સમાચાર

Published on July 8th, 2019 | by yuvaadmin

0

ગુજરાત : ધર્મ પરિવર્તનની ૯૪ ટકા અરજીઓ હિન્દુઓની, મુસ્લિમ ફક્ત ૧.૨ ટકા

સુરત, જૂનાગઢ અને આણંદથી સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. સુરતના ૪૭૪ હિન્દુઓએ ધર્મ પરિવર્તન માટે અરજીઓ કરી છે જ્યારે કે આ જીલ્લામાં માત્ર ૧૧ મુસ્લિમોએ અરજી કરી છે.

ગુજરાતમાં ધર્મ પરિવર્તનની અરજીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહીં ધર્મ પરિવર્તનની ૯૪ ટકા અરજીઓ હિન્દુઓની છે, જ્યારે કે મુસ્લિમોની ફક્ત ૧.૨ ટકા. આ બાબતની જાણકારી રાજ્ય સરકારે વિધાનસભામાં આપી. પ્રશ્નકાળના સમયે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ધર્મ પરિવર્તનથી જોડાયેલી અરજીઓ વિશે જાણકારી માંગવામાં આવી હતી. ધારાસભ્યોએ આના માટે રાજ્યના ગૃહ વિભાગ પાસેથી આ સંબંધમાં બધા આંકડાઓની સાથે સાથે કયા જીલ્લામાંથી સૌથી વધુ અરજી કરી છે તેની પણ જાણકારી માંગી હતી.

રાજ્યના ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિત જવાબમાં જણાવ્યું કે પાછલા બે વર્ષમાં ૩૧ મે ૨૦૧૯ સુધી કુલ ૯૧૧ લોકોએ અરજી કરી. જેમાંથી ૮૬૩ અરજીઓ હિન્દુઓની હતી. જેમણે અલગ અલગ ધર્મ અપનાવવા માટે અરજી કરી હતી. જેમાં ૩૬ મુસ્લિમ, ૧૧ ઈસાઈ અને એક ઈસ્માઈલી ખોજા અને એક બૌદ્ધ ધર્મ છે. સરકારે જણાવ્યું કે આમાંથી ૬૮૯ લોકોને પરવાનગી આપી દીધી છે.

સુરત, જૂનાગઢ અને આણંદ જીલ્લામાંથી સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. સુરતના ૪૭૪ હિંદુઓએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે, જ્યારે કે આ જીલ્લામાંથી માત્ર ૧૧ મુસ્લિમોએ અરજી કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સેન્ટ્રલ ગુજરાતના લોકોએ ધર્મ પરિવર્તન માટે સૌથી વધુ અરજીઓ કરી છે.

યાદ રહે, સરકારે ૨૦૦૮માં ધર્મ પરિવર્તનને લઈને એક કાનૂન બનાવ્યો હતો. તેના હેઠળ જો કોઈ પણ મહિલા કે પુરુષ પોતાના ધર્મમાં પરિવર્તન કરે છે તો તેને સરકાર પાસેથી પરવાનગી મેળવવી અનિવાર્ય છે.

સાભારઃ https://www.jansatta.com/national/gujarat-government-shows-religious-conversion-details-in-assembly-during-question-hour/1073113/


Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review