આ વાત પ્રખ્યાત છે કે Machiavelli અને Hodges જેવા ભૌતિકવાદી ફિલોસોફર્સ માનવ સ્વભાવ માટે અત્યંત નકારાત્મક પ્રતિક્રિયાઓ ધરાવે છે. તેઓ કહે છે કે મનુષ્ય સ્વાર્થી હોય છે, ડરપોક હોય છે, લોભી હોય છે. પ્રાકૃતિક રીતે મનુષ્ય ચોક્કસપણે આટલો અણગમતો નથી જેટલો આ ફિલોસોફર્સે બતાવ્યા છે.

પરંતુ જો વિચાર કરવામાં આવે તો ઉપરની ત્રણેય વાતો યોગ્ય લાગે છે. આવો જાણીએ કેવી રીતે?

૧. દરેક મનુષ્ય સ્વાર્થી હોય છે – આ વાતની સમજૂતી આ છે કે અમુક વ્યક્તિગત હેતુ છે જેને મનુષ્ય પોતાની ઇચ્છાઓ અને ખુશીઓ માટે દુનિયાથી હાંસલ કરવા માંગે છે. તે માટે મનુષ્ય કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને દરેક પ્રકારનો બલિદાન આપી શકે છે. તેથી પોત-પોતાની ક્ષમતા અનુસાર ઘણા બધા લોકોનો ઉદ્દેશ્ય આનંદથી સમયને વેડફી નાખવાનો છે. ઘણાં લોકો છે જેમનો ઉદ્દેશ્ય ફકત વધારે પૈસા કમાવવાનો હોય છે. ઘણાં લોકો એવા છે જે શાસન પ્રાપ્ત કરી લેવાનો ધ્યેય પોતાની સમક્ષ રાખે છે. તો મનુષ્યોમાં એક મોટી સંખ્યા એવા લોકોની પણ છે જે પ્રતિષ્ઠાની ઊંચાઈએ પહોંચવા માગે છે. જે ઉદ્દેશ્યો મનુષ્યના અસ્તિત્વ પર છવાઈ જાય છે, તો તેના માટે બીજા મહત્ત્વના ઉદ્દેશ્યોને છોડી દે છે.

એક ઈમાનવાળો પણ સ્વાર્થી હોય છે. જો કે આની પાછળ તેનો હેતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો હોય છે. બીજા બધા હેતુઓ આ એક હેતુને આધીન હોય છે. કુઆર્ન કહે છે, “હે નબી! કહી દો કે જો તમારા પિતાઓ અને તમારા પુત્રો, અને તમારા ભાઈઓ, અને તમારી પત્નીઓ, અને તમારા સગા-સંબંધીઓ, અને તમારા તે ધન-દૌલત જે તમે કમાવ્યા છે, અને તમારા તે વેપાર-ધંધા જેના મંદ પડી જવાનો તમને ભય છે, અને તમારા તે ઘર જે તમને પસંદ છે, તમને અલ્લાહ અને તેના રસૂલ અને તેની રાહમાં જિહાદ (સંઘર્ષ)થી વધુ પ્રિય છે તો રાહ જુઓ જ્યાં સુધી અલ્લાહ પોતાનો નિર્ણય તમારા સામે લઈ આવે, અને અલ્લાહ અવજ્ઞાકારીઓનું માર્ગદર્શન નથી કરતો.” (સૂરઃ તૌબા-૨૪)

હવે પ્રશ્ન ઊભો થાય છે જો આપણે ઈમાનવાળા છીએ અને આપણો સ્વાર્થી હોવાનો હેતુ ફકત અલ્લાહની પ્રસન્નતા છે તો શું આપણા બીજા હેતુઓને તેના આધીન બનાવી ચૂક્યા છે. ક્યાંક એવું તો નથી કે દાવો અલ્લાહની પ્રસન્નતા છે પરંતુ મનેચ્છા અને શેતાનના બહેકાવામાં આપણે મોજ-મજાં, કેરિયર પ્રિયતા, ખાનદાન પ્રિયતા, દોલતથી પ્રેમ વિગેરે હેતુઓના શિકાર થઈ ગયા છીએ.

૨. દરેક મનુષ્ય ડરપોક હોય છે – આ વાતની સમજૂતી આ છે કે મનુષ્ય ગમે તેટલો નિર્ભિક-ફિયરલેસ કેમ ન હોય પરંતુ તેની હિંમત અને તાકતની પણ એક મર્યાદા હોય છે. જ્યારે તે મર્યાદા પૂરી થઈ જાય છે તો મનુષ્ય ડરવા લાગે છે. તેથી પોત-પોતાની ક્ષમતા અનુસાર વંદા, ઉંદર અને ગરોળીથી, નરપશુથી, પોતાના વડીલોથી, સમાજથી, શક્તિ અને સત્તાથી, ભવિષ્યની ચિંતાથી, ઘરેલુ ચિંતાથી, નાણાકીય કટોકટીથી, કારાગૃહથી, શારીરિક ત્રાસથી અને મૃત્યથી ડરવા લાગે છે. જે ડર મનુષ્યના હૃદય અને દિમાગ ઉપર છવાઈ જાય છે તો બીજો ભય તેના આધીન થઈ જાય છે.

એક ઈમાનવાળો પણ ડરપોક હોય છે, પરંતુ એને ફકત અલ્લાનો ડર હોય છે. બીજા બધા ભય આ ભયને આધીન થઈ જાય છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “અને મારાથી જ તમે ડરો.” (સૂરઃ બકરહ-૪૦)

હવે પ્રશ્ન આ ઊભો થાય છે કે જો આપણે ઈમાનવાળા છીએ અને આપણે બધા ભયને અલ્લાહની પ્રસન્નતાને આધીન કર્યા છે તો ક્યાંક એવું તો નથી કે જેણે અલ્લાહથી ડર રાખવો જોઈએ તે સમાજથી, અલ્લાહના શત્રુઓથી અને કોમો અને સંગઠનોથી, અજમાયશો અને મૃત્યુથી ડરે છે.

૩. દરેક મનુષ્ય લોભી હોય છે – આ વાતની સમજૂતી આ છે કે, આ બજારૃ દુનિયામાં દરેક મનુષ્યનું એક મૂલ્ય છે. અને બોલી જ્યારે તેના ઉપર લાગે છે તો તે વેચાઈ જાય છે. તેથી  પોત-પોતાની ક્ષમતા અનુસાર લોકો થોડા સિક્કા માટે વેચાઈ જાય છે અથવા કરોડો અને અરબોમાં વેચાય છે. સુવિધાઓ, પ્રતિષ્ઠા અને પ્રેમ ખાતર વેચાઈ જાય છે અથવા દેશ અને કોમના ગૌરવ માટે વેચાઈ જાય છે.

એક ઈમાનવાળો પણ લોભી હોય છે. પરંતુ તેની કીંમત લોખંડ, સોનું અને ચાંદી નથી અથવા કાગળનો ટુકડો નથી, પ્રતિષ્ઠા અને સન્માન પણ નથી પરંતુ જન્નતુલ ફિરદૌસ હોય છે. બીજી બધી ઇચ્છાઓ આ એક ઇચ્છાને આધીન હોય છે. કુઆર્ન કહે છે, “હકીકત એ છે કે અલ્લાહે ઈમાનવાળાઓ પાસેથી તેમના પ્રાણ અને તેમના ધન જન્નતના બદલામાં ખરીદી લીધા છે. ” (સૂરઃ તૌબા-૧૧૧)

હવે પ્રશ્ન આ ઊભો થાય છે કે શું આપણે ઈમાનવાળા છીએ. જો હા તો શું આપણે આપણી બધી મનેચ્છાઓ અને હજારો ઇચ્છાઓને જન્નતને આધીન બનાવ્યા છે? ક્યાંક એવું તો નથી કે મહિલાઓ, દૌલત, જમીન, દુન્યાવી ભૌતિક વિકાસ, ઈર્ષ્યા, શ્રેષ્ઠતાની લાલચે જન્નત પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં પ્રભુત્વ મેળવી લીધો હોય.  /

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here