Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપનેહરુથી લડતા લડતા પોતાના ભાષણોમાં પરાજીત થવા લાગ્યા છે મોદી

નેહરુથી લડતા લડતા પોતાના ભાષણોમાં પરાજીત થવા લાગ્યા છે મોદી

વડાપ્રધાન મોદી માટે ચૂંટણી જીતવું કોઈ મોટી વાત નથી. તે જેટલી ચુંટણીઓ જીત્યા છે અથવા જેટલી જીતાડેલ છે આ રેકોર્ડ પણ લાંબા સમય સુધી રહેશે. કર્ણાટક પર વિજય મેળવવો કોઈ મોટી વાત નથી, પરંતુ વડાપ્રધાન મોદીએ પોતાના પરાજયને જોવું જોઈએ.
તે કેવી રીતે પોતાના ભાષણોમાં પરાજય થતાં જઈ રહ્યા છે. તમને આ પરાજય ચૂંટણી પરિણામોમાં નહી જાેવા મળે. ત્યાં નજરે આવશે જ્યાં એમના જૂઠાણા પકડવામાં આવે છે. એમના બોલેલા કથનોની તપાસ થઇ રહી છે. ઇતિહાસના દ્વારે ઊભા રહીને અસત્યના સહારે વડાપ્રધાન ઇતિહાસનો મજાક ઉડાવી રહ્યા છે. ઇતિહાસ તેના આ અવિચારીપણાને નોંધી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ પોતાની ઊંચાઈ પસંદ કરી લીધી છે, એમની એક ઊંચાઈ આસમાન પર પણ છે અને એક એવા નીચાણમાં જ્યાં ન તો કોઈ મર્યાદા છે, ન તો કોઈ સ્તર છે. એમને કોઈ પણ કિંમતે સત્તા પ્રાપ્ત કરવી છે. જેથી બધાની નજરમાં ઊંચાઈ પર દેખાય, પરંતુ પોતે નીચાણમાં હોય. આ નીચાણ જ છે કે નાયક હોવા છતાં એમની વાતો ધોવાઈ જાય છે. આ નીચાણની ચૂંટણી પોતે કરે છે. જ્યારે ખોટા કથનો રાખે છે, ખોટો ઇતિહાસ રાખે છે, વિરોધી નેતાને એની માંની ભાષામાં બહસ કરવા ચેલેન્જ આપે છે. આ એક ગલીની ભાષા છે, વડાપ્રધાનની નહિ.

હકીકત તો એ છે કે નેહરુ વડાપ્રધાન મોદી માટે ચેલેન્જ બની ગયા છે. એમણે પોતે નહેરુને ચેલેન્જ માની લીધું છે. તે સતત નહેરુનું સ્તર નીચું લાવી રહ્યા છે. એમના સમર્થકોની સેના વોટ્‌સએપ નામની ખોટી યુનિવર્સિટીમાં નેહરુને લઈને સતત જુઠાણું ફેલાવી રહ્યા છે. નેહરુના સામે અસત્યથી ઘડાયેલો એક નેહરુ ઊભો કરવામાં આવી રહ્યો છે. હવે લડાઈ મોદી અને નહેરુની નથી રહી. હવે લડાઈ અસલ નેહરુ અને અસત્યથી ઘડાયેલ નહેરુની થઈ ગઈ છે. તમે જાણો છો કે આ લડાઇમાં વિજય અસલી નહેરુનો થશે.

નેહરુથી લડતા લડતા વડાપ્રધાન મોદીના ચારેય તરફ નહેરુનો ભૂત ધૂણી રહ્યો છે. નેહરુનો પોતાનો ઇતિહાસ છે. તે પુસ્તકોને બાળી નાખવાથી અને ત્રણ મૂર્તિ ભવનના પાડી દેવાથી નાશ નહિ થાય. આ ભૂલ પોતે મોદી કરી રહ્યા છે. નેહરુ નેહરુ કરતા કરતા એ ચારેય તરફ નહેરુને ઊભા કરી રહ્યા છે. મોદીના આજુબાજુ હવે નેહરુ જાેવા મળે છે. એના સમર્થક પણ થોડા દિવસોમાં નેહરુના વિશેષજ્ઞ થઈ જશે, મોદીના નહિ. ભલે તેમની પાસે ખોટી રીત થી ઘડેલો નેહરુ હશે, પરંતુ હશે તો નેહરુ જ.

વડાપ્રધાનના ચૂંટણી ભાષણોને સાંભળીને લાગે છે કે નહેરુનું આ જ યોગદાન છે કે તેમણે ક્યારેય પણ બોસ નો, ક્યારેય પટેલનો તો ક્યારેય પણ ભગત સિંહનું અપમાન નથી કર્યું. તે આઝાદીની લડાઈમાં નહોતા, તે અમુક નેતાઓને અપમાનિત કરવા માટે લડી રહ્યા હતા. શું નેહરુ આ લોકોનું અપમાન કરતા બ્રિટિશ હુકુમતની જેલમાં ૯ વર્ષ રહેતા ? આ નેતાઓના વચ્ચે વૈચારિક મતભેદ, આંતરવિરોધ અને અલગ અલગ માર્ગ પર ચાલવાની ધૂનને આપણે ક્યાં સુધી અપમાનની ફ્રેમમાં જોઈશું. એ હિસાબથી તો એ સમયમાં હર એક કોઈ એક બીજાનું અપમાન કરી રહ્યો હતો. રાષ્ટ્રીય આંદોલનની આ જ ખૂબી હતી કે અલગ અલગ વિચારો વાળા એક થી એક કદાવર નેતા હતાં. આ ખૂબી ગાંધીની હતી. એના બનાવેલા સમયની હતી, જેના લીધે કોંગ્રેસ અને કોંગ્રેસના બહાર નેતાઓથી ભરેલ આકાશ નજરે આવી રહ્યો હતો. ગાંધીને પણ આ અવસર તેમના પહેલાના નેતાઓ અને સમાજ સુધારકોએ પ્રાપ્ત કરાવ્યો હતો.મોદીના જ શબ્દોમાં આ ભગત સિંહનું અપમાન છે કે એમની સમસ્ત કુરબાનીને નેહરુ માટે રચાયેલી એક ખોટી વાતોથી જાેડવામાં આવી રહી છે.

ભગત સિંહ અને નહેરુને લઈને વડાપ્રધાનએ જે કહ્યું છે, તે અસત્ય છે. નેહરુ અને ફિલ્ડ માર્શલ કરીયપ્પા, જનરલ થીમ્મૈયાને લઈને જે કહ્યું છે તે પણ અસત્ય હતું. ઘણા લોકો એવી ભૂલમાં રહેતા હોય છે કે વડાપ્રધાનની સંશોધન ટીમની ભૂલ છે. તમે ધ્યાનથી એમના ભાષણોને જુઓ. જ્યારે તમે એક શબ્દના સાથે પૂરા ભાષણોને જાેશો તો એમા એક ડિઝાઇન નજરે ચડશે. ભગતસિંહ વાળા ભાષણમાં જ સૌથી પહેલા તે પોતાને અલગ કરે છે. કહે છે કે તેમને ઇતિહાસની જાણકારી નથી અને પાછા પોતાના આગલા વાક્યોમાં વિશ્વાસની સાથે આમ કહેતા સવાલોના અંદાજમાં વાત રાખતા કહે છે કે એ વખતે જ્યારે ભગતસિંહ જેલમાં હતા ત્યારે કોઈ કોંગ્રેસી નેતા એમને મળવા નહોતા ગયા. જાે તમે ગુજરાત ચુંટણીઓમાં મણિશંકર ઐયરના ઘરે થયેલી બેઠક પર એમના ભાષણોને આવી રીતે જાેશો તો એક ડિઝાઇન નજરે પડશે.

ભાષણોના ડિઝાઈનરને એ ખબર હશે કે સામાન્ય જનતા ઇતિહાસને પુસ્તકો દ્વારા નહિ, અમુક અફવાહોથી જાણે છે. ભગતસિંહ વિશે એ અફવાહ વાસ્તવિક છે કે એ સમયના નેતાઓએ એમને ફાંસીથી બચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા. આવી વાસ્તવિક અફવાહોના તાર મેળવીને અને એના આધાર પર નેહરુને શંકાસ્પદ બનાવવામાં આવ્યા. નામ લીધા વગર કહેવામાં આવ્યું કે નેહરુ ભગત સિંહથી મળવા ગયા નથી. આ એટલી સામાન્ય હકીકત છે કે આમાં કોઈ પણ સંશોધન ટીમથી ભૂલ થઈ જ નથી શકતી. તારીખ અથવા વર્ષમાં ચૂક થઈ શકે છે, પરંતુ આખો પ્રસંગ જ અલગ થઈ જાય આ એક પેટર્ન દર્શાવે છે. એ અલગ વાત છે કે ભગતસિંહ સાંપ્રદાયિકતાના ઘોર વિરોધી હતાં અને ઈશ્વરને જ નહોતા માનતા. સાંપ્રદાયિકતાના સવાલ પર નાસ્તિક થઇને જેટલા ભગત સિંહ સામે છે, એટલા જ સિદ્ધાંતવાદી થઇને નેહરુ પણ છે. નેહરુ અને ભગત સિંહ એક બીજાનું સમ્માન કરતા હતાં. વિરોધ પણ થશે તો શું આનો હિસાબ ચુંટણીલક્ષી રેલીઓમાં થશે.

નેહરુનો સમગ્ર ઇતિહાસમય આલોચના અનેક પુસ્તકોમાં ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદી અત્યારે પોતાનો ઇતિહાસ રચી રહ્યા છે. એમને એ વાતનો ખ્યાલ રાખવો જાેઈએ કે ઓછામાં ઓછું તે જૂઠાણા પર આધારિત ન હોય. એમને આ છુટ ના તો બીજેપીના પ્રચારક તરીકે છે અને ન તો વડાપ્રધાન તરીકે. કાયદાથી એમને આવી વાતોથી માફી માંગી લેવી જોઈએ, જેથી વોટ્‌સ એપ યુનિવર્સિટી દ્વારા નહેરુને લઈને ફેલાવવામાં આવેલ વિષ પર પૂર્ણ વિરામ લાગે. હવે મોદી જ નહેરુને આરામ આપી શકે છે. નેહરુને આરામ મળશે તો જ મોદીને આરામ મળશે.

(અનુ. – જાબીર માણીગર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments