તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ રવિવારના રોજ ટાઉન હૉલ એલિસબ્રિજ, અહમદાબાદ ખાતે એસ.આઈ.ઓ. અને જી.આઈ.ઓ. દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. જે બે સ્તરના વિદ્યાર્થીઓ ધો. ૧૧-૧૨ અને અંડર ગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થીઓ માટે અનુક્રમે વિષય “રાષ્ટ નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા” અને “કોમી સંવાદિતા અને રાષ્ટ્રનિર્માણ” હતો. આ બંને સ્તરના વિદ્યાર્થીઓ માટે ઈનામ અર્થે  પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને રુ. ૮૦૦૦/-, રુ. ૬૦૦૦/- અને રુ. ૪૦૦૦/- સાથે પદક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.. તેમજ ‘યુવાસાથી’ માસિકનો વિશેષાંક ‘ઇસ્લામ એક ઉપહાર! સૌના માટે’ પણ ભેટ સ્વરૃપે આપવામાં આવ્યો. ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ વિજેતામાં પ્રથમ ચકલાસિયા સુજાન રફિકભાઈ (નડિયાદ), બીજો રાજપૂત સિમરા બાનુ મુહમ્મદ ફારૃક (અહમદાબાદ) અને ત્રીજો શેખ મો. ફેઝાન મો. યુનુસ (અહમદાબાદ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે અંડર ગ્રેજ્યુએટ કક્ષામાં પ્રથમ સ્થાને દોઈ બુશરાબાનુુ મુ. અમીન (હિંમતનગર), બીજો પટેલ માનસીબેન મહેન્દ્રભાઈ અને ત્રીજો  મલેક શબનમ (કચ્છ)નો સમાવેશ થાય છે. જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત દ્વારા આયોજિત ‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ સમાપન કાર્યક્રમમાં મહેમાનો દ્વારા વિજાતાઓને ઈનામો અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here