનો કબ્જો પણ પરિપેક્ષ્યમાં છે:

લોખંડી પુરૃષને જો હૈદરાબાદ વિગેરે કબ્જે કરવાના પરિપેક્ષ્યમાં સમજીએ તો કદાચ નરેન્દ્ર મોદી, એમનો વિચાર એમનો ભૂત અને ભાવિના સંકલ્પોને સમજવામાં સરળતા રહેશે. ૧૭મી જાન્યુઆરી, ૧૯૪૮માં મુંબઇમાં ૫૦ હજારથી વધારે શ્રોતાઓને સંબોધીને ગૃહપ્રધાન સરદારવલ્લભભાઇ પટેલએ કહ્યું હતું, ગાંધીજી અહિંસા અને કાંઇ ન કરવાની તાકીદ કરે છે પરંતુ અમે સૌએ સરકારમાં આવ્યા હોય અને અમારા દેશમાં કંઇક ગડબડ થાય અથવા જેનાથી દેશને નુકસાન પહોંચશે ત્યારે એની જવાબદારી અમારા ઉપર છે અને અમે ચુપ રહીશુ નહીં. સાથે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૮ સ્વતંત્રતાના અસવસરે નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ એ ભાષણમાં કહ્યું હતું, કાશમીરમાં હમણા સુધી જંગ ચાલુ છે અને જ્યાં સુધી હૈદરાબાદની વાત છે એ એક મહામારી બની ચુક્યો છે જેનું વિષ બાકી દેશમાં પણ ફેલાતું જાય છે. ભારત સરકારને વિશ્વાસ છે કે તેઓ હૈદરાબાદની સમસ્યાઓને આવનાર દિવસોમાં ઉકેલ લઇ આવશે. વધુમાં ૮મી ઓગષ્ટ ૧૯૪૮ ભારતની સાંસદમાં પ્રશ્નોત્તરીમાં સરદાર પટેલ નાયબ વડાપ્રધાનએ બતાવ્યું કે સરકારને જે જાણકારી મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ૮ લાખ ભારતીય મુસલમાન હૈદરાબાદમાં શરણાર્થી તરીકે સ્થળાંતરિત થઇ ગયા છે અને ભારત સરકાર મુસલમાનોની શરણાર્થીઓના રૃપમાં સ્થળાંતરને રોકવાના ઉપાયો પર વિચાર કરી રહી છે.  ઉપરની વાતોથી સ્પષ્ટ થઇ જાય છે નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર પટેલે હૈદરાબાદને કબ્જે કરવા કેટલી હદે પોતાનું વૈચારિક અને અમલી યોગદાન પુરૃં પાડ્યું હતું. હૈદરાબાદનો ઇતિહાસ એક લાંબી મુસાફરી રહી ચુક્યો છે. જેના વિવરણમાં ઘણુબધુ કહેવા સાંભળવાનું બાકી છે. હવે અમારા માટે આ પ્રશ્ન રહ્યો કે હૈદરાબાદના મુસ્લિમો હૈદરાબાદની ઐતિહાસિક ઘટનાથી શું બોધ ગ્રહણ કરે છે. જ્યારે કે  પ્રથમ આજ વાત પર ભાર મૂકે છે કે માનવી ઇતિહાસથી શીખવામાં આવે કારણ કે એ એવો પ્રયોગો હોય છે જેના ઉપયોગથી ઐતિહાસિક દૃષ્ટિ અને સમજ પૈદા થાય છે અને માનવીય ભવિષ્યને સાચી દિશા આપી શકાય આ પરિપેક્ષ્યમાં ભવિષ્યને યોગ્ય દિશા આપવા માટે બહાદુરશાહ જંગના શબ્દોને પણ યાદ રાખવા પડશે  ફકત શરત આજ છે કે આપણે સૌ આપણા ઐતિહાસિક સમજથી કામ લેવા ઇચ્છતા હોઇએ. હવે સમય આવી ગયો છે કે જો તમે વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થઇ પોતાની બિમારીઓ કમજોરીઓને દૂર કરવાના ઉપચારને કર્યો તો તમે ખોટા શબ્દની જેમ ભૂસી દેવામાં આવશો.

ભવિષ્ય અને સંભવિત બે નેતાઓનું વલણ:

આ સમગ્ર પરિપેક્ષ્ય સ્થિતિ અને પરિસ્થિતિ છે એના પ્રકાશમાં સરદાર પટેલ, એમની વિચારધારા એમની પ્લાનિંગ અને જીમ્મેદારાના વર્તણુંક ભારતના ગૃહપ્રધાન સામે આવે છે. લગભગ એ જ પરિપેક્ષ્યમાં બીજેપીની હાલના લોખંડી પુરૃષ પોતાની જીમ્મેદારીને જે એમની પાર્ટી દ્વારા ૨૦૧૪ ઇલેકશનના સંદર્ભમાં આપવામાં આવી છે તેનો અહેસાસ રાખવા પડશેે. જે રીતે દેશની એક્તા અખંડતાને કાયમ રાખવા માટે સરદાર પટેલ એ નાની મુદ્દતમાં પોતાના વર્તણુંક સારી રીતે નિભાવીં. એવી જ રીતે મોદી અને એમની પાર્ટીના લોકો પોતાના જીમ્મેદારીઓ અદા કરવી પડશે. પરંતુ આ આપણો અને જનતાનો ખ્યાલ છે એ એવું કરવા ઇચ્છતા હોય અથવા ઇચ્છે છે, એના વિરૂદ્ધ જેવી રીતે છેલ્લા દિવસોમાં પોતાના ભાષણોમાં એક નહીં કેટલી જગ્યાઓ ઉપર પોતાની અલ્પ જ્ઞાનનો વચ્ચેને ઇતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓ તથા વ્યક્તિત્વને ઇજાગ્રસ્ત કર્યું છે. ત્યાં જ બીજી તરફ ગોધરા અને ગુજરાતમાં માનવજાતની હત્યા અને મુખ્યમંત્રી તરીકે ઘટનાને કાબુમાં લેવામાં નિષ્ફળતા પણ આપણા સામે રહેવી જોઇએ. ફકત આ બે ઘટનાઓને જો ધ્યાન પૂર્વક જોવા જઇએ તો સાબિત થઇ જાય છે કે ભવિષ્યમાં તેઓ દેશ માટે અને દેશવાસીઓ માટે ફાયદાકારક સાબિત નહી થઇ શકે. બીજી તરફ પરિવારિક રાજકારણના વારસદાર રાહુલગાંધી લાંબો સમયથી રાજકારણમાં હોવા છતાં  પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ ગયા છે. એનો ઉદાહરણ પહેલાના ઉત્તરપ્રદેશ રાજ્યની જવાબદારી એનો અને એમાં નિષ્ફળતા છે. ત્યાં જ વર્તમાન દિવસોમાં લખાયેલ લખાણોને ભાષણોમાં પરિવર્તિત કરતા પીડિત મુસલમાનો ઉપર અસમામાજિક શક્તિઓ સાથે સંબંધનો આરોપ છે. આ ઘટના એ જ્યાં એક બાજુ નિર્દોષ મુસ્લિમોનો ઘા પર મીઠું ભભરાવવાનું કાર્ય કર્યું છે ત્યાં બીજી બાજુ તેઓ પોતાની રાજકીય અનુભવની કમીનો પણ પરચો આપી ચુક્યા છે. જોવાનું આ છે કે હવે કોંગ્રેસ અને ભાજપાના આ બે નેતાઓમાંથી કોણ ભવિષ્યમાં દેશની કમાન સંભાળશે. પરંતુ આ બન્ને નેતાઓ ઉપર દેશવાસીઓને સંતુષ્ટિ નથી. અને જો આ ઘટના છે તો શું હોવુ જોઇએ આ ફેસલો પણ સમય પૂર્વે કરવો જરૂરી છે.

(maiqbaldelhi.blogspot.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments