Friday, March 29, 2024
Homeસમાચારએસ.આઈ.ઓ., અહમદઆબાદ દ્વારા તેજસ્વી તારલાઓ માટે યોજાયેલ 'એવોર્ડ ફોર એકેડેમિક એક્સિલન્સ' કાર્યક્રમ

એસ.આઈ.ઓ., અહમદઆબાદ દ્વારા તેજસ્વી તારલાઓ માટે યોજાયેલ ‘એવોર્ડ ફોર એકેડેમિક એક્સિલન્સ’ કાર્યક્રમ

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા, અહમદાબાદ શહેર તરફથી તારીખ ૩૦ ઑગષ્ટ, ૨૦૧૭એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા માટે ધોરણ ૧૦ના તેજસ્વી તારલાઓ માટે એક કાર્યક્રમનું “એવોર્ડ ફૉર એકેડમિક એક્સિલેન્સ – ૨૦૧૭”ના નામે ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, સરસપુર મુકામે આયોજન કરવામાં આવ્યું. 

પ્રારંભિક પ્રવચન આપતાં ડૉ. સાકિબ મલિક (સ્થાનિક પ્રમુખ, એસ.આઈ.ઓ. (જુહાપુરા)એ જણાવ્યું કે એસ.આઈ.ઓ. છેલ્લા ઘણાં વર્ષોથી શૈક્ષણિક  ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે અને આવા પ્રોગ્રામો એની જ કડી છે. અને ઘણી બધી સંસ્થાઓ આવા પ્રોગ્રામો કરતી હોય છે પણ એસ.આઈ.ઓ. ફકત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત નથી કરતી બલ્કે વિદ્યાર્થીજગતને સમાજના નવનિર્માણ માટે તૈયાર થવા માટે આહ્વાન પણ કરે છે અને પ્ટેલફોર્મ પણ ઊભો કરે છે.

પ્રાસંગિક પ્રવચનમાં ડૉ. ઇફ્તેખાર મલિક (સેક્રેટરી, આદર્શ મેડિકલ સહાય કેન્દ્ર (મોડાસા)એ વિવિધ પ્રેરક અનુભવો રજૂ કરી જણાવ્યું કે આપણે ગુલામીની માનસિકતા દૂર કરવાની જરૃર છે. તેમણે જણાવ્યું કે એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને સમગ્ર શૈક્ષણિક સમયગાળામાં વિવિધ એવોર્ડ્સ મળતા રહે છે એવા લોકો સમાજની ચિંતાથી દૂર રહે છે અને ભૌતિકવાદી જીવન ગુજારે છે અને એવો લોકો જે શિક્ષણમાં નબળા હોય અને કમજોર વિદ્યાર્થીઓમાં ગણતરી હોય છે એવા જ લોકો હંમેશાં સમાજની ચિંતા હોય છે અને આગળ આવીને સમાજના નવનિર્માણમાં ભગીરથ કાર્ય કરી જાય છે.  ડો. ઇફ્તેખાર મલિકે વાલીઓથી પણ અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના બાળકોને ભૌતિક સુખ-સાધનોને જ બધુ ન માની લે. બલ્કે બાળકોને નેકીના કાર્યોમાં જોવાની વિનંતી કરી. વિદ્યાર્થીઓથી પણ અનુરોધ કર્યો કે તેઓ અલ્લામહ ઇકબાલના બાજ-શાહીનની વિશેષતાઓ અપનાવી સમાજની નવરચના કરે તો જ એમની યુવાનીની જવાબદારીની ચૂકવણી ગણાશે. નહીંતર જ્યારે અલ્લાહ આખેરતના દિવસે પ્રશ્ન પૂછશે કે યુવાનીનો અમૂલ્ય કાળ કયા કાર્યોમાં વ્યતીત કર્યો તો જવાબ આપવા માટે કોઈ ઉત્તર નહીં હોય. છેલ્લે તેમણે જાણકારીઅને જ્ઞાનવચ્ચેનો તફાવત જણાવતાં કહ્યું કે, કેરીમાંથી ગોટલા નીકળે છે એની જાણકારી તો નાના બાળકને પણ હોય છે પરંતુ એસ.આઈ.ઓ. બતાવે છે કે આ ગોટલામાંથી આંબાના ઝાડ કેવી રીતે બની શકે છે.

દલિત સ્કોલર ચંદુ મહેરિયા પણ પ્રોગ્રામમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે જમાના સ્પર્ધાનો છે અને સમાજને બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ કે જેઓના પર્સન્ટાઈલ ઓછા હોય કે વધારે બધાની જરૃર છે. વધુમાં જણાવ્યું કે આપણે આધુનિકતા અને આપણા વારસામાં બેલેન્સ રાખવાની જરૃર છે. માસ્ટર બશીરખાં (સેક્રેટરી, શિક્ષણ વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત)એ આદર્શ વિદ્યાર્થીઓ કેવા હોય છે એના ઉપર મુદ્દાસર વાતો મૂકી હતી અને વિદ્યાર્થીઓને કુઆર્ન તથા પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.ના નમૂના મુજબ જીવન ગુજારવા માટે અપીલ કરી હતી.

સમગ્ર અહમદાબાદ શહેરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા હતા અને તેજસ્વી તારલાઓમાં પ્રથમ દસ વિદ્યાર્થીઓને એકેડેમિક એક્સિલેન્સ માટે રોકડ ઈનામ, ટ્રોફી, સર્ટીફિકેટ, ઇસ્લામી સાહિત્ય વિ..થી સંમાનિત કરવામાં આવ્યા હતા. એમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને અનુક્રમે રોકડ રૃા. ૭૦૦૦, ૫૦૦૦ અને ૩૦૦૦ સાથે ટ્રોફી, સર્ટીફિકેટ વિ. આપવામાં આવ્યા.

એસ.આઈ.ઓ., ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મુહમ્મદ ઉમર મન્સુરી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા.  તેમણે કહ્યું કે જીવનમાં દરેક તબક્કામાં કેવી રીતે સમસ્યાઓને હલ કરવી એ હવે શીખવું પડશે કારણ કે વિદ્યાર્થીજગત સમાજના લીડર હોય છે. વધુમાં કહ્યું કે હવે વિદ્યાર્થીઓને બૌદ્ધિક રીતે વિશ્લેષણ સાથે શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે અને પસંદગીયુક્ત અભિગમથી આગળ વધવું પડશે. આપણે પોતાની અંદરથી અત્યાચારની ભાવનાને બહાર કાઢી સમાજના નવનિર્માણના કાર્યમાં લગાવવું પડશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments