Friday, April 26, 2024
Homeઓપન સ્પેસજીવનનો એક ખાસ કાયદા

જીવનનો એક ખાસ કાયદા

(૧) પરિપૂર્ણતા

(૨) શારીરિક પરિપૂર્ણતા

(૩) આત્મિક પૂર્ણતા તથા સૌંદર્ય બોધ

કુઆર્નની એક આયાત છે –

“અમારો રબ એ છે જેણે દરેક વસ્તુને તેનું સ્વરૃપ બક્ષ્યું, પછી તેને માર્ગ દેખાડ્યો.” (સૂરઃતાહા, આયત-૫૦)

આ આયતમાં એક મૌલિક કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ કાયદો આ છે કે અલ્લાહે દુનિયામાં જે વસ્તુઓ પણ પેદા કરી છે. તેમને પેદા કરવાના સાચા ઉદ્દેશ્ય અનુસાર સ્વરૃપ બક્ષ્યું છે. પછી જે વિશેષ ઉદ્દેશ્ય હેઠળ કોઈ વસ્તુ પેદા થાય છે તો અલ્લાહ તેને એ જ ઉદ્દેશ્યના માર્ગ પર લગાવી દે છે. જ્યાં સુધી કોઈ વસ્તુ પોતાની સૃષ્ટિના ઉદ્દેશ્યને પૂરો કરવામાં નથી લાગતી ત્યાં સુધી તે અપૂર્ણ દશામાં હોય છે. પોતાના ઉદ્દેશ્યની અભિવ્યક્તિમાં જ તેની સાર્થકતા પ્રગટ થાય છે.

જે વસ્તુથી જે કામ લેવાનું હોય છે, તેની પ્રકૃતિ અને તેની બનાવટ સર્વ કાંઇ એ કાર્યને અનુરૃપ હોય છે. ચકલીઓને વાયુમંડળ-હવામાં ઊડવાનું છે તો તેના માટે અલ્લાહે ચકલીઓના શરીરની રચના પણ એવી કરી કે જે તેમના ઊડવામાં મદદરૃપ બની શકે. તેમને પાંખો પણ આપી અને શારીરિક સંરચના પણ એવી રાખી કે તે વાયુમંડળ-હવામાં સહેલાઈથી ઊડી શકે. માછલીઓને પાણીમાં તરવાનું હોય છે, તો આપણે જોઈએ છીએ કે આના માટે એક એવું શરીર આપવામાં આવ્યું કે જે પાણીમાં તરી શકે અને પાણીમાં રહેવું તથા તરવું તેમનો સ્વભાવ-પ્રકૃતિ હોય.

પુષ્પનો એક છોડ જ્યારે આપણે કૂંડામાં લગાવીએ છીએ તો એ વધે છે અને ઉછરે છે. તે એટલે સુધી કે તે પોતાની યુવાવસ્થા પર પહોંચી જાય છે અને તેમાં માત્ર પાદડા જ નહીં બલ્કે કળીઓ પણ લાગી જાય છે અને પછી એ કળીઓ ખિલી ઊઠે છે, અને પુષ્પ પોતાની સુગંધ પ્રસરાવવા લાગે છે. પુષ્પના છોડમાં જ્યારે સુગંધિત પુષ્પો લાગી જાય છે તો આપણે સમજીએ છીએ કે હવે તેને બીજું કંઇ જ બનવાનું નથી. તેણે પોતાના જીવનના અભિપ્રાયને પામી લીધો, જેની તરફ તે પોતાના પ્રથમ દિવસથી જ અગ્રેસર દેખાતો હતો. એ છોડ જો પુષ્પ ખિલતા પહેલાં જ સૂકાઈ જાત તો આ જ કહેવામાં આવતું કે તે નાશ પામ્યો. તે એટલા માટે કે તે પોતાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી ન શકયો.

સંસારમાં દરેક વસ્તુ પોતાની પરિપૂર્ણતા અને કમાલને પ્રાપ્ત કરવા ચાહે છે. આ જ જીવનનો કાયદો છે, અને આ જ જીવનની વાસ્તવિક પ્રેરણા પણ. આ જ પોતાના નૈસર્ગિંક ઝુકાવ અને પ્રવૃત્તિને લઈને દરેક વસ્તુ જગતમાં અસ્તિત્વમાં આવે છે. આ કાયદો પૂરી રીતે માનવ-જીવનમાં જ લાગુ થઈ શકે છે. એવા લોકો ખૂબ જ ખુશ-કિસ્મત છે કે જેઓ આ કાયદાથી વાકેફ છે, અને જેઓ આ કાયદાના ઉલ્લંઘનને એક ગંભીર અપરાધ સમજે છે. કુઆર્નમાં આ કાયદાનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ કાયદા ક્રિયાન્વયન માનવ-જીવન જ સૌથી વધુ ફળદાયક છે. આથી આ કાયદાનું ઉલ્લંઘન મનુષ્ય માટે પણ કોઈ અભિશાપથી ઓછું નથી.

