અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

“તમે જુઓ છો કે તેમનામાંથી પુષ્કળ લોકો ગુનાહ અને અત્યાચારના કાર્યોમાં દોડધામ કરતા ફરે છે અને હરામના (અવૈધ) માલ ખાય છે. ઘણાં ખરાબ કૃત્યો છે જે આ લોકો કરી રહ્યા છે !” (કુઆર્ન – ૫:૬૨)

એવો સમાજ જેમાં ફકત સદાચાર હોય, દુરાચાર ન હોય, કે ફકત દુરાચાર હોય, કોઈ સદાચાર ન હોય, ન ક્યારેય હતો, ન ક્યારેય હશે. દુનિયા પરિક્ષા લેવામાં માટે બનાવવામાં આવી છે અને વ્યક્તિને સારૃં કે ખોટું કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સદાચાર અને દુરાચાર વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો હોય છે. ક્યારેક સાચા રસ્તે ચાલનાર ઓછા થઈ જાય છે અને બુરાઈના રસ્તે ચાલનારા વધારે. ક્યારેક સાચા અને ખોટા રસ્તે ચાલનારા સરખા થઈ જાય છે અને ક્યારેક સાચા રસ્તે ચાલનારા વધારે થઈ જાય છે અને ખોટા રસ્તે ચાલનારા ઓછા. સમાજની આ ત્રીજી પરિસ્થિતિને સારા સમાજ કહેવામાં આવે છે.

સમાજ નિચેની ચાર પરિસ્થિતિઓમાંથી કોઈ એક પરિસ્થિતિમાં હોય છે; (૧) સારી વ્યક્તિ અને સારો સમાજ (૨) ખરાબ વ્યક્તિ અને ખરાબ સમાજ (૩) ખરાબ વ્યક્તિ અને સારો સમાજ (૪) સારી વ્યક્તિ અને ખરાબ સમાજ

સમાજ પહેલી પરિસ્થિતિમાં ક્યારેય નથી હોતો. દુનિયાને અલ્લાહે વ્યક્તિની પરિક્ષા કરવામાં બનાવ્યું છે. દુનિયા અમલ કરવાની જગ્યા છે. સ્વતંત્રતા મળવાને કારણે વ્યક્તિ સારૃં પણ કરે છે અને ખોટું પણ. દુનિયાના જીવનમાં સમસ્યાઓ, કમજોરી, દુર્ઘટના અને દુઃખો મુકવામાં આવ્યા છે કે જેવી વ્યક્તિને અજમાવવામાં આવે અને તેની ખરી ઓળક થઈ શકે.

સમાજ બીજી પરિસ્થિતિમાં પણ ક્યારેય નથી હોતો. એક હદથી વધારે અલ્લાહ વ્યક્તિને અન્યાય અને બુરાઈઓ કરવાની પરવાનગી નથી આપતો. જ્યારે વ્યક્તિ અને સમાજ બંને ખરાબ થઈ જાય છે તો અલ્લાહનો અઝાબ આવે છે અને અન્યાયી અને ખરાબ વ્યક્તિને ખતમ કરી દેવામાં આવે છે.

સમાજમાં કેટલાક સારા લોકો જરૃર જોવા મળે છે કે જેથી લોકો સમક્ષ બુરાઈની સાથે સાથે સારાપણાનો નમુનો પણ હોય. વ્યક્તિ પોતાની ફિતરતથી સારો છે. વ્યક્તિ પોતાની બુરાઈઓથી સારા પણાને દબાવી દે છે; પરંતુ ખતમ નથી કરી શકતો. તેથી જ ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ કોઈના માટે સારો હોય છે.

સમાજ ત્રીજી પરિસ્થિતિ પર હોય છે. પરંતુ ખુબ જ ઓછા સમય માટે સમાજ હંમેશા તેની ચોથી પરિસ્થિતિ પર હોય છે. વ્યક્તિ (કે ઓછા લોકો) સારા હોય છે. અને સમાજની બહુમતી ખરાબ હોય છે. સમાજની બહુમતીનો સહયોગ બુરાઈ સાથે હોય છે. તેથી જ વ્યક્તિને સાચા રસ્તે ચાલવું અઘરું લાગે છે. સમાજની બહુમતી રૃશ્વત લેવા, અને જુઠ બોલી ધંધો કરવાનું પસંદ કરે છે. સારા રસ્તે ચાલનારને રૃશ્વત ન લેવા અને સાચુ બોલી ધંધો કરવાનું અઘરું લાગે છે.

એક ગામઠી ઇલાજ માટે ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર દવા આપે છે અને કહે છે લસણ, ડુંગડી અને બટાકા ના લેતો. ગામઠી કહે છે કે મારા ગામમાં તો લસણ, ડુંગડી અને બટાકા જ મળે છે. દવાખાનાથી બહાર આવીને લોકોથી કહે છે કે ડોક્ટર ખુબ અન્યાયી છે, ખાવાની તમામ વસ્તુઓને ખાવાની ના પાડે છે. આ કિસ્સામાં ભુલ ગામઠીની છે નહીં કે ડોક્ટરની. આવી જ રીતે સમાજમાં ફેલાયેલી બુરાઈઓને કારણે સાચા રસ્તે ચાલવું મુશ્કેલ જોવા મળે છે. નહિંતર સારા રસ્તે ચાલવું તો આસાન હોય છે. જેમકે જુઠ બોલીને તેને યાદ રાખવું પડે છે જ્યારે સત્યને યાદ રાખવાની જરૃર નથી પડતી, તે એમને એમ જ યાદ હોય છે.

સાચા રસ્તે ચાલવું, પહાડ ઉપર ચાલવા જેવું છે, દરેક પગલે મહેનત કરવી પડે છે. ખોટા રસ્તે ચાલવું, ખાડીમાં પડવા જેવું છે. ફકત એક ડગલુ આગળ ચાલવાની જરૃર હોય છે. બાકીનું કામ આપમેળે થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here