Thursday, March 28, 2024
Homeકેમ્પસ વોઇસએસ.આઇ.ઓ. કેન્દ્ર સરકારને અમુક ચોકકસ સંસ્થાઓની સ્વાયત્તા પાછી ખેંચવાની માંગ કરે છે...

એસ.આઇ.ઓ. કેન્દ્ર સરકારને અમુક ચોકકસ સંસ્થાઓની સ્વાયત્તા પાછી ખેંચવાની માંગ કરે છે – નહાસ માલા

એસ.આઇ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ જણાવ્યુ કે; સર્વે મુજબ, શૈક્ષણિક સંસ્થાનોને ચલાવવા માટેની મૂળભુત જરૂરિયાતો જેવી કે આર્થિક ભંડોળ, ઇમારતો અને બાંધકામો તથા કાયમી પ્રાધ્યાપકો વગેરેના અભાવના કારણે દેશની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાનોની સ્થિતિ કથળેલી છે. આવા સંજોગોમા ૬૦ સંસ્થાઓને સ્વાયત્તા આપવાનો UGCનો નિર્ણય એ સરકારની નિષ્ફળતા છે.

શિક્ષણ ક્ષેત્રે ઉદારવાદી નીતિ તથા સ્વાયત્તા, શિક્ષણ પદ્ધતિને કાર્યક્ષમ અને સરળ નહીં બનાવી શકે, પરંતુ એ તો શિક્ષણના વેપારીકરણ તરફ પ્રયાણ છે, જેમાં ખાનગીકરણ તેના તરફનુ પ્રથમ પગલુ છે.

નહાસ માલાએ તદ્ઉપરાંત જણાવ્યું કે, આ પગલુ સાર્વજનિક સંસ્થાઓના વેપારીકરણ તરફ પ્રસ્થાન છે તેમજ ઉચ્ચ શિક્ષણ માટેની આર્થિક સહાયમાંથી સરકાર હાથ ખેંચવા માંગે છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓને ફાળવેલા ભંડોળમાંથી અગાઉથી કાપ મૂકવામાં આવ્યો છે તેથી આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર વરતાશે.

નહાસ સાહેબે વાત પૂરી કરતા કહ્યું કે, ‘સ્વાયત્તા’ના આ નિર્ણય દ્વારા કોર્પોરેટ જગત શિક્ષણ ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવશે, જેઓ બજાર-લક્ષી અને સ્વનિર્ભર અભ્યાસક્રમો ચલાવશે, જે માત્ર કુશળ કામદારો પેદા કરશે અને વિશ્વવિદ્યાલયોની વૈવિધ્યતાને નોંધપાત્ર રીતે અસરઅંદાજ કરશે, જેથી અસંમતિ નો અવકાશ લુપ્ત થતો જશે.

Syed Azharuddin
National Secretary SIO of India.
prs@sio-india.org
www.sio-india.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments