Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપભારતને લૂંટો, ભારતમાંથી પલાયન કરો, નવી યોજના આવી છે શું પ્રધાનમંત્રી જી...

ભારતને લૂંટો, ભારતમાંથી પલાયન કરો, નવી યોજના આવી છે શું પ્રધાનમંત્રી જી !

એવું લાગી રહ્યું છે કે ભારતમાંથી પલાયન કરવા માટે એરપોર્ટ પર અલગથી એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી બેન્ક લૂંટનારાને પલાયન કરાવવામાં મદદ કરવામાં આવી રહી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના નીરજ ચૌહાણના સમાચાર ગોદી મીડિયામાંથી ગાયબ છે. પલાયન કરનાર નવા ખેલાડીનું નામ છે, નીતિન સાંડેસરા. આની ઉપર ૫૩૦૦ કરોડનો બેન્ક ફ્રોડ નો આરોપ છે. તેની બરોડામાં એક કંપની છે, જેનું નામ છે સ્ટર્લિંગ બાયોટેક. ઓગસ્ટમાં સમાચાર મળ્યા હતા કે સંદેસરા સઉદી ભાગ્યો છે અને ત્યાં પકડાઈ ગયો છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સાંડેસરાએ નાઇજીરીયા પસંદ કર્યું છે. નાઇજીરીયાની સાથે ભારતનો પ્રત્યાર્પણનો કરાર નથી, એટલે ત્યાંથી લાવવામાં મુશ્કેલી પણ થશે. આ ન્યૂઝ ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ છપાયેલ છે. તમે તમારા હિન્દીમાં ભંગાર થઈ ગયેલા સમાચાર પત્રોને પલટાવીને જુઓ. ત્યાં આ સમાચાર છપાયા છે કે નહિ? છપાયેલ છે તો કયા મથાળા હેઠળ છપાયેલ છે?

નીતિન સાંડેસરા એકલો નથી ભાગ્યો, તેની સાથે તેનો ભાઈ ચેતન સંદેસરા, ભાભી દિપ્તીબેન સાંડેસરા પણ નાઇજીરીયામાં છુપાયેલા છે. સી.બી.આઈ.એ ૫૦૦૦ કરોડના મામલામાં બરોડાના નીતિન, ચેતન, દીપ્તિ સાંડેસરા, રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમેંત હાથી, આંધ્ર બેંકના પૂર્વ નિર્દેશક અનુપ ગર્ગની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જૂન મહિનામાં ઈ.ડી.એ આ કંપનીની સંપત્તિઓને સીલ કરી દીધી હતી. સાંડેસરા પર આરોપ છે કે તેણે ૩૦૦ શેલ કંપનીઓ બનાવી. ભારતમાં અને વિદેશોમાં પણ. આ કંપનીઓ દ્વારા ૫૦૦૦ કરોડની લોન અહીં-તહીં કરી નાખવામાં આવી.

તેની પહેલા જતીન મહેતા ૬૭૧૨ કરોડનો ગોટાળો કરીને નાસી ગયો. જતીન મહેતા સેંટ કિટ્સની નાગરિકતા લઈ ચૂક્યો છે. જતીન મહેતા તો ૨૦૧૩માં નાસી ગયો પણ હજુ સુધી તેને લાવી શકાયો નથી. વડાપ્રધાનના આપણા મેહુલભાઈ (મોદીજીએ એક કાર્યક્રમમાં આપણા મેહુલભાઈ કહ્યું હતું.) મેહુલ ચોકસીએ એંટીગુઆની નાગરિકતા મેળવી લીધી છે. નિરવ મોદી વિશે સમાચાર આવ્યા હતા કે તેણે ઓસ્ટ્રેલિયાની પાસે એક દ્વીપમાં નાગરિકતા મેળવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ ન મળી.

નિરવ મોદી અને મેહુલ ચોકસી પર ૧૩૫૦૦ કરોડના ઘોટાળાનો આરોપ છે. વિજય માલ્યાની તો ખબર જ હશે કે ૯૦૦૦ કરોડ બેન્ક ફ્રોડ કરી પલાયન કરવા પહેલા નાણાં મંત્રી અરુણ જેટલી સાથે અમુક ક્ષણો મળીને ગયો. અરુણ જેટલીએ પણ સ્વીકાર્યું છે કે સમાધાનનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, પરંતુ ભાવ આપવામાં ન આવ્યો. આ જ વાત તે માલ્યાના પલાયન થવાના દિવસે પણ કહી શકતા હતા. ત્યારે કહ્યું જ્યારે માલ્યાએ પોતે કહ્યું કે જેટલી સાથે સમાધાનના પ્રયાસ કર્યા હતા.

પલાયન કરનારા મોટા ભાગના ગુજરાતના છે. નિરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન સાંડેસરા, જતિન મહેતા. એવું તો નહીં કે તેઓને વિશેષ સુવિધાઓ મળી હોય ! એવું લાગે છે કે ભારત સરકારની કોઈ નવી યોજના આવી છે. ભારતને લૂંટો, ભારતમાંથી ભાગો. ભાગનારાઓ માથે ૩૫૦૦૦ કરોડ બેન્ક ફ્રોડનો આરોપ છે.

અમિત શાહે દિલ્હીમાં કહ્યું છે કે સૌ કરોડ ઘૂસણખોરો ઘૂસી ગયા છે. તાત્કાલિક અમિત શાહ કોઈને પણ ઘૂસણખોર કહી દે છે. જનતા હવે અમિત શાહને સાંભળવાનું બંદ કરે. ભાગવા માટે સામાન પેક કરો. ૧૦૦ કરોડના જવા પર અમિત શાહ એકલો ભારતમાં રહેશે. પછી તે ખરેખર ૫૦ વર્ષ રાજ કરશે.

જનતા રહેશે નહીં તો પૂછશે પણ નહીં કે અમિત ભાઈ, બાંગ્લાદેશી ભગાવી રહ્યા છો કે ગુજરાતને બદનામ કરનારા નિરવ મોદી, જતીન મહેતા, નીતિન સાંડેસરા અને મેહુલ ચોકસીને ભગાડી રહ્યા છો. અમિત ભાઈ, પહેલા તો ભારતની જનતાના પૈસા લૂંટીને ભાગી રહ્યા છે, તેને તો પકડો. કહ્યું તો કાળું નાણું લાવવાનું હતું. અહીંયા તો કાળું નાણું જઈ રહ્યું છે. જો કે એક વાત છે. ૫૦ વર્ષ સુધી ચુંટણી તમે જ જીતશો. બધા ભારતીયોને બાંગ્લાદેશી કહીને પણ તમે ચુંટણી ન જીત્યા તો આ ભારતની જનતાની બુદ્ધિનું અપમાન થશે. એ સાબિત કરશે કે તમે અહીંયાની જનતા વિશે જે વિચારો છો તે સત્ય છે ને સર.

સાભાર ઃ http://naisadak.org/first-loot-and-then-escape-from-india-is-there-any-new-scheme-mr-pm/

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments