Saturday, April 20, 2024
Homeકેમ્પસ વોઇસઆપણી કારકિર્દીને નવી ઓળખ આપીએ

આપણી કારકિર્દીને નવી ઓળખ આપીએ

અમે ચોક્કસ એક દિવસે મડદાંને જીવતા કરવાના છીએ. જે કંઈ કર્મો તેમણે કર્યા છે તે બધા જ અમે લખતા જઈ રહ્યા છીએ, અને જે કંઈ નિશાનીઓ તેમણે પાછળ છોડી છે તે પણ અમે નોંધી રહ્યા છીએ. દરેક વસ્તુ અમે એક ખુલ્લા પુસ્તકમાં નોંધી રાખી છે. (સૂરઃ યાસીન- ૧૨)

કુઆર્ન મજીદના આ પવિત્ર શબ્દ આપણને સ્પષ્ટ રીતે સુચવે છે કે આપણે આપણા વિકલ્પનું ચયન કઇ રીતે કરવું જોઇએ. આ બાબત ફકત આપણી કારકિર્દી પુરતી સિમીત નથી પરંતુ આપણા તમામ જીવન પર લાગુ પડે છે. આપણી કારકિર્દી નક્કી કરે છે કે આપણે આપણુ જીવન કઇ રીતે વ્યતીત કરીશું. આ જ કારણે આપણે કારકિર્દીની પસંદગી કરતા પહેલા ખુબ વિચારણા કરવી જોઇએ. આપણે તમામ વિકલ્પોની બારીકાઈથી અભ્યાસ કરી વિચારવું જોઇએ કે આપણે મૃત્યુ પછી શું લઇ જઇશું અને આ ધરતી પર કેવી છાપ છોડીને જઇશું.

આપણા જેવા વિદ્યાર્થીઓ જે સમાજની નવરચના કરી સોનેરી કાલ માટે પ્રતિબધ્ધ છેે તેમણે કારકિર્દીને એક મોટા પડદા પર જોવી જઇએ અને આપણી દૃષ્ટીને માત્ર નોકરી અને આવકના સાધન પૂરતી સિમીત ન કરવી જોઇએ. આપણે આપણી સંગત અને વ્યવસાયથી જીંદગીમાં એકતા કેળવવી જોેઇએ જેથી કરીને આપણે આપણા હેતુઓ સિધ્ધ કરી શકીએ. આપણે એવા જમાનામાં જીવી રહ્યા છીએ જ્યાં જ્ઞાનના દરિયા વહી રહ્યા છેે અને આપણી પાસે પુષ્કળ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. અહીં એવા કેટલાક કારકિર્દી વિકલ્પો સુચીત કરવામાં આવી રહ્યા છે જે આપણને આપણી સામાજીક જવાબદારી નિભાવવામાં ઉપયોગી નીવડી શકે તેમ છે.

સમાજસેવા :

સમાજસેવાના મેદાનને ભણતરની મુખ્યધારામાં તેવી રીતે આવરી લેવાઇ છે જેથી કરીને ઘણી વ્યવસાયિક તકો ઉભી થાય. આ વ્યવસાય વડે સમાજમાં પ્રવર્તમાન અડચણો, અસમાનતા અને અન્યાય બાબતે ઘણું કરી શકાય તેમ છે. પ્રોબ્લેમ સોલ્વીંગ અને પરીવર્તનનો આધાર લઇ આ વ્યવસાય વડે લોકોની અંદર તેમની પુર્ણ શક્તિ બહાર લાવી શકાય, તેમની જિંદગી સુધારી શકાય અને નિષ્ક્રીયતા દૂર કરી શકાય. આમ સમાજ સેવકે સામાજીક પરિવર્તનના સુત્રધાર હોય છે અને તેે જે લોકો, પરીવારો અને સમુદાયોે વચ્ચે કામ કરે છે તેમાં તેવો બદલાવ લાવે છે.

સમાજસેવા વડે વ્યક્તિગત માનસિક્તાથી લઇ સામાજીક નીતીઓ, યોજનાઓ અને વિકાસ માટેે કામ કરી શકાય છે. આમાં કાઉન્સેલિંગ સમાજસેવા, સમુહસેવા અને બીજી ઘણી તકનીકોનો સમાવેશ થાય છે. સમાજસેવાની ફેલાવો દિન પ્રતિદિન વધી રહ્યો છે.