કુઆર્નમાં છેઃ “(હે પયગંબર !) પોતાના સર્વોચ્ચ રબ (પ્રભુ-પાલનહાર)ના નામની તસ્બીહ (ગુણગાન) કરો જેણે પેદા કર્યા અને તનાસુબ (સંતુલન, પ્રમાણ) સ્થાપ્યંુ, જેણે ભાગ્ય બનાવ્યું, પછી માર્ગ દેખાડ્યો, જેણે વનસ્પતિઓ ઉગાડી પછી તેને કાળો કચરો બનાવી દીધી.” (૮૭ ઃ ૧-૫)

પછી આગળ જતાં કુઆર્નમાં કહેવામાં આવ્યુ ંછે ઃ “સફળ થઈ ગઈ એ વ્યક્તિ જેણે સ્વયં પોતાને પરિપૂર્ણ તથા વિકસિત કરી.” (૮૭ઃ૧૪)

આ જ પરિપૂર્ણતા મનુષ્યની સાચી-અસલ ઉપલબ્ધિ અને તેની વાસ્તવિક મૂડી છે. આ પરિપૂર્ણતાની જાણ થાય છે અલ્લાહના એ આભાસથી જે તેને પ્રાપ્ત થાય છે, જેના ભણી તે ઉન્મુખ થાય છે અને તેની સાથે એકાત્મતાનું સંબંધ સ્થાપિત કરે છે.

માનવ-જીવનમાં એ કાયદાનો કે જેનો ઉલ્લેખ શરૃઆતમાં કરવામાં આવ્યો છે, ક્રિયાન્વયન માત્ર આ વાતથી પૂરૃં નથી થતું કે માનવી બાળપણથી પસાર થઈને પ્રૌઢતા અને યુવાવસ્થાને પ્રાપ્ત કરી લે છે. આ પરિપૂર્ણતા તો માત્ર શારીરિક થઈ. માનવી માત્ર શરીર જ તો નથી. તે શરીર ઉપરાંત રૃહ કે આત્મા પણ છે, બલ્કે મૂળ રીતે તો તે આત્મા જ છે. આ જુદી વાત છે કે સામાન્ય નજરોથી તે દેખાતી નથી. પરંતુ જે અદૃષ્ય (unseen) છે, તે જ સત્યની વધુ નિકટ હોય છે. જાણે કે આત્મિક અસ્તિત્વની દૃષ્ટિએ તેની પરિપૂર્ણતાનો અર્થ અત્યંત ઉત્કૃષ્ટ તેમજ ઉચ્ચ હશે અને આ પરિપૂર્ણતાનો આશય આ હશે કે માનવી જીવનના મૂળ ઉદ્ગમથી જોડાઈ ગયો, તેણે પોતાના જીવનમાં પરમાત્માને પામી લીધો, નદી સમુદ્રથી પરિચિત થઈ ગઈ, કિરણ પોતાના સૂર્યથી નજદીક થઈ ગયું, તેણે અમરતાને સ્પર્શી લીધું. આ પરિપૂર્ણતા કોઈ નીરસ વસ્તુ નથી. આ જ ચેતના માત્ર ચેતના ન રહીને સૌંદર્યબોધમાં પરિવર્તિત થઈ જાય છે, જેમ કે પાંદડા ફૂલ બની જાય. વનસ્પતિજ્ઞ (Botanist) કહે પણ છે –

“Flower is the modfication of leaves.”

આ સૌંદર્યબોધમાં કોઈ પણ પ્રકારનું કલુષ કે મલિનતા નથી હોતી. અહીં પ્રેમ પોતાના શુદ્ધતમ્ રૃપમાં પ્રગટ થાય છે. જીવનની મધુરતા હંમેશા આની ઋણી રહેશે. આ કાયદાની એક વિશેષતા આ છે કે પોતાના ચરમને પામીને દરેક વસ્તુ પરિપૂર્ણ થઈ જાય છે. તેને શાંતિ પ્રાપ્ત થાય છે, વેર-વિખેરપણું અને ભટકાવ સમાપ્ત થઈ જાય છે. તેના પરથી બોજ ઊતરી જાય છે. આ સ્થિતિમાં માનવી પોતાને હળવો અનુભવે છે, કોઈ પણ પ્રકારનો તનાવ બાકી નથી રહેતો. જે તેના પર પ્રગટ થાય છે તે એટલું કીંમતી હોય છે કે માણસ દરેક વસ્તુથી બે-નિયાઝ (નિસ્પૃહ) બની જાય છે. હવે તે એક એવા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યો હોય છે કે જ્યાં દરેક વસ્તુ પ્રત્યક્ષ હોય છે. તેને પોતાની મંઝિલ મળી ગઈ હોય છે. આ સ્થિતિના વિવિધ નામો આપવામાં આવે છે. કોઈકે આને જાગરણ-જાગૃતિ કે બોધ કહી, તો કોઈકે આને આનંદ કે સાચી ખુશીના નામથી યાદ કરી અને કોઈએ આને સમાધિથી ઓળખાવી. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments