Friday, March 29, 2024

કોરોનાનું રૂદન

દેશની વસ્તી અને કોવિડ-19ના કેસના આંકડાની તુલના કરવા પર ખબર પડે છે કે આશરે 140 કરોડની વસ્તીમાં આશરે 29 લાખ એક્ટિવ કેસો છે. જે આશરે 0.20% થી પણ ઓછા છે.

તેમાં પણ એવા કેસો જે ગંભીર છે, મતલબ જેને ઓક્સિજન, ઈન્જેકશન અને વેન્ટિલેટરની જરૂરત છે તે તો ઘણાં ઓછાં છે.

તેમ છતાં સમગ્ર સરકારી મશીનરી અને સમગ્ર સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય તંત્ર આ કેસોને ડીલ કરવામાં ધ્વસ્ત થઈ ગઈ છે. હોસ્પિટલમાં ખાટલા, ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપરાંત સ્મશાનમાં લાકડાઓની અછતે સરકારી દાવાઓની પોલ ખોલી નાંખી છે.

બીજી લહેરની સંભાવના અને પ્રકોપ વિશે મીડિયા, જનતા અને પોતે સરકાર પહેલાથી સમજી રહી હતી, બોલી રહી હતી અને મહેસૂસ પણ કરી રહી હતી, તેમ છતાં પણ ન કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો કે ન બેક અપ પ્લાન.

આંકડાઓને છૂપાવવામાં આવ્યા, બિન જરૂરી ચર્ચાઓ અને મુદ્દાઓમાં ગુંચવીને કેટલાક લોકોને બલિના બકરા બનાવવામાં આવ્યા. પોતાના માથે વિજયનો પોટલો બાંધવા માટે સમગ્ર તંત્રને ધાર્મિક અને રાજનૈતિક ફાયદા માટે ખેંચવામાં આવ્યા. સત્યના માથે પડદો ઢાંકીને સંવેદનશીલ થઈને જનતાને બચાવવા માટે પ્રયત્ન કરવાનાં બદલે ભાષણબાજી, ગાળો, તાળી અને થાળીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

આજે સમગ્ર દુનિયામાં કેસો આવવાની સંખ્યા માઈનસમાં છે, જ્યારે કે આપણા દેશમાં દરરોજ નવા કેસો જૂના રેકોર્ડ તોડી રહ્યા છે. અને સંખ્યા ઝડપથી વધતી જઈ રહી છે, દરરોજ શોર બકોર, મોત અને વિલાપની વાતો ભયાનક થતી દેખાઈ રહી છે. કેટલીક સ્ટોરી સાંભળીને કે વાંચીને તો હૃદય બેસી જાય છે. આખરે આ બધા પાછળ ફક્ત કોરોનાને દોષ આપવું શાહમૃગ બનવા જેવું છે.

આફતો લોકોને સંવેદનશીલ, સભ્ય, સત્ય અને મંથનનો પાઠ વંચાવવા પણ આવે છે, આપણે બધાએ આ કોરોનાથી તો લડવાનું જ છે, પરંતુ કુવ્યવસ્થાવાળા આ તંત્રનો પણ ઈલાજ ઘણો જરૂરી છે. સમય આવવા પર આ બધી વાતો પર પડદો ઢાંકવાને બદલે દેશને બચાવવા, શણગારવા અને સુદ્રઢ કરવા વાળા લોકોનો સાથ આપવો અને તેને આગળ વધારવું આપણા બધાનું નૈતિક કર્તવ્ય છે. આજે તેને છેડે બાંધવું “માસ્ક” લગાવવા જેટલું જ જરૂરી છે.

(આંકડા સરકારી વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments