Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસનારીવાદ કે બજારવાદ?

નારીવાદ કે બજારવાદ?

હુમા અહમદ

બજારવાદી કલ્ચરે હવે અમીર વર્ગોમાંથી આવનારી મહિલાઓના એક એવા વર્ગનું સર્જન કર્યું છે, જે બજારવાદથી સંતુષ્ટ તથા બજારવાદના રસ્તામાં અવરોધ બનનારા દરેક વસ્તુથી અસંતુષ્ટ છે. પોતાને નારી સ્વતંત્રતાની ઝંડા ધારક સમજનારી આ સ્ત્રીઓ પોતે ક્યારે બજારવાદની ગુલામ થઈ ગઈ એ એમને ખબર પણ ન પડી. એમનું મગજ પૂરી રીતે બજારની જાળમાં ફસાઈ ચૂક્યું છે અને બજાર ક્યારે આનાથી સ્ત્રી સ્વતંત્રતાના નામ પર માનવ વિરોધી સ્વતંત્રતા કરાવવા લાગ્યો, એમને ક્યારેય તેનો આભાસ પણ ન થયો. આમનો સ્ત્રી સ્વતંત્રતા, મહિલાના અધિકારોની ભરપૂર વકીલાત તો કરે છે, પરંતુ ફક્ત પુરુષ કરે ત્યારે. સ્ત્રીઓનું એ શોષણ જે મૂડીવાદની ભેટ છે તેને પણ આ વર્ગ પિતૃત્વની ઊપજ બતાવીને આ વર્ગ ભારે ચાલાકીથી બજાર અને મૂડીવાદને બચાવી લે છે, અને બજારની ગુલામીના રસ્તા સરળ કરી તેને વધુ મજબૂત બનાવી દે છે. એવું નથી કે પિતૃત્વ જેવી કોઈ ખરાબી ઉપસ્થિત નહી હોય, પરંતુ બજારવાદને બચાવવા માટે પિતૃત્વ કે કોઈ અન્ય ખરાબી પર શોષણને દોષારોપણ તે શોષણ ને પ્રોત્સાહન આપે છે.

સામાન્ય રીતે આપણા સમાજમાં આ જાવામાં આવે છે કે કોઈ પણ તહેવારના પ્રસંગ પર સામાન્યથી મધ્યમ વર્ગના લોકોને એ તહેવાર મનાવવા માટે, તેને ખાસ બનાવવા માટે સ્ત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે અને આ બધામાં ઘણી વખત મહિલા પર દબાણ વધી જાય છે અને તહેવારોમાં તે વધુ મજા નથી લઈ શકતી. હવે આ વાતનો વિરોધ સ્ત્રીવાદના નામ પર પુરૂષ વિરોધમાં તલ્લીન મહિલાઓનું દળ આમ કહીને કરે છે કે પુરૂષવાદી સમાજે મહિલાઓને તહેવારના નામ પર ફક્ત રસોડામાં વ્યસ્ત રાખી છે. જ્યારે કે આપણે જાઈએ તો આ જ સામાન્ય પરિવારોમાં તહેવારોને ખાસ બનાવવા માટે તે પરિવારના પુરુષ માથે પણ એટલું જ દબાણ હોય છે. પતિ કે પિતાની ભૂમિકામાં હોવા છતાં, આ તહેવારોના પ્રસંગો ઉપર તે પોતાના માટે સસ્તું અને પોતાની પત્ની અને બાળકો માટે મોંઘામાં મોંઘા ડ્રેસ ખરીદે છે. પોતાને બીજાથી ઊંચા દેખાડવાના સામાજીક દબાણ સાથે જ્યારે કોઈ તહેવાર મનાવવામાં આવે છે તો શોષણ ફક્ત મહિલાનું જ નહિ પુરૂષનું પણ થાય છે. આ દબાણ બજારવાદની ભેંટ છે નહી કે પિતૃત્વ અથવા અન્ય વસ્તુની.

બજાર દરેક સમયે ટીવી, સમાચાર પત્ર, મેગેઝિનનાં માધ્યમથી લોકોને શીખવાડે છે કે કઈ રીતે મોંઘા કપડામાં તમે ખાસ દેખાશો, બજાર તમને દેખાડે છે કે તહેવારોમાં હજાર પ્રકારની વાનગી બનાવવાથી તમારૂં સ્ટેટસ કેટલું વધી જશે.
આ મામલામાં થવું તો આમ જાઇએ કે સમાજવાદી હોય કે નારીવાદી તે બજારના દબાણ પર પ્રહાર કરીને તેના નુકસાન બતાવીને લોકોને સાવચેત કરે કે જા કોઈ વસ્તુ મહત્વપૂર્ણ છે તો લોકોનો પ્રેમ. ખૂબ જ જરૂરી છે કે બીજાની તુલનામાં પારસ્પરિક પ્રેમ ખતમ ન થાય.

હવે આ બંને વસ્તુઓમાં દબાણ મહિલા અને પુરૂષ બંને પર થાય છે, પરંતુ આધુનિક નારીઓનો નારીવાદ આને પુરૂષવાદ એન્ડ બ્લા બ્લાની દેન બતાડીને, મૂડીવાદ આધારિત બજારૂ સંસ્કૃતિના શોષણ પર વાત નથી કરતા? તે સ્ત્રી સ્વતંત્રતા કરતા પોતે બજાર માટે એક હથિયારનું કામ કામ કરે છે અને સામાન્ય લોકોને સ્ત્રી સ્વતંત્રતાના નામ પર મૂર્ખ બનાવે છે. એમની સ્વતંત્રતા બજાર સમર્થક સ્વતંત્રતા છે. બજાર અને તેની લાદેલી માનસિકતા પર આ લોકો ક્યારેય પણ પ્રશ્ન નથી ઉપાડતા અને જે દિવસે ઉપાડશે ટીવી અને મીડિયા આને આટલું મહત્વ આપવાનું બંધ કરી દેશે. ટીવી અને મીડિયા એને જ મહત્વ આપે છે જે બજાર આધારિત ‘પોપ્યુલર સંસ્કૃતિ’ના સમર્થક છે. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments