મનોમથંન

Published on September 27th, 2018 | by yuvaadmin

0

સમલૈંગિક સંબંધોની પરવાનગી સમાજ વિનાશના આરે

સર્વોચ્ચ અદાલતે તેના તાજેતરના એક ચુકાદામાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ-૩૭૭ની જાગવાઈઓને મનસ્વી અને બિન-તાર્કિક ઠેરવીને પુખ્ત વયની બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી સ્થાપિત થતા સમલૈંગિક સંબંધને અપરાધના પ્રકારમાંથી દૂર કરી દીધાં છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, જસ્ટિસ એમ.એન. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ, જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરીમાન અને જસ્ટિસ ઈંદુ મલહોત્રાની બંધારણીય બેંચે કલમ-૩૭૭ની જાગવાઈઓને પડકારતી પીટીશનોનો સંયુક્ત ચુકાદો આપતાં જણાવ્યું છે કે એલબીજીટી વર્ગ (લેસ્બિયન, ગે, બાય સેક્યુઅલ અને ટ્રાન્સજેન્ડર)ને તમામ અધિકારો પ્રાપ્ત છે જે દેશમાં કોઈ સામાન્ય નાગરિક ભોગવે છે. આ બાબતે મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ ઇન્દુ મલહોત્રાએ જુદા જુદા પરંતુ સંમતિ દર્શાવવા ચુકાદા આપ્યા છે. અદાલતે જણાવ્યું છે કે બંધારણની કલમ ૩૭૭ની કેટલીક જાગવાઈઓ અતાર્કિક અને મનસ્વી છે અને આપણે એકબીજાનો આદર કરવો જાઈએ.

આ ચુકાદાથી ઉક્ત વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. અને ઠેર ઠેર ઉત્સવો અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

બીજી બાજુ ઇસ્લામ ધર્મના વિદ્વાનોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ અકુદરતી કૃત્યને કેવી રીતે મનોહર બનાવીને રજૂ કરવામાં આવી રહ્યું છે? તેના પરિણામે જાતીય માર્ગભ્રષ્ટતામાં ગજબનો વધારો થશે અને સમાજ વિનાશના દ્વારે પહોંચી જશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડના સિનિયર સભ્યોએ આ અંગે અદાલતમાં અપીલ કરવાનો નિણર્ય લીધો છે. જમાઅતે ઇસ્લામી હિંદ, જમીયતે ઉલેમાએ હિંદ વિ.એે પણ આ અંગે વિવિધ શબ્દોમાં પોતપોતાનો ભારે વિરોધ વ્યકત કર્યો છે. આનાથી સમાજ પર પડનારી નકારાત્મક અસરો અંગે પણ પોતાની ચિંતાઓ વ્યકત કરી છે. તમામ ધાર્મિક અગ્રણીઓ તેમજ તબીબી કે વૈજ્ઞાનિક ઢબની આ અંગેની તમામ દલીલો ગંભીરતાપૂર્વક સાંભળી તેમને ધ્યાને લઈ સ્વયં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા અંગે પુનઃવિચાર કરવો જાઈએ, અથવા તો જા આમ ન થાય તો સરકાર સંસદમાં આ અંગે યોગ્ય ખરડો લાવી આ ચુકાદાને બિનઅસરકારક બનાવવા તાત્કાલિક પ્રયત્નો કરવા જાઈએ. જા આમ નહીં થાય તો સમાજને આ અંગેની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.
કુઆર્નમજીદે સૂરઃ આરાફમાં આયત નંબરઃ ૮૦ અને ૮૧માં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે ઃ

“અને લૂતને અમે પયગંબર બનાવીને મોકલ્યો. પછી યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, ‘‘શું તમે એવા નિર્લજ્જ થઈ ગયા છો કે તે શરમજનક કૃત્ય કરો છો જે તમારા પહેલાં દુનિયામાં કોઈએ નથી કર્યું ?

તમે સ્ત્રીઓને છોડીને પુરુષો વડે પોતાની કામવાસના પૂરી કરો છો. હકીકત તો એ છે કે તમે તદ્દન હદથી વધી જનારા લોકો છો.”

ઉક્ત આયતો સંદર્ભે મૌલાના મૌદૂદીએ પોતાની સુપ્રસિદ્ધ તફસીરમાં નીચે મુજબ જણાવ્યું છેઃ

“આ ઘૃણાસ્પદ કૃત્ય જેના કારણે આ કોમે (લૂતની કોમ) કાયમી ખ્યાતિ મેળવી છે, તેના આચરણથી તો દુરાચારી લોકો ક્યારેય દૂર રહ્યાં નહીં, પરંતુ આ ગૌરવ માત્ર ગ્રીસને મળેલું છે કે તેના ફિલસૂફીઓએ આ અધમ ગુન્હાને નૈતિકતાના ઉમદા લક્ષણના દરજ્જા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એ પછી પણ કચાશ બાકી રહી ગઈ હતી તેને આધુનિક પશ્ચિમી સભ્યતાએ પૂરી કરી કે જાહેરમાં તેની તરફેણમાં ભારે પ્રચાર કરવામાં આવ્યો, એટલે સુધી કે અમુક દેશોની સંસદોએ તેનો કાયદો ઘડીને કાયદેસર ઠરાવી દીધો. જા કે આ તદ્દન સ્પષ્ટ હકીકત છે કે સજાતીય સંભોગ પૂર્ણ રીતે પ્રાકૃતિક રીતની તદ્દન વિરુદ્ધ છે. અલ્લાહ તઆલાએ તમામ જીવધારી પ્રજાતિઓમાં નર અને માદા વચ્ચે તફાવત માત્ર વંશવૃદ્ધિ અને પ્રજાતિને બાકી રાખવા માટે રાખ્યો છે અને માનવજાતિમાં આનો વધારાનો ઉદ્દેશ્ય આ પણ છે કે બન્ને જાતિઓની વ્યક્તિઓ મળીને એક કુટુંબને અસ્તિત્વમાં લાવે અને તેના દ્વારા સભ્યતાનો પાયો નંખાય. આ જ હેતુ માટે પુરુષ અને સ્ત્રીની બે અલગ જાતિઓ બનાવવામાં આવી છે, તેમની અંદર એકબીજા માટે જાતીય આકર્ષણ પેદા કરવામાં આવ્યું છે, તેમની શરીર રચના તથા માનસિક રચના એકબીજાના જવાબમાં દાંપત્ય જીવનના હેતુ માટે બિલકુલ સુયોગ્ય બનાવવામાં આવી છે અને તેમના પરસ્પર આકર્ષણમાં એ આનંદ રાખવામાં આવ્યો છે જે કુદરતની મરજીને પૂરી કરવા માટે એકીસાથે આમંત્રક અને ચાલકબળ પણ છે અને આ સેવાનો બદલો પણ. પરંતુ જે માણસ કુદરતની આ યોજનાની વિરુદ્ધ વર્તીને તેની સજાતીય વ્યક્તિ સાથે જાતીય આનંદ મેળવે છે તે એક જ સમયે અનેકો ગુન્હાઓનું આચરણ કરતી હોય છે. પ્રથમ તે પોતાની અને પોતાના સાથીની કુદરતી શરીર રચના અને માનસિક સંરચનાની સામે યુદ્ધ કરે છે અને તેમાં મોટો બગાડ પેદા કરે છે જેના લીધે બન્નેના શરીર, મન અને નૈતિકતા ઉપર અત્યંત ખરાબ અસરો પડે છે. બીજું, તે પ્રકૃતિ સાથે ગદ્દારી અને અપ્રમાણિકતાનું આચરણ કરે છે, કેમકે પ્રકૃતિએ જે આનંદને જાતિ તથા સભ્યતાની સેવાનો ઇનામ બનાવ્યો હતો અને જેની પ્રાપ્તિને ફરજા, જવાબદારીઓ તથા હક્કોની સાથે જાડી હતી તે તેને કોઈ પણ સેવા બજાવ્યા વિના અને કોઈ પણ ફરજ અને હક્ક અદા કર્યા વિના તથા કોઈ પણ જવાબદારી માથે લીધા વિના ચોરી લે છે. ત્રીજું, તે માનવ સમાજ સાથે ખુલ્લી અપ્રમાણિકતા આચરે છે કે સમાજે સ્થાપેલી સામાજિક સંસ્થાઓમાંથી લાભ તો ઉઠાવી લે છે પરંતુ જ્યારે તેનો પોતાનો વારો આવે છે ત્યારે હક્કો, ફરજા અને જવાબદારીઓનો બોજા ઉઠાવવાને બદલે તેની શÂક્તઓને તદ્દન સ્વાર્થી રીતે એવી રીત માટે વાપરે છે જે સામાજિક સંસ્કૃતિ અને નૈતિકતા માટે ફકત બિનલાભદાયી જ નથી બલ્કે સ્વીકૃત રીતે હાનિકારક છે. તે પોતાની જાતને વંશ અને પરિવારની સેવા માટે ગેરલાયક બનાવે છે, પોતાની સાથે ઓછામાં ઓછા એક પુરુષને બિનકુદરતી હીજડાવૃત્તિમાં નાંખી દે છે, અને ઓછામાં ઓછી બે સ્ત્રીઓ માટે પણ જાતીય બદચલની તથા નૈતિક પતનનો દરવાજા ખોલી નાખે છે.”

પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે સમલૈંગિકતાએ અકુદરતી નથી.

ડો. જાવેદ જમીલ જેઓ બેંગ્લોરની યેનેપોયા ઇસ્લામી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને ઇસ્લામ અંગે અસંખ્ય પુસ્તકોના લેખક છે તેઓ જણાવે છે કે સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને કુદરતી ઠરાવવા માટે શુંઃ

(૧) શરીર વિજ્ઞાન અથવા શરીર રચનાશા†ના કોઈ નિષ્ણાંતે શું એવી બાબતને સમર્થન આપ્યું છે કે ગુદા માર્ગ તેની વિશિષ્ટ રચના અને કાર્યોની દૃષ્ટિએ સંભોગ માટે બનાવવામાં આવ્યો છે?

(૨) કોઈપણ જીવવિજ્ઞાન-શાસ્ત્રી કે તબીબી વિજ્ઞાની શું એ બાબતને સમર્થન આપી શકે છે કે પ્રજનનમાં ગુદાની કોઈ ભૂમિકા છે?

(૩) સેક્સનું કાર્ય પ્રજનનનું છે (પછી ભલે તે દરેક વખતે પ્રજનનમાં ન પરિણમે) જેમકે ભોજનનું કાર્ય પોષણ આપવાનું છે (ભલે પછી ભોજન દરેક વખત માત્ર પોષણ માટે કરવામાં આવતું ન હોય) જા કોઈ નાક, કાન અથવા ગુદા દ્વારા ભોજન લે તો શું એ કુદરતી બની જશે?

(૪) સંમતિના કારણે આ કૃત્ય કુદરતી બની જતી હોવાની દલીલ પણ ભૂલ ભરેલી છે. લાંચની આપ-લે આપનાર અને લેનારની સંમતિથી થાય છે તો શું એ કાયદેસર બની જશે? હિંદુઓ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકતા નથી ભલે તેના માટે બધા સંમત હોય. જા પરસ્પરની સંમતિના કારણે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરી નાખે તો શું એ કુદરતી બની જશે?

(૫) સમલૈંગિક સેક્સનું આચરણ સેક્સની તમામ પદ્ધતિઓમાં સૌથી વધુ બિન સ્વાસ્થ્યપ્રદ છે. છેલ્લા ૨૫ વર્ષમાં જે ચાર કરોડ લોકો એઇડ્‌સના કારણે મૃત્યુ પામ્યા છે તેમની બહુમતિ સમલૈંગિક વૈશ્યાઓ અને તેમના સંસર્ગમાં આવતી વ્યક્તિઓની હતી. વર્તમાન યુગમાં આ બન્ને મોટા ઉદ્યોગ બની ચૂક્યા છે. જે સભ્યતાપૂર્ણ આચરણ-વ્યવહારની મજાક સમાન છે.

મુસ્લિમોની બહુમતિ તો પોતાના દીન અને શરીઅતના કારણે આ વિનાશક વાવાઝોડાથી સુરક્ષિત રહેશે પરંતુ જેમની પાસે કોઈ કાયમી નીતિ સંહિતા Code of Conduct ઉપલબ્ધ નથી તેમના માટે પરિસ્થિતિ  મુશ્કેલ બનશે. •

સંપાદન: ઉસ્માન ખાન


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review