Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસએચ.આર.માં સ્પેશલાઈઝેશન કરી આગળ વધો

એચ.આર.માં સ્પેશલાઈઝેશન કરી આગળ વધો

કંપનીમાં એચ.આર ડિપાર્ટમેન્ટ (H.R. Department) તેની કરોડરજજુ સમાન હોય છે. મેનેજમેન્ટને જાણ હોય છે જ કે અયોગ્ય અને અપરિપક્વ એચ.આર. ડિપાર્ટમેન્ટ કંપની માટે સારા એવા પ્રશિક્ષિત લોકોને મેળવી સકતા નથી.

એચ.આર.નું મહત્વ

આ જ વિચારને કારણે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ જુદી-જુદી કંપનીઓમાં ખાસુ એવું મહત્વ ધરાવે છે. તેનું કામ સારા પ્રશિક્ષિત લોકોની પસંદગી પ્લેસમેન્ટ ટ્રાન્સફર, પ્રશિક્ષણ, તેમજ દરેક કર્મચારીની પ્રોડકટીવીટી પર નજર રાખવી તથા સેલરીમાં વૃદ્ધિ, મેનેજમેન્ટને કર્મચારીની વૃદ્ધિ માટે રીકમન્ડેશન આપવું, કાઉન્સીલીંગ કરવું વગેરે બધા મહત્વના કામો તેના સાથે જોડાયેલા છે. બીજા શબ્દોમાં આમ કહી શકાય કે કંપનીમાં કામ કરનારા સમગ્ર પ્રોફેશનલ્સ (કર્મચારીઓ)ને કંટ્રોલ કરવાનું કામ એચ.આર. વિભાગમાં કાર્યરત લોકોનું હોય છે.

સ્વભાવીક છે કે એચ.આર. કર્મચારીઓ પાસે ઉપર બનાવેલ કામોને સારી રીતે કરવા માટે સારી એવી કાબેલીયત હોવી જોઈએ. આ કાર્યમાં એમ.બી.એ. (MBA)ની વિશિષ્ટ શાખા એચ.આર. પર લોકોનુું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ ડિગ્રીની મદદથી ફકત એચ.આર.ના ક્ષેત્રમાં ઊંચાઈને સર નથી કરી શકતી, તેના માટે સોફ્ટ સ્કીલ્સમાં વૃદ્ધિ ખૂબજ જરૂરી છે. જેમ સંલગ્ન ક્ષેત્રની ટેકનીકલ સ્કીલ્સમાં હોય છે. આની સાથે-સાથે આ વાતને પણ ભુલવું ન જોઈએ કે કોમ્યુનીકેશન સ્કીલ્સ ખૂબજ મહત્વનું ભાગ ભજવે છે. આનું મહત્વ આ વાત સમજી શકાય કે ઇન્ટરવ્યૂવ બોર્ડમાં ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટના લોકો સાથે એચ.આર વિભાગના સીનિયર લોકો પણ બેસે છે.

પ્રશિક્ષણ

પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે એમ.બી.એ. અને અન્ય પી.જી. ડીપ્લોમા કોર્સીસમાં એચ.આર.માં સ્પેશ્યલાઈઝેશનનું ટ્રેન્ડ આજ કાલનું એક સફળતા માટે ચાવી બની ગયું છે. પછી જે લોકો એચ.આર.માં એમ.બી.એ. કરે છે તેઓ કોર્સ દરમિયાન એવી સંસ્થાઓની પસંદગી કરે છે જેમાં શીખવા માટેની સંભાવનાઓ રહેલી હોય. આ તકને પીકનીકની જેમ ન લેતા ગંભીરતાથી વ્યવસાયીક પાસાઓના બારામાં પોતાની સમજને વિકસીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઇન્ટરશીપ કર્યા પછી ઇન્સ્ટીટ્યુટમાં પાછા ફર્યા બાદ પ્રેકટીકલ સમસ્યાઓના ઉકેલ ઉપર પણ પૂરતૂ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જરૂરી સ્કિલ્સ

આ ક્ષેત્રમાં આગળ વધવા માટે લીડરશીપ ક્વાલિટી હ્યુમન રીલેશનની સમજ, નેગોસિએશન કરવાની ક્ષમતા, સ્ટાફની જરૂરતોને આધીન પોતાને તેની મુજબ યોગ્ય બનાવવાની ક્ષમતા, વિવિધ સંસ્કૃતિથી આવનાર લોકોને સમજવાની અને કંપનીમાં જરૃર પ્રમાણે લોકોને તૈયાર કરવાની અને મેનેજમેન્ટ અને સ્ટાફની વચ્ચે એક સારો સંપર્ક બનાવી સફળતાપૂર્વક કામ કરવાની યોગ્યતા ખુબજ જરૂરી છે.

જોબ પ્રોફાઈલ

શરૃઆતમાં આવા પ્રોફેશનલ્સને મેનેજમેન્ટ ટ્રોનીંગ અથવા આસિસ્ટન્ટ મેનેજર (એચ.આર.)ના હોદ્દા પર નિમણુંક કરવામાં આવે છે. લગભગ ૫ થી ૭ વર્ષમાં જનરલ મેનેજર અને તેના પાંચ વર્ષ પછી ડાયરેક્ટર (એચ.આર.) માટેની નિમણુંક થઈ શકે છે. મોટી તેમજ નાની કંપનીઓમાં પ્રમોશન વખતે અને સુવિધાઓમાં વધારે અંતર હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments