બાળજગત

Published on April 1st, 2014 | by yuvaadmin

0

કૂકર્મોની સજા

એક રાજા પોતાની પ્રજામાં ખૂબ જ લોકપ્રિય હતો, કારણ કે તે ખૂબ જ રહેમદિલ અને દયાળુ, લોકોનો હમદર્દ અને ન્યાયપ્રિય હતો. પરંતુ રાજાનો વઝીર (મંત્રી) તેનાથી ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. કારણ કે તે રાજાને ખતમ કરી તેનું સ્થાન લેવા ઇચ્છતો હતો. આથી આ અંગે તે અવાર-નવાર યોજનાઓ ઘડતો રહેતો હતો.

એકવાર રાજા પ્રજાના સુખ-દુઃખ જાણવામાં બહુ દૂર નીકળી ગયો, અને રસ્તો ભૂલી ગયો. તે ખૂબ જ પરેશાન હતો કે અચાનક એક વૃદ્ધા આવી અને રાજાને કહ્યું કે, મહેલનો રસ્તો ઉત્તર તરફ છે. રાજા જેવો પાછો વળ્યો કે એ વૃદ્ધાએ રાજાને પાંજરામાં પૂરી લીધો. વાસ્તવમાં એ જાદૂગરણી હતી, જે વઝીર સાથે મળેલી હતી.

બીજી બાજુ રાણી અને શહેઝાદી ઝૈબુન્નિસા બહુ પરેશાન હતા. કારણ કે વઝીરે રાણીને જૂઠ કહ્યું હતું કે, માનનીય રાજા મને આ કહીને ગયા છે કે જો હું બે દિવસમાં પાછો ન આવ્યો તો પછી કયારેય પાછો નહીં આઉં. વઝીરે આરામના હેતુથી રાણી તથા શહેઝાદીને ધોકાથી કારાવાસમાં ખૂરી દીધા અને સમગ્ર દેશનો વારસદાર બની બેઠો.

જ્યારે શહેઝાદી ઝૈબુન્નિસાને આ વાતની જાણ થઈ તો તે કેટલાક વફાદાર પહેરેદારોની મદદથી બહાર આવી ગઈ અને રાણીની પરવાનગી લઈને રાજાની શોધમાં નીકળી પડી. સૌ પહેલાં તે રાજાના મિત્રને પાસે પહોંચી. ત્યાથી કંઈક જરૃરી માર્ગદર્શન મેળવી તે આગળ ચાલી નીકળી. શોધતાં શોધતાં અંતે તે એક ગુફા સુધી પહોંચી ગઈ જ્યાં રાજા પાંજરામાં પૂરાયેલો હતો. પછી શહેઝાદીએ રાજાને એ પાંજરામાંથી મુકત કર્યો, અને બંને મહેલ ભણી ચાલી નીકળ્યા.

બીજી બાજુ વઝીરને રાજાના છૂટી જવાનો વિશ્વાસ બેસતો ન હતો. જાદૂગરણી વઝીરને લઈને ગુફા સુધી પહોંચી. એ ગુફાની નજીક પહોંચતા જ જાદૂગરણીના જાદૂની અસર ખતમ થવા લાગી. ગુફાનો દરવાજો ખુલ્લો જોઈને એ બંને બહુ પરેશાન થઈ ગયા. એ બંને જેવા જ ગુફાની અંદર પહોંચ્યા કે ધીમે ધીમે ગુફાના દ્વાર બંધ થવા લાગ્યા. દ્વાર બંધ થયા બાદ થોડીક જ વારમાં જાદૂગરણી બળીને ભસ્મ થઈ ગઈ. ત્યારબાદ વઝીર પણ ધીમે ધીમે ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યો.

આમ વઝીર તથા જાદૂગરણી બંનેને જુલ્મ તથા અત્યાચારના બૂરા અંજામની સજા મળી ગઈ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review