સોશ્યલ વર્કના અભ્યાસ જેમ કે માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (MSW) ઘણી બધી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા ભણાવવામાં આવે છે. સામાજિક સંસ્થાઓ, બિનસરકારી અને સરકારી સંસ્થાઓ દ્વારા તાલીમબધ્ધ સામાજસેવકોને નોકરીઓની તકો આપવામાં આવે છે.

સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ :

સોશ્યલ એન્ટ્રેપ્રો-ન્યોરશીપ તે ધંધાકીય સાહસ અને સામાજીક કલ્યાણનો સોનેરો સંગમ છે. આના વડે ઘણા એવા પ્રશ્નોનો જવાબ મળવા લાગ્યો છે જે સમાજ સામે લાંબા સમયથી પડતર હતા. મેગ્સેસ એવોર્ડ વિજેતા હરીશ હાન્ડેના સહકારથી શરૃ કરાયેલ સોલ્કો આવા એક સામાજીક સાહસનું ઉમદા ઉદાહરણ છે. સોલ્કો દ્વારા દુર અને અંતરિયાળમાં વિજળીથી વંચિત એવા ખેડુતો સોલર લેન્ટર્ન પહોંચાડીને એક નવું આંદોલન શરૃ કરાયું છે. આ પ્રકારના ઘણા ઉત્તમ ઉદાહરણો છે જેમાં સામાજીક સાહસીકોએ વંચિત લોકો માટે ઉમદા કામો કર્યા હોય. સોશ્યલ વર્કમાં TISS જેવી પ્રિતિષ્ઠિત સંસ્થાઓમાં અનુસ્નાતક કોર્સ પણ ચલાવવામાંં આવે છે.

કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબીલીટી કાર્ર્યક્રમો :

આજના આ માહિતી યુગમાં સામાજિક અને પર્યાવરણ ક્ષેત્રે ખુબ જાગૃકતા જોવામાં આવી રહી છે. નાના ઉદ્યોેગો હોય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય તેમના પર સામાજીક દબાણ છે કે તેઓ પોતાની કાર્યપ્રણાલીમાં સમાજ અને પર્યાવરણનું ધ્યાન રાખે. આ જ કારણે તમામ મોટી સંસ્થાઓ હવે કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલીટી અર્થાત કોર્પોરેટ્સની સામાજીક જવાબદારી અંતર્ગત સમાજની સંયુક્ત ભાગીદારી વડે નવા મુલ્યો પ્રતિપાદિત કરી રહી છે. આ પહેલ સમાજના વંચિત લોકો અને પર્યાવરણના રક્ષણ માટે ખુબ ઉપયોગી નિવડશે.

તો આપણે આવનારા દિવસોમાં જ્યાં પણ કામ કરીએ આપણે આપણી સંસ્થાઓ પર તેવી અસરો છોડવી જોઈએ. જેથી કરીને તેઓ પોતાની સામાજીક જવાબદારી નિભાવે આમ કરવાથી આપણે આપણા નેક હુતેઓ સિધ્ધ કરવામાં સફળ રહીશું.

ફેલોશીપ અને ઇન્ટરશીપ :

જે લોકો સમાજ માટે કંઇક ઉપયોગી કરવા માંગે છે તેમના માટે ઘણી ફેલોશીપ અને ઇન્ટરશીપ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમો દ્વારા પ્રતિકૂળ સંજોગોમાં શીસ્તબધ્ધ તાલીમ દ્વારા જમીન પર કામ કરવાનો મોકો મળે છે. ટીચ ફોર ઇન્ડિયા ફેેલોશીપ, લેજિસ્લેટીવ આસીસ્ટન્ટ ટુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ (LAMP) ફેલોશીપ, પ્રધાનમંત્રીની ગ્રામીણ ફેલોશીપ,ગાંધી ફેલોશીપ, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન ફેલોશીપ જેવી ઘણી ફેલોશીપ ભારતમાં ઉપલબ્ધ છે.

આપણી પસંદગી શું છે :

આમ વિકલ્પો તો ઘણા છે પરંતુ પસંદગી આપણે કરવાની છે ફક્ત આપણે જ આપણી શક્તિઓ અને મર્યાદાઓથી વાકેફ છીએ. આપણે તેવા ક્ષેત્રોની પસંદગી કરવી જોઇએ જેમાં આપણે શ્રેષ્ઠતા અને નિપુણતા કેળવી શકીએ. આમ કરીએ તો જ આપણે માનવ સંશાધન ગણાઇ શકીએ. આપણે આજ કારણ માટે પેદા કરવામાં આવ્યા છીએ.

જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ. (સૂરઃ મુલ્ક – ૨)

લિ. હબીબ કે. અય્યીરુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments