Tuesday, April 16, 2024
Homeમાર્ગદર્શનઈમાનની સાચી પરિભાષા

ઈમાનની સાચી પરિભાષા

નેકી (સદાચાર) એ નથી કે તમે તમારા ચહેરા પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલ્કે નેકી એ છે કે મનુષ્ય અલ્લાહને અને આખિરત (પરલોક)ના દિવસને અને ફરિશ્તાઓને અને અલ્લાહે અવતરિત કરેલ ગ્રંથને અને તેના પયગંબરોને હૃદયપૂર્વક માને અને અલ્લાહના પ્રેમમાં પોતાનું પ્રિય ધન સગાઓ અને અનાથો પર, નિર્ધનો અને મુસાફરો પર, મદદ માટે હાથ લંબાવનારાઓ પર અને ગુલામોની મુક્તિ પર ખર્ચ કરે, નમાઝ કાયમ કરે અને ઝકાત આપે અને નેક (સદાચારી) એ લોકો છે કે જ્યારે વચન આપે તો તેને પૂરૃં કરે અને તંગી તથા મુસીબતમાં તથા સત્ય અને અસત્યની લડાઈમાં ધૈર્યથી કામ લે. આ છે સાચા લોકો, અને આ જ લોકો સંયમી (મુત્તકી) છે. (સૂરઃ બકરહ-૧૭૭)

પૂર્વ પશ્ચિમ દિશા તરફ ચેહરો કરવાને એક ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ શીખવવામાં આવ્યું છે કે ધર્મની અમુક દેખીતી રસમો અદા કરી દેવા અને માત્ર જાબ્તાની ખાનાપુરી કરવા કેટલીક ધાર્મિક ક્રિયા કરી લેવી તથા તકવા (સંયમ)ના જાહેર સ્વરૃપો અપનાવી લેવા તે વાસ્તવિક નેકી નથી જે અલ્લાહના ત્યાં કદર અને વજન ધરાવતી હોય.

એક મુસલમાન ઈમાનને પોતાના જીવનની સૌથી મોટી નેઅમત સમજે છે. ઈમાન એ માત્ર કોઈ ખોખલી આસ્થાનું નામ નથી બલ્કે એક મજબૂત અને ઠોસ ચરિત્રનું નિર્માણ કરે છે. તેની અંદર માનવીય મુલ્યોનું સિંચન કરે છે. તેની દૃષ્ટિને વિશાળ અને માનસિકતાને બુલંદ બનાવે છે. માત્ર ઈમાનનો દાવો પુરતો નથી તેના મુજબ આચરણ પણ થવું જોઈએ. તો જ દુનિયા માનવતાની સુગંધથી મેહકી શકે છે. ઉપરની આયતમાં નેકીના વાસ્તવિક દૃષ્ટિકોણ અને ઈમાનની સાચી પરિભાષાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ મૂલ્યો વિના કોઈ માનવી સંપૂર્ણ થઈ શકતો નથી. માનવતા માત્ર અમુક નૈતિક મુલ્યોના સિંચનનું નામ નથી બલ્કે દુનિયાના સર્જનહાર પ્રત્યે પોતાની સાથે સૃષ્ટિના બીજા જીવો, વિશેષ રીતે માનવ સાથે સાચા સંબંધને કેળવવાનું નામ છે. બ્રહ્માંડના સર્જનહાર સાથે તેનો શું સંબંધ છે. આ જીવનની શું વાસ્તવિકતા છે. શું તે ઉત્તરદાયી છે કે કેમ? આ મૂળભૂત પ્રશ્નો માનવને ઉચ્ચતાની કોટીએ પહોંચાડે છે. ઈમાન કોઈ અંધવિશ્વાસ કે નિરાધાર માન્યતાનું નામ નથી. બલ્કે એક વાસ્તવિક અટલ હકીકત છે. આ ઈમાન જેટલો દૃઢ હશે વ્યક્તિ તેટલો સદાચારી બનશે. તાપથી ગરમી લાગવી અને ઠંઠથી સર્દીનું અનુભવ સામાન્ય છે તે જ રીતે નેકી અને માનવતા એ ઈમાનનો તકાદો અને તત્વ છે. અને આ મૂલ્યો કોઈ વિશેષ ધર્મ, જાતિ, ભાષા કે રંગ, પ્રાંત કે દેશના લોકો સુધી સીમિત નથી. તેના પ્રભાવમાં સમગ્ર માનવતા આવી જાય છે. ઈમાનવાળી વ્યક્તિને કોની સાથે સારો વ્યવહાર કરવો છે તેની એક ઝલક આ આયતમાં આપવામાં આવી છે. આ સદાચાર ઉપર માનવ સતત કાયમ રહે તેના માટે તેને મદદ અને શક્તિની જરૃર છે અને નમાઝ વડે મોમિન આ તાકાત પ્રાપ્ત કરે છે. પોતાના દિલમાંથી માલની મુહબ્બત કાઢી તેને મજબૂરો, મજલૂમો, વંચિતો અને નિર્ધન લોકો માટે ખુલ્લા મુકી દે છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments