Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસઇઝરાયેલ ગાઝા પર બોંબવર્ષા કેમ કરી રહ્યું છે ?

ઇઝરાયેલ ગાઝા પર બોંબવર્ષા કેમ કરી રહ્યું છે ?

ઇઝરાયેલે આ ફરી એકવાર કર્યું છે. જૂલાઈ ૭ના રોજ વધતા જતા તણાવ વચ્ચે તેણે પૂર્વીય ભૂમધ્ય તટ પર આવેલી ગાઝા પટ્ટી પર જ્યાં ૧૮ લાખ ફરીસ્તીનીઓ રહે છે ત્યાં હુમલો કરી દીધો. પેલેસ્ટાઈનની ઇસ્લામી ચળવળ હમાસ દ્વારા શાસિત ગાઝા પટ્ટી પર પાછલા દાયકામાં ઇઝરાયેલે અનેક હુમલા કર્યા જેમા ૨૦૦૮-૦૯ના આક્રમણો સૌથી લોહીયાળ સાબિત થયા હતા. ઇઝરાયેલ હમાસને એક આતંકવાદી સંગઠન ગણે છે અને તે આ હુમલાઓને પોતાના બચાવનું કારણ બતાવીને યોગ્ય ઠેરવે છે. હાલની જે આ કટોકટી છે તે ભૂતકાળ કરતા જૂદી નથી. મે મહિનામાં ઇઝરાયેલે કબજે કરેલી રામલ્લાની વેસ્ટ બેંક સિટી બહાર એક અથડામણમાં ઇઝરાયેલી સૈનિકોએ બે પેલેસ્ટાઈની કિશોરોની ગોળી મારી હત્યા કરી ત્યારથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું વાતાવરણ વધારે તંગ બન્યું છે.

આ પછી વેસ્ટ બેંકમાંથી અગવા થયેલા ત્રણ ઇઝરાયેલી કિશોરોની હત્યાઓના કારણે મામલો વધૂ બિચકયો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતનયાહુએ તરત જ કિશોરોની હત્યા માટે હમાસને જવાબદાર ઠેરવી દીધી અને ભયંકર હુમલાઓ માટે આદેશ આપી દીધો. આ પછી એક ૧૬ વર્ષીય પેલેસ્ટાઈની યુવાનને ઇઝરાયેલના કટ્ટરવાદી યહુદીઓએ જીવતો સળગાવી દીધો અને બંને તરફ જબરદસ્ત તંગદીલી વધી ગઈ. રોષે ભરાયેલ હમાસે રોકેટ્સ ફેંકવાનું શરૃ કર્યું અને સામા પક્ષે ઇઝરાયેલે હવાઈ હુમલાઓ શરૃ કરી દીધા.

હમાસથી આગળ

ઇઝરાયેલે એવા કોઈ પણ પાકા પુરાવા નથી આપ્યા જેનાથી સાબિત થાય કે ત્રણ કિશોરોની હત્યાઓ પાછળ હમાસનો હાથ હોય. ગુનેગારો હજૂ પણ પકડાયા નથી. હમાસ જે સામાન્યપણે પોતાના કાર્યોની જવાબદારી સ્વીકારે છે તેણે આ હત્યાઓમાં પોતાનો હાથ હોવાનું નકારી દીધું છે.

એક જ વાત જે ચોક્કસપણે કહી શકાય તે આ છે કેે ઇઝરાયેલ આ બનાવને ગાઝા પર બોંબવર્ષા કરવા માટેના બહાના તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જો કદાચ હમાસ આ ત્રણ હત્યાઓમાં સંડોવાયેલું પણ હોય તો ગાઝા પર બેફામ હુમલો કરીને ઇઝરાયેલ શું મેળવી લેશે? કહેવા માટે તો હમાસની રોકેટ વર્ર્ષા કાબૂ કરવા માટેનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ બે દલીલો એવી છે જેના વડે આ માનવું અત્યંત મુશ્કેલભર્યું છે કે આ હુમલાઓનું કારણ હમાસને રોકેટ છોડતા અટકાવવું છે. પ્રથમ હમાસ તો લાંબા સમયથી રોકેટ છોડવાની પારંગતામાં ક્યાંય પાછળ રહી ગયું છે. તેના લગભગ રોકેટ્સ તો સ્થાનિક બનેલા છે જે માંડ ૧૬૦ કિમીનું અંતર કાપી શકે છે અને ઇઝરાયેલને બહુ નજીવું નુકસાન પહોંચાડવા સક્ષમ છે. ઇઝરાયેલે જ્યારથી આયર્ન ડોમ એન્ટી મિસાઈલ સીસ્ટમ પ્રસ્થાપિત કરી છે ત્યારથી હમાસના રોકેટ્સ તો હવામાં જ શૂન્ય સમાન થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો હમાસના રોકેટ્સ ઇઝરાયેલ માટે કોઈ વિશેષ સુરક્ષા ખતરો નથી.

