મનોમથંન

Published on September 26th, 2018 | by Dr. Farooque Ahmed

0

ત્રણ તલાક – એક વટહુકમ : વિશ્લેષણ

આખરે ૧૯મી સપ્ટેમ્બરે સરકારે ટ્રિપલ તલાક બાબતે વટહુકમ લાવી દીધો. આ વટહુકમ પર રાષ્ટ્રપતિની સહી પછી તે કાયદો બની જશે, જા કે આ વટહુકમ લાવવામાં કેન્દ્ર સરકારે થોડીક ઉતાવળ કરી તેનો છૂપો એજન્ડા ખુલ્લો પાડી દીધો. દેશનું બંધારણ કહે છે કે, જ્યારે કોઈ મામલો ઉતાવળને લગતો હોય અને ત્યારે સંસદનું સત્ર ચાલુ ના હોય ત્યારે જ વટહુકમ લાવવામાં આવે છે. આગામી શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા એમ, બંને ગૃહોમાં આ ખરડો પાસ કરાવવો પડશે, એ પાસ થશે કે નહીં અને આગામી ચૂંટણીમાં સરકારની મંશા મુજબ મતના રાજકારણમાં આ કુચેષ્ટા લાઠીનો ભારો કે લોઢાનો આરો સાબિત થાય છે કે કેમ, એ તો ચૂંટણીના ઉનાળુ સત્રમાં જ સામે આવશે.

વર્ષ ૨૦૦૨ના નરસંહારમાં જીવિત ગર્ભવતી નારીઓના પેટ તલવારથી ચીરીને અંદરથી જીવિત ગર્ભ કાઢી તેને તલવારની ટોચે ગોળ ફેરવી વિકૃત આનંદ ઉઠાવનારા, સરાજાહેર બહેન-દીકરીઓ પર બળાત્કાર કરનારા, જાહેરમાં નારીઓને રહેંસી નાખી કૂવાઓ ભરનારા, ભરચોકમાં પતિ, દીકરા, ભાઈ અને બાપની નજરોની સામે જ તેણીઓની ઉપર પાષાણ હૃદયના માનવીનું પણ કાળજું કંપાવી નાખે તેમ સરાજાહેર નગ્ન કરી બળાત્કાર ગુજારીને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી નાખનારા, જેઓના પતિ, દીકરા, ભાઈ અને બાપને તેઓની નજરો સમક્ષ મોતને ઘાટ ઉતારી માનસિક-શારીરિક-આર્થિક બરબાદી ભેટ ધરનારા, પશુ માટે છેલ્લા ત્રણ વર્ષમાં સોથી વધુ માં-બહેનો-દીકરીઓને પાયમાલ કરી દેનારા, નાહકના (કોઈપણ ગુન્હો સાબિત થયા વગર) જવાનીઆઓને જેલોમાં ગોંદી રાખી તેઓની બાનુઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર કરનારા, કુમળી વયની દીકરીઓ પર કરવામાં આવતા જઘન્ય બળાત્કારીઓને આશ્રય આપનારા, સમાજની જવાન દીકરીઓ અને નિર્દોષ નારીઓને ખોટા ગુન્હાના નામે બંદૂકની ગોળીએ વિંધનારાઓ જ્યારે અચાનકથી આ બાનુઓ પ્રતિ હેત ઉભરાવી તેઓની ચિંતાની અદમ નૌટંકી આદરી એક ધર્મવિશેષના ધર્મગ્રંથના આદેશમાં સંસ્કરણ કરવાની કુચેષ્ટા કરે તે ખરેખર ગંભીર, આશ્ચર્યજનક અને હચમચાવી દેનારી તેમજ મનોમંથન અને ઊંડાણપૂર્વક વિચારવાને કારણ છે. અહીં વધુ આશ્ચર્ય તો એ થાય છે કે, કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ માત્ર ચાપલુસી કરવા ખાતર હરખપદુડા થઈ તે પક્ષમાં પ્રશંસાના તાર બાંધવામાં પોતાની માનસિક અધોગતિના સ્પષ્ટ સંકેત પ્રસ્તુત કરે છે. આ બિચારાઓ અને બુદ્ધિના બારદાનોને ૨૦૦૨ કે મોબલિંચિંગમાં બાનુંઓને આપવામાં આવેલું સન્માન જરાપણ દેખાતું નથી.

વાત જ્યારે અસલ મુદ્દાની કરીએ તો ટ્રિપલ તલાક સમાજમાં ભાગ્યે જ થતી ઘટના છે, તેને ખુદ કુઆર્ને પણ પસંદ કર્યું નથી તલાક આપવાની એક ખાસ રીત બતાવી છે જેને તલાકેઅહસન તરીકે વર્ણવી છે, એક સાથે ત્રણ તલાક તો ખુદ ઇસ્લામમાં પણ ધૃણાસ્પદ બતાવી તેને તલાકેબિદત જણાવી છે. બહુ જ ઓછા કેસમાં થતી તલાકની ઘટનાઓમાં આ તલાકેબિદત તો જવલ્લે જ જાવા મળતી ઘટના છે અને તેના માટે ઇસ્લામી શરીઅતે એક માર્ગદર્શિકા પણ પ્રસ્તુત કરી છે. જા આટલી જ બધી ચિંતા નારીજગતની કરવામાં આવતી હોય તો પછી જ્યાં લગ્ન કરીને કોઈ પણ ભરણ-પોષણ સહિત અન્ય કોઈ લાભ આપ્યા વગર તરછોડી દેવામાં આવતી, તેમજ નાની ઉંમરે જ વિધવા થતી બહેનોના બીજા લગ્ન ન કરવાની સંકુચિત માનસિકતા પર પણ લગામ લગાવી તેની ચિંતા પણ થવી સ્વાભાવિક છે અને તેણીઓના હિતમાં પણ આ નારીપ્રિય સરકારે કાયદો બનાવવો જાઇએ. જા કે હા આ મામલામાં તો નારીઓનું હિત નહીં, પણ કોઈ ધર્મવિશેષની આસ્થા-ધાર્મિક કાયદામાં વિક્ષેપ ઉભો કરવાની અને મૌલિક અધિકારો પર તરાપ મારવાની વિકૃતતા જ માત્ર છે તો અન્ય કોઈ પ્રશ્ન માટે તો કોઈ અવકાશ જ ના હોય શકે ને.

જ્યારે ઇસ્લામના પાયાના સિદ્ધાંતમાં કોઈ ફેરફાર કરવામાં આવતો હોય અને તેના માટે કોઈપણ ધર્મગુરુ કે ધાર્મિક સંગઠન સાથે પરામર્શ કરવા સુધ્ધાંની દરકાર લેવામાં ન આવે અને આટલો મોટો ફેરફાર જાહેર કરવામાં આવે તે તો ખુદ તેનામાં જ એક શંકા ઉભી કરનારૂં પગલું જણાઈ આવે છે.

સરકારે ત્રણ તલાક કાયદાને અપરાધિકરણ કરવાને બદલે તલાક આપ્યા વિના પતિએ છોડી દીધી છે તેવી દેશની ૨૪ લાખ મહિલાઓ માટે કાયદો બનાવવો જોઇએ. નહીં કે, ચાર દાયકા અગાઉના શાહબાનું કે તાજેતરના સાયરાબાનું અને શબનમ રાનીના કેસને આગળ ધરી ચૌદશો વર્ષ પુરાણી ઇસ્લામી શરીઅતમાં ફેરફાર કરવો. આ એક આખા ધર્મવિશેષની આસ્થા સાથે છેડછાડ સમાન છે.

ભાગ્યે જ કે જ્વલ્લેજ ક્યાંક કોઈ આ ચર્ચાસ્પદ કાયદાના પક્ષમાં ઉભી થતી બાનુઓ (જા કે એમાં સચ્ચાઈ કેટલી છે તે પણ એક પ્રશ્નાર્થ છે, કારણકે દરેક કાળા બુરખાધારી નારીઓ મુસ્લિમ બાનુઓ જ છે તેને માનવા પણ કોઈ કારણ નથી, આવા ઘણા કિસ્સા બહાર આવ્યા છે.) અને એક આખા ધર્મસમાજના ક્ષુલ્લક લોકોની તરફેણથી તે આખા સમુદાયનો અવાઝ બની જતો નથી. સમગ્ર મુસ્લિમ સમાજ કોઈપણ કાળે ઇસ્લામી શરીઅતમાં કોઈપણ ફેરફારને સાંખી શકે નહીં. •


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review