Saturday, May 11, 2024
Homeઓપન સ્પેસડો.અબ્દુલ કલામ

ડો.અબ્દુલ કલામ

ડોકટર અબ્દુલકલામ સંબંધે એટલું તો અગાઉથી જાણતા હતા કે તેઓ ખૂબ ‘મોટા’ માણસ છે. મિઝાઈલ વૈજ્ઞાાનિક છે, ભારત રત્ન છે, રાષ્ટ્રપતિ રહી ચૂકયા છે- પરંતુ તેઓ આનાથી પણ ‘મોટા’ હશે તેનો અંદાજો તો ર૭ જુલાઈની સાંજ પહેલાં ન હતો કે તેમના મૃત્યુના સમાચાર આવતાવેંત સમગ્ર સરકાર (અને તે પણ વર્તમાન સરકાર !) સક્રિય થઈ ગઈ. શિલોંગથી પાલમ એરપોર્ટ દિલ્હી પહોંચેલા તેમના પાર્થિવ દેહને લેવા માટે ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ …. હાજર રહેશે અને તેમના સાથે વર્તમાન વડાપ્રધાન પણ… કચેરીઓમાં, ઘરોમાં, સરકારી અને બિનસરકારી ઇમારતોમાં તેમની તસવીરો સજાવીને ફૂલમાળાઓ પહેરાવવામાં આવશે, અગરબત્તી સુગંધ સાથે પૂજા સામગ્રી વડે આરતીઓ ઉતારવામાં આવશે, નવી દિલ્હીમાં તેમના અંતિમ દર્શન માટે સંઘ પરિવાર (!)ના લોકો ઉમટી પડશે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક તેમને ભારતના મહાન સપૂત કહીને બિરદાવશે… આ તમામ સમાચારોએ તો એવી શંકા જન્માનવી કે ડો.કલામ સાહેબના મૃત શરીરને કયાંક અગ્નિ સંસ્કાર ન આપી દેવામાં આવે, પરંતુ ર૯ જુલાઈની સાંજે આ સમાચારથી રાહત અને સંતોષ થયો કે તેમના મૃત શરીરને તામિલનાડુના તેમના ગામ રામેશ્વરમાં દફનાવવામાં આવશે. ૩૦ જુલાઈના સવારે તેમની નમાઝે જનાઝા પણ પઢવામાં આવી અને સામાન્ય મય્યતની જેમ તેમની પણ દફનક્રિયા થઈ. આજના વડાપ્રધાન, તેમની કેબિનેટના ઘણા સાથીઓ, અમુક મુખ્યપ્રધાનો અને મોટી સંખ્યામાં મહત્ત્વના રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

આ દૃશ્ય અસામાન્ય હતું

એક મુસલમાનના મૃત્યુ ઉપર સરકારી અને સામાજિક ઉત્સાહનું આ દૃશ્ય ખરેખર અસામાન્ય હતું. આવું આ પહેલાં કયારેય નથી થયું. મૌલાના અબુલ કલામ આઝાદના નિધન ઉપર પણ નહીં. હવે ડો.ઝાકિરહુસેન મર્હૂમ કે ફખરૃદ્દીન અલી અહમદ મર્હૂમની તો વાત જ કયાં… જેથી કુદરીતે રીતે ઘણાના મનમાં આ સવાલ આવ્યો હશે કે આવું કેમ ? ડો.અબુલ ફાખિર ઝૈનુલ આબેદીન અબ્દુલ કલામ ચારિત્ર્ય અને વ્યક્તિત્વના ધોરણે ચોક્કસ ખૂબ મોટા માણસ હતા. જો કે પોતાના સરકારી અને ખાનગી જીવનમાં તેમણે મુસ્લિમ સમાજથી અમલી રીતે જોડાયા હોય તેવું કયારેય દેખા દીધું નથી. તેના વિરુદ્ધ આરએસએસનું કલ્ચર તેમને ખૂબ જ પ્રિય હતું. સંસ્કૃતિ જ નહીં તેના વિચારો અને દૃષ્ટિકોણ પણ. આ જ કારણ કે છે કે આરએસએસની કચેરીઓમાં બીજા નેતાઓની સાથે તેમના ફોટાઓ પણ લાગેલા હોય છે. આ દૃષ્ટિએ તેઓ આવા એકમાત્ર મુસલમાન છે- માનસિક રીતે તેઓ સંઘપરિવારના અત્યંત નિકટ હતા. હવે એ વાત જુદી છે કે પોતાના સ્તરે તેમણે જાહેરમાં કયારેય આનો ઇઝહાર નથી કર્યો ન જ પોતાના વકતવ્ય કે લેખથી તેનો કયારેય પ્રચાર કર્યો છે. એ વાત પણ ખરી છે કે ડો.અબ્દુલ કલામે ઇસ્લામી મૂલ્યો કે સમસ્યાઓ ઉપર પણ પોતાનો મત કયારેય વ્યકત કર્યો નથી. જો કે ન તો કયારેય આ બાબતે ટીકા કરી છે ન જ સલાહ આપી છે. મુસ્લિમ સમાજથી તેઓ તદ્દન અસંબદ્ધ હતા. પરંતુ મુસલાનોને ડોકટર સાહેબથી કોઈ ફરિયાદ પણ નથી રહી. તેઓ પોતાના જ વિચારોમાં મગ્ન રહેનારા વ્યક્તિ હતા.

વૈશ્વિક તથ્યોથી પણ અજાણ કદાચ પોતાની આ અસંબદ્ધતાના કારણે ડો.અબ્દુલકલામ વૈશ્વિક તથ્યોથી પણ અજાણ રહેતા હતા અને અમુક વખતે એવી વાતો કહી નાંખતા હતા જેનાથી તેમનું અજાણપણું સ્પષ્ટ દેખાઈ આવતું હતું અને તેઓ ત્યારે એવું પણ ન’હોતા વિચારતા કે તેમની વાતનું લક્ષ્ય એ સમાજ પણ બની જશે જેના તેઓ એક અંગ છે તેવું માનવામાં આવે. ભલે તેઓ પોતાને તેનું અંગ સમજે કે ન સમજે. આ દૃષ્ટિએ સરકારી એજન્સીઓ પોતાના હેતુઓ માટે સરળતાપૂર્વક તેમનો ઉપયોગ કરતી હતી. આવા જ એક પ્રસંગ રપ જાન્યુઆરી ર૦૧૩ના દિવસે ઉભો થયો જ્યારે તેમણે એક પ્રવચનમાં આતંકવાદ અને તેના નિરાકરણ સંબંધે તદ્દન એ જ વાતો કહી જે ઇઝરાયલ, અમેરિકા અને ભારતની એજન્સીઓએ કહી હતી. આ પ્રવચન ‘રો’ (રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ)ના અગ્રણી સ્થાપક આર.એન.કાઉની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું, જેનું આયોજન પણ ‘રો’ એ જ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આતંકવાદ સંબંધે આપણે કડક વલણ અપનાવીને તે જ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જે ઇઝરાયલ અને અમેરિકા કરે છે. આ બંને દેશોએ કરેલા હુમલાઓ ખૂબજ સફળ રહ્યા છે..’ (જુઓ દા’વત ૪ ફેબ્રુઆરી ર૦૧૩ની કોલમ ‘ખબર-નજર’)

ભારતના મુસ્લિમો પોતાના પ્રત્યેક જાહેર વ્યક્તિથી એ આશા રાખે છે કે જરૂરત પડે તો તેમનું પ્રતિનિધિત્વ કરશે અને તેમના વિશે ફેલાયેલ ગેરસમજણને દૂર કરશે. પરંતુ તેઓ આ કામ ન કરી શકે તો ઓછામાં ઓછું એવી વાતો ન જ કરે જેની દુરોગામી અસરો મુસલમાનો ઉપર અને સમાજ ઉપર પડી શકતી હોય.

(દા’વતઃ મુ.અ.શે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments