સંસ્થા પરિચય

Published on May 17th, 2016 | by Muhammad Umar Mansuri

0

ઇસ્લામી રીલીફ કમીટી, ગુજરાત

આ અંકના સંસ્થા પરિચયમાં ઇસ્લામી રીલીફ કમીટીના સેક્રેટરી જનાબ મુહમ્મદ ઉમર વહોરા સાથે થયેલ મુલાકાતના કેટલાક અંશો.

પ્રશ્નઃ ઇસ્લામી રીલીફ કમીટી (IRC)ની સ્થાપના ક્યારેે અને કેમ કરવામાં આવી?

ઉત્તર: ૧૯૯૨માં થયેલ બાબરી મસ્જીદના ધ્વંશ બાદ જે પરિસ્થિતિ વણસી તે સમયની પરિસ્થિતિને પહોંચી વળવા અને ફરીથી સમાજમાં શાંતિ અને સોહાર્દની ભાવના જળવાઈ રહે તેના માટે જમાઅતે ઇસ્લામી હિન્દ, ગુજરાત દ્વારા ૧૯૯૩ના વર્ષમાં ઇસ્લામી રીલીફ કમીટીની સ્થાપના કરવામાં આવી. તે સમયે ટ્રસ્ટી બોર્ડની સંખ્યા ૧૧ હતી. IRCની સ્થાપના પાછળનો આશય ગુજરાતભરમાં મુસ્લિમ અને લઘુમતિ કોમના લોકોમાં સામાજીક પ્રતિષ્ઠા જળવાઈ રહે તેમજ કોમી સદ્ભાવના બની રહે તેના પ્રયાસ રૃપે જુદાજુદા કાર્યક્રમો અને કમીટીઓની રચના કરવામાં આવી છે.

પ્રશ્નઃ IRC મુખ્યત્વે કેટલા વિભાગોમાં કામ કરી રહી છે?

ઉત્તરઃ IRC મુખ્યત્વે હંગામી રાહત, શૈક્ષણિક, સ્વાસ્થ્ય, કાનૂની સહાય અને કોમી સદ્ભાવના તેમજ સામાજીક વિકાસ જેવા વિવિધ વિભાગોમાં કાર્ય કરે છે. IRCના અંતર્ગત નાગરિક સહાય કેન્દ્રનો પણ સ્થાપના કરવામાં આવી છે. જે લોકોને સરકારી યોજનાઓ અને સહાયોની માહિતી પૂરી પાડે આવે છે. તેમજ IRCએ કાનૂની સહાય માટે ઇ.સ. ૨૦૦૧માં લીગલ સેલની સ્થાપના કરી, જે હાલમાં એસોસીએશન ફોર પ્રોટેકશન ઓફ સીવીલ રાઈટ્સ (APCR)ના નામે ઓળખાય છે.

પ્રશ્નઃ કાનૂની સહાય તરીકે IRCએ કેવા કાર્યો કરે છે અને કેટલાક કાર્યોમાં સફળતા મળી છે?

ઉત્તરઃ ઇ.સ. ૨૦૦૧ના ભુકંપ બાદ જ લીગલ સેલની સ્થાપના કરવામાં આવી. જેનું કામ જમીનને લાગતા કેસો, તેમજ મુસ્લિમ યુવાનોની ખોટી ધરપકડને લાગતા કેસોની સારસંભાળ રાખવામાં આવતી હતી. ૨૦૦૨ના કોમી તોફાનોના કેસને ઉકેલવા માટે બીજી એનજીઓ સાથે મળી મદદ કરવામાં આવી. જેમાં દીપડા દરવાજા‘, ‘નરોડા પાટિયાઅને એહસાન જાફરીનો કેસ તેમાં ઉલ્લેખનીય છે. અમુક કેસોમાં કાનૂની લડત બાદ સુપ્રિમ કોર્ટે જુદી જુદી સીટની રચના કરી. તેમજ IRCએ દિપડા દરવાજા કેસમાં ગુનેગારોને જામીન ન મળે તેના માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા. તેમજ પોલીસ ફાયરીંગમાં કમ્પન્સેશનના મુદ્દાને લઈને કાયદાકીય લડત આપવાની કોશીશ કરી. IRCએ મસ્જિદ-દરગાહની પુનઃવસનને લઈને કાનૂની લડત આપી. જેના પરિણામે ગુજરાત હાઈકોર્ટમાં IRCની તરફેણમાં ચુકાદો મળ્યો. તેમજ IRCએ સ્કોલરશિપના ઇશ્યુને લઈને પણ કાયદાકીય લડતમાં ભાગ લીધો.

પ્રશ્નઃ મસ્જિદ-દરગાહ પુનઃવસન કેસ જે હાલમાં સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેના વિષે કંઇક જણાવો.

ઉત્તરઃ  ગુજરાતી હાઈકોર્ટે IRCની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ ગુજરાત સરકારે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો. જેની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં પુરી થઈ ગઈ છે. જેનોે હવે ચુકાદો આવવાનો બાકી છે.

પ્રશ્નઃ માઈનોરીટી સ્કોલરશિપમાં કાયદાકીય લડતમાં શું યોગદાન હતું અને તેમાં કેટલીક સફળતા પ્રાપ્ત થઈ?

ઉત્તરઃ સૌ પ્રથમ સ્કોલરશિપનો ચુકાદો માઈનોરીટીઝના તરફેણમાં ન હતો. જેના પરિણામે આ ચુકાદાને ડીવીઝન બેચ સુધી લઈ જવામાં આવ્યો. ત્યારે મુંબઈના સીનીયર અને પ્રખ્યાત ધારાશાસ્ત્રી એડવોકેટ મુછાલા સાહેબની મદદ લેવામાં આવી. ત્યારબાદ ૩-૨થી ચુકાદો આપણી તરફેણમાં આવ્યો.

પ્રશ્નઃ કોમી સદ્ભાવનાએ IRCનું મુખ્ય કાર્યોમાંથી એક કાર્ય છે. તે સંદર્ભમાં અત્યાર સુધી શું કરવામાં આવ્યું?

ઉત્તરઃ IRCએ ૨૦૦૧ના ભુકંપ બાદ અત્યાર સુધી ઘણા પુનઃવસના કાર્યો કર્યા. તેમા જુદા જુદા ધર્મોના પ્રતિનિધીઓને બોલાવીને લોકાર્પણને કોમી સદ્ભાવનાની મીસાલ બનાવી. તેમજ અવારનવાર સદ્ભાવના રૃપે જુદા જુદા કાર્યક્રમો કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોમી સદ્ભાવના અસરકારક બનાવવા માટે એક સદ્ભાવના ફોરમ પણ બનાવવામાં આવ્યું છે.

પ્રશ્નઃ શૈક્ષણિક ક્ષેત્રે IRCએ કરેલા કાર્યો જણાવો.

ઉત્તરઃ શરૃઆતથી IRC ડ્રોપઆઉટ રેશ્યો મુસ્લિમો અને દલિતોમાં ઓછો રહે તેના પ્રયત્નો કરતી રહી છે. તેના અનુસંધાને IRCએ બેક-ટુ-સ્કૂલનું આયોજન કર્યું હતું. જેમાં ગરીબ બાળકોને શાળામાં ફરી પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું. IRCએ ૨૫ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ માટે જરૃરી સાધનો પૂરા પાડયા. હાલમાં IRC અંતર્ગત અહમદાબાદ, ચિત્રાવડ, ભૂજ, વીરમગાર તથા મોડાસામાં સુકુન ટ્રસ્ટ સંચાલિત શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

પ્રશ્નઃ શૈક્ષણિક ક્ષેત્રે ભવિષ્ય માટે કોઈ આયોજન હોય તો જણાવો.

ઉત્તરઃ IRCએ શાળાઓમાં સારી રીતે સંચાલન થાય તે માટે પુરતા પ્રયત્નો કરી રહી છે. જુનાગઢ-ચિત્રાવડની શાળા હાલમાં હોસ્ટલના પરિસરમાં ચાલી રહી છે. તેના માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે. જેથી શાળા માટે નવું માળખું ઊભુ કરી શકાય. મોડાસાની રેડિયન્સ સ્કૂલ જેવી એક શાળા અહમદાબાદમાં પણ હોય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પ્રશ્નઃ હાલમાં ભારતવર્ષમાં નવી સરકાર આવ્યા બાદ લઘુમતિ અને દલિતો પર જે અત્યાચારો અને યાતનાઓ થઇ રહી છે તેમજ દ્વેષભાવ વાળી વાતોને લઈને વાતાવરણ ડહોળુ કરવામાં આવી રહ્યું છે તેના માટે IRCનું શું આયોજન છે?

ઉત્તરઃ IRCએ લોકોમાં જાગૃતિ લાવવા માટે સીવીલ ગ્રુપને સાથે મળીને કાર્યો કરશે. તેમજ રાજકીય રીતે પણ પ્રયત્નો કરીને આવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની ભરપૂર કોશિશ કરશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top ↑
 • Download PDF

 • Archives

 • Twitter Fan Club

 • Recent Posts

 • સંપર્ક કરો

  Yuva Saathi Gujarati Monthly

  B-4, Karishma Complex, Sarani Society Corner,

  132 ft. Ring Road, Juhapura, Ahmedabad -380055

  Submit a Essay

 • Authors


Show Buttons
Hide Buttons

by Bliss Drive Review