ઇસ્લામ સૌના માટે

Published on May 11th, 2018 | by Muhammad Zainul Abideen Mansuri

0

કન્યા ભ્રૂણહત્યા સમસ્યા અને નિવારણ

પશ્ચિમી દેશોની જેમ, ભારત પણ નારી-અપમાન, અત્યાચાર તેમજ શોષણના અનેક નિંદનીય કૃત્યોથી ગ્રસ્ત છે. આમાં સૌથી દુઃખદ “કન્યા ભ્રૂણ હત્યા”થી સંબંધિત અમાનવીયતા, અનૈતિકતા અને ક્રૂરતાની વર્તમાન સ્થિતિ આપણાં દેશની જ ‘વિશેષતા’ છે… એવા દેશની, જેને એક ધર્મ પ્રધાન દેશ, અહિંસા તેમજ આધ્યાત્મિકતા પ્રેમી દેશ અને નારી-ગૌરવ-ગરિમાનો દેશ હોવા પર ગર્વ છે.

આમ તો પ્રાચીન ઈતિહાસમાં નારી પારીવારિક તેમજ સામાજિક જીવનમાં ખૂબ જ નિમ્ન શ્રેણીમાં જોવા મળે છે, પરંતુ જ્ઞાન-વિજ્ઞાનની ઉન્નતિ તથા સભ્યતા-સંસ્કૃતિની પ્રગતિથી પરિસ્થિતિમાં કાંઈક સુધારણા ચોક્કસ આવી છે, છતાં પણ અપમાન, દુર્વ્યવહાર, અત્યાચાર અને શોષણની કેટલીક નવીન તેમજ આધુનિક દુષ્પરંપરાઓ અને કુપ્રથાઓનું પ્રચલન આપણી સંવેદનશીલતાને જાહેરમાં ચેતવણી આપવા લાગી છે. સાયન્સ અને ટેક્નોલૉજીએ કન્યા ભ્રૂણ હત્યાની સીમિત સમસ્યાને, અલ્ટ્રાસાઉન્ડ ટેક્નિક દ્વારા ભ્રૂણ લિંગ (Foetus Gender)ની જાણકારી આપીને, સમાજમાં ભ્રૂણ હત્યાને વ્યાપક બનાવી દીધી છે. દુઃખની વાત છે કે શિક્ષિત તથા આર્થિક રીતે સુખી-સંપન્ન વર્ગમાં આ અતિનિંદનીય કાર્ય પોતાના મૂળ ઝડપથી ફેલાવી રહ્યા છે.

આ વ્યાપક સમસ્યાને રોકવા માટે ગત કેટલાંક વર્ષોથી થોડીક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્ડિંગ્સથી લઈને કાયદાઓ બનાવવા સુધી, કેટલાક ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી કાયદા બનાવવાની વાત છે, વિડંબના આ છે કે અપરાધ તીવ્ર ગતિથી આગળ આગળ ચાલે છે અને કાયદાઓ ધીમી ગતિએ ખુબ જ અંતરથી પાછળ પાછળ. નારી આંદોલન (Feminist Movement) પણ ક્યારેક ક્યારેક થોડીક ચિંતા પ્રદર્શિત કરતાં રહે છે, જોે કે તે નાઇટ ક્લબ કલ્ચર, સૌંદર્ય – પ્રતિયોગિતા કલ્ચર, કેટવોક કલ્ચર, પબ કલ્ચર, કૉલ ગર્લ કલ્ચર, વેલેન્ટાઈન કલ્ચર, વગેરે આધુનિકતાઓ (Modernism) તથા અત્યાધુનિકતાઓ (Ultra-modernism)ની સ્વતંત્રતા, સ્વછંદતા, વિકાસ તેમજ ઉન્નતિને માટે (મૌલિક માનવધિકારના હવાલાથી) જેટલા વધારે જોશપૂર્વક તત્પરતા તેમજ તન્મયતા દેખાડે છે, તેની તુલનામાં કન્યા ભ્રૂણ-હત્યાને રોકવામાં ખૂબ જ ઓછી તત્પરતા દેખાડે છે.

કેટલાક વર્ષો પૂર્વે એક મુસ્લિમ સંમેલનમાં જેનો વિષય માનવ અધિકાર હતો, એક અખિલ ભારતીય પ્રસિધ્ધ સ્વૈચ્છિક સંસ્થાની મહિલા પ્રમુખેે કહ્યું હતુંઃ પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ આપણાં દેશમાં ખૂબ જ વધારે અસંતુલિત થઈ ગયું છે. (૧૦૦૦ઃ૮૪૦ થી ૧૦૦૦ઃ૯૭૦ સુધી) પરંતુ તેની તુલનામાં મુસ્લિમ સમાજમાં આ પ્રમાણ ખૂબ જ સારૃ, દરેક સમાજથી સારૃં છે. મુસ્લિમ સમાજથી અનુરોધ છે કે તેઓ આ વિષયમાં આપણા સમાજ અને દેશનું માર્ગદર્શન અને સહાયતા કરે…

ઉપરોક્ત અસંતુલિત લિંગ પ્રમાણ (Gender Ratio) વિષે એક પાસું તો આ છે કે કથિત મહિલાની જેવી ચિંતા, આપણા સમાજશાસ્ત્રી વર્ગના લોકો સામાન્ય રીતે દર્શાવતા રહે છે અને બીજું પાસું આ છે કે જેમકે ઉપરોક્ત મહિલાએ ખાસ કરીને વર્ણન કર્યું, હિંદુ સમાજની તુલનામાં મુસ્લિમ સમાજની સ્થિતિ ખૂબ જ સારી છે. તેના કારણોની સમજ પણ તુલનાત્મક વિવેચનથી જ આવી શકે છે. મુસ્લિમ સમાજમાં વહુઓને બાળવામાં નથી આવતી. બળાત્કાર અને તેના પછી હત્યા કરવામાં નથી આવતી. દીકરીઓ પોતાના માતા-પિતાના માથે દહેજ અને ખર્ચાળ લગ્નનો વધારાનો ભાર હળવો કરવા માટે આત્મહત્યા નથી કરતી. જે પત્ની સાથે નિર્વાહ ન થઈ રહ્યો હોય તેનાથી મુક્તિ મેળવવા માટે હત્યાને બદલે ‘તલાક’નો વિકલ્પ છે અને આ બધા ઉપરાંત, કન્યા ભ્રૂણ-હત્યા નું દૂષણ મુસ્લિમ સમાજમાં નથી.

મુસ્લિમ સમાજ જો કે ભારતીય મૂળમાંથી જ ઉપજેલું, તેનું એક અંગ છે; અહીની પરંપરાઓથી સામીપ્ય અને નિરંતર હળવા-મળવાની સ્થિતિમાં તે અહીંના અનેક સામાજિક રીતિ-રિવાજોથી પ્રભાવિત રહ્યો તથા સ્વયંને એક આદર્શ ઇસ્લામી સમાજના સ્વરૃપમાં પ્રસ્તુત ન કરી શકયા, અનેક અશક્તિઓ તેમાં પણ ઘર કરી ગઈ, તેમ છતાં પણ તુલનાત્મક સ્તરે તેમનામાં જે સદ્ગુણો જોેવા મળે છે, તેનું કારણ આ સિવાય બીજું ન હોઈ શકે, ના જ છે, કે તેની (ઉઠાન) તેમજ સંરચના તથા તેની સંસ્કૃતિને ઉત્કૃષ્ટ બનાવવામાં ઇસ્લામે એક પ્રભાવશાળી ભૂમિકા અદા કરી છે,

ઇસ્લામ ૧૪૦૦ વર્ષ પૂર્વે જ્યારે અરબ પ્રાયદ્વીપ (Arabian Penisula)ના મરૃસ્થલીય ક્ષેત્રમાં એક અસભ્ય અને અશિક્ષિત જાતિ વચ્ચે આવ્યો, તો અનૈતિક્તા, ચરિત્રહીનતા, અત્યાચાર, અન્યાય,નગ્નતા તેમજ અશ્લીલતા અને નારી અપમાન અને કન્યા હત્યાના અનેક સ્વરૃપ સમાજમાં અસ્તિત્વ ધરાવતા હતા. ઇસ્લામના પયગંબરનું ઈશ્વરીય મિશન એવું  કોઈ ‘સમાજ સુધારણાનું મિશન’ ન હતું જેનો પ્રભાવ જીવનના કેટલાંક પાસાઓ ઉપર થોડાક સમય માટે પડી જાય અને પછી ફરી પુનઃ સ્થિતિ પાછી આવી જાય. બલ્કે આપનું મિશન ‘સંપૂર્ણ પરિવર્તન’ સમગ્ર અને સ્થાયી ‘ક્રાંતિ’નું હતું, એટલા માટે આપ સ.અ.વ.એ માનવજીવનની સમસ્યાઓને અલગ અલગ હલ કરવાના પ્રયાસ નથી કર્યા બલ્કે તે મૂળ બિંદુથી કર્યાની શરૃઆત કરી જ્યાં સમસ્યાઓનો આધાર હોય છે. ઇસ્લામની દ્રષ્ટિમાં તે મૂળ બિંદુ સમાજ, કાનૂન-વ્યવસ્થા અથવા પ્રશાસનિક વ્યવસ્થા નહીં બલ્કે સ્વયં ‘મનુષ્ય’ છે અર્થાત્ વ્યક્તિનું અંતઃકરણ, તેનો આત્મા, તેની પ્રકૃતિ તેમજ મનોવૃત્તિ, તેનો સ્વભાવ, તેની ચેતના, તેની માન્યતાઓ તેમજ ધારણાઓ અને તેની માનસિકતા (Mindset) તથા વિચારો તેમજ મનોપ્રકૃતિ (Psychology)

ઇસ્લામની નીતિ આ છે કે મનુષ્યનો ખરો અને વાસ્તવિક સંબંધ તેના સર્જનહાર, સ્વામી પ્રભુ સાથે જેટલો કમજોર હશે સમાજ તેટલો જ બગાડનો ભોગ બનશે. તેથી સૌથી પહેલું પગલું ઇસ્લામે આ ઉઠાવ્યું કે મનુષ્યની અંદર એકેશ્વરવાદનો વિશ્વાસ અને પારલૌકિક જીવનમાં સારા અને ખરાબ કર્મોનો તે મુજબ બદલો (કર્માનુસાર ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’) પામવાનો વિશ્વાસ ખૂબ જ મજબૂત કરી દે. ત્યાર પછીનું પગલું આ કે આ જ  વિશ્વાસના માધ્યમથી મનુષ્ય સમાજ તેમજ સામૂહિક વ્યવસ્થામાં સત્કર્મોના ઉત્થાન તેમજ સ્થાપનાનું તથા બૂરાઈઓનું દમન તેમજ ઉન્મૂલનનું કામ લે. ઇસ્લામની સંપૂર્ણ જીવન-વ્યવસ્થા આ જ સિદ્ધાંત ઉપર સંરચિત હોય છે અને તેના માધ્યમથી જ બૂરાઈ અને દુષ્કૃત્યોનું નિવારણ પણ થાય છે.

દીકરીઓના નિર્મમ હત્યાની ઉપરોક્ત કુપ્રથાને નાબૂદ કરવા માટે પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ અભિયાન ચલાવવા, ભાષણ આપવા, અને કાયદા-પોલીસ-ન્યાયાલય-જેલના પ્રકરણ બનાવવાને બદલે માત્ર એટલું કહ્યું કે “જે વ્યક્તિને ત્રણ (અથવા ત્રણથી ઓછી) પુત્રીઓ હોય, તે તેમને જીવિત દફન ન કરે, તેમને પ્રેમ અને સ્નેહપૂર્વક ઉછેરે, તેમને (નેકી, શાલીનતા, સદાચરણ તેમજ ઈશપરાયણતાનું) ઉત્તમ શિક્ષણ આપે, પુત્રોને તેમની ઉપર પ્રાથમિકતા કે શ્રેષ્ઠતા ન આપે, અને સારો સંબંધ જોઈને તેમનું ઘર વસાવી દે, તો પારલૌકિક જીવનમાં તે સ્વર્ગમાં મારી સાથે રહેશે.”

‘પરલોકવાદ’ ઉપર દ્રઢ વિશ્વાસ ધરાવનારા માનવીઓ ઉપર ઉપરોક્ત નાની જેવી શિક્ષા એ જાદૂ જેવી અસર કરી. જે લોકોના ચહેરા પુત્રીના જન્મના સમાચાર સાંભળીને ઊતરી જતા હતા. “જ્યારે તેમનામાંથી કોઈને પુત્રીના જન્મની ખુશખબર આપવામાં આવે છે તો તેમના ચહેરા પર કાલિમા છવાઈ જાય છે અને તેઓ બસ લોહીનો ઘૂંટ પીને રહી જાય છે.” (કુઆર્ન-૧૬ઃ૫૮) તેમના ચહેરા હવે પુત્રીના જન્મ ઉપર આ વિશ્વાસ સાથે ખીલી ઊઠવા લાગ્યા કે તેમને સ્વર્ગ પ્રાપ્તિનું એક માધ્યમ મળી ગયું. પછી દીકરીને અભિશાપ નહીં, વરદાન, ઈશ્વરની કૃપા, બરકત અને સૌભાગ્યશાળી માનવમાં આવવા લાગ્યા અને સમાજની જોત-જોતામાં કાયા પલટાઈ ગઈ.

મનુષ્યની કમજોેરી છે કે ક્યારેક કોઈ કાર્ય લોભ-લાલચને કારણે કરે છે અને ક્યારેક ડર અને ભયથી, અને નુકસાનથી બચવા માટે કરે છે. માનવીના સર્જનહાર ઈશ્વરથી વધારે આ માનવ-પ્રકૃતિને કોણ જાણી શકે છે? તેથી આ પ્રકારે પણ કન્યા હત્યા કરનારાઓને અલ્લાહે ચેતવણી આપી. આ ચેતવણીની શૈલી ખૂબ જ અનોખી છે કે જેમાં અપરાધીને નહીં, મારી નાખવામાં આવેલી બાળકી સાથે સંબોધનની વાત કુઆર્નમાં આવી છે ઃ  “અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે કે તે કયા અપરાધ માટે મારી નાખવામાં આવી?” (કુઆર્ન- ૮૧ઃ૮,૯)

આ વાક્યમાં, દીકરીઆની કતલ કરનારાઓને સખત ચેતવણી આપવામાં આવી છે અને તેમાં સર્વોચ્ચ તેમજ સર્વસક્ષમ ન્યાયી ‘ઈશ્વર’ની અદાલતમાં કઠોર સજાનો નિર્ણય આપવો નિહિત છે. એકેશ્વરવાદની ધારણા તથા તેના અંતર્ગત પરલોકવાદ ઉપર દ્રઢ વિશ્વાસનો જ (કરિશ્મા) હતો કે મુસ્લિમ સમાજ થી કન્યા ભ્રૂણ હત્યાનું દૂષણ મૂળથી નાબૂદ થઈ ગયું. ૧૪૦૦ વર્ષોથી આ જ ધારણા, આ જ વિશ્વાસ મુસ્લિમ સમાજમાં શાંતિથી પોતાનું કાર્ય કરતું આવી રહ્યું છે. અને આજે પણ, ભારતમાં મુસ્લિમ સમાજ ‘કન્યા ભ્રૂણ-હત્યા’ના દૂષણથી પવિત્ર સર્વથા સુરક્ષિત છે. દેશને આ દૂષણથી મુક્તિ અપાવવા માટે ઇસ્લામના સ્થાયી તેમજ પ્રભાવકારી વિકલ્પથી તેને લાભાન્વિત કરવો સમયની એક મોટી આવશ્યકતા છે. *


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
  • Download PDF

  • Archives

  • Fan Club

  • Twitter Fan Club


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review