બીજું હમાસ પોતાના રોકેટ્સ મોબાઈલ લોન્ચરો વડે છોડે છે. હમાસની રોકેટ શાખા ગાઝામાં ફરતી રહે છે અને જૂદા જૂદા સ્થળોએથી શસ્ત્રો છોડે છે. હવાઈ હુમલાઓ વડે આ રોકેટ છોડવાના માળખાને નાબૂદ કરવું લગભગ અશક્ય સમાન છે. ઇઝરાયેલને ૨૦૦૬માં લેબનોન ખાતેની ૩૪ દિવસની ચઢાઈમાં આ પાઠ સારી પેઠે સમજમાં આવી ગયો હતો જ્યારે તેણે લેબનોનના શિયા મિલીટરી સમૂહ હિઝબુલ્લાહ પર હુમલો કર્યો હતો. લેબનોન યુદ્ધના ૩૪માં દિવસે હિઝબુલ્લાહે ઉત્તરીય ઇઝરાયેલ પર ૨૦૦ રોકેટ્સ છોડ્યા હતા.

આ જ રીતે ડીસેમ્બર ૨૦૦૮માં ઇઝરાયેલે ઓપરેશન કાસ્ટ લીડ છેડીને ગાઝા પર હવાઈ અને જમીની હુમલાઓ એ ઉદ્દેશ્ય સાથે કર્યા હતા કે હમાસની રોકેટ વર્ષા રોકી શકાય. આ હુમલાઓ ત્રણ સપ્તાહ ચાલ્યા હતા જેમાં ૧૫૦૦થી વધૂ પેલેસ્ટાઈનીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઇઝરાયેલને ચોમેરથી આંતરરાષ્ટ્રીય સ્તરે વખોડવામાં આવ્યું હતું. પરંતુ આ પછી પણ તેઓ ગાઝાના રોકેટ હુમલાઓને રોકી શક્યા ન હતા.

ત્રણ પરિબળો

આમ તેવું માનવામાં ઘણા કારણો કે મોજૂદા વિખવાદ રોકેટ્સથી વિશેષ મુદ્દાઓ પર આધારિત છે. ઓછામાં ઓછા ત્રણ એવા પરિબળો છે જેના કારણે આ કટોકટી વધૂ સારી રીતે સમજી શકાય તેમ છે. પ્રથમ ઇઝરાયેલની પેલેસ્ટાઈનની રાજનીતિને નિયંત્રણમાં રાખવાની પ્રબળ ઇચ્છા, બીજુ મોજૂદા ઇઝરાયેલી સરકારની જમણેરી વિચારધારા જેના માટે શાંતિપૂર્ણ વાટાઘાટો નહી પરંતુ યુદ્ધ જ એક હલ છે અને ત્રીજુ તેની ગણતરી કે એકલી અટૂલી પડેલી હમાસ પર હુમલો કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.

હમાસ અને ફતાહ પાર્ટી જે વેસ્ટ બેંક પર શાસન કરે છે. (આ બંને પ્રદેશો મળીને અપેક્ષિત પેલેસ્ટાઈન બને છે) તેમણે એપ્રિલમાં એક સમજૂતી કરી હતી જેના કારણે જૂનમાં એક સંયુક્ત સરકાર બની હતી. આ પગલા પછી પેલેસ્ટાઈનમાં નવા પ્રમુખ અને નવી સંસદ બનશે તેવુ જણાઈ રહ્યુ હતું. હમાસ અને ફતાહ પાર્ટી વચ્ચેની સ્પર્ધાના કારણે પેલેસ્ટાઈનમાં રાજકીય પ્રક્રિયા વર્ષોથી ખોરંભે ચઢી ગઈ હતી. ઇઝરાયેલે તરત જ આવી સંયુક્ત સરકારને નકારી દીધી હતી અને જણાવ્યું હતું કે હમાસનો સાથ હોય તેવો કોઈ પણ સમૂહ તેને સ્વીકાર્ય નથી. ઇઝરાયેલને હમાસના રોકેટ્સનો ભય નથી પરંતુ પેલેસ્ટીનીઓની એક્તાનો છે. જો ફતાહ અને હમાસ સંયુક્ત થાય તો પેલેસ્ટાઈનનો ઇઝરાયેલી કબજો હટાવવા માટે ત્રીજા ઇન્તીફાદા માટે મોટું પગલું સાબિત થાય તેમ છે. ઇઝરાયેલ કોઈ પણ સામૂહિક જનઆંદોલનને ઉગતો જ ડામી દેવા માગે છે અને હમાસ આતંકવાદ સંગઠન છે તેનું રટણ ચાલુ રાખવા માંગે છે. બીજું નેતનયાહુ વ્યવહારુ નથી. તે ઇઝરાયેલની સૈન્ય તાકતમાં વિશ્વાસ કરનારી વિચારધારાને વરેલો છે. તે અને તેની સરકારમાં તેની જમણેરી વિચારધારાના સહયોગીઓને પેલેસ્ટાઈન જોડે શાંતિ સ્થાપવામાં કોઈ રસ નથી. તેઓને હવે એવો વિશ્વાસ બેસી ગયો છે કે પેલેસ્ટાઈનના મામલાને તેઓ હવે હંમેશા માટે સંભાળી શકે તેમ છે. આ બધૂ સમજૂતી આપે છે કે ઇઝરાયેલ વારંવાર ગાઝા પર કેમ હુમલાઓ કરે છે.

ત્રીજું ઇઝરાયેલને ખબર છે કે તે હમાસના લોકોની હત્યાઓ કરીને નિરાંતે બેસી શકે તેમ છે, કારણ કે આરબ જગતમાં તેનું કોઈ સહયોગી નથી. ઇઝરાયેલ સાથે શાંતિ સમજૂતી કર્યા બાદ જોર્ડને હમાસના રાજનેતાઓને અમ્માન ખાતેથી તગેડી મૂક્યા હતા. બીજી તરફ સિરીયાએ હમાસને દમસ્કસથી પોતાના બ્યુરો ચાલુ રાખવા પરવાનગી આપી હતી. પરંતુ જ્યારે સિરીયામાં ગૃહયુદ્ધની પરીસ્થિતિ સર્જાઈ તો હમાસે સિરીયાના વિરોધી કતાર જોડે બેસવું યોગ્ય સમજયુ. આમ તેમણે આરબ જગતના એક મજબૂત ટેકેદારનો સાથ ગુમાવવો પડયો. જ્યારે પાડોશી ઇજીપ્તમાં અબ્દુલ ફત્તા અલ સીસીની નવી સરકાર હમાસને આતંકવાદી સંગઠન માને છે. આરબ જગતનું શક્તિશાળી સાઊદી અરબ હમાસનો વિરોધ એટલા માટે કરે છે કારણ કે હમાસ ઇજીપ્તના મુસ્લિમ બ્રધરહૂડ સાથે સંકળાયેલું છે. હમાસ અત્યારે મિત્રવિહીન છે અને તેથી જ આ તકનો લાભ લઈ ઇઝરાયેલ હમાસ પર જબરદસ્ત હુમલો કર્યો ેછે.

મુશ્કેલભર્યું બની રહ્યું છે જીવન

ઇઝરાયેલના આ હુૂમલાઓ પછી જે પ્રકારના પ્રત્યાઘાતો પડયા છે તેનાથી સાફ થાય છે કે પશ્ચિમી જગત હજુ પણ ઇઝરાયેલની પડખે ઉભું છે. આઠ દિવસોની બોંબવર્ષામાં ઇઝરાયેલ પર કોઈ પણ જાતનું આંતરરાષ્ટ્રીય દબાણ આવ્યું નહીં. આરબ લીગ પણ પ્રથમ છ દિવસો માટે ચૂપ રહી. યુ.એન. સિક્યુરીટી કાઉન્સીલે ૧૨ જૂલાઈના રોજ નિવેદન આપ્યું પરંતુ ઇઝરાયેલને જીવહત્યાઓ માટે જવાબદાર ન ઠેરવ્યું. ઇજીપ્તે ૧૫ જૂલાઈના રોજ યુદ્ધવિરામ માટે પ્રસ્તાવના કરી પરંતુ હમાસને સમગ્ર ચર્ચાથી જ દૂર રાખી. આ જ કારણે યુદ્ધવિરામ અંગે કંઇ વિશેષ થયું નહીં. કોઈ પણ જાતનો યુદ્ધવિરામ ત્યાં સુધી લાંબો નહીં ચાલે જ્યાં સુધી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઝઘડાના મૂળભૂત કારણોને આવરી નહી લેવાય. આંતરરાષ્ટ્રીય સમુદાયની દોષીઓને સજા આપવાની નિષ્ક્રીયતાના કારણે અને પેલેસ્ટાઈન માટે તેમની લાગણી શૂન્યતાના કારણે સમગ્ર પ્રદેશ એક ચક્રીય હિંસાની જાળમાં સપડાઈ ગયો છે.

આનુ પરિણામ તો તે જ છે ઇન્સ્ટીટ્યુટ ઓફ પેલેસ્ટાઈન સ્ટડીઝના સિનીયર ફેલો મોઈન રબ્બાની કહે છે તેમ “પેલેસ્ટાઈનના જીવનનું સંસ્થાગત રીતે પતન”. આ ક્યાં સુધી ચાલશે તે એક પ્રશ્ન છે.

(સ્ટેનલી જોની ધ હિંદુ બીઝનેસ લાઈનના આસિસ્ટન્ટ એડીટર છે. – stanly.mambilly@gmail.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments