Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપકરિયર ગાઇડન્સ : ઇતિહાસના ઝરૃખેથી ભવિષ્યની રણનીતિ

કરિયર ગાઇડન્સ : ઇતિહાસના ઝરૃખેથી ભવિષ્યની રણનીતિ

મનુષ્યને જીવનની દરેક સ્થિતિમાં માર્ગદર્શનની આવશ્યક્તા હોય છે. જન્મથી મૃત્ય પર્યંત તેને વિવિધ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, જ્યાં સાચા અને યોગ્ય માર્ગદર્શન વગર તેને આગળ વધવું દુર્ગમ થઇ જાય છે. બાળપણમાં માતા-પિતા તેને વાત કરવા શીખવાડે છે, સ્કૂલમાં તે લખવું અને વાંચવું શીખવે છે. સ્કૂલ લાઇફના અંતમાં દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપુર્ણ સ્થિતિ આવે છે જ્યાં તેને કરિયરની પસંદગી માટે માર્ગદર્શનની આવશ્યક્તા થઇ પડે છે, જેને કરિયર ગાઇડેન્સ કહેવામાં આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ અને સખત નિર્ણય હોય છે.

આપણા દેશમાં કરિયર ગાઇડેન્સ માટે સ્તરીય પ્રયાસો હજુ સુધી શરૃ નથી થયા. વિદ્યાર્થી પોતાના કરિયરની પસંદગી તેના માતા-પિતા, સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની ઇચ્છાથી કરે છે અથવા મીડિયાની જાહેરાતોે દ્વારા કરે છે. આ જ કારણ છે કે ભારતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. કરિયરની ખોટી પસંદગીને કારણે નવયુવાનોની એક વિશાળ સંખ્યા માનસિક રીતે પરેશાન છે. નવયુવાનોમાં પ્રેશર, તણાવ, ઊંઘ ન આવવી, આત્મહત્યાના બનાવો, જેવી ખરતરનાક માનસિક વિકૃતિઓ જન્મે છે. જો તેમ છતાં આપણે તે દિશામાં ધ્યાનાકર્ષિત નથી કરતા તો નવી પેઢીને ગુમરાહીથી બચાવી નહીં શકાય.

વિકસિત દેશોની દરેક કોલેજ-યુનિવર્સિટીમાં કરિયર ગાઇડેન્સનો એક કાયમી વિભાગ હોય છે. આમાં મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, સલાહકાર તથા તબીબોની સેવાઓ ઉપલબ્ધ હોય છે. કોર્સની પસંદગીથી લઇને નોકરી લાગવાના દરેક સ્તરે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પ્રોફેશનલ રીતે કરવામાં આવે છે. પરંતુ આપણી યુનિવર્સિટીઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓના અભાવ છે. પરિણામે પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ વિદ્યાર્થીઓ કરિયરની પસંદગી નથી કરી શકતા.

ભારતમાં કરિયર પસંદગીનો ઇતિહાસ બહુ જ રસપ્રદ છે. સ્વતંત્રતા પછી દેશમાં મોટી સંખ્યામાં વકીલો, ન્યાયધીશો તથા શિક્ષકોની આવશ્યક્તા લાગી. સ્વતંત્રતાની લડાઇમાં મોટા ભાગે નેતા અને વકીલો હતા. આ માટે ૧૯૫૦ના દાયકામાં નવયુવાનોએ વકીલાતને પોતાનો વ્યવસાય બનાવ્યો. બી.એ. સુધી શિક્ષણ પ્રાપ્ત કરવું તે સમય મોટી વાત હતી. નવી-નવી સ્કૂલો, કોલેજ તથા યુનિવર્સિટીઓનું નિર્માણ થઇ રહ્યું હતું અને મોટી સંખ્યામાં શિક્ષકોની જરૃર હતી. તે સમયે વકીલો અને શિક્ષકોને સન્માનિત ભાવથી જોવામાં આવતા હતા.

૧૯૬૦ના દાયકામાં ભારત વિકાસના પથ ઉપર આવી ગયું હતું. કારખાના, ફેકટરીયો તથા અણું રિએક્ટર બાંધવામાં આવ્યા તેથી ઇજનેરોની જરૃર હતી. આ જ તે સમય હતો જ્યારે ઇજનેરોની વિવિધ શાખાઓનું પ્રસાર થયો અને પ્રશંસાપાત્ર વિદ્યાર્થીઓએ વકીલાતને છોડી એન્જીનીયરીંગના વ્યવસાયને અપનાવ્યો. ૧૯૭૦ના દાયકા સુધી આયોજન પંચ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી સરકારે ખાલી જગ્યાઓ ભરવાનું શરૃ થઇ ગયું. અચાનક વલણોમાં પરિવર્તન આવ્યું અને પ્રશંસાપાત્ર વિદ્યાર્થીઓ સ્નાતક પછી સિવિલ સર્વિસેઝની તૈયારીઓ શરૃ કરવા લાગ્યા. તે સમય સરકારી નોકરીઓ લાંચ વગર મળતી હતી. એમ.એ. ઉત્તીર્ણ કરવાવાળા વિદ્યાર્થીઓને સંસ્થાઓ બોલાવી-બોલાવીને નોકરીઓ આપતી હતી. આ દરમિયાન મેડિકલ વિભાગે નોંધપાત્ર પ્રગતિ કરી લીધી હતી. એન્જીનીયરીંગ સિવાય મેડિકલમાં પણ અત્યંત આકર્ષક કરિયરની કલ્પના શરૃ થઇ ગઇ. સાયન્સ અને ટેક્નોલોજીના વિકાસના કારણે સંશોધન, ખગોળશાસ્ત્ર, ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ થયું. કરિયરની પસંદગીમાં અત્યાર સુધી આર્થિક, રાજનૈતિક તથા સામાજીક દબાણ પ્રભાવ પાડવા લાગ્યું. ૧૯૮૦ના દાયકામાં કરિયરની પસંદગીના ક્ષેત્રે મોટુ પરિવર્તન આવ્યુ. ખાડી દેશોમાં તેલના કુવાઓના વ્યાપારે જોર પકડયુ અને મોટી સંખ્યામાં ટેકનીશિયન્સ, એન્જીનીયર્સ, હેલ્પર્સ વગેરેની આવશ્યક્તા અનુભવવા લાગી. આ જ તે સમયે હતો જ્યારે હજારો ભારતવાસીઓએ આરબ દેશોમાં રોજગાર પ્રાપ્ત કર્યું. તે સમય રિયાલ અને દીનારની એક્સચેન્જ દર ભારતીય રૃપિયા કરતા વધુ હતી. ૧૯૯૦ના દાયકામાં મેનેજમેન્ટ શિક્ષણના વિકાસનો દાયકો કહેવાય છે. તે જ સમય કોમ્પ્યુટર ટેકનોલોજીએ ભારતમાં પગલા પાડ્યા અને એવા નવયુવાનો માટે તક ઉભી થઇ જે અભ્યાસમાં કમજોર સમજવામાં આવતા હતા પરંતુ ટેક્નીકલ ક્ષેત્રે રસ ધરાવતા હતા. કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી અને મેનેજમેન્ટ એવી ઝડપથી વિકાસ કર્યો કે દરેક નવયુવાન કરિયર માટે તે દિશા દોડવા લાગ્યા. આઇ.આઇ.ટી., આઇ.આઇ.એમ. જેવા મેનેજમેન્ટ શિક્ષણના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થવા લાગી. ખાનગી સંસ્થાઓએ એમ.બી.એ.ની જાહેરાત માટે ખુબ પૈસા વરસાવ્યા અને વિદ્યર્થીઓમાં આ ભાવનાને જન્મ આપ્યો કે તે કોઇપણ ડિગ્રી પ્રાપ્ત કરી લે પરંતુ એમ.બી.એ. વગર તે સારી નોકરી પ્રાપ્ત નથી કરી શકતા, ત્યાં સુધી કે IITના એન્જીનીયર, AIIMS ના તબીબો પણ સ્નાતક પછી MBA કરવા લાગ્યા. આ જ યુગમાં પ્રવાસન અને પર્યટન, હોટલ મેનેજમેન્ટ તથા ટીવી જર્નાલીઝમ જેવા ક્ષેત્રોનો પણ વિકાસ થયો. કોમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પહેલાથી એક સારી પકડ બનાવી લીધી હતી અને ઇન્ટરનેટે સોથી વધુ તોફાનો મચાવ્યા. મેનેેજમેન્ટ અને કોમ્પ્યુટરનું શિક્ષણ હવે બધા વિભાગો માટે ફરજીયાત થઇ ગયુ છે. કરિયરના સંબંધમાં ૨૦૦૨ પછીની સદી એકદમ વિચિત્ર રહી. ૨૦૦૨માં WTCની તબાહી બાદ અમેરિકાની અર્થવ્યવસ્થા સતત ઘટતી રહી. સાથે જ ખાડી દેશોની અર્થવ્યવસ્થા પણ પરસ્પર મતભેદોના કારણે વિકાસ પામવા માટે સક્ષમ નથી રહી. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં રોજગારની નવી તકો લગભગ ખતમ થઇ ગઇ છે. ભારત વૈશ્વિક રોકાણ માટે એક મોટું માર્કેટ બનીને ઉભરી આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન વિશ્વનું સોથી મોટુ ઉત્પાદન કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. જ્યાં ભારત સૌથી વધુ રોજગાર આપવા વાળો દેશ સાબિત થયુ છે. પેટ્રોલની વધતી કીંમતોના કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં પણ રોજગાર પ્રાપ્ત કરવું મુશ્કેલ થઇ ગયું છે.
આપણે ૨૦૧૪માં પગલાં મુકી ચુક્યા છીએ અને હવે તે સમય આવી ચુકયો છે કે આ સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને આધીન નહી પણ વિદ્યાર્થીઓની પ્રતિભા અનુસાર કરવું જોઇએ. વિદ્યાર્થીઓનું માર્ગદર્શન નિમ્નલિખિત વૈજ્ઞાનિક રીતે થવું જોઇએ.

બૌદ્ધિક ક્ષમતા પ્રશિક્ષણ :

આ પ્રશિક્ષણ મનુષ્યની બૌદ્ધિક પ્રતિભાની તપાસ માટે કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની બૌદ્ધિક ક્ષમતા અનુસાર કારકિર્દીની પસંદગી કરી શકે છે. એક સામાન્ય વ્યક્તિની IQ ૭૦-૯૦ની વચ્ચે હોય છે. ૯૦ થી વધુ IQ વાળી વ્યક્તિ બુદ્ધિશાળી ગણવામાં આવે છે. વિજ્ઞાનિકોના IQ આશરે ૧૨૦ હોય છે. IQની તપાસ સાથે તર્ક, સર્જનાત્મક વિચારસરણી, વિચારશક્તિ વગેરે પ્રતિભાઓનું પણ પ્રશિક્ષણ કરવામાં આવે છે. IQની તપાસ વિદ્યાર્થીઓની કારકિર્દીમાં બહુ જ ઉપયોગી સાબિત થાય છે.

એપ્ટિટ્યૂડ :

કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ફરજીયાત છે કે વિદ્યાર્થી પોતાનું વલણ ઠીક કરે અને એવા વર્તનનો પ્રયત્ન કરે જેવું તેઓ જાણે છે. પોતાના માટે હકારાત્મક અભિપ્રાય રાખે અને જે કારકિર્દીને અપનાવવીં છે તે ક્ષેત્રના નિષ્ણાંતોની મુલાકાત લે.

રસ :

તમે કોઇપણ કામને ત્યાં સુધી એકાગ્રતાથી નથી કરી શકતા જ્યાં સુધી તમે તેમાં સંપુર્ણ રસ ન લો. કારકિર્દીની પસંદગી કરતી વેળાએ વિદ્યાર્થીઓને પોતાના રસ અને લગાવનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

આર્થિક પરિસ્થિતિ :

કોઇપણ કોર્સની પસંદગી કરતી વખતે તેનો સમયગાળો કેટલો છે ? અને કુલ ખર્ચ કેટલો થશે ? કોર્સમાં શિષ્યવૃત્તિ મળી શકે છે ? વગેરે બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જેથી તમે તમારી આર્થિક પરિસ્થિતિ અનુસાર કોઇ નિર્ણય પર પહોંચી શકે.

જેન્ડર :

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પોતાના વ્યક્તિત્વ અનુસાર જ કોર્સની પસંદગી કરવી જોઇએ. જે વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટમાં પ્રવેશ લીધા પછી ફરિયાદ કરે છે કે આ કોર્સ તેમના વ્યક્તિત્વ અનુસાર નથી. એવી જ રીતે વિદ્યાર્થિનીઓએ હાર્ડવેર એન્જીનીયરીંગ કરીને પછતાય છે.

કરિયરની પસંદગીમાં માતા-પિતાનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે. મા-બાપેે બાળકને કયા વિષયમાં રૃચી છે તે ધ્યાન રાખવું જોઇએ. તેમને તેમના સ્વપ્નોને બાળકો દ્વારા પુર્ણ કરાવવાને બદલે બાળકોના સ્વપ્નોને પુર્ણ કરવાના અવસરો આપવા જોઇએ. શિક્ષણોને પણ વિદ્યાર્થીઓના માર્ગદર્શનમાં સહાયક બનવું જોઇએ. તેમને સ્પર્ધાત્મક પરિક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરિચિત કરાવતા રહેવું જોઇએ. તેમણે પોતે પણ મેગેઝીન, સમાચારપત્ર તથા ઇન્ટરનેટના માધ્યમથી અપડેટ રહેવું જોઇએ. શિક્ષણ દરમિયાન ૧૫ દિવસ અથવા ઓછામાં ઓછું એક મહિનો કોઇ એક કરિયરના સંબંધમાં વિદ્યાર્થીઓને માહિતી આપતા રહેવું જોઇએ.

વિદ્યાર્થીઓને હવે ૮માં ધોરણથી કરિયરના સંબંધમાં વિચારવાનું શરૃ કરી દેવું જોઇએ, કારણ કે જેટલી જલદી વિચારશે તેટલી જલદી તેઓ પોતાના મનપસંદ કરિયર વિશે માહિતી એકત્રિત કરી શકશે. કરિયરની પસંદગી પહેલા જરૂરી છે કે તેઓ કરિયર વિશે જાણે. સાથે-સાથે ભવિષ્યમાં આવનારા નવા કરિયરના સંબંધમાં પણ અનુમાન લગાવે.

અહીં અમે કરિયરના ત્રણ પ્રકારોનું વર્ણન કરી રહ્યા છીએ. જેના બદલે વિદ્યાર્થીઓને પોતાના માટે યોગ્ય દિશામાં કરિયરની પસંદગી કરવામાં સરળતા રહે.

(૧) પરંપરાગત કરિયર

તે આ કારકિર્દી છે જે સ્વતંત્રતા પછી ભારતમાં વ્યાપ્ત છે. આમાંથી અમુક કરિયર જેવા કે ડોક્ટર, એન્જીનીયર અને વકીલ સદાબહાર છે. અમુક કરિયર એવા છે જે આજે પણ મોજૂદ છે. પરંતુ તે રૃપાંતરિત થઇ ગયું છે જેમ કે કલર્કને હવે ડી.ટી.પી. ઓપરેટર કહેવામાં આવે છે. અનુવાદકને Interpreter ના નામથી ઓળખવામાં આવે છે. પરંપરાગત કરિયરના શીર્ષકથી કોઇને એ ગેરસમજ ન થાય કે આ કરિયર બિલકુલ ખત્મ થઇ ગયું છે. અહીં આ માહિતી આપવાના હેતુ આ છે કે આવા કરિયર પહેલાથી ચાલતા આવ્યા છે અને સમય સાથે ફેરફાર પણ થયો છે.

(૨) આધુનિક કરિયર

આ વર્તમાન સમયનું કરિયર છે. પરંતુ આમાં દિવસોને દિવસે ફેરફાર આવતા રહે છે. સમયની ગતિ હવે ઝડપી થઇ ગઇ છે. વિશ્વમાં પર્યાપ્ત સારી માહિતી લગભગ ત્રણ વર્ષોમાં ડબલ થઇ જાય છે. સ્પર્ધાનો યુગ છે પરંપરાગત શૈક્ષણિક લાયકાતની સાથે સાથે કૌશલ્ય અને કમ્યુનિકેશન ઉપર પણ ભાર મુકવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં સ્પેશ્યાલાઇઝેશન અને સુપર સ્પેશ્યાલાઇઝેશન શરૃ થઇ ગયું છે. પહેલા કંપનીમાં વ્યક્તિ એક અથવા બે જવાબદારીઓ સંભાળતી હતી પરંતુ હવે અનેક જવાબદારીઓ સંભાળે છે એને multi-tasking કહેવામાં આવે છે. કેટલાક આધુનિક કરિયર જેવા કે ઇન્ટરનેટ જર્નાલિઝમ, રોબોટિક્સ તથા રીટેક સેક્ટર ભવિષ્યમાં સારા સાબિત થઇ શકે છે.

(3) ભવિષ્યના કરિયર

આ ક્ષેત્ર આગામી દસ વર્ષોમાં વિકાસ કરી શકે છે. આનો અર્થ એ જરાય નથી કે આ સિવાય બીજા ક્ષેત્રોમાં કરિયર બનાવવું વ્યર્થ છે અને એમાં કોઇ ભવિષ્ય નજર નથી આવતું. આ માત્ર ટેક્નોલોજીના વિકાસને કારણે જ પ્રગતિ કરવા વાળી કરિયર છે. ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં કરિયરની સંભાવના છે તે ચિત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આના માટે વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કરિયર કાઉન્સિલરનો સંપર્ક કરવો જોઇએ.

જોકે, આવનારા દિવસો એક નવો પ્રકાશ લઇને આવશે. વિદ્યાર્થીઓને જોઇએ કે પોતાને તૈયાર રાખે જેથી સતત બદલાતી સ્થિતિમાં પણ પોતાને adjust કરી શકે.

(લેખક મુંબઇના પ્રખ્યાત કરિયર કાઉન્સિલર છે.)

career

